You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન : 53 બિલિયન બૅરલ તેલનો જથ્થો મળી આવ્યો - રુહાનીની જાહેરાત
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ હસન રુહાનીએ કહ્યું છે કે ઈરાનના કુલ ઑઇલ જથ્થાના એક તૃતિંયાશ જેટલો નવો ઑઇલનો જથ્થો મળી આવ્યો છે, જેથી ઑઇલના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે.
ઈરાનનાં દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં આવેલાં ખુઝેસ્તાનના 2400 ચોરસ કિલોમીટર (926 ચોરસ માઇલ)ના વિસ્તારમાં 53 બિલિયન બૅરલ ક્રૂડ ઑઇલ રહેલું છે.
યૂએસના કડક નિયંત્રણોના કારણે ઈરાનને વિદેશમાં ઑઇલની નિકાસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાના પ્રતિબંધ અંતર્ગત અન્ય દેશો અને કંપનીઓ પર પણ ઈરાન સાથે વેપાર કરવા પર રોક લગાવેલી છે.
યઝ્દ શહેરમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું, "આ બોસ્તાનથી ઓમિદિયા સુધી ફેલાયેલા 2400 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 53 બિલિયન ઑઇલ મળી આવ્યું છે. જે જમીનમાં 80 મિટરની ઊંડે છે."
તેમણે ઉમેર્યું, "જો ઈરાનમાં ઑઇલ માટેનું ગાળકામ એક ટકા પણ વધ્યું તો આ જથ્થાથી ઈરાનની રેવન્યૂ 32 બિલિયન ડૉલર જેટલી વધી જશે."
ઈરાનની ઉપ સરકારી સમાચાર સંસ્થા ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ તેમણે કહ્યું, "હું વ્હાઇટ હાઉસને કહેવા માગુ છુ કે જ્યારે તમે અમારા પર નિયંત્રણો વધારી રહ્યા હતા ત્યારે અમારા કામદારો અને ઇજનેરોએ 53 બિલિયન બૅરલ ઑઇલ શોધી કાઢ્યું."
ઑઇલનું આ નવું ક્ષેત્ર ઈરાનનું 65 બિલિયન બૅરલ તેલ ધરાવતા આહવાઝ પછી બીજા નંબરનું સૌથી વિશાળ ક્ષેત્ર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રુહાનીના જણાવ્યા અનુસાર હાલ ઈરાન પાસે લગભગ 150 બિલિયન બૅરલ ઑઇલનો જથ્થો છે.
આ દુનિયોનો ચોથા ક્રમનો સૌથી મોટો જથ્થો છે તેમજ ઈરાન પાસે વિશ્વનો સૌથી મોટો બીજા ક્રમનો ગૅસનો જથ્થો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો