#HisChoice : 'હું સિંગલ છું તો લોકો સવાલ કેમ ઉઠાવે છે?'

સિન્ગલ
    • લેેખક, શિવકુમાર ઉલગનાથન
    • પદ, બીબીસી તામિલ

મારા મિત્રે મને પૂછ્યું, "હજુ એ વિશે જ વિચારે છે?" મેં જવાબ ન આપ્યો.

તેણે મને કહ્યું "તારા મૌનથી એવું નથી લાગતું કે તું સમજું છે, તું મુરખ હોવો જોઈએ."

"તારો પ્રેમસંબંધ વર્ષો પહેલાં પૂરો થઈ ગયો. પણ તું હજુ આગળ નથી વધ્યો...મોટો થા, સમય સાથે પરિપક્વ થા."

મને થતું હતું કે એને મુક્કો મારી દઉં. પણ હું કેટલા લોકોને મારીશ? "તારી તકલીફ શું છે?" આટલું જ હું બોલી શક્યો.

આ પ્રશ્ન માટે જો લોકોને મુક્કો મારવાનો હોય તો મારે દરરોજ લોકોને મુક્કા મારવા પડશે.

line

શું છે મારી કહાણી? હું ક્યાંથી શરૂ કરું?

કહાણીની શરૂઆત મારા ભૂતકાળ અને વર્તમાન સાથે થાય છે. પ્રેમમાં મને નિષ્ફળતા મળી એ પછી મેં એકલા રહેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના કારણે જ મારી આસપાસના લોકોના પ્રશ્નોથી હું ત્રાસી ગયો.

મારો નિર્ણય લોકોને કેમ પજવે છે? મારા નિર્ણય માટે મારે કેમ સહન કરવું પડ્યું?

મારા નજીકના મિત્રો, સંબંધીઓ મને અલગ ગણે છે એનું કારણ મારી કોઈ પ્રતિભા કે મારું કામ નથી. લોકો મને અલગ હરોળમાં મૂકતા હતા, કારણકે મારું સ્ટેટસ સિંગલ હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

line

પરિણીત કે અપરિણીત?

સિન્ગલ

હું વ્યવસાય માટે મેટ્રોપૉલિટન શહેરમાં આવ્યો હતો. હાલ હું મલ્ટી-કૉસ્મૉપૉલિટન વાતાવરણમાં કામ કરું છું. હું જ્યાં રહું છું એ શહેરનો પોશ વિસ્તાર ગણાય છે. અહીં લોકો આધુનિક છે અને પોતાના કામમાં ધ્યાન આપે છે.

પાડોશીઓને મારા વિશે જાણવાનો ભાગ્યે જ સમય હોય છે. હું જીમ જઉં કે ચા પીવા જઉં, ત્યાં લોકો સાથે વાતચીત થાય છે. એ લોકો પોતાના કામથી કામ રાખે છે. એ લોકો સાથે હું જરૂર પૂરતી જ વાત કરું છું.

પણ જેવી એ લોકોને મારા સિંગલ સ્ટેટસ વિશે ખબર પડે કે તરત જ એમની અંદરની ઉત્સુક્તા જાગી જાય છે.

line

એ વર્ષ ક્યારે આવશે?

'તું હજુ સિંગલ છે?' આ પ્રશ્ન સાંભળીને એવું લાગે છે કે, જાણે મને પૂછતા હોય કે હું હજુ કેજીમાં જ છું?

મને શરમ ન અનુભવાય એ માટે મારા મિત્રો ઘણી વખત જવાબ આપી દે છે, "આ વર્ષે એ લગ્ન કરી લેશે"

એ વખતે મને એવું મન થાય છે કે હું કહી દઉં, 'સાંભળો, મને શરમ નથી આવતી. અને તમે કહો છો એ ખોટું છે હું આ વર્ષે લગ્ન નથી કરવાનો.'

ઉંમર અને સ્ટેટ્સનો ભેદ જોયા વગર જ કોઈ પણ છોકરી સાથે મારું નામ જોડી દેવાય છે. દરેક શહેરમાં અફવાઓ હોય છે.

લોકો જાણતા નથી કે આવું કરીને તેઓ મારી કોઈની સાથેની મિત્રતાને નુકસાન પહોંચાડે છે. વાસ્તવમા સારા મિત્રો મેળવવું બહું કપરું છે.

કેટલાક લોકો એ જાણવા ઉત્સુક હોય છે કે હું વર્જિન છું કે નહીં.

લોકો મારી જાતીયતા અંગે પણ સવાલો ઉઠાવે છે અને કેટલીક વખત જો હું ઠીક ન હોઉં તો તીખા સવાલોનો સામનો પણ કરવો પડે છે.

એક વ્યક્તિને તો એ જાણવાની ઉત્સુકતા હતી કે હું સજાતીય તો નથીને?

મિત્રો, હવે મોટા થાઓ, એવું હશે તો હું કોઈ પુરુષ સાથે રહીશ.

આ પ્રકારના સવાલો પર જો હું ગુસ્સે થઈ જાઉં તો મારામાં 'મૈત્રીભાવ નથી' એવો આરોપ લોકો લગાવી દે છે. એટલે મારે મૌન જ રહેવું પડે છે.

મારી બાબતોમાં સમાજને માથું મારવા કોણ કહે છે? લોકો મારા અંગે ચિંતિત છે.

હું સિંગલ છું એવું પૂછવાના બદલે કેટલાક લોકો મને પૂછે છે, "તું 'સેટલ' થઈ ગયો?"

હસતાંહસતાં હું આ પ્રશ્નનો જવાબ આપું છું, "હું આ ચિંતા સાથે કામ કરું છું. હું સારું એવું કમાઉં છું. મારે કોઈ ઉધારી નથી. હું મારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખું છું."

"પણ...પણ, તમારું લગ્ન થઈ ગયું છે?" - મારા જેવી વ્યક્તિ માટે આ સૌથી અયોગ્ય સવાલ હોય છે.

line

'સિંગલ' હોવાના ફાયદા

સિન્ગલ

સિંગલ હોવાના કારણે તમને ઘણી છૂટ મળે.

મારા જૂના બૉસે મને એક વખત કહ્યું હતું કે તમે સિંગલ હો તો તમે રજાના દિવસે પણ ઑફિસ આવી શકો, મોડા સુધી કામ કરવામાં પણ તમને વાંધો ન હોય.

મારા મકાન માલિક કહેતા કે તમે સિંગલ હોવ તો ટૉપ ફ્લોર પર રહી શકો, જેથી પરિવાર સાથે રહેતાં લોકો વચ્ચેના ફ્લોર પર રહી શકે.

હું અન્ય લોકો જેટલું જ ભાડું આપું છું તો હું એવું કેમ કરું?

ગૃહપ્રવેશમાં આમંત્રણ આપવા મારા મિત્રનો વૉટ્સઍપ પર મૅસેજ આવ્યો કે તું સિંગલ છે, તો તને આમંત્રણ પત્રિકાની જરૂર નહીં હોય ને?

"તો આમંત્રણ પત્રિકાની લાયકાત માટે લગ્ન કરવા જરૂરી છે. આ વાત મારા માટે નવી હતી."

જરૂર પડે ત્યારે મોડે સુધી કામ કરવામાં મને વાંધો નથી અને હું અન્ય 'ફ્લૅટમેટ્સ' સાથે વિનમ્ર રહું છું. હું 'વૃક્ષો બચાવો' અભિયાનનો પક્ષધર છું એટલે મને આમંત્રણ પત્રિકાની જરૂર પણ નથી.

પણ શું સિંગલ હોવું એ ગેરલાયકાતાની નિશાની છે?

લગ્ન કરું કે ન કરું એ મારી પસંદનો વિષય છે, પણ આના કારણે સમાજ મને બહુ હેરાન કરે છે.

સમાજ સલાહ દેવામાં માહેર છે અને મને તેની સલાહની જરૂર નથી.

જો હું સિંગલ જ રહીશ તો 10 કે 20 વર્ષ પછી શું થશે એ અંગે લોકો મને મફતની સલાહ, આગાહી આપતાં જ રહે છે.

line

'તારા જ ક્ષેત્રમાં કોઈ શોધી લે'

મને લોકો એવી પણ સલાહ આપે છે કે તારા જ ક્ષેત્રમાં કોઈ છોકરી પસંદ કરી લે.

હું પૂછું છું,"એક જ ક્ષેત્રમાં! કયું ક્ષેત્ર? ભૌગૌલિક કે આર્થિક?"

સામે જવાબ આવે છે"ના, કોઈ એવી વ્યક્તિ જે તારી જેમ યોગ્ય ઉંમરે બસ ચૂકી ગઈ હોય. તું સમજે છે...તમે બન્ને એકબીજાને સમજી શકશો અને જીવનભર સાથે રહી શકશો."

મેં ક્યારેય એવો ઉલ્લેખ કર્યો કે હું બસ ચૂકી ગયો છું? ક્યારેય મેં એવો ઉલ્લેખ કર્યો કે હું આતુરતાથી કોઈની રાહ જોઉં છું?

પહેલાં હું મારા મિત્રો અને સબંધીઓનાં લગ્ન અને અન્ય પ્રસંગોમાં હાજર રહેતો હતો.

લગ્નનાં આમંત્રણનો આદર કરવો એ મારો સ્વભાવ હતો, પણ હવે સમાજે જ મને મારો સ્વભાવ બદલવા મજબૂર કર્યો છે.

line

ઘણા બધા પ્રશ્નો છે

પ્રશ્ન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

લોકો પૂછે છે, "તમને જોઈને સારું લાગ્યું, પાંચ વર્ષ પછી મળ્યા. તમારાં પત્ની ક્યાં છે? હજુ પણ લગ્ન નથી કર્યું?"

આ બધા પર પૂર્ણવિરામ મૂકવાનો સમય આવી ગયો એટલે હું ચોક્કસ લોકોના લગ્નમાં જ હાજરી આપું છું.

હવે જ્યારે હું રજાઓ બાદ ઘરેથી ઑફિસ પરત જઉં ત્યારે 'કોઈ ખાસ સમાચાર' આ પ્રશ્નનો સામનો કરવો ન પડે એ માટે હું મીઠાઈ કે વાનગીઓ લઈ જવાનું ટાળું છું.

મને ખબર છે કે ખાસ સમાચારનો અર્થ લગ્ન અથવા બાળકના જન્મ સાથે સંકળાયેલો છે.

line

આ વખતે કેમ નહીં?

હું સ્કૂલમાં હતો ત્યારે મને ક્રિકેટ કરતાં હૉકી રમવું વધારે ગમતું હતુ. આ અંગે કોઈ પ્રશ્નો નહોતા.

જ્યારે બધા નવી બાઈક લેતા હતા ત્યારે હું 'ઓલ્ડ ફૅશન બાઇક' વાપરતો હતો.

મારા પર આછા રંગો શોભતા હતા, છતાં હું ઘેરા રગંનાં કપડાં પહેરતો હતો.

હું જે ભણ્યો એના કરતાં તદ્દન અલગ જ ક્ષેત્રમાં કામ કરું છું.

હું એ લોકોનો આભારી છું, જે મને સમજ્યાં અને મને હિંમત આપતાં રહ્યાં. ખરેખરમાં મારા મિત્રો અને સમાજ જ છે કે જેઓ મને આગળ વધવા પ્રેરે છે.

પણ જ્યારે વાત સિંગલ રહેવાના મારા નિર્ણયની આવે છે ત્યારે હિંમત અને પ્રેરણા આપતાં આ લોકો ગાયબ થઈ જાય છે.

હું લગ્નગ્રંથિથી જોડાઉં કે ન જોડાઉં. મને કોઈ સાથી મળ્યું નથી.

ભૂતકાળની મારી પ્રેમમાં નિષ્ફળતામાંથી હું બહાર આવ્યો છું, પણ જીવનમાં આગળ વધવું એ અલગ પ્રશ્ન છે.

હજુ મારી મન:સ્થિતિ એ માટે તૈયાર નથી.

હજુ હું સિંગલ છું. આજનો દિવસ અને આવતીકાલ આ બન્ને અલગ દિવસો છે.

હું ફરી પ્રેમમાં પડીશ? જો એવું થશે તો હું સીમા તોડી નાખીશ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો