વર્લ્ડ કપ 2018 - રશિયામાં કોણ જીતશે ફૂટબોલ વિશ્વકપ?

- લેેખક, સ્ટિફન શ્મીટ
- પદ, બીબીસી સ્પોર્ટ્સ
પણ નક્કી કેમ કરવું કે 14 જુલાઇએ મોસ્કોમાં વર્લ્ડ કપની ફાઇનલમાં તે એક વિજેતા કોણ હશે?
ભૂતકાળના ટ્રેન્ડ્સ, સ્ટેટિસ્ટિક્સ અને પેટર્નના આધારે બીબીસી સ્પોર્ટ્સ એક પછી એક ટીમને બાદ કરતી રહી અને છેલ્લે કોણ જીતશે તેનો અંદાજ લગાવ્યો છે.
2018ના વર્લ્ડ કપ વિજેતાએ જીતવું હોય તો આટલું કરવું પડશે...

સીડેડ હોવા જોઈએ

1998થી વર્લ્ડ કપમાં 32 ટીમો ભાગ લેતી થઈ છે, તેના કારણે બધી જ વિજેતા ટીમ સીડેડ હોય છે.
ટીમ સીડેડ ના હોય અને જીતી હોય તેવી છેલ્લી ઘટના 1986માં બની હતી.
આર્જેન્ટિનાના ડિયેગો મેરાડોના અને તેના 'હેન્ડ ઓફ ગોડ'ના કારણે તેઓ જીતી ગયા હતા.
સીડેડ ટીમ જ જીતશે તેવી ગણતરી સાથે જ અમે 24 ટીમોની બાદબાકી કરી નાખી છે અને હવે આપણી પાસે રહી છે આઠ ટીમો.

યજમાન ના હોવા જોઈએ

44 વર્ષથી એવી પરંપરા રહી છે કે જે દેશમાં વર્લ્ડ કપ હોય તે સીડેડ હોય અને તે રીતે રશિયા પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે વિશ્વમાં 66 નંબરની રેન્ક ધરાવતા રશિયા માટે 'ટોપ એઇટ'માં આવવું મુશ્કેલ છે.
યજમાન દેશને વર્લ્ડ કપ જીતવામાં સરળતા રહેતી નથી. 1930થી 1978 દરમિયાન પ્રથમ 11 વખતમાં પાંચ યજમાન દેશો જીત્યા હતા.
તે પછી છેલ્લી નવ ટુર્નામેન્ટનો ઇતિહાસ જોઈએ તો 1998માં ફ્રાન્સ જીત્યું તે સિવાય ક્યારેય યજમાન દેશ જીત્યો નથી.

ગોલ થતા અટકાવવા જોઈએ

32 ટીમો વર્લ્ડ કપ રમતી થઈ તે પછી જે પાંચ દેશો ચેમ્પિયન્સ બન્યા છે, તેમાંથી કોઈએ તેમની સાત મેચોમાં કદીય ચારથી વધારે ગોલ હરીફને કરવા દીધા નથી.
હવે સાત દેશો બાકી રહ્યા છે, તેમાં પોલૅન્ડ ગોલ થવા દેવાની બાબતમાં સૌથી નબળો રહ્યો છે.
તેની સામે મેચ દીઠ 1.4 ગોલ પોલૅન્ડે થવા દીધા છે.
જર્મની અને પોર્ટુગલે ગેમદીઠ 0.4, બેલ્જિયમ અને ફ્રાન્સે 0.6, બ્રાઝિલ 0.61 અને આર્જેન્ટિનાએ 0.88 ગોલ થવા દીધા છે.

યુરોપમાંથી હોવા જોઈએ

વર્લ્ડ કપ હંમેશા યુરોપ અને દક્ષિણ અમેરિકાના દેશો જ જીતતા આવ્યા હતા.
હાલના સમયમાં જોકે યુરોપની ટીમોને બહુ સફળતા મળી નથી, પરંતુ દક્ષિણ આફ્રિકામાં સ્પેન અને બ્રાઝિલમાં જર્મનીની ટીમ જીતી ગઈ તે ટ્રેન્ડથી વિપરીત હતું.
જોકે યુરોપમાં ટુર્નામેન્ટ્સ યોજાઈ હોય, ત્યારે મોટે ભાગે યુરોપના દેશો જ જીતે છે.
શું તમે આ વાંચ્યું?
યુરોપના દેશોમાં યોજાયેલી 10 ટુર્નામેન્ટ્સમાં માત્ર એક વખત યુરોપ સિવાયનો દેશ જીત્યો હતો અને તે પણ છેક 1958માં જ્યારે સ્વીડનમાં બ્રાઝિલ જીત્યું હતું.

સારામાં સારો ગોલકીપર હોવો જોઈએ

તમને એમ હશે કે ગોલ કરનારા વર્લ્ડ કપ જીતતા હોય છે. 1982 પછીથી તેવું માત્ર બે વાર થયું છે.
2002માં બ્રાઝિલના રોનાલ્ડોએ અને સ્પેનના ડેવિડ વીલાએ 2010માં પોતાના ગોલ દ્વારા વિજય અપાવ્યો હતો.
વર્લ્ડ કપ વિજેતાની વધારે સારી વ્યાખ્યા ગોલકીપર કેવા છે તેના આધારે થઈ શકે છે.
છેલ્લા સાતમાંથી ચાર 'ગોલ્ડન ગ્લૉવ એવોર્ડ' બેસ્ટ ગોલકીપરને મળેલા છે અને તે પણ વિજેતા ટીમના.
તેથી હવે ચાર બાકી રહેલી ટીમના ગોલકીપરો જોઈ લઈએ.
જર્મનીના મેન્યુઅલ ન્યૂર, ફ્રાન્સના હ્યુગો લોરીસ અથવા તો બેલ્જિયમના થેબોટ કોર્ટોઇસ એ ત્રણમાંથી કોઈને એવોર્ડ મળે તેમ લાગતું નથી.
તેથી કહી શકાય કે પોર્ટુગલના રુઇ પેટ્રિસિયો 'ગોલ્ડન ગ્લૉવ એવોર્ડ' મેળવી લેશે.

અનુભવ હોવો જોઈએ

વર્લ્ડ કપ જીતનારી ટીમ વધારે ને વધારે અનુભવી બની રહી છે. 1998માં 32 ટીમોને સામેલ કરાઈ ત્યારથી આ ટ્રેન્ડ શરૂ થયો છે.
તે વખતે ચેમ્પિયન ફ્રાન્સની ટીમમાં ખેલાડીદીઠ સરેરાશ 22.77 કેપ્સ હતી.
ચાર વર્ષ પહેલાં જર્મની જીત્યું, ત્યારે તેના ખેલાડીઓની સરેરાશ 42.21 કેપ્સ હતી.
આ દરમિયાન ધીમે ધીમે એવરેજ વધતી જ રહી છે - 2002ના વિજેતા બ્રાઝિલની એવરેજ 28.04ની, 2006માં ઇટલીની 32.91 કેપ્સ અને 2010માં સ્પેનની સરેરાશ 38.30ની હતી.
વધેલી ત્રણ ટીમોએ પોતાના ખેલાડીઓની આખરી યાદી જાહેર કરી તે પછી ગણતરી કરતાં, ફ્રાન્સની સરેરાશ ઘટીને 24.56 કેપ્સની થઈ, જ્યારે જર્મનીની 43.26 અને બેલ્જિયમની 45.13ની બેઠી છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ ના હોવા જોઈએ

વર્લ્ડ કપને સતત બીજી વાર જીતવો મુશ્કેલ હોય છે. બ્રાઝિલે 1958માં અને ત્યારબાદ 1962માં સતત બીજી વાર ટ્રોફી જીતી લીધી હતી, તેવું ફરી ક્યારેય બન્યું નથી.
બ્રાઝિલના સતત વિજય પછી હકીકતમાં એવું થયું છે 13 ડિફેન્ડિંગ ટીમમાંથી માત્ર બે ટીમ ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી શકી હતી - 1990માં આર્જેન્ટિના અને 1998માં બ્રાઝિલ.
ગ્રૂપ સ્ટેજનું ફોર્મેટ નહોતું, ત્યારે 1974માં જોકે બ્રાઝિલની ટીમ સેમી-ફાઇનલ સુધી પહોંચી હતી.
છેલ્લી ચાર ટુર્નામેન્ટમાં ત્રણ વખત ગ્રૂપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ બહાર નીકળી ગઈ હતી.
જર્મની પાસે હાલના સમયમાં સૌથી સારી ટીમ છે. પશ્ચિમ જર્મનીમાં યોજાયેલી ત્રણ સહિત છેલ્લી નવ ટુર્નામેન્ટ્સમાં જર્મની બે વાર જીત્યું છે.
ત્રણ વાર ફાઇનલમાં પહોંચ્યું હતું અને બે વાર ત્રીજા સ્થાને રહ્યું હતું.
જોકે રશિયા સામે જીતવાની વાત હોય ત્યારે ઇતિહાસ જર્મનીનો સાથ આપતો નથી.
તેથી પાછળ વધે છે બેલ્જિયમ. બેલ્જિયમ આ વર્લ્ડ કપ જીતી જશે. સિવાય કે બીજી કોઈ ટીમ જીતે અને બીજી ટીમ જીતે તેવી શક્યતા પણ ખરી...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












