એવા પુરુષોની કહાણી કે જેમણે હાંસિયામાં ધકેલાઈ જવાની પરવા ન કરી

કાર્ટૂન
    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

...સ્ત્રી જન્મ નથી લેતી પણ તેને ઘડવામાં આવે છે. આજથી આશરે 70 વર્ષ પહેલા ફ્રેંચ લેખિકા અને ફિલૉસૉફર સીમોન દે બોવારે પોતાના ખૂબ જ ચર્ચિત પુસ્તક 'સેકેન્ડ સેક્સ'માં આ વાત લખી હતી.

આ વાતથી કોઈ ઇનકાર કરી શકે નહીં કે સમાજ પોતાની જરૂરિયાત મુજબ સ્ત્રીઓને ઘડતો, બદલતો અને દબાવતો રહ્યો છે.

જેવી રીતે આપણે વાર્તાઓ સાંભળીએ છીએ કે સત્યવાનનું મોત થયું અને સાવિત્રી યમરાજ સામે લડીને તેમને પરત લઈ આવી. પરંતુ તમે કોઈ દિવસ એવી કહાણી નહીં સાભળી હોય એક પત્નીનું મૃત્યુ થયું અને પતિ તેને પરત લઈ આવ્યો.

line

કોઈ પુરુષમાં સાવિત્રીના ગુણો કેમ નથી હોતા?

દેશમાં હજારો વર્ષોથી સ્ત્રીઓ પુરુષો પર 'બરબાદ' થતી આવી છે. કોઈ પુરુષ કોઈ સ્ત્રી માટે સતિ થયો હોય તેવું ક્યારેય સાંભળ્યું જ નથી.

કારણ કે તમામ નિયમો, તમામ વ્યવસ્થાઓ, તમામ અનુશાસન પુરુષોએ પેદા કર્યા છે અને તેને સ્ત્રીઓ પર થોપી દેવામાં આવ્યા છે.

તમામ કહાણીઓ પુરુષોએ ઘડી છે. તે કહાણીઓ ઘડે છે, જેમાં સ્ત્રી પુરુષને બચાવીને આવે છે પરંતુ એવી કહાણી ક્યારેય નહીં ઘડે જેમાં પુરુષ સ્ત્રીને બચાવી આવે.

મહિલાઓ માટે ઘડાયેલી 'કાવત્રાઓ'થી ભરપુર આ દુનિયામાં મહિલાઓ પોતાની ઇચ્છા અનુસાર જીવન જીવવાની હિમ્મત દેખાડી રહી છે જેની જલક બીબીસી #HerChoice માં વાંચી શકો છો.

જ્યારે અમે #HerChoice માં મહિલાઓની કહાણીઓ તમારી સામે મૂકી તો વાંચકો અને ઓફિસમાં અમારા પુરુષ સહયોગીઓએ કહ્યું કે ફક્ત મહિલાઓની વાત જ શા માટે? શું #HisChoice ન હોવી જોઈએ?

શું અમારી કોઈ ઈચ્છાઓ જ નથી હોતી? શું અમને પણ એક હાંસિયામાં મૂકીને જોવામાં નથી આવતા?

તમે આ વાંચ્યું કે નહીં?

સવાલ ગંભીર હતો. સર્વાનુમતે એડિટોરિયલ મીટિંગમાં એવો નિર્ણય થયો કે બીબીસીની ટીમ તમારા માટે એવા પુરુષોની કહાણીઓ લઈ આવશે કે જેમણે હાસિયામાં ધકેલાઈ જવાની પરવાહ કર્યા વગર પોતાની ઇચ્છાઓ #HisChoice સમક્ષ મૂકી અને પોતાના કંડારેલા માર્ગે ચાલવાનું નક્કી કર્યુ.

અમે આ નિર્ણયને પરિવર્તનની એક પાતળી ભેદ રેખા કહી શકીએ છીએ પરંતુ આ સાચું છે કે ખોટુ એ નક્કી કરવાનું કામ તમારું.

#HisChoice ની કહાણીઓ દ્વારા અમારો પ્રયાસ પુરુષોના દિલ-દિમાગ અને સમાજના પેટાળમાં ડોકીયું કરવાનો છે.

#HisChoiceનીઓ કહાણી તમને ચોંકાવશે પણ અને વિચારવા માટે મજબુર કરશે.

line
કાર્ટુન
  • એક પુરુષે કહ્યું કે ઘરનું કામ મારું બહારનું કામ તમારું.... તમે નોકરી કરો હું ઘર સાચવીશ.
  • એક ભણેલો ગણેલો યુવાન જે નોકરી કરે છે પરંતુ જરૂરિયાતો પુરી કરવા માટે તેણે એવો 'ધંધો' પસંદ કર્યો જે બંધ બારણે જ થાય છે.
  • લગ્ન યોગ્ય ઉમરે જ થવાં જોઈએ. મોટાભાગે છોકરીઓ આ વાતથી સુસંગતતા ધરાવશે અને માનશે કે તેમનાં પર લગ્નનું ભારે દબાણ રહે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ 35 વર્ષથી મોટી હોય અને તેને લગ્ન ન કરવું હોય તો તો તમારા મનમાં શું સવાલો સર્જાશે? તામિલનાડુથી અમે આ કહાણી રજૂ કરીશુ.
  • બાળપણથી જ મનમાં મેંદી મૂકવાનો શોખ થયો. વિચાર્યુ કે કામ તો કરવું છે પરંતુ એક છોકરો છોકરીઓને શણગારવાનું કામ કેવી રીતે કરી શકે? આ સવાલોની વચ્ચે એક છોકરાએ પોતાના માટે શું પસંદ કર્યુ?
  • મિત્રોના લગ્નો થઈ રહ્યાં હતા પરંતુ તેમના માટે માગાં આવતાં નોહતાં. જે આવતાં તે એ વ્યક્તિને પસંદ નહોતા કરતા. ગુજરાતના એ વ્યક્તિએ શું કર્યું તેની કહાણી વાંચજો.
  • કહેવાય છે પ્રથમ પ્રેમ પ્રથમ જ હોય છે. તે પાડોશી હતા. પ્રેમ થયો, ખબર હતી કે છોકરી નથી તેમ છતાં પણ લગ્ન કર્યું શું એ લગ્ન ટકી શક્યુ?
  • આ કહાણી એક એવા યુવાનની છે જેને છાપામાં એક જાહેરાત જોઈ મનમાં સવાલો થયા કે મદદ કરવામાં કઈ નથી જતું. પરંતુ આ મદદ વિશે એ ના તો પોતાની પ્રિયતમાને કઈ કહી શકે છે ના તો માતા પિતાને કે ના તો પોતાના પત્નીને કહેવા માંગશે.
  • આ વ્યક્તિએ પ્રેમલગ્ન કર્યુ. બાળકી જન્મી પરંતુ છૂટાછેડા થયાં. પત્નીએ બીજું લગ્ન કર્યું એવામાં પતિએ બાળકીનું શું કર્યુ?
  • જ્યારે પણ પજવણી કે બળાત્કારની ઘટનાઓ ઘટે છે ક્યાંકને ક્યાંક છોકરી પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. એવામાં એક મા બાપની જવાબદારી નથી કે તે પોતાના સંતાનનો ઉછેર એવી રીતે કરે તે બાળપણથી જ મહિલાઓની ઇજ્જત કરે. એક યુવા પિતા જ્યારે પોતાના દોઢ વર્ષના પુત્રને રમતા જુવે છે ત્યારે તેના મનમાં શું સવાલો થાય છે.
  • પ્રિયંકા ચોપરાએ જ્યારે પોતાનાથી ઓછી ઉંમરના નિક જોનાસ સાથે સગાઈ કરી તો કોઈએ અભિનંદન આપ્યા તો કોઈએ આ સંબંધને કજોડું કહ્યું. આ કહાણીમાં અમે તમને મળાવીશુ એક એવા વ્યક્તિ સાથે જેણે પોતાનાથી મોટી ઉમરનાં મહિલા સાથે લગ્ન કર્યા. શું તેઓ પોતાના નિર્ણયથી ખુશ છે કે પસ્તાવો થઈ રહ્યો છે.

બીબીસીની ખાસ સીરીઝ #HisChoiceમાં આગામી દરેક શનિવાર- રવિવારે તમે આ કહાણીઓને વાંચી શકશો.

કદાચ આ કહાણીઓ તમને વિચારવા માટે મજબૂર કરે અને બીજાને જોવાના દૃષ્ટિકોણમાં બદલાવ લાવવામાં મદદ કરે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો