કદાચ તમે એ જાણવા આતુર હશો કે શું મેં એ રાત્રે શરાબ પીધો હતો?

મોડેલ પદ્મલક્ષ્મીની તસવીર

ઇમેજ સ્રોત, PADMALAKSHMI.COM

ટીવી દુનિયાનો જાણીતો ચહેરો અને જાણીતા લેખક સલમાન રશ્દીની પૂર્વ પત્ની પદ્મલક્ષ્મીએ કહ્યું છે કે તરુણાવસ્થામાં એમની સાથે રેપ થયો હતો.

પદ્મલક્ષ્મીએ જણાવ્યું કે તે એ વાતને સારી રીતે સમજી શકે છે કે શા માટે સ્ત્રીઓ વર્ષો સુધી પોતાના પર થયેલાં યૌન શોષણ અંગે મૌન ધારણ કરી રાખે છે.

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટ માટે નામાંકિત બ્રેટ કૈવના પર લગાડવામાં આવેલા યૌન શોષણના આરોપનો બચાવ કરતા કહ્યું હતું કે ડૉક્ટર ક્રિસ્ટિન બ્લેજી ફોર્ડે અત્યાર સુધી યૌન શોષણ અંગે મૌન કેમ ધારણ કરી રાખ્યું હતું? ત્યારે પદ્મલક્ષ્મીએ પોતાના ભૂતકાળને જાહેર કરવાનો નિર્ણય લીધો.

પદ્મલક્ષ્મીએ ન્યૂ યૉર્ક ટાઇમ્સ માટે એક લેખ લખ્યો છે, જેમાં પોતાની સાથે થયેલાં રેપનો તેમણે ઉલ્લેખ કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એમણે લખ્યું છે કે 16 વર્ષની ઉંમરમાં એમના બૉયફ્રેન્ડે એમની સાથે રેપ કર્યો હતો અને એનો રિપોર્ટ ન નોંધાવ્યો કારણ કે એમને લાગતું હતું કે એમાં એમની જ ભૂલ છે.

લક્ષ્મીએ લખ્યું છે, ''હું કેટલાક મહિનાથી 23 વર્ષના એક છોકરાને ડેટ કરી રહી હતી. એને ખબર હતી કે હું વર્જિન છું.”

“નવા વર્ષમાં 31 ડિસેમ્બરની સાંજે અમે પાર્ટીમાં ગયાં હતાં. હું ખૂબ થાકી ગઈ હતી અને એટલે હું એના ઍપાર્ટમૅન્ટમાં જ સૂઈ ગઈ હતી. કદાચ તમે એ જાણવા આતુર હશો કે શું મેં એ રાત્રે શરાબ પીધો હતો? જોકે, એનો કોઈ અર્થ નથી, છતાં પણ કહું કે મેં શરાબ પીધો ન હતો.''

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

લક્ષ્મીએ લખ્યું છે, ''મને યાદ છે ભારે દુખાવાને કારણે મારી આંખો ખુલી ગઈ. એવું લાગતું હતું કે મારા પગમાં કોઈએ ચાકૂ મારી દીધું હોય.”

“તે મારી ઉપર હતો. મેં પૂછ્યું તું આ શું કરી રહ્યો છે? તેણે મને કહ્યું સાધારણ દુખાવો છે. મેં કહ્યું મને મહેરબાની કરી છોડી દે અને પછી હું ચીસો પાડી રડવા માંડી.''

લક્ષ્મી યાદ કરતા જણાવે છે કે એ દુખાવો સહન કરી શકાય તેવો નહોતો. પદ્મલક્ષ્મી જણાવે છે, ''તેણે મને કહ્યું કે તું સૂઈ જઈશ પછી તારો દુખાવો મટી જશે. ત્યાર બાદ તે મને ઘેર મૂકી ગયો.''

line

ડેટ રેપ જેવી વસ્તુ નહોતી

દીકરી સાથે પહ્મલક્ષ્મીની તસવીર

ઇમેજ સ્રોત, PADMALAKSHMI

પોતાના જમાનાની ટૉપની મૉડલ પદ્મલક્ષ્મીનું કહેવું છે કે એમણે આ વાત કોઈ મોટાને એટલા માટે ના જણાવી કે 1980ના દાયકામાં ડેટ રેપ જેવી કોઈ વસ્તુ જ નહોતી.

ડેટ રેપનો અર્થ થાય છે તમારી સાથે એ વ્યક્તિએ રેપ કર્યો છે જેને તમે ઓળખો છો.

પદ્મલક્ષ્મીને લાગ્યું કે જો તે સૌને જણાવશે તો બધા સામે એ જ સવાલ કરશે કે તે એ રાતે એના ઍપાર્ટમૅન્ટમાં શું કરવા ગઈ હતી.

પદ્મલક્ષ્મીએ એ પણ જણાવ્યું કે સાત વર્ષની ઉંમરમાં એમની સાથે અડપલાં પણ કરવામાં આવ્યાં હતાં.

પદ્મલક્ષ્મી લખે છે કે યૌન શોષણ અંગે જે તર્ક આપવામાં આવે છે તે મુશ્કેલીમાં મૂકી દેનારા હોય છે.

એમણે લખ્યું છે, ''હું જ્યારે વર્જિનિટી ગુમાવીશ ત્યારે આ મારા માટે એક મોટી વાત હશે કે પછી સમજી વિચારીને લીધેલો મારો નિર્ણય હશે.”

“મારા મનમાં ત્યારે એક વાત હતી કે જ્યારે હું સેક્સ કરીશ તો તે પ્રેમની અભિવ્યક્તિ હશે, સંયુક્ત આનંદની અનુભૂતિ હશે કે પછી તે બાળકો માટે હશે, પણ સ્પષ્ટ છે કે આવી ચીજો બની નહોતી.”

“મને આ રેપ અંગે પોતાના પાર્ટનર અને થેરાપિસ્ટ સાથે વાત કરવામાં દાયકાઓ નીકળી ગયા.''

line

લોકોએ ટ્વીટર પર કહ્યું MeToo

પદ્માલક્ષ્મીએ ટ્વીટ કરીને પોતાની સાથે થયેલા દુષ્કર્મની વાત દુનિયાને જણાવી તો ટ્વીટર પર અનેક મહિલાઓએ પોતાની સાથે થયેલા અત્યાચારના કિસ્સાઓ જણાવ્યા હતા.

પીક્સી પેનકેકે લખ્યું કે પુરુષોમાંથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. છ મહિના પહેલાં જ મારી સાથે આ ઘટના ઘટી. પળવરમાં તેણે મને તબાહ કરી નાખી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

માયોએ લખ્યું કે હું 16 વર્ષની હતી ત્યારે પાછલી સીટે મારા પર દુષ્કર્મ થયું હતું. તે મને ડ્રાઇવ પર લઈને નીકળ્યો હતો. મારું કૌમાર્ય પણ ત્યારે જ ભંગ થયું હતું આજે હું 63 વર્ષની છું મેં આ વાત ક્યારેય કોઈને જણાવી નથી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

લિને લખ્યું કે મારી સાથે પણ દુષ્કર્મ થયું, ત્યારે હું 15 વર્ષની હતી. કદાચ હું 50 વર્ષની હતી ત્યારે મેં તેને જોયા હતા એ વખતે પણ તેને જોઈને મારા શરીરમાં ડરના માર્યે કંપારી છૂટી ગઈ હતી.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

આ વાત મારી પત્નીને જણાવતાં 20 વર્ષ થઈ ગયા. શાળાના પાદરીએ મારી સાથે અનેક વાર દુષ્કર્મ કર્યુ હતું. 12 વર્ષથી લઈને 16 વર્ષ સુધી મારી સાથે આવું થતું રહ્યું.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

line
સલમાન રુશ્દી અને પદ્મલક્ષ્મીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

લક્ષ્મીએ લખ્યું છે, ''બ્રેટ કૈવના વિશે લોકો કહી રહ્યાં છે કે આટલા દિવસ બાદ આ આરોપ કેમ સામે આવ્યા? કેટલાક લોકો કહી રહ્યાં છે કે એક માણસે તેની યુવાનીમાં જે કાંઈ કર્યું હોય એની કિંમત તે અત્યારે કેમ ચૂકવે? પણ યાદ રાખો કે એક સ્ત્રીને તો આની કિંમત આજીવન ચૂકવવી પડતી હોય છે.''

લક્ષ્મીએ કહ્યું, ''એક મા તરીકે હું મારી દીકરીને હંમેશા કહું છું કે જો કોઈ એને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે તો તે ચૂપ ના રહે.”

“મને આશા છે કે દીકરીઓએ ક્યારેય પણ આવા ડર કે શરમ સામે ઝઝુમવું નહીં પડે.”

“આપણા દીકરાઓએ પણ સમજવું જોઈએ કે છોકરીઓનો દેહ એમની મજા માટે નથી.''

બ્રેટ કૈવનાને સુપ્રીમ કોર્ટ માટે નામાંકિત કરવાને કારણે અમેરિકામાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

ટ્રમ્પના આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

line
પદ્મલક્ષ્મીની તસવીર

ઇમેજ સ્રોત, AXELLE/BAUER-GRIFFIN/GETTY

જો કે ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે, ''બ્રેટ એકદમ સારા વ્યક્તિ છે. એમની છાપ નિષ્કલંક છે. તેઓ કટ્ટર ડાબેરી નેતાઓના નિશાના પર છે જે માત્ર વિનાશ અને મોડું કરવા માંગે છે.”

“એમના માટે તથ્યોનું કોઈ મહત્ત્વ નથી. જો ડૉક્ટર ફોર્ડ સાથે કાંઈ ખોટું થયું હોત તો તેમણે અથવા તેમના માતા પિતાએ તાત્કાલિક કેસ નોંધાવી દેવો જોઈતો હતો.''

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

બીજી બાજુ કૈવનાએ પણ આ આરોપોને રદિયો આપ્યો છે. પદ્મલક્ષ્મીનો જન્મ એક સપ્ટેમ્બર 1970માં ચેન્નઈમાં થયો હતો.

લક્ષ્મી જ્યારે બે વર્ષના હતાં ત્યારે જ તેમનાં માતા પિતાનાં છૂટાછેડા થઈ ગયાં હતાં .

છૂટાછેડા બાદ તેમનો ઉછેર તેમની મમ્મીની માતા(નાની) ને ત્યાં જ થયો. બાદમાં તેઓ તેમની માતા સાથે અમેરિકા ચાલ્યાં ગયાં.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો