You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
15 મિલિયન પાઉન્ડનો કરાર ધરાવનાર ફૂટબૉલરનું વિમાન ગાયબ
ફ્રાન્સથી કાર્ડિફ જતું વિમાન ગુમ થતા ફૂટબૉલ જગતમાં ચિંતા ફેલાઈ છે.
એવું માનવામાં આવે છે કે આર્જેન્ટીનાના સ્ટ્રાઇકર એમિલિયાનો સાલા એ બે લોકોમાંથી એક હતા, કે જેઓ વિમાનમાં સવાર હતા.
આ વિમાન સોમવારની રાત્રે ચેનલ ટાપુ સ્થિત એલ્ડર્નીમાં ગુમ થયું હતું.
28 વર્ષીય ખેલાડી સાથે કરાર કરનારા કાર્ડિફ સિટીએ કહ્યું છે કે તેઓ સ્પષ્ટીકરણની રાહ જોઈ રહ્યા છે.
ભારતીય સમયાનુસાર રાત્રે 1.30 કલાકે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
પોલીસે કહ્યું છે કે વિમાન અંગે કોઈ પણ પુરાવા મળ્યા નથી.
જાણકારી અનુસાર વિમાને ભારતીય સમયાનુસાર રાત્રે આશરે 12.45 કલાકે નાન્ટેસથી ઉડાન ભરી હતી અને તે 5,000 ફીટની ઊંચાઈ પર ઊડી રહ્યું હતું જ્યારે તેણે જર્સી એર ટ્રાફિક કન્ટ્રોલનો સંપર્ક સાધ્યો હતો.
વિમાન જ્યારે 2,300 ફીટની ઊંચાઈ પર હતું ત્યારે તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
પોલીસે ઉમેર્યું, "ભારતીય સમયાનુસાર આશરે સવારે 7.30 કલાકે (2.00 AM GMT) ભારે પવન, દરિયાઈ પરિસ્થિતિ અને વિઝિબિલીટી ઓછી થવાના કારણે સર્ચ ઑપરેશન રોકી દેવાયું હતું."
કાર્ડિફ એરપોર્ટે કહ્યું કે નાન્ટેસથી વિમાન પહોંચવાનું હતું, પણ તેના અંગે કોઈ વધારે જાણકારી મળી નથી.
મેટ ઑફિસે કહ્યું કે જ્યારે વિમાન ગુમ થયું તે સમયે ઝરમર વરસાદ ચાલી રહ્યો હતો, તેના સિવાય કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ન હતી.
તેમણે ઉમેર્યું, "હવાની ગતિ પણ સામાન્ય હતી. હવાની સરેરાશ ઝડપ 15થી 20 mph હતી."
કાર્ડિફે સાલા સાથે 15 મિલિયન પાઉન્ડના કરાર કર્યા હતા.
સાલા હાલ ફ્રાન્સના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે કે જેમણે સારો સ્કોર મેળવ્યો હોય. કિલીયાન બાપ્પે અને નિકોલસ પેપે બાદ એમિલિયાનો સાલાનો નંબર આવે છે.
જ્યારે સાલાએ કાર્ડિફ સાથે કરાર કર્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું, "મને ખૂબ આનંદ થાય છે અને હું ટ્રેનિંગ શરૂ થવાની, મારા નવા સાથીઓને મળવાની અને કામ શરૂ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."
ક્લબના ચીફ એક્ઝેક્યુટીવ કેન ચૂએ કહ્યું, "મને ખબર છે કે બધા જ કાર્ડિફ સિટીના પ્રશંસકો મારી સાથે જોડાશે અને અમે અમારા ખેલાડીને બ્લૂબર્ડ્સના શર્ટમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છીએ."
સાલાએ થોડા સમય પહેલા જે ટ્વીટ કર્યું હતું તેમાં તેઓ તેમના જૂના સાથીઓ સાથે જોવા મળી રહ્યા છે.
સાલાએ તેમની કારકિર્દી શરૂઆત અર્જેન્ટિનાના ક્લબ પ્રોયેક્ટો ક્રેસર સાથે કરી હતી. વર્ષ 2012માં તેઓ ફ્રેન્ચ ક્લબ ગિરોન્ડીસ બોર્ડ સાથે જોડાયા હતા.
વિમાન કેસક્વેટ્સ લાઇટહાઉસ નજીક ગૂમ થયું હતું.
HM કૉસ્ટગાર્ડે કહ્યું છે કે વિમાન ભલે યૂકેની હદમાં ગુમ થયું નથી પણ તેમણે બે હેલિકોપ્ટર મદદ માટે મોકલ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો