ભારતને એશિયન ચૅમ્પિયન બનાવનારી જાધવ-યાદવની જોડી

ઇમેજ સ્રોત, PTI/TWITTER.COM/BCCI
એશિયા કપ 2018ની ફાઇનલમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટથી પરાજય આપી ભારત સાતમી વખત ચૅમ્પિયન બની ગયું છે.
આ રોમાંચક મુકાબલામાં ભારતને વિજય અપાવવા બે સ્પિનર કેદાર જાધવ અને કુલદીપ યાદવની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
પહેલાં તો આ બે બોલરોએ મહત્ત્વપૂર્ણ મેચમાં મહત્ત્વની વિકટ લઈને બાંગ્લાદેશને 222 રનના સ્કોર પર સમેટવામાં મદદ કરી હતી અને પછી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારત ટીમને અંતિમ સમયમાં છેલ્લી ઓવર વિજય અપાવ્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
મેચમાં કેદાર જાધવ અને કુલદીપ યાદવની જોડીએ બેટિંગ તથા બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું .
કેદારે નવ ઓવરમાં 41 રન આપી બે વિકેટ હાંસલ કરી અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 45 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી. પછી કેદાર(23) અને કુલદીપ (પાંચ)એ અણનમ રહેતા 223નો લક્ષ્ય હાંસલ કર્યો હતો.

જાધવે તોડી મજબૂત પાર્ટનરશિપ

ઇમેજ સ્રોત, TWITTER.COM/BCCI
મેચની શરૂઆતમાં હલકી સ્વિંગ જોવા મળી પરંતુ પછી પીચ બૅટ્સમૅન માટે મદદગાર સાબિત થતી જણાય.
બાંગ્લાદેશના ઓપનિંગ બૅટ્સમૅન આરામથી બૉલિંગ ઍટેકનો સામનો કરી રહ્યા હતા. 10 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 65 હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાંગ્લાદેશના બૅટ્સમૅન આ જ ગતિથી 10 વધુ ઓવરો રમતા રહ્યા. તે સમયે બૉલરને ખાસ સફળતા ન મળતા સુકાની રોહિત શર્માએ 33 વર્ષીય ઑલ-રાઉન્ડર કેદાર જાધવને બોલિંગ આપી.
21મી ઓવર ફેંકવા માટે આવેલા જાધવને પોતાની પહેલી જ ઓવરમાં સફળતા મળી હતી. પાંચમાં બોલે જ તેમણે મેહિદી હસનની વિકેટ ખેરવી હતી.
આ વિકેટ ભારત માટે ઘણી મહત્ત્વની હતી અને મજબૂત જણાઈ રહેલી બાંગ્લાદેશની હાલત કથળવાની શરૂઆત થઈ.

ઇમેજ સ્રોત, TWITTER.COM/BCCI
ત્યારબાદ યુજવેન્દ્ર ચહલે બાંગ્લાદેશને બીજો ઝટકો આપ્યો. તેણે ઇમરુલ કેઇસની એલબીડબ્લ્યૂ દ્વારા વિકેટ ખેરવી.
બાંગ્લાદેશના અનુભવી બૅટ્સમૅન મુશફિકુર રહીમની પણ કેદાર જાધવે વિકેટ લીધી હતી.
ત્યારબાદ મોહમ્મદ મિથુન અને મહમૂદુલ્લા અનુક્રમે બે રન અને ચાર રન બનાવી આઉટ થયા હતા. પરંતુ તે સમયે સદી ફટકારી લિટન દાસ ક્રિઝ પર ટકેલા હતા, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય હતા.
આ દરમિયાન કુલદીપ યાદવના બોલ પર મહેન્દ્ર સિંહ ધોનીએ તેને સ્ટમ્પ આઉટ કર્યા. લિટન 41મી ઓવરનાં છેલ્લાં બોલ પર 121 રનના સ્કોર સાથે આઉટ થયા. તે સમયે બાંગ્લાદેશનો સ્કોર 188 રનનો હતો.
પરંતુ ત્યારબાદ આવેલાં બૅટ્સમૅનો કંશુ ખાસ ન કરી શક્યા અને પૂર્ણ ઓવરો પણ રમી ન શક્યા. બાંગ્લાદેશની પૂર્ણ ટીમ 222 રન જ બનાવી શકી.

ઇમેજ સ્રોત, TWITTER.COM/BCCI
કુલદીપે ત્રણ અને કેદાર જાધવે ત્રણ વિકેટ ખેરવી. જાધવ એક રીતે પાર્ટ-ટાઇમ બોલર છે, પરંતુ સુકાની રોહિત શર્માએ તેમની પાસે નવ ઓવર ફેકાવી જ્યારે ભારતના મજબૂત બોલર ગણાતા ભુવનેશ્વર કુમાર પાસે માત્ર સાત ઓવર જ ફેંકાવી હતી.
કુલદીપ યાદવે 10 ઓવર ફેંકી જે ત્રણ વિકેટ ખેરવી, તેમાં લિટન દાસની મહત્ત્વપૂર્ણ વિકેટ સામેલ હતી. જે ડેથ ઓવરોમાં સારા શોટ ફટકારી બાંગ્લાદેશની સ્થિતિ મજબૂત કરવા સક્ષમ હતા.

બેટિંગમાં પણ ચમક્યા જાધવ અને યાદવ

ઇમેજ સ્રોત, TWITTER.COM/BCCI
223ના લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમ માટે વિજય મેળવવો સરળ માનવામાં આવી રહ્યો હતો પરંતુ શરૂઆતના બેટ્સમેનોએ સારી શરૂઆત અપાવી નહોતી. 31મી ઓવરમાં જે સમયે દિનેશ કાર્તિક આઉટ થયા ત્યારે ભારતીય ટીમ ચાર વિકેટ ગુમાવી 137 રન જ બનાવી શકી હતી.
ત્યારબાદ શાનદાર બોલિંગ બાદ બેટિંગ માટે કેદાર જાધવ ક્રિઝ પર આવ્યા અને પોતાના એ જ ફોર્મમાં સિક્સર પણ ફટકારી.
તે દરમિયાન ઘૂંટણની ઈજાએ તેમને મુશ્કેલીમાં નાખી દીધા હતા અને 38મી ઓવર બાદ મેદાન બહાર જવાની ફરજ પડી.
ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા પણ આઉટ થઈ ગયા. જેનાથી પૂર્ણ જવાબદારી ફરીથી કેદાર જાધવ પર આવી હતી. તેમણે ઈજાગ્રસ્ત હોવા છતાં ફરી મેદાનમાં પહોંચવાની ફરજ પડી હતી.
ભુવનેશ્વર કુમાર તેમની સાથે ક્રિઝ પર હતા પરંતુ 49મી ઓવરનાં પ્રથમ બોલ પર તેઓ પણ આઉટ થઈ ગયા. હવે કેદાર જાધવનો સાથ આપવા આવ્યા કુલદીપ યાદવ.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
છેલ્લી ઓવરમાં ભારતને વિજય માટે છ રનની જરૂર હતી અને આ કપરા સમયમાં વિકેટ ગુમાવવી પડે તે ખતરનાક સાબિત થઈ શકે તેમ હતું.
પરંતુ બંને બેટ્સેનોએ સારું પ્રદર્શન કરતા છેલ્લા બોલે મેચ ભારતના કબજામાં કરી આપી હતી.
આ એક સંયોગ જ હતો કે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યા બાદ બંને ખેલાડીઓએ સંવેદનશીલ સમયમાં બેટિંગ કરી ભારતને વિજય અપાવ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













