કોલંબિયા : ડ્રગ્ઝના માફિયા પાબ્લો એસ્કોબારના જીવનની છ રસપ્રદ વાતો

વિશ્વને હચમચાવી દેનારા કોલંબિયન ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારનો પહેલી ડિસેમ્બર 1949ના રોજ જન્મ થયો હતો. તા. 2 ડિસેમ્બર 1993ના તેનું મોત થયું હતું.
તેના સમયમાં તે વિશ્વના 10 સૌથી ધનવાન લોકોમાંના એક હોવાનું માનવામાં આવતું હતું.
તેનું જીવન એટલું નાટકીય હતું કે, તેના પર અનેક ફિલ્મો અને ટીવી શ્રેણી બનાવવામાં આવી છે, જે ઉત્તર કોરિયા સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. અખબારો તેને 'કોકેઇનના રાજા' તરીકે ઓળખાવતા હતા.
કારણ કે, અમેરિકા મોકલવામાં આવતો કોકેઇનનો 80% જેટલો સપ્લાય તેની 'મેડેલિન ડ્રગ કાર્ટેલ' (એક પ્રકારની તસ્કરી અને દાણચોરી) દ્વારા પૂરો પાડવામાં આવતો હોવાનો તેની પર આરોપ હતો!
તમને આ પણ વાંચવું ગમશે

જીવન વિશેની છ રસપ્રદ બાબતો

ઇમેજ સ્રોત, AFP
પાબ્લો એસ્કોબારનો જન્મ પહેલી ડિસેમ્બર, 1949 ના રોજ દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં થયો હતો. તેના પિતા ખેડૂત અને માતા શાળામાં શિક્ષિકા હતા.
એક વિકાસશીલ દેશમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા પાબ્લો એસ્કોબારે 1990ના દાયકાના પ્રારંભમાં આશરે $ 30 બિલિયન (અંદાજે 55 અબજ ડોલરની સમકક્ષ)ની અંદાજિત સંપત્તિ ઊભી કરી હતી.
તે સમયે તે વિશ્વના સાતમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં તેની ગણતરી થતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિમાન દ્વારા કોકેઇનનો કારોબાર
'ધ એકાઉન્ટન્ટ સ્ટોરી' પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે કે, પાબ્લોએ કોલંબિયા અને પનામા વચ્ચેના વિમાનોના ઉડ્ડયન મારફતે તેનો કોકેઇનનો કારોબાર વિસ્તારવાનું શરૂ કર્યું હતું.
પાછળથી તેણે 15 મોટા એરોપ્લેન અને 6 હેલિકોપ્ટર ખરીદ્યાં હતાં! એક અનુમાન અનુસાર, દર મહિને 70 થી 80 ટન કોકેઇન કોલંબિયાથી યુનાઇટેડ સ્ટેટ્સ સુધી મોકલવામાં આવતું હતું.
તેના ભાઇ રોબર્ટો એસ્કોબાર એક પુસ્તકમાં દાવો કર્યો હતો કે, પાબ્લોએ મોટા પાયે ડ્રગ્ઝના પરિવહન માટે જહાજો તેમજ બે નાની સબમરીનનો પણ ઉપયોગ કર્યો હતો.

ઇમેજ સ્રોત, AFP
સમૃદ્ધ ડ્રગ માફિયાએ કોલંબિયામાં વૈભવી ગઢ બનાવ્યો હતો, જે વીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હતો.
આ ગઢમાં જુદાજુદા ખંડોમાંથી વિવિધ પ્રકારનાં પ્રાણીઓ એન્ટીલોપ, હાથી, વિદેશી પક્ષીઓ, જિરાફ, હિપોપૉટેમસ અને શાહમૃગને સમાવતું પ્રાણીસંગ્રહાલય હતું.
આ મહેલનું એક ખાનગી એરપોર્ટ પણ હતું અને તેની પાસે જૂની અને વૈભવી કાર-બાઇકોનો વિશાળ સંગ્રહ હતો.
તેમની સંપત્તિમાં છૂપી રોકડ અને જ્વેલરી પણ હતી.

કોલંબિયામાં 'ગેંગ વૉર'

ઇમેજ સ્રોત, Getty Images
તેમના 'કાર્ટલ'માં માત્ર ડ્રગ્ઝની હેરાફેરી જ નહીં, પણ 1980 અને 1990 ના દાયકાના પ્રારંભમાં કોલંબિયામાં આતંક પેદા કર્યો હતો.
જેમાં લાંચ, અપહરણ અથવા તેના માર્ગમાં અવરોધ ઊભો કરતા તમામ લોકોની હત્યા કરીને કોલંબિયામાં આંતક મચાવ્યો હતો.
બીબીસી મુંડોના અનુસાર, તેને 4,000 મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવે છે, પણ અન્ય કહે છે કે વાસ્તવિક આંકડો 5,000 જેટલો છે.
પાબ્લો અને કોલંબિયામાંના અન્ય ડ્રગ કાર્ટલ્સના માફિયા યુ.એસ ડ્રગ માર્કેટમાં સર્વોપરિતા માટે લડતા હતા, જેને લીધે નેવુંના દાયકાના પ્રારંભમાં 'ગેંગ વૉર' ફાટી નીકળી હતી.
દક્ષિણ અમેરિકામાં 1991માં હિંસક અથડામણોને કારણે, 25,100 જેટલા જ્યારે 1992 માં 27,100 મોત થયા હતા.

ગરીબોના નાયક અને રમતના ચાહક

ઇમેજ સ્રોત, Getty Images
કોલંબિયા અને યુ.એસ.ની સરકારની નજરમાં પાબ્લો એસ્કોબાર ગુનેગાર હતો, જ્યારે બીજી તરફ ઘણા ગરીબ લોકો માટે તે નાયક, હીરો, ઉદ્ધારક સમાન હતો.
પાબ્લોએ ફૂટબોલ ક્ષેત્રે અને મલ્ટિ-સ્પોર્ટ્સ કોર્ટ્સ બનાવવા ઉપરાંત બાળકોની ફૂટબોલ ટીમોને સ્પૉન્સર કરવા માટેનો શ્રેય આપવામાં આવ્યો હતો.
2013 માં બીબીસી મુંડોના રિપોર્ટ પ્રમાણે પાબ્લોની કોલંબિયામાં હજી પણ અલગ જ છાપ છે.
તેમના સ્ટીકરો આજે પણ 'હોટ કેક'ની જેમ વેચાય છે.
2 ડિસેમ્બર 1993ના રોજ પોલીસથી ભાગતા પાબ્લોને પોલીસે ઠાર કરી દીધો હતો.
પિતૃત્વ સંબંધિત પરીક્ષણ માટે ડીએનએનો નમૂનો લેવા તેના મૃત શરીરને કબર ખોદીને બહાર કાઢવામાં આવ્યું હતું.
તેના જીવન પરની ટીવી શ્રેણી 'નાર્કોસ', છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યુ.એસ.માં સૌથી વધુ જોવાયેલી ટીવી શ્રેણી પૈકીની એક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












