બ્રાઝિલિયન ઓળખ સાથે રહેતો હતો, મોરબિટોના વકીલોએ આરોપો નકાર્યાં
ઇટાલિયન ડ્રગ માફિયાની ઉરુગ્વેમાંથી ધરપકડ કરવામાં આવી છે. રોકો મોરબિટો પર ઈટાલીમાં ડ્રગ્સ તસ્કરીના અનેક આરોપ લાગેલા છે.
તે 23 વર્ષથી નાસતો ફરતો હતો. ઉરુગ્વેમાં બનાવટી દસ્તાવેજોના આરોપસર રોકોની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં તેનું ઇટાલી પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.
રોકો ડ્રન્ગૅટા ગેંગ સાથે સંકળાયેલો છે.
ઉરુગ્વે પોલીસના કહેવા પ્રમાણે, છેલ્લાં 10 વર્ષથી તે બનાવટી ઓળખ સાથે અહીં રહેતો હતો.
'કોકેન કિંગ ઓફ મિલાન' તરીકે કુખ્યાત રોકો

ઇમેજ સ્રોત, ARMA DEI CARABINIERI
પોલીસના કહેવા પ્રમાણે, મોરબિટોએ સેંકડો કિલો કોકેન બ્રાઝિલથી ઇટાલીમાં ઘૂસાડ્યું હતું. તે ઇટાલીમાં 'કોકેન કિંગ ઓફ મિલાન' તરીકે કુખ્યાત હતો.
પોલીસનું માનવું છે કે મોરબિટો વર્ષ 2002થી અહીં રહેતો હતો. ઉરુગ્વેની રાજધાની મૉન્ટેવીડિયોની એક હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
બ્રાઝિલિયન ઓળખ સાથે ઉરુગ્વેમાં રહેતો'તો રોકો

ઇમેજ સ્રોત, URUGUAYAN INTERIOR MINISTRY
અધિકારીઓના કહેવા પ્રમાણે રોકો બ્રાઝિલિયન ઓળખ સાથે પુન્ટા દલ એસ્ટના રિસોર્ટમાં રહેતો હતો. તેણે ફ્રાન્સિસ્કો કૅપલટો નામ ધારણ કર્યું હતું.
પોલીસને મોરબિટોની પ્રોપર્ટીઝમાંથી 9મીમી ગન, 13 મોબાઈલ ફોન, ડોલર તથા કેટલાક ક્રેડિટ કાર્ડ્સ મળી આવ્યાં છે. 150 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ મળી આવ્યાં છે. જેમાં રોકો અલગ-અલગ લૂકમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વકીલે આરોપો નકાર્યાં

ઇમેજ સ્રોત, EPA
રોકોની પત્નીની પણ અટકાયત કરવામાં આવી છે. મોરબિટોના વકીલના કહેવા પ્રમાણે, વર્ષ 1994થી 'સામાન્ય જિંદગી' જીવે છે. તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો.
ઉરુગ્વેમાં નક્લી દસ્તાવેજ બનાવવાના આરોપસર રોકો મોરબિટોની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં તેનું ઇટાલી પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.












