શું બે જાસૂસોના પુસ્તકથી ભારત-પાક.નાં રહસ્યો જાહેર થાય છે?

    • લેેખક, વુસઅતુલ્લાહ ખાન
    • પદ, પાકિસ્તાનથી બીબીસી ગુજરાતી માટે

દુર્રાની અને દુલતના પુસ્તકનો વિવાદ અટકે એવું લાગતુ નથી.

જેએચક્યૂ પિંડીમાં પૂર્વ 'સ્પાઈ માસ્ટર' લેફ્ટેનન્ટ જનરલ અસદ દુર્રાની હાય કમાન્ડને કહે છે કે તેમણે ભારતીય જાસૂસી સંસ્થા 'રૉ'ના પૂર્વ બોસ અમરજીતસિંહ દુલત સાથ વાતચીત કરી(એ વાતચીત હાલમાં 'સ્પાઈ ક્રૉનિકલ' નામના પુસ્તકમાં પ્રકાશિત થઈ છે.) હતી.

તેનાથી સેનાની આચારસંહિતાનું ઉલ્લંઘન તો નથી થયું ને. એમાં ઘણી બાબતો એવી કેમ છે, જે વાસ્તવિક નથી.

મને યાદ આવે છે કે 'સ્પાઈ ક્રૉનિકલ'માં એક જગ્યાએ જનરલ અસદ દુર્રાનીએ હસતાં-હસતાં કહ્યું છે કે જો અમે બન્ને નવલકથા પણ લખીએ તો લોકો વિશ્વાસ નહીં કરે.

નવાઝ શરીફનું નિવેદન

પાકિસ્તાની સેનાના પૂર્વ અધ્યક્ષ રઝા રબ્બાનીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવી કોઈ વાત નાગરિકે કરી હોત તો અત્યાર સુધી તેમને દેશદ્રોહી ગણી લેવાયા હોત.

મુંબઈ હુમલા અંગે નિવેદન આપનાર નવાઝ શરીફનું કહેવું છે કે જે રીતે મારા એક વાક્યને પકડીને નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક યોજવામાં આવી, એ જ રીતે જનરલ અસદ દુર્રાની માટે પણ બેઠકનું આયોજન કરો.

'સ્પાઈ ક્રૉનિકલ' પુસ્તક હાલમાં પાકિસ્તામાં ઉલબ્ધ નથી, એક મિત્રએ મને પીડીએફ કૉપી ઈ-મેલ કરી.

જેમાં એક રસપ્રદ વાક્ય છે, અસદ દુર્રાની કહે છે જ્યારે જર્મનીમાં મિલિટ્રી અટૈચી તરીકે મારું પૉસ્ટિંગ થવાનું હતું ત્યારે એક એજન્ટના બે લોકો મારા ચરિત્ર અંગે તપાસ કરવા માટે લાહોર સ્થિત મારા સાસરામાં ગયા હતા.

દુર્રાનીના પુત્રનો કિસ્સો

પરિવારજનો બહાર ગયાં હતાં. એજન્સીના લોકોએ ગલીના ચોકીદારને પૂછ્યું કે આ ઘરમાં જે લોકો રહે છે એ કેવા છે.

ચોકીદારે કહ્યું શરીફ લોકો છે સાહેબ. ચોકીદારના આ નિવેદનથી મારું જર્મનીનું પૉસ્ટિંગ નિશ્ચિત થઈ ગયું.

એક વખત જનરલ અસદ દુર્રાનીના પુત્ર પાકિસ્તાની પાસપોર્ટ પર કોઈ જર્મન કંપનીના કન્સલ્ટન્ટ તરીકે કોચીન (કેરળ,ભારત) ગયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમને એવું કોઈએ નહોતું કહ્યું કે પાકિસ્તાની પાસપોર્ટ હોય તો પોલીસ રિપોર્ટીંગ કરાવવું પડે અને જે પોર્ટથી તેઓ ભારત આવ્યા છે, એ જ પોર્ટથી પરત જવું પડશે.

તેઓ કોચીનથી મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા અને ત્યાં તેમને રોકી લેવાયા. જનરલ સાહેબે અમરજીતસિંહ દુલતને ફોન કર્યો.

મુશર્રફ પર હુમલાની ટિપ

દુલત સાહેબે મુંબઈમાં પોતાના કનેક્શનનો ઉપયોગ કર્યો અને જનરલ સાહેબના પુત્રને બીજા જ દિવસની ફ્લાઇટથી રવાના કરાવ્યા.

હવે દુલત સાહેબે મદદ કરનાર 'રૉ'ના કર્મચારીનો આભાર માન્યો તો તેમણે કહ્યું કે આભાર શેનો, જનરલ સાહેબ પણ જાસૂસ જ છે. એટલે જાસૂસ જાસૂસ ભાઈ-ભાઈ.

કદાચ એટલે જ 2003માં 'રૉ'એ 'આઈએસઆઈ'ને જનરલ મુશર્રફ પર એક ઘાતકી હુમલાની ટિપ આપી હતી અને મુશર્રફ આ હુમલાથી બચી શક્યા હતા.

હવે આ પ્રકારની વાતો લખવાથી જો રાષ્ટ્રની સુરક્ષાને ખતરો હોય તો ભલે ખતરો રહે.

પણ એક વાત છે કે પુસ્તક ખૂબ વેચાશે અને જો આ પુસ્તક પર પ્રતિબંધ લગાવશે તો પુસ્તક છાપનારની પાંચેય આંગળીઓ ઘીમાં રહેશે.

શું બન્ને રિટાયર્ડ જાસૂસોએ કશ્મીર કે પછી બન્ને દેશોની એક બીજા વિરુદ્ધ જાસૂસી કાર્યવાહી જેવી બાબતોનાં રહસ્યો જાહેર કર્યાં છે?

જો હું ના કહું તો પછી તમે સ્પાઈ ક્રૉનિકલ નહીં ખરીદો. એટલે હું ના તો નથી જ કહેતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો