You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું નિર્મલા સીતારમનની દીકરી ફોજમાં અફસર છે? શું છે આ વાઇરલ તસવીરનું સત્ય?
- લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
- પદ, બીબીસી
સોશિયલ મીડિયા પર ભારતનાં રક્ષામંત્રી નિર્મલા સીતારામનની એક તસવીર વાઇરલ થઈ રહી છે.
આ તસવીર સાથે એવો દાવો કરાઈ રહ્યો છે કે નિર્મલા સીતારામન સાથે દેખાતાં મહિલા અધિકારી તેમનાં દીકરી છે અને તેઓ ભારતીય ફોજમાં કાર્યરત છે.
ફેસબુક અને ટ્વિટર પર સેંકડો લોકોએ 'ગર્વની વાત' ગણાવતા આ તસવીર વિશે લખ્યું છે કે રક્ષા મંત્રીની જેમ જ અન્ય નેતાઓએ પણ પોતાનાં બાળકોને દેશની સેવામાં લગાવવા જોઈએ.
પણ અમારી તપાસમાં આ તસવીર સાથે કરેલા દાવા ખોટા હોવાનું બહાર આવ્યું છે.
તો પછી નિર્મલા સીતારમન સાથે ઊભેલાં આ યુવતી કોણ છે?
તમે આ વાંચ્યું કે નહીં?
રક્ષામંત્રી નિર્મલા સીતારામન સાથે ઊભેલાં મહિલા અધિકારી તેમનાં પુત્રી નથી, તેઓ ઑફિસર નિકિતા વેરૈય્યા છે.
રક્ષા મંત્રાલય પ્રમાણે, વાઇરલ થઈ રહેલી તસવીરમાં દેખાતાં મહિલા અધિકારી નિકિતા વેરૈય્યા છે કે જેઓ રક્ષામંત્રી સાથે સંપર્ક અધિકારી તરીકે તહેનાત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેસબુક પર તેમની પબ્લિક પ્રોફાઇલ જોઈને અમે એ વાતની ખરાઈ પણ કરી કે તસવીરમાં રક્ષામંત્રી સાથે તેઓ જ ઊભાં છે.
નિકિતાની ફેસબુક પ્રોફાઇલ પ્રમાણે તેઓ કર્ણાટકના મૅંગ્લોર શહેરનાં છે અને વર્ષ 2016થી ભારતીય સેનામાં કાર્યરત છે.
ખોટો દાવો અને રક્ષા મંત્રીનાં દીકરીનું નામ
રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટર પર આ વાઇરલ તસવીર અંગે સ્પષ્ટતા પણ કરી છે.
તેમણે લખ્યું, "તાજેતરમાં જ એક સત્તાવાર પ્રવાસ દરમિયાન મહિલા અધિકારીની વિનંતી પર આ તસવીર લેવાઈ હતી."
"સોશિયલ મીડિયા પ્લટફૉર્મ્સ પર કેટલાક લોકોએ જે પ્રમાણે દાવો કર્યો છે, આ મહિલા અધિકારી રક્ષામંત્રીનાં પુત્રી નથી."
સંસદ સમક્ષ કેન્દ્રીય મંત્રી તરીકે નિર્મલા સીતારામને જે સોગંદનામું રજૂ કર્યું છે, એ પ્રમાણે તેમનાં દીકરીનું નામ અને ઉત્તરાધિકારીનું નામ વાંગમઈ પારકાલા છે.
રિવર્સ ઇમેજ સર્ચથી ખબર પડી છે કે 27 ડિસેમ્બરે પહેલી વખત આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરાઈ હતી.
ત્યારબાદ આ તસવીરને સોશિયલ મીડિયા ઉપરાંત વૉટ્સઍપ પર પણ શેર કરાઈ છે.
'ભારતનાં પ્રથમ મહિલા રક્ષામંત્રી કે જેમની દીકરી ભારતીય સેનામાં કાર્યરત છે.' આ દાવો તદ્દન ખોટો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો