You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિનપિંગે કેમ કહ્યું, "યુદ્ધ માટે સજ્જ રહે સેના" : દૃષ્ટિકોણ
- લેેખક, માનસી દાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કહેવું છે કે દેશની ઉપર સંકટ તોળાઈ રહ્યું છે એટલે પીપલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના પીએલએ) એ યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે.
શુક્રવારે સેન્ટ્રલ મિલિટરી કમિશનની બેઠક ચીનની રાજધાની બેઈજિંગ ખાતે મળી હતી.
અધ્યક્ષસ્થાનેથી બોલતા જિનપિંગે સેનાના ઉચ્ચ અધિકારીઓને ચેતવણી આપી હતી કે દેશની સામે અનેક પ્રકારના જોખમ ઊભા છે.
ધ ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ જિનપિંગે કહ્યું :
"ગત એક સદી દરમિયાન દુનિયામાં જે ઝડપથી પરિવર્તન નહોતું આવ્યું, તેટલી ઝડપથી હાલમાં આવી રહ્યું છે."
"હાલમાં પણ ચીન એવી સ્થિતિમાં છે કે તેના માટે વિકાસની દરેક તક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે."
અખબારે ઉમેર્યું હતું કે સૈનિકોની તાલીમ સંબંધિત એક મહત્ત્વપૂર્ણ આદેશ ઉપર હસ્તાક્ષર થયા છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, જિનપિંગે કહ્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તમામ સૈન્ય દળોએ ખરા અર્થમાં રાષ્ટ્ર સામેના જોખમ તથા વિકાસના પ્રવાહને સમજવા પડશે અને દરેક સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે."
તૈયારીના કારણ
સંરક્ષણ બાબતોના જાણકાર સોંગ જોંગપિંગને ટાંકતા 'ધ ગ્લોબલ ટાઇમ્સ' લખે છે :
"ચીનની સ્થાપનાની 70મી વર્ષગાંઠ નિમિતે પીએલએની તમામ ટૂકડીઓ બેઈજિંગના થિયાનમેન ચોક ખાતે પરેડમાં ભાગ લેશે અને સજ્જતાનું નિદર્શન કરશે."
જોંગપિંગ ઉમેરે છે કે આ પરેડમાં એવી સેનાની ઝલક મળશે, જે યુદ્ધ જીતવા સક્ષમ છે.
ન્યૂઝ એજનસી રૉઇટર્સના રિપોર્ટ મુજબ દક્ષિણ ચીન સાગરમાં ચીન તેનો પ્રભાવ વિસ્તારવા ચાહે છે.
વ્યાપાર મુદ્દે અમેરિકા અને દરિયાઈ જળવિસ્તાર મુદ્દે તાઇવાન સાથે ચીનના સંબંધોમાં તણાવ પ્રવર્તમાન છે.
ચીન તથા અમેરિકા દુનિયાનાં બે સૌથી મોટાં અર્થતંત્ર છે. તેઓ દુનિયાનાં બજાર ઉપર નિયંત્રણ જમાવવા માટે અપ્રત્યક્ષ રીતે સંઘર્ષરત છે.
બંને દેશો એકબીજાનાં દેશોમાંથી આયાત થયેલી ચીજો ઉપર વધારાની જકાત લાદી રહ્યાં છે.
જિનપિંગે મિલિટરીની બેઠકમાં કહ્યું હતું, "કટોકટીની સ્થિતિમાં તત્કાળ સક્રિય થવાની સજ્જતા સેનાએ કેળવવી પડશે."
"આ માટે સંયુક્ત સૈન્ય કવાયતોની ક્ષમતા વધરાવી પડશે અને યુદ્ધના નવા કૌશલ્યો શીખવા પડશે."
સેન્ટ્રલ મિલિટરી કમિશન દ્વારા સૈન્ય ટૂકડીઓની હિલચાલ અંગે બીજી વખત જાહેરાત જાહેરાત કરી છે. અગાઉ ગત વર્ષે ત્રીજી જાન્યુઆરીના દિવસે આ પ્રકારની હિલચાલ પહેલી વખત જોવા મળી હતી.
સંરક્ષણ બાબતોનાં જાણકારોના કહેવા પ્રમાણે, જિનપિંગ તેમના નિવેદનો દ્વારા ચીનની સેનાનું મનોબળ વધારવા માગે છે.
ઉપરાંત દુનિયાનને ચીનની સેનાની તાકતનો અહેસાસ કરાવવા માગે છે.
દક્ષિણ ચીન સાગરમાં તણાવ
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયા રિઍસ્યોરન્સ ઇનિસ્યેટિવ ઍક્ટને મંજૂર કર્યો, જેથી તેણે કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું છે.
એ મુજબ દુનિયાની લગભગ અડધી વસતિ જ્યાં રહે છે તે વિસ્તાર માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે.
કાયદાની જોગવાઈ મુજબ દક્ષિણ ચીન મહાસાગરમાં ચીન દ્વારા હાથ ધરવામાં આવેલું ગેરકાયદેસર નિર્માણ કાર્ય તથા તેની સૈન્ય પ્રવૃત્તિઓને અમેરિકાના રાષ્ટ્રહિત, આવિસ્તારમાં શાંતિ થથા વૈશ્વિક સ્થિરતા વિરુદ્ધની ઠેરવવામાં આવી છે.
ગત બુધવારે જિનપિંગે કહ્યું હતું, ચીન અને તાઇવાનને 'ભેળવવા પડશે' અને 'ભેળવીને જ રહેશે.'
જિનપિંગનું કહેવું હતું કે જો ચીન ઇચ્છે તો આ માટે તે સેનાનો પણ ઉપયોગ કરવાનો પણ તેને અધિકાર પણ છે. ચીન સાથે સંબંધ સુધારવાના પ્રયાસના ભાગરૂપે જિનપિંગે ચાલીસ વર્ષ અગાઉ આપવામાં આવેલું ભાષણ યાદ અપાવ્યું હતું, જે મુજબ 'એક દેશ, બે વ્યવસ્થા'ના ન્યાયે શાંતિપૂર્ણ એકીકરણ ઇચ્છે છે.
ગત સપ્તાહે ચીને અનેક હાઈ-પ્રોફાઇલ અમેરિકન નાગરિકોની ધરપકડ કરી હતી.
ત્યારબાદ અમેરિકાના વિદેશ વિભાગે ચીન જતાં નાગરિકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.
ઍડવાઇઝરી મુજબ યાત્રા નિષેધોને બળજબરીપૂર્વક લાગુ કરીને નાગરિકોને દેશમાં ગોંધી રાખવામાં આવે છે.
જિનપિંગ વર્ષ 2012માં ચીનના રાષ્ટ્રપતિ અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન બન્યા હતા.
ત્યારથી તેમણે પીએલએને વધુ મજબૂત કરવા પ્રયાસ હાથ ધર્યા છે.
જિનપિંગે શાસનની ધૂરા સંભાળી તે પછી વૈશ્વિક રાજકારણાં ચીન વધુ વાચાળ બન્યું છે અને ત્યાંથી સત્તાવાદના યુગની શરૂઆત થઈ.
એવું માનવામાં આવે છે કે જિનપિંગ વિશ્વમાં ચીનનો પ્રભાવ વિસ્તારવા માગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો