ટ્રમ્પને પૂછાયું, તમે તો ઉત્તર કોરિયાને તારાજ કરી દેવાના હતાને

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, AFP

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા સાથે ઐતિહાસિક બેઠક કર્યા બાદ સંયુક્ત દસ્તાવેજો પર સહી કરી હતી.

જે બાદ તેમણે દસ્તાવેજો અંગે કશું માહિતી આપી ન હતી. પરંતુ ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ કરી હતી.

આ પત્રકાર પરિષદમાં ટ્રમ્પે બેઠક અંગેની માહિતી આપી હતી. શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે?

  • કિમ સાથેની મારી બેઠક પ્રામાણિક અને સીધી જ હતી. અમે આ બેઠક દ્વારા ઇતિહાસ રચ્યો છે.
  • બે કોરિયા વચ્ચે થયેલા યુદ્ધમાં અનેક લોકોનો ભોગ લેવાયો હતો.
  • હવે બંને દેશો વચ્ચે સ્થિતિ બદલાશે, ભૂતકાળ ભવિષ્ય નક્કી નહીં કરે.
  • કોરિયા સંપૂર્ણ રીતે પરમાણુ હથિયારનો નાશ કરવા માટે સંમત થયું છે.
  • મિસાઇલ ઍન્જિન ટેસ્ટિંગ સાઇટને પણ કોરિયા થોડા જ સમયમાં નષ્ટ કરી દેશે.
  • આ બાબતનો સહી કરાયેલા સંયુક્ત દસ્તાવેજોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી કેમ કે બંને નેતાઓ એ બાદ આ મામલે સંમત થયા હતા.
  • ટ્રમ્પે કહ્યું, "કિમ જોંગ-ઉને મને જણાવ્યું છે કે તેમણે ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણ કેન્દ્રોને નષ્ટ કરવાનું શરૂ કરી દીધું છે."
  • ટ્રમ્પે ઉમેર્યું કે જો ઉત્તર કોરિયામાં યુદ્ધ થાય તો તેની અસર હેઠળ દક્ષિણ કોરિયામાં લાખો લોકોના જીવ જશે કારણે કે તેની રાજધાની સિઓલ ઉત્તર કોરિયાની સરહદ નજીક આવેલી છે.
  • ટ્રમ્પે કહ્યું કે અમેરિકા સાઉથ કોરિયામાંથી પોતાના સૈનિકો હટાવશે નહીં, પરંતુ સૈન્ય અભ્યાસ બંધ કરશે.
  • અમે કિમ જોંગ-ઉનને યોગ્ય સમયે વ્હાઇટ હાઉસ આવવા માટે આમંત્રણ આપ્યું છે.
  • કોરિયા પરના પ્રતિબંધો હાલમાં યથાવત રહેશે, પ્રતિબંધો ત્યારે જ દૂર કરવામાં આવશે, જ્યારે અમને ખાતરી થશે કે તમામ અણુશસ્ત્રોનો નાશ કરી દેવાયો છે.
  • અમે કિમ સાથે મંત્રણા કરીને કંઈ ગુમાવ્યું નથી, માત્ર જે લોકોને ટ્રમ્પ ગમતા નથી તેઓ જ કહેશે કે અમે મોટા વાયદાઓ કર્યા છે.
  • અમારી પાસે વધારે સમય ના હોવાથી અમે અણુશસ્ત્રો નાશ કરવાની સંમતિ દસ્તાવેજોમાં સમાવી શક્યા નથી.
  • અમે એક દિવસ માટે જ મળ્યા હતા, એટલે વધારે સમય ના મળ્યો.
line

ઉત્તર કોરિયાને બરબાદ કરવાની ધમકી

ટ્રમપની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તર કોરિયાને બરબાદ કરવાની ધમકી આપવાની વાત અંગે ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સમયને ધ્યાનમાં રાખીને ત્યારે આ ભાષા વાપરી જરૂરી હતી.

ટ્રમ્પને દક્ષિણ કોરિયા સાથે સૈન્ય અભ્યાસ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું,

"લાંબા સમયથી બંને દેશો સૈન્ય અભ્યાસ કરી રહ્યા હતા જે ખૂબ જ ખર્ચાળ છે. અમે તેને 'વોર ગેમ' કહેતા હતા.

આ સૈન્ય અભ્યાસથી ઉત્તર કોરિયા અકળાતું હતું, પરંતુ હવે વૉર ગેમ બંધ થવી જોઈએ."

એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે શું તેમની અને કિમની મુલાકાતનું રેકોર્ડિંગ થયું છે?

આ સવાલનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે સંભવત: નોટિસ લેવામાં આવી રહી હતી, પરંતુ મને ખાતરીપૂર્વક ખબર નથી કે રેકોર્ડિંગ થયું હતું કે નહીં.

line

ટ્રમ્પની પત્રકાર પરિષદ જોવા માટે નીચેના વીડિયો પર ક્લિક કરો

બદલો Facebook કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

line

11:45 'ટૅલેન્ટેડ કિમ'

સંયુક્ત દસ્તાવેજો પર સહી કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે આ બેઠક દ્વારા અમે બંનેએ એકબીજાના દેશ વચ્ચે ઘણું જાણ્યું.

ટ્રમ્પે કહ્યું કે કિમ ખૂબ ટૅલેન્ટેડ છે અને તેના દેશને બહુ પ્રેમ કરે છે.

બદલો Facebook કન્ટેન્ટ, 2

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2

line

11:15 અમેરિકા-ઉત્તર કોરિયાએ દસ્તાવેજો પર સહી કરી

અમેરિકા અને ઉત્તર કોરિયાએ સંયુક્ત દસ્તાવેજો પર સહી કરી છે.

ટ્રમ્પે સહી કરતી વખતે કહ્યું કે કોરિયા સાથેના અમારા સંબંધો ખૂબ અલગ હશે.

કિમ જોંગ-ઉને કહ્યું કે અમે ભૂતકાળ ભૂલીને આગળ વધવા માગીએ છીએ.

જોકે, દસ્તાવેજોમાં સહી કરવામાં આવી, તેમાં શું હતું તે કોઈને જણાવવામાં આવ્યું નથી.

બંને નેતાઓએ દસ્તાવેજો પર સહી કરી હતી, હાથ મિલાવ્યા અને સ્માઇલ આપી અને જતા રહ્યા.

જોકે, ટ્રમ્પે કહ્યું કે દસ્તાવેજોની કૉપી પત્રકારોને ટૂંક સમયમાં જ આપવામાં આવશે.

ટ્રમ્પ અને કિમ
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ અને કિમ જોંગ-ઉને દસ્તાવેજો સાથે સહી કરી
line

10:30 'અપેક્ષા કરતાં પણ વધારે સફળ બેઠક'

બીબીસી સંવાદદાતા જોન સોપેલના કહેવા પ્રમાણે ટ્રમ્પે ગાર્ડનમાં ફરતા ફરતા પત્રકારોને કહ્યું હતું કે ખૂબ સારી રીતે મુલાકાત આગળ વધી રહી છે.

અમારી વચ્ચેની બેઠક ખૂબ સારી હતી. ઘણા લોકો વિચારતા હતા તેના કરતાં પણ વધારે આ બેઠક હકારાત્મક રહી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

10:20શું કિમ જોંગ-ઉન ટ્રમ્પ પર વિશ્વાસ કરશે?

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પે લંચ બાદ પત્રકારોને કહ્યું કે તેઓ તમામ ડિલના માસ્ટર છે. તેઓ ઇચ્છે છે કે કિમ જોંગ-ઉન તેમના પર ટ્રસ્ટ કરે.

પરંતુ ઉત્તર કોરિયા ટ્રમ્પના રૅકર્ડને નજીકથી જોઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન સાથે પણ અણુસંધિ કરી હતી. જે બાદ ટ્રમ્પના શાસનકાળમાં અમેરિકા આ સંધિમાંથી બહાર નીકળી ગયું છે.

ઉપરાંત તાજેતરમાં જી-7 બેઠકમાં પણ તેઓ સભ્ય દેશો સાથે સહમત થયા ન હતા.

line

10:10 લંચ બાદ ગાર્ડનમાં ફરતા ટ્રમ્પ અને કિમ

ટ્રમ્પ અને કિમ જોંગ-ઉને લંચ લીધા બાદ હાલ તેઓ ગાર્ડનમાં આવ્યા છે.

ટ્રમ્પે આ સમયે ત્યાં હાજર પત્રકારોને કહ્યું છે કે બેઠક ખૂબ સારી જઈ રહી છે.

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગાર્ડનમાં ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન
line

10:00 અત્યારસુધી કોઈ મોટી જાહેરાત નહીં

બંને તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે આ બેઠક સફળ રહી છે.

બીબીસીના સંવાદદાતા રુપર્ટ વિંગફિલ્ડનું કહેવું છે કે બેઠક સફળ થવાની જાહેરાત વચ્ચે પણ આ બેઠકમાંથી નક્કર કશુ બહાર આવ્યું નથી.

બેઠક

ઇમેજ સ્રોત, Getty Images

line

9:10 કોને શું ફાયદો?

બીબીસી સાથે વાત કરતા અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂતે જણાવ્યું કે આ બેઠકથી કિમ જોંગ ઉને ઘણું બધું મેળવ્યું છે.

તેમણે પોતાનો અમેરિકાના રાષ્ટ્રપતિની સમકક્ષ ઊભા કર્યા છે. જેનો લાભ તેમને ઉત્તર કોરિયામાં થશે.

અમેરિકાને આ બેઠકમાંથી ઉત્તર કોરિયા તરફથી ન્યૂક્લિયર શસ્ત્રો નાશ કરવાનું આશ્વાસન મળી શકે છે. અમેરિકાએ બેઠકમાં એ વાતની ગેરંટી મેળવવી પડશે કે કેટલા સમયમાં ઉત્તર કોરિયા શસ્ત્રોનો નાશ કરી દેશે. નહીં તો ઉત્તર કોરિયા ભૂતકાળની જેમ જ કાર્ય કરશે.

line

8:57 હથિયારો મામલે ચૂપકીદી

ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન બંને વન ટુ વન બેઠક કરીને જ્યારે બહાર નીકળ્યા તો પત્રકારોએ કિમને પ્રશ્ન કર્યો કે શું તમે ન્યૂક્લિયર હથિયારોનો નાશ કરી નાખશો?

તેમણે પત્રકારોને આ મામલે કોઈ જવાબ આપ્યો ન હતો.

line

8:45 સોશિયલ મીડિયામાં શું ચર્ચા છે?

વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાતની ચર્ચા થઈ રહી છે.

પરંતુ ઉત્તર કોરિયામાં ટ્વિટર પર આ મુલાકાતને લઈને કોઈ ટ્રેન્ડ નથી.

ત્યાં લોકો સોશિયલ મીડિયા પર આ મામલે ભાગ્યે જ કંઈક ચર્ચા કરી હશે.

ભારતમાં પણ આ મામલે કોઈ ટ્રેન્ડ જોવા મળી રહ્યો નથી.

line

8:35 નોર્થ કોરિયાના લોકોને આ બેઠક વિશે ખબર છે?

હા, તેમને આ બેઠક અંગે ખબર છે. કારણ કે ઉત્તર કોરિયાના સરકારી મીડિયામાં આ બેઠકને લઈને સમાચારો પ્રગટ થયા હતા. પરંતુ આ લોકો વિશ્વભરના મીડિયાના સમાચારો વાંચતા નહીં હોય.

રિપોર્ટર્સ વિથ આઉટ બૉર્ડરે ઉત્તર કોરિયાને પ્રેસની સ્વતંત્રતામાં સૌથી છેલ્લે મૂક્યું છે.

તેમને દરેક સમાચારો સરકારી મીડિયા તરફથી જ મળે છે.

જો કોઈ વ્યક્તિ ઇન્ટરનેશનલ મીડિયા ખાનગી રીતે પણ વાંચતો ઝડપાય તો તેને જેલની સજા થઈ શકે છે.

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, Getty Images

line

8:27 બેઠકમાં હાજર રહેનાર મહિલા કોણ છે?

ટ્રમ્પ અને કિમ વચ્ચે થયેલી વન ટુ વન બેઠકમાં એક મહિલાને તેમની સાથે હોટલની લાઇબ્રેરીમાં જતી જોઈ શકાય છે.

આ મહિલાએ બંને નેતાઓ વચ્ચે દુભાષિયાઓનું કામ કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

8:22 વડીલોને આદર આપવાની કોરિયન પરંપરા

પત્રકાર લિ મિન્જિએ કિમના હોટલ પહોંચવા પર ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વીટમાં કહ્યું, "સ્થાનિક મીડિયાએ કહી રહ્યા છે કે કિમ જોંગ ઉન હોટલ પર વહેલા આવી ગયા હતા. જે કોરિયાની પરંપરા દર્શાવે છે, જેમાં યુવાન લોકો પોતાનાથી મોટા લોકો પ્રત્યે આદર દાખવે છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

line

8:15હવે જરા ભોજનની વાત

બર્ગરની તસવીર

ઇમેજ સ્રોત, AFP

આ બેઠકની સાથે સાથે જરા ભોજનની વાત પણ કરી લઈએ...

સાઉથ અને ઉત્તર કોરિયા વચ્ચે એપ્રિલમાં મળેલી બેઠક કદાચ તમને યાદ હશે. આ સમયે દરેક બાબતની તૈયારીઓ કરવામાં આવી હતી.

દરેક વસ્તુઓને પ્રતિકાત્મક રીતે ગોઠવવામાં આવી હતી. ખુરશી, ટેબલો, ફૂલો અને ભોજન પણ પ્રતિકોથી ભરપૂર હતું.

પરંતુ આ વખતે ભોજન મામલે કોઈ માહિતી આપવામાં આવી નથી.

પરંચુ 2016ના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કિમ જોંગ સાથે બર્ગર ખાવા ઇચ્છે છે.

line

8:10 જ્હોન બૉલ્ટન: જેના કારણે બગડી હતી બાજી

અમેરિકાના ટેબલ પર હાજર સુરક્ષા સલાહકાર જ્હોન બૉલ્ટન અંગે થોડી વધારે માહિતી.

જ્હોન બૉલ્ટન એ વ્યક્તિ છે જેઓ અણુશસ્ત્રો નાશ કરવાનું લિબિયન મૉડલ સામે લાવ્યા હતા.

જેની સામે ઉત્તર કોરિયાએ સખત વિરોધ નોંધાવ્યો હતો અને બંને દેશ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ થયું હતું.

જે બાદ એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક મોકૂફ રાખવાની પણ જાહેરાત કરી હતી.

line

8:00 કેવી રહી હશે બંને વચ્ચે બેઠક?

ઉત્તર કોરિયાના મામલાના નિષ્ણાત અંકિત પાંડાએ ટ્વિટ કરીને કહ્યું છે કે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે કિમ સાથેની બેઠક કેવી જઈ રહી છે. ત્યારે તેમણે જવાબ આપ્યો કે ખૂબ સારી, ઉત્તમ સંબંધો.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

7:52 ઉત્તર કોરિયા તરફથી બેઠકમાં કોણ છે?

કિમ યોંગ ચોલ: જેમને કિમ જોંગ-ઉનના જમણા હાથ સમા ગણવામાં આવે છે. તેઓ બેઠક પહેલાં તૈયારીઓ માટે અમેરિકા ગયા હતા.

રિ યોંગ હો: ઉત્તર કોરિયાના વિદેશમંત્રી છે. તેમણે 1990માં અમેરિકા સાથે થયેલી વાતચીતમાં પણ ભાગ લીધો હતો.

રિ સુ યોંગ: તેઓ પહેલાં વિદેશમંત્રીના પદ પર હતા. જોકે, તેઓ હજી પણ પ્યોંગયાંગમાં ઉચ્ચ પદ ધરાવતા એક વ્યક્તિ છે.

બેઠકની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

line

7:45 અમેરિકા તરફથી બેઠકમાં કોણ હાજર છે?

અમેરિકા તરફના ટેબલ પર અમેરિકના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો ટ્રમ્પની બાજુમાં બેઠા છે.

ઉપરાત ચીફ સ્ટાફ ઑફ જ્હોન કેલી પણ તેમની સાથે છે.

અમેરિકા તરફથી ટેબલ પર સુરક્ષા સલાહકાર જ્હોન બૉલ્ટન પણ હાજર છે.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

line

7:40 લેણ-દેણની બેઠક

સાઉથ કોરિયાની બુસાન યુનિવર્સિટીના પ્રોફેસર રોબર્ટ કેલીએ બીબીસને કહ્યું કે આ એક એવી બેઠક છે જેમાં બંને પક્ષોએ કંઈક આપશે તો કંઈક મેળવવાનો પ્રયત્ન કરશે.

તેમણે કહ્યું, "ઉત્તર કોરિયા બધું જ આપી દેવા માટે સંમત નહીં થાય. તે કંઈક આપશે તો સામે તેમના પર લાગેલા પ્રતિબંધો હળવા કરવા માટે માગણી કરશે."

ટ્રમ્પ અને કિમ
line

7:35 બંને નેતાઓની પ્રતિનિધિમંડળ સાથે બેઠક

વન ટુ વન બેઠક પૂર્ણ થયા બાદ બંને વચ્ચે પ્રતિનિધિમંડળની સાથે બેઠક શરૂ થઈ છે. જેમાં અધિકારીઓની સાથે ટ્રમ્પ અને કિમ જોંગ વાતચીત કરશે.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

line

7:28વન ટુ વન બેઠક પૂર્ણ

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન વચ્ચે વન ટુ વન બેઠક પૂર્ણ થઈ ગઈ છે. હવે બંને વચ્ચે તેમના પ્રતિનિધિઓ સાથે બેઠકની શરૂઆત થશે.

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

line

આ બેઠકમાં કોણ નથી?

શી જિનપિન અને કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શી જિનપિન અને કિમ જોંગ ઉન

આ બેઠકમાં સૌથી મોટું ખેલાડી ગણાતું ચીન નથી.

ચીન દાયકોઓ સુધી ઉત્તર કોરિયાનું મિત્ર રહ્યું છે અને તેના અર્થતંત્રને ટેકો આપવામાં પણ ચીને મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

જાપાન પણ આ બેઠકમાં સામેલ નથી. તે આ બેઠકને બહારથી જોઈ રહ્યું છે. તે ઉત્તર કોરિયાને દુશ્મન ગણી રહ્યું છે. કારણ કે જાપાન કિમની મિસાઇલની રેન્જમાં આવી ગયું છે.

રશિયા પણ આ બેઠકમાં ક્યાંય નથી. રશિયાએ સોવિયત યુનિયનના સમયથી ઉત્તર કોરિયાનો સાથ આપ્યો છે. તેમણે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમની ટીકા કરી છે. પરંતુ તેના પર લાગેલા પ્રતિબંધોને પણ વિરોધ કર્યો છે.

line

7:15 કિમના મિત્ર સિંગાપોરમાં

NBA સ્ટાર ડેનિસ રોડમેન અનેક વખત નોર્થ કોરિયા જઈ આવ્યા છે. તેઓ અને કિમ જોંગ કહે છે કે બંને ખૂબ સારા મિત્રો છે. કિમ જોંગ-ઉન બાસ્કેટલ બૉલના ફેન છે.

આ બેઠકની સાથે સાથે ડેનિસ પણ સિંગાપોર આવી પહોંચ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

line

7:07 દક્ષિણ કોરિયાના લોકોની પ્રતિક્રિયા

દક્ષિણ કોરિયાના લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પ અને કિમને હાથ મિલાવતા જોઈને ઉત્તર કોરિયાના પાડોશી દેશ સાઉથ કોરિયાના લોકો ઝૂમી ઉઠ્યા હતા. બંને કોરિયા વચ્ચે વર્ષોથી સંબંધો તણાવપૂર્ણ છે. થોડા સમય પહેલાં જ બંને વચ્ચે ફરી વાતચીતની શરૂઆત થઈ છે.

line

7:00 ટ્રમ્પ અને કિમ જોંગે શું કહ્યું?

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બેઠક રૂમ તરફ પ્રયાણ કરતા ટ્ર્મ્પ અને કિમ જોંગ ઉન

બેઠકની શરૂઆત પહેલાં પત્રકારોને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મને ખૂબ ખુશી છે. અમે એક મહાન બેઠક માટે જઈ રહ્યા છીએ. મને લાગે છે કે તે ખૂબ સફળ થશે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો હશે એમાં મને કોઈ શક નથી."

કિમ જોંગ-ઉને કહ્યું, "વાસ્તવમાં અહીં સુધી આવવું સરળ ન હતું, જૂના પૂર્વગ્રહો અને પ્રથાઓએ બાધાઓ અમને નડી. પરંતુ અમે આ બધાને પાછળ છોડીને અમે આજે અહીં પહોંચ્યા છીએ."

line

6:55 ટ્રમ્પ અને કિમ એકસાથે

ટ્રમ્પ અને કિમ જોંગને બેઠક પહેલાં સાથે જતા જોઈ શકાય છે. તેઓ આ વન ટુ વન મુલાકાત માટે પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારની તસવીર.

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન બેઠક સ્થળે જતા હતા ત્યારની તસવીર
line

6:50 ઉત્તર કોરિયાના નિષ્ણાંત અંકિત પાંડાનું ટ્વિટ

તેમણે ટ્વીટમાં કહ્યું, "હાલ સુધી કોઈ નિર્ધારિત કરતા અલગ ઘટના બની નથી. ટ્રમ્પ અને કિમે વાતચીત શરૂ કરી."

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

line

6:40 ટ્રમ્પ અને કિમ વચ્ચે બેઠક શરૂ

જે ઐતિહાસિક ક્ષણની રાહ જોવાતી હતી, તે આવી ચૂકી છે. ટ્રમ્પ અને કિમ વચ્ચે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે.

બદલો X કન્ટેન્ટ, 10
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 10

line

6:37 ટ્રમ્પ અને કિમે હાથ મિલાવ્યા

ટ્રમ્પ અને કિમ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, હાથ મિલાવતા ટ્રમ્પ અને કિમ જોંગ ઉન

સેન્ટોસા ટાપુ પર કેપેલા હોટલમાં ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન મળ્યા છે. બંનેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. થોડીવારમાં બેઠકની શરૂઆત થશે. ઐતિહાસિક ક્ષણ આવી ચૂકી છે.

line

6:34 ડોનાલ્ડ ટ્રમ્પ કેપેલા હોટલમાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક બેઠક માટે કેપેલા હોટલમાં દાખલ થયા છે. તેઓ તેમના કાફલા સાથે અહીં પહોંચ્યા હતા.

ટ્રમ્પ
ઇમેજ કૅપ્શન, કેપેલા હોટલમાં દાખલ થતા ડોનાલ્ડ ટ્રમ્પ
line

6:30 બંને નેતાઓ બેઠક સ્થળે પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ બંને કેપેલા હોટલ પહોંચી ચૂક્યા છે.

થોડીવારમાં જ બંને વચ્ચે અહીં મુલાકાતની શરૂઆત થશે.

બેઠકમાં બંનેની સાથે માત્ર દુભાષિયાઓ જ હશે.

બાદમાં બંને દેશનાં પ્રતિનિધિમંડળો વચ્ચે બેઠક યોજાશે.

line

6:28 કિમ કેપેલા હોટલ પહોંચ્યા

ઐતિહાસિક બેઠક માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન કેપેલા હોટલ પર પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં જ ટ્રમ્પ અને કિમ વચ્ચે અહીં બેઠક યોજાશે.

line

6:25 બેઠક પહેલાં ટ્રમ્પનું ટ્વિટ

ટ્રમ્પે બેઠક પહેલાં ટ્વિટ કર્યું હતું કે "હકીકત એ છે કે નફરત કરનારા અને હારેલા લોકો એવું કહી રહ્યા છે કે આ મુલાકાત અમેરિકા માટે મોટો પરાજય છે. અમારી પાસે બંધકો છે. ટૅસ્ટિંગ ચાલી રહ્યું છે અને તમામ મિસાઇલ પરીક્ષણો બંધ કરાવી દેવાયા છે. જે પંડિતો શરુઆતથી જ મને ખોટો ઠેરવતા હતા એમની પાસે હવે કહેવા જેવું કશુય રહ્યું નથી. "

બદલો X કન્ટેન્ટ, 11
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 11

line

6:20 કોની પાસે કેટલાં અણુશસ્ત્રો?

વિશ્વના કુલ 93% ટકા અણુશસ્ત્રો માત્ર અમેરિકા અને રશિયા પાસે છે. અમેરિકા અને રશિયા બંને પાસે ચાર-ચાર હજાર અણુશસ્ત્રો છે. જ્યારે ફ્રાંસ પાસે 300, ચીન પાસે 270, યૂકે પાસે 215 છે. ઉત્તર કોરિયા પાસે કેટલાં શસ્ત્રો છે તેની જાણકારી મળી નથી. પરંતુ ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસનું માનવું છે કે ઉત્તર કોરિયા પાસે તેમના પાસે 20 જેટલાં હોઈ શકે છે.

line

6:15 કેપેલા હોટલ પર તૈયારીઓને અંતિમ ઓપ

જ્યાં એક કલાક કરતાં પણ ઓછા સમયમાં ટ્રમ્પ અને કિમ મળવાના છે તે કેપેલા હોટલમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

હોટલમાં ચાલતી તૈયારી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હોટલમાં ચાલી રહેલી અંતિમ તૈયારી
line

6:12 એ જગ્યા જ્યાં ટ્રમ્પ અને કિમ મળશે

એ જગ્યાની તસ્વીર જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોગ-ઉન બંને હાથ મિલાવશે.

બદલો X કન્ટેન્ટ, 12
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 12

line

6:10 કિમ જોંગ ઉન પણ કેપેલા હોટલ પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ કિમ જોંગ-ઉન પણ સેન્ટોસા ટાપુ પર આવેલી કેપેલા હોટલ પર પહોંચી ચૂક્યા છે.

line

6:05 હોટલ પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

બદલો X કન્ટેન્ટ, 13
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 13

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડરે ટ્વીટ કરીને જાણકારી આપી કે કિમ જોંગ-ઉન સાથેની બેઠક માટે ડોનાલ્ડ ટ્રમ્પ કેપેલા હોટલ આવી ચૂક્યા છે.

line

6:00 વિશ્વભરની નજર સેન્ટોસા ટાપુ પર

બદલો X કન્ટેન્ટ, 14
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 14

સિંગાપોરનો સેન્ટોસા ટાપુ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યાં કેપેલા હોટલમાં અમેરિકા અને ઉત્તર કોરિયાના નેતાઓ બેઠક કરવાના છે.

વિશ્વભરના મીડિયાની તેના પર નજર છે. ઘણા પત્રકારો આ બેઠકના ફૂટેજ ટ્વિટર પર શેર કરી રહ્યા છે.

line

5:55 ટ્રમ્પ સેન્ટોસા ટાપુ પહોંચ્યા

ટ્રમ્પનો કાફલો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પનો કાફલો સેન્ટોસા ટાપુ પર પહોંચ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અધિકારીઓ સાથે સેન્ટોસા ટાપુ પર આવેલી કેપેલા હોટલ પર પહોંચી ચૂક્યા છે.

બેઠક માટેનું કાઉટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.

line

5:50 કિમ જોંગ ઉન બેઠક માટે રવાના

કિમ જોંગ-ઉનનો કાફલો પણ સેન્ટોસા ટાપુ જવા માટે નીકળી ગયો છે. થોડીવારમાં તેઓ કેપેલા હોટલમાં પહોંચશે.

અત્યાર સુધી તમામ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલી રહ્યું છે.

કિમનો કાફલો

ઇમેજ સ્રોત, Reuters

line

5:45 ટ્રમ્પ મુલાકાત માટે રવાના

ટ્રમ્પનો કાફલો

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક બેઠક માટે સેન્ટોસા ટાપુ જવા નીકળી ગયા છે.

અહીં તેઓ કેપેલા હોટલમાં કિમ જોંગ-ઉનને મળશે.

line

5:40કેટલા વાગ્યે યોજાશે મિટિંગ?

કિમ અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

સિંગાપોરના સ્થાનિક સમય સવારના 9 વાગ્યે આ બેઠકની શરૂઆત થશે.

એટલે કે ભારતીય સમય પ્રમાણે સવારના 6:30 વાગ્યે બંને નેતાઓ વચ્ચે બેઠકની શરૂઆત થશે.

ટ્રમ્પ અને કિમ વચ્ચે 'વન-ટુ-વન' મુલાકાત થશે, તેમાં બંનેની સાથે માત્ર દુભાષિયાઓની હાજરી હશે.

બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે પણ વિસ્તૃત ચર્ચા થશે.

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ટ્રમ્પ સાંજે અમેરિકા જવાના રવાના થશે.

જ્યારે કિમ જોંગ-ઉન બેઠક પૂર્ણ થયા બાદ બપોરે ઉત્તર કોરિયા રવાના થવાની શક્યતા છે.

line

5:35 બેઠકનું ટ્રમ્પ માટે મહત્ત્વ

ડોનાલ્ડ ટ્ર્મ્પ

ઇમેજ સ્રોત, AFP

અમેરિકાની ડેલાવેયર યુનિવર્સિટીના પ્રોફેસર મુક્તદર ખાને આ મામલે બીબીસી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે ટ્રમ્પ આ મુલાકાત દ્વારા તેમના વિરોધીઓને દેખાડવા માગે છે કે તેઓ કંઈ સકારાત્મક પણ કરી શકે છે.

તેમના જણાવ્યા પ્રમાણે અત્યારસુધી તેમની વિદેશનીતિ મોટાભાગે નકારાત્મક રહી છે.

હાલમાં જ જી-7 સમિટને અધવચ્ચે છોડીને જ નીકળી ગયા હતા.

line

5:30 બેઠકનું કિમ જોંગ-ઉન માટે મહત્ત્વ

કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના પિતા કે દાદા જે ન કરી શક્યા, તે કરવામાં કિમ જોંગ-ઉન સફળ રહ્યા છે.

આ ધ્યેયને પાર પાડવા માટે તેમણે 'એકલા અને આક્રમક લડવૈયા'ની છાપ બદલીને આંતરરાષ્ટ્રીય કૂતનીતિજ્ઞની છાપ ઊભી કરી છે.

કિમ અણુ હથિયારોના જોરે અમેરિકાને મંત્રણા માટે તૈયાર કરવામાં સફળ રહ્યા છે.

બેઠક પૂર્વે 'શુભેચ્છાના પ્રતીકરૂપે' ઉત્તર કોરિયાએ અમેરિકાના ત્રણ કેદીઓને મુક્ત કર્યા હતા.

તેમણે પોતાની એકમાત્ર અણુ પરીક્ષણ સાઇટને તોડી પાડવાનો પણ તેમણે દાવો કર્યો છે.

ઉત્તર કોરિયાના અર્થતંત્રને ગતિ આપવા માટે અમેરિકા સાથેની બેઠક કિમ માટે મહત્ત્વપૂર્ણ છે.

ટ્રમ્પના સમર્થકોની માગ છે કે તેમને શાંતિ માટેનો નોબેલ પારિતોષિક મળવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો