You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'Bar girl in India' સર્ચ કરવાથી ગૂગલમાં સોનિયા ગાંધીનું નામ કેમ આવ્યું?
- લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
આ અઠવાડિયે બે મોટા નેતાઓના નામ સાથે જોડાયેલાં 'ગૂગલ સર્ચ રિઝલ્ટ' અમેરિકા, પાકિસ્તાન તથા ભારતમાં ચર્ચામા રહ્યાં.
ટ્વિટર અને ફેસબુક પર સેંકડો યૂઝર્સે એવો દાવો કર્યો કે જ્યારે તેમણે ગૂગલ પર 'Idiot' શબ્દ સર્ચ કર્યો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને 'Bhikhari' સર્ચ કરવાથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું નામ આવે છે.
કંઈક આવી જ ઘટના બુધવાર સવારથી ભારતમાં જોવા મળી.
ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ગૂગલમાં 'Bar girl in India', 'Italian Bar girl' સર્ચ કરવાથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં માતા સોનિયા ગાંધીનું નામ સૌથી ઉપર દેખાય છે.
કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો કે માત્ર ગૂગલ જ નહીં, બિન્ગ અને અન્ય સર્ચ એન્જિન્સમાં સર્ચ કરતા કંઈક આવા જ પરિણામો આવ્યાં.
તમે આ વાંચ્યું કે નહીં?
ગૂગલ ટ્રૅન્ડસ પરથી મળેલી માહિતી પ્રમાણે ગૂગલ સર્ચમાં 'Bar girl in India' 19 ડિસેમ્બર 2018ના રોજ સવારે 7.30 વાગ્યાથી ટ્રૅન્ડ થાય છે.
એમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે 'Bar girl in India' મોટાભાગે ભારતના યૂઝર્સ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી વધારે સર્ચ કરનારા યૂઝર્સની યાદીમાં અનુક્રમે ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ રાજ્યોએ સૌથી વધારે સર્ચ કર્યું છે.
આ ઉપરાંત 19 ડિસેમ્બરે આ કી-વર્ડ્ઝ સર્ચ ટ્રૅન્ડ્સની યાદીમાં રહ્યું. જોકે 20 ડિસેમ્બર સવાર સુધીમાં સર્ચ કરનાર લોકોની સંખ્યા ઘટી ગઈ હતી.
સોનિયા ગાંધીનું નામ સર્ચમાં કેવી રીતે આવ્યું
સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે 'Bar girl in India' સર્ચ કરવાથી રિઝલ્ટમાં સોનિયા ગાંધીનું નામ કેવી રીતે આવ્યું?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મામલામાં ગૂગલ કહી ચૂક્યું છે કે જે કી-વર્ડ્ઝ સાથે નેતાઓનું નામ સર્ચ કરવામાં આવતું હોય, એની અસર સમય સાથે રિઝલ્ટ પર દેખાય છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ સોશિયલ મીડિયામાં સોનિયા ગાંધી અંગે આ પ્રકારની અફવાઓનો ઘટનાક્રમ શરૂ થયો હતો.
જેમાં કેટલાક જમણેરી ફેસબુક પેજ અને વૉટ્સઍપ મૅસેજીસમાં સોનિયા ગાંધીની કેટલીક તસવીરો શેર કરાઈ રહી છે.
'સોનિયા ગાંધી બાર ડાન્સર હતાં' એ વાતને સ્થાપિત કરવા આ તસવીરોનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ચાલેલા આ પ્રકારના અભિયાનના કારણે હવે લોકો સર્ચ એન્જિન્સની મદદથી આ અંગે સર્ચ કરી રહ્યા છે.
Quora.com જેવી કેટલીક સાઇટ્સ પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે, ''શું ખરેખર રાજીવ ગાંધી સાથેનાં લગ્ન પહેલાં સોનિયા ગાંધી બાર ડાન્સર હતાં?''
કેટલાક ફેસબુક યૂઝર્સ સોનિયા ગાંધીની તસવીરો શેર કરી રહ્યા છે.
તસવીર સાથે કૅપ્શનમાં લખ્યું છે, "તમારામાંથી કેટલા લોકો ભારતમાં રહેતા ઇટાલિયન બાર ગર્લ વિશે જાણે છે? જો ન જાણતા હોવ તો ગૂગલ કરો. હા, તે કૉંગ્રેસના અગ્રણી સોનિયા છે."
આ પોસ્ટની તપાસ કરતાં અમને અન્ય તસવીરો પણ મળી જે અગાઉ સોશિયલ મીડિયા પર યૂઝર્સે શેર કરી હતી,
હાલમાં આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને મોટાપાયે આ તસવીરો શેર પણ થઈ રહી છે.
ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે આવી જ ઘટના બની હતી.
ગૂગલમાં 'idiot' શબ્દ સર્ચ કરવાથી ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો ટોપમાં આવતી હતી. આ ગાળામાં 'idiot' શબ્દ લાખો વખત સર્ચ થયો હતો.
સોનિયા ગાંધીની આ ઘટના અંગે જોઈએ તો, સર્ચ થઈ રહેસલા કી-વર્ડમાં 'bar', 'India', 'girl' અને 'Italian' જેવા શબ્દો છે.
જે સામાન્ય રીતે સર્ચા થતા રહેતા શબ્દો છે, એ કારણથી આ કી-વર્ડ ટ્ર્રૅન્ડમાં આવ્યો હોવાની શક્યતા છે.
ફેસબુક પર શેર થઈ રહેલી એક તસવીરમાં એવું દેખાય છે કે સોનિયા ગાંધી કોઈ પુરુષના ખોળામાં બેઠાં છે.
આ તસવીરને રીવર્સ સર્ચ કરતા અમને ખબર પડી કે આ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે અને ફેક છે. અમને અસલી તસવીર ગેટ્ટી ઇમેજમાંથી મળી ગઈ.
ફેક તસવીરમાં દેખાતી વ્યક્તિ માલદીવના પૂર્વ રાષ્ટ્ર-પ્રમુખ મૌમુન અબ્દુલ ગયૂમ છે.
અસલી તસવીરમાં સોનિયા ગાંધી અને મૌમુન અલગ ખુરશીઓમાં બેઠાં છે. ગેટ્ટી ઇમેજીસ પ્રમાણે આ તસવીર ન્યૂ દિલ્હીમાં 29 માર્ચ 2005ના રોજ લેવાઈ હતી.
2005માં મૌમુન અબ્દુલ ગયૂમની 6 દિવસીય ભારત મુલાકાત વખતે તેમની અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ હતી, એ વખતની આ તસવીર છે.
ફેક તસવીર અને અસલી તસવીરમાં ઘણું અંતર છે.
સોનિયા ગાંધીની અન્ય એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે, પણ આ તસવીર મૅરિલિન મનરોની પ્રચલિત તસવીર જેવી લાગે છે.
આ તસવીરને રીવર્સ સર્ચ ઇમેજના ટૂલથી તપાસતા જાણવા મળ્યું કે સોનિયા ગાંધીના નામે શેર થઈ રહેલી તસવીર ફેક છે, આ તસવીર સાથે છેડછાડ કરીને સોનિયા ગાંધીની ચહેરો મૂકી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય પણ ફેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે અને દાવો કરાઈ રહ્યો છે કે, 'સોનિયા ગાંધી બાર ગર્લ હતાં, એની આ સાબિતી છે.'
ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા સોનિયા ગાંધી વિદેશી મૂળના હોવા અંગે પ્રશ્નો સર્જતા હોય છે, જ્યારે કૉંગ્રેસ પક્ષ આવા પ્રશ્નોની નિંદા કરતો આવ્યો છે.
જોકે બાર ડાન્સર અંગે કરાઈ રહેલા દાવાની તથ્યાત્મક જાણકારી ઉપલબ્ધ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો