You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
EVM હૅકિંગ : હૅકિંગનો દાવો કરનાર સામે ચૂંટણી પંચની પોલીસ ફરિયાદ
લંડનમાં સોમવારે કરવામાં આવેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ગત ચૂંટણીમાં ઈવીએમ હૅક કરવામાં આવ્યાં હતાં. આ વિશે ભારતમાં વિવાદ ઉભો થયો હતો. રાજકીય પ્રતિક્રિયાઓ ઉપરાંત ચૂંચણી પંચે નવી દિલ્હી પોલીસને પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
એએનઆઈએ ટ્ટીટ કરીને ચૂંટણી પંચની ફરિયાદની વાત જાહેર કરી હતી.
અગાઉ સોમવારે અમેરિકામાં રહેતા સાઇબર ઍક્સપર્ટ સૈયદ શુજાએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા આ દાવા કર્યા હતા.
ભારતના ચૂંટણી પંચે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન(ઈવીએમ)ના હૅકિંગને લઈને કરવામાં આવેલા તાજા દાવા બાદ કહ્યું હતું કે પંચ જે ઈવીએમનો ઉપયોગ કરે છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
પંચે આ મામલે દાવાને નકારતા કહ્યું કે તે એ જોઈ રહ્યું છે કે આ મામલે શું કાયદાકીય કાર્યવાહી કરી શકાય.
બ્રિટનની રાજધાની લંડનમાં સોમવારે ઇન્ડિયન જર્નાલિસ્ટ ઍસોશિએશનના એક આયોજનમાં અમેરિકા સ્થિત એક કથિત સાઇબર ઍક્સપર્ટે દાવો કર્યો હતો કે ઈવીએમને હૅક કરી શકાય છે.
કેન્દ્રમાં એનડીએની સરકારનું નેતૃત્વ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ ઈવીએમ હૅકિંગના દાવાને લઈને કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
લંડનના કાર્યક્રમ દરમિયાન કથિત હૅકરે દાવો કર્યો હતો કે તેઓ ભારતની ચૂંટણી દરમિયાન ઈવીએમ હૅક કરી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ મામલે તેમણે કોઈ ઠોસ પૂરાવા રજૂ કર્યા ન હતા.
લંડનમાં બીબીસી સંવાદદાતા ગગન સબરવાલ આ પ્રેસ કૉન્ફરન્સમાં મોજૂદ હતાં.
જેમણે ઈવીએમ હૅક કરવાનો દાવો કરનાર કથિત સાઇબર હૅકરને કેટલાક સવાલો કર્યા હતા.
આપ આ વિશે હવે કેમ વાત કરી રહ્યા છો અને હવે આ કૉન્ફરન્સથી તમે શું આશા રાખો છો?
મને કોઈ પરિણામની આશા નથી. મને લાગતું પણ નથી કે કંઈ બદલાય કારણ કે ઈવીએમ તો રહેશે જ અને જે ચાલી રહ્યું છે તે પણ ચાલશે.
જો બધા જ સહિયારો પ્રયાસ કરે અને બૅલેટ પેપરથી વોટિંગની માંગ કરે તો પણ આ નહીં બદલાય કારણ કે ભાજપ પાસે એટલી તાકાત છે કે તે પૈસા આપીને મત ખરીદી શકે છે.
ગયા વર્ષે જ્યારે બધાને આ પડકાર આપવામાં આવ્યો કે કોઈ પણ ઈવીએમ હૅક ના કરી શકે ત્યારે તમે આ ચેલેન્જ કેમ ના સ્વીકારી?
હું અહીં એક શરણાર્થી છું. જો ભારત પાછો જાઉં તો મારી સલામતીનુ શું? મારી સુરક્ષાની શું શક્યતાઓ હતી. તેથી મેં ઘણા લોકોને આ વિકલ્પ આપ્યો હતો, તેઓ તૈયાર પણ થયા પરંતુ પાછળથી તેઓએ પણ જવા દીધું.
તમે આ વાંચ્યું કે નહીં?
અમેરિકા અને કૉંગો જેવા દેશોમાં કોઈ પરેશાની વિના ઈવીએમનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?
મેં અમેરિકન ઇવીએમ વિશે અભ્યાસ નથી કર્યો અને હજુ સુધી એવી તક પણ નથી મળી. હું એ વિશે મારો અભિપ્રાય નહીં આપી શકું.
આપના મતે ઈવીએમ નહીં તો બીજો સારો વિકલ્પ કયો?
ભારત પાસે એવા પણ વિકલ્પ છે જેની સાથે છેડછાડ શક્ય નથી પરંતુ તેઓ તેનો ઉપયોગ કરશે નહીં.
અમે જે ડિઝાઇન આપી છે તેના સંપૂર્ણપણે પુરાવા છે. તેમાં કોઈ પણ પ્રકારના ટ્રાન્સમિશનની સંભાવના નથી. તેને વાયરલેસ પણ જોડી નથી શકાતું. તેની ડિઝાઇન સરળ હોવા છતાં તે ખૂબ જટિલ છે.
આ કૉન્ફરન્સમાં કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા, આ વિશે તેમણે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે દરેક વાતને ચોકસાઈથી તપાસવામાં આવે અને આપણે કોઈ પરિણામ પર પહોંચીએ તે પહેલાં સાઇબર એક્સપર્ટના દાવાઓની ચકાસણી પણ કરવામાં આવે.
ચૂંટણી પંચે શું કહ્યું?
ચૂંટણી પંચે આ પ્રેસ કૉન્ફરન્સના થોડા સમય બાદ એક પ્રેસ નોટ જાહેર કરી પોતાનો પક્ષ રાખ્યો હતો.
તેમાં પંચે કહ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચના ધ્યાનમાં આવ્યું છે કે લંડનમાં થયેલી એક ઇવેન્ટમાં એ દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો છે કે ઈસીઆઈ જે વોટિંગ મશીનોનો ઉપયોગ કરે છે, તેમાં છેડછાડ થઈ શકે છે.
ચૂંટણી પંચ મજબૂતી સાથે ચોક્કસ તથ્ય સાથે કહે છે કે ભારતમાં ચૂંટણી દરમિયાન જે ઈવીએમનો ઉપયોગ કરે છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
ભાજપની પ્રતિક્રિયા
આ મામલે ટ્વીટ કરીને નાણા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ પણ આ વાતને તથ્ય વિહોણી ગણાવી હતી.
કાયદા અને ઇન્ફૉર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતેથી પત્રકાર પરિષદ યોજી હતી.
આ પત્રકાર પરિષદમાં તેમણે લંડનનાં કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલની ઉપસ્થિતિની ટીકા કરી હતી અને કૉંગ્રેસ દેશની બંધારણીય સંસ્થાઓની અસ્મિતાને કમજોર કરી રહી હોવાનો આરોપ મૂક્યો હતો.
ભાજપએ ટ્ટિટ દ્વારા કૉંગ્રેસ 2019ની હારનું બહાનુ અત્યારથી શોધી રહી હોવાનું કહ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો