મિસ અમેરિકામાંથી બિકિની રાઉન્ડ હટાવાયો, પરંતુ તેના વિના આ સ્પર્ધા કોણ જોશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકની સૌથી સુંદર યુવતીને શોધવા માટે 'મિસ અમેરિકા' સ્પર્ધા યોજાય છે, પરંતુ તેમાં હવે 'બિકિની રાઉન્ડ' નહીં હોય.
આયોજકોનું કહેવું છે કે હવે આ સ્પર્ધામાં ભાગ લેનારી મૉડલ્સનું મૂલ્યાંકન શારીરિક સુંદરતાના આધારે કરવામાં નહીં આવે.
સ્પર્ધામાં ભાગ લેનારી મૉડલ્સ 'બિકિની રાઉન્ડ' દરમિયાન 'ટુ-પીસ બિકિની' પહેરીને રૅમ્પવૉક કરે છે, જેના આધારે તેમને માર્ક્સ આપવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગત વર્ષે 'મિસ અમેરિકા'ના બૉર્ડના કેટલાક પુરુષ સભ્યોના ઈ-મેલ્સ લિક થયા હતા.
જેમાં બહાર આવ્યું હતું કે તેમણે સ્પર્ધામાં ભાગ લેનારી મૉડલ્સ અંગે ઘટતી ટિપ્પણીઓ કરી હતી, બાદમાં તેમણે રાજીનામાં આપવાં પડ્યાં હતાં.
હવે 'મિસ અમેરિકા'ના બૉર્ડમાં માત્ર મહિલાઓ છે.
બૉર્ડનાં અધ્યક્ષા ગ્રેચન કાર્લસને કહ્યું હતું કે હવે સ્પર્ધકોની કોઠાસૂઝ, પસંદગી તથા ઝનૂનના આધારે તેમનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ગ્રેચન ખુદ 1989માં આ સ્પર્ધાનાં વિજેતા રહી ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
જો સૌંદર્ય સ્પર્ધાઓનો હેતુ સુંદરતા આંકવાનો હોય તો 'બિકિની રાઉન્ડ' માટે આટલી અસહજતા કેમ? આ માટે ભારતનો અનુભવ તો ખૂબ જ જૂનો છે.
જ્યારે ફેમિના પત્રિકાએ 1964માં પહેલી વખત 'મિસ ઇન્ડિયા' સ્પર્ધા આયોજીત કરી ત્યારે પણ તેમાં 'સ્વિમસૂટ રાઉન્ડ' હતો.
ફેર માત્ર એટલો છે કે 'સ્વિમસૂટ' એ 'ટૂ-પીસ'ના બદલે એક સળંગ કપડાંમાંથી બનેલું હોય છે અને તેમાં શરીર વધુ ઢંકાય છે.


ઇમેજ સ્રોત, Getty Images
સુષ્મિતા સેન તથા ઐશ્વર્યા રાયે 1994માં આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓ જીતી તો પણ ભારતમાં 'સ્વિમસૂટ'નું સ્વરૂપ બદલાયું નથી.
એ સમયે 'સ્વિમસૂટ' જ ક્રાંતિકારી વિચાર હતો, એટલું જ નહીં, પરંતુ સૌંદર્ય સ્પર્ધાને જોવા માટેનું મોટું કારણ પણ હતો.
નાના નાના કપડાંઓ પહેરીને ઔપચારિક કાર્યક્રમોમાં મૉડલ્સની હાજરી આજકાલ સામાન્ય વાત જણાય છે.
પરંતુ 1980-90ના દાયકામાં કેબલ ટીવીનો જમાનો ન હતો, તે સમયે કેબલ ટીવીનો યુગ શરૂ થયો ન હતો, એટલે આ બધું ખાસ હતું.
માત્ર છોકરાઓ માટે જ નહીં, છોકરીઓ માટે પણ આ સ્પર્ધા એવી દુનિયામાં ડોકિયું કરાવનારી બારી હતી, જે દુનિયા સામાન્ય રીતે બંધ રહેતી.

ઇમેજ સ્રોત, AFP/Getty Images
સમય સાથે બજાર તાકાતવાર બનતું ગયું. મહિલાની સુંદરતનાં પ્રમાણ તેના ચહેરાથી લઈને શરીર સૌષ્ઠવ સુદ્ધાં બની ગયાં અને સૌંદર્ય સ્પર્ધાઓ પણ તેમાં પરિવર્તનનાં પ્રતીક બની ગયાં.
સ્ટેજ પર સેંકડો લોકોની વચ્ચે તથા ટેલિવિઝન સ્ક્રિન પર મીટ માંડીને બેઠેલા કરોડો દર્શકોની સામે 'સ્વિમસૂટ'માં 'વૉક' એ સુંદર દેહલાલિત્યનો માપદંડ બની ગયો.
2000ના દાયકામાં આ પરિવર્તન સૌંદર્ય સ્પર્ધાઓમાં જ નહીં, મેઇનસ્ટ્રિમ મીડિયામાં પણ સામાન્ય બની ગયું.
હવે ઓછાં કપડાં ખાસ પ્રકારના શરીર સૌષ્ઠવવાળી મહિલાઓ સામાન્ય રીતે ફિલ્મો તથા મ્યૂઝિક વીડિયોઝમાં દેખાડવામાં આવી.
'મિસ ઇન્ડિયા' સ્પર્ધા સામાન્ય બની ગઈ તથા અનેક સૌંદર્ય સ્પર્ધાઓ, જેમ કે 'મિસિઝ ઇન્ડિયા', 'મિસ ડીવા', 'મિસ સુપરમૉડલ' વગેરે સ્પર્ધાઓ આયોજિત થવા લાગી.
ચોક્કસ પ્રકારનું શરીર સૌષ્ઠવ વધુ લોકપ્રિય બની ગયું અને મહિલાઓને તેમના શરીરના ચશ્માથી જોવી સામાન્ય બની ગયું.
આ 'ન્યૂ નૉર્મલ' એટલે કે 'સામાન્ય બાબત' પર ચર્ચા શરૂ થઈ અને માંગ ઊઠી કે 'બિકિની રાઉન્ડ'ને બંધ કરવામાં આવે.


ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2014માં 'મિસ વર્લ્ડ'માં આ રાઉન્ડ હટાવવામાં આવ્યો અને તેના બે વર્ષ બાદ 'મિસ ઇન્ડિયા' સ્પર્ધામાંથી પણ.
હવે આ વર્ષે #MeToo અભિયાન બાદ અમેરિકામાં પણ આ અંગે નવેસરથી ચર્ચા શરૂ થઈ અને હવે 'મિસ અમેરિકા'માં પણ પરિવર્તન લાવવાનો નિર્ણય થયો.
પરંતુ હવે શું ફેર પડશે? સ્વિમસૂટ રાઉન્ડની એ બારી હવે મોટી થઈ ગઈ છે અને દરવાજો બની ગઈ છે.
એક નહીં અનેક દરવાજા ખુલ્લી ગયા છે. સૌંદર્ય સ્પર્ધામાં મહિલાને તેની સુંદરતા શરીરના આકારના આધારે આંકવામાં નહીં આવે તો પણ રોજબરોજની જિંદગીમાં આ પરિમાણ વધુ સામાન્ય બની રહ્યું છે.
સવાલની સોઈ હરીફરીને આપણી ઉપર જ આવીને ઊભી રહે છે. બિકિની રાઉન્ડ વિના બ્યૂટી કૉન્ટેસ્ટ જોશો?
આપણે મહિલાની સુંદરતાને તેના આકારના આધારે આંકવાનું બંધ કરીશું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















