ઉદયરપુર અને અમરાવતી હત્યાકાંડના વિરોધમાં દિલ્હીમાં હિંદુ સંગઠનોની સંકલ્પ રેલી

ઉદયપુરમાં કનૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોલ્હેની થયેલી હત્યા અને હિંદુ દેવીદેવતાના કથિત અપમાનના વિરોધમાં રાજધાની દિલ્હીમાં શનિવારે 'સમસ્ત હિંદુ સમાજ' દ્વારા 'સંકલ્પ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રાપ્ત માહિતી અનુસાર, આ રેલીના આયોજનમાં વિશ્વ હિંદુ પરિષદ સહિત ઘણા હિંદુ સંગઠનોએ ભાગ લીધો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસે ડીસીપી અમૃતા ગુગુલોતને ટાંકીને લખ્યું છે કે જંતર મંતર ખાતે રેલીના આયોજન માટે શરતોના આધારે મંજૂરી અપાઈ છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ રેલી મંડી હાઉસથી શરૂ થઈને જંતર મંતર સુધી યોજાઈ હતી..

આ આયોજનમાં સામેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપ્યું હતું.

આલોક કુમારે કહ્યું કે તેઓ ઇસ્લામી માનસિકતાના તમામ લોકો, સંગઠનો અને કતાર જેવા દેશોને ચેતવણી આપવા માગે છે કે ભારત ખુદના સંવિધાનથી ચાલશે, ન કે શરિયતના કાયદાથી.

line

શ્રીલંકામાં રાષ્ટ્રપતિના સરકારી આવાસમાં પ્રદર્શનકારીઓ ઘૂસ્યા, પોલીસ સાથે હિંસક અથડામણ

શ્રીલંકા આર્થિક સંકટ

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે ઈંધણની અછતના પગલે રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષે અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે વિરુદ્ધ પ્રદર્શનોએ ગતિ પકડી છે.

શનિવારે વિપક્ષ, ટ્રૅડયુનિયનો, વિદ્યાર્થીસંગઠનો તેમજ કૃષિસંગઠનોએ મળીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષેના નિવાસસ્થાનના પરિસરમાં ઘૂસી ગયા હતા. આ પહેલાં પોલીસે તેમના નિવાસસ્થાનને ઘેરવાનો પ્રયત્ન કરતાં પ્રદર્શનકારીઓ સામે ટિયરગૅસનો ઉપયોગ કર્યો હતો.

મોટી સંખ્યામાં ઊમટી પડેલા લોકોને વેરવિખેર કરવા પોલીસે ટિયરગૅસનો અને હવામાં ગોળીબારનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ઘટનાના કેટલાક વીડિયોમાં ટિયરગૅસનો સેલ વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલ લઈ જવાતા જોઈ શકાય છે.

જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે રાષ્ટ્રપતિ ગોટાબાયે રાજપક્ષે તેમના સત્તાવાર આવાસમાં છે કે નહીં.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

હાલમાં શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જે સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મૅચ ચાલી રહી છે, તે સ્ટેડિયમની બહાર પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પહોંચી ગયા હતા.

line

ગુજરાતમાં અતિભારે વરસાદ વચ્ચે ત્રણ લોકોનાં મૃત્યુ, ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાત વરસાદ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે વરસાદના પગલે સર્જાયેલી બે દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળનારા વરસાદે શુક્રવારે ત્રણ લોકોના જીવ લીધા છે.

પ્રથમ બનાવમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું, 56 વર્ષીય સવિતા પારઘી અને તેમની બે વર્ષીય પૌત્રી સૃષ્ટિનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પતિ ઈજાગ્રસ્ત થયા હતા.

બીજા બનાવમાં, પંચમહાલ જિલ્લાના શહેરામાં એક 15 વર્ષીય કિશોર હર્ષદ મચ્છી સાંજના સમયે ખેતરેથી ઘરે પાછો જઈ રહ્યો હતો. ત્યારે તેના પર વીજળી પડતાં મૃત્યુ થયું હતું.

વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી કેટલાક દિવસો વરસાદમાં રાહત મળે તેમ લાગતું નથી.

હવામાનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં એકથી આઠ જુલાઈ દરમિયાન 182.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય (171.7 મીમી) કરતાં આઠ ટકા વધારે છે.

જ્યારે મહત્ત્વપૂર્ણ શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 72.6 મીમી, ગાંધીનગરમાં 54.8 મીમી, સુરતમાં 458 મીમી, વડોદરામાં 129.4 મીમી અને રાજકોટમાં 204.9 મીમી વરસાદ નોંધાયો છે.

વીડિયો કૅપ્શન, વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલ કેવી રીતે મોસમનું અનુમાન લગાડે છે?

જોકે હવામાનવિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ તથા તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અહીં કેટલાક જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

હવામાનવિભાગની આગાહી પ્રમાણે, 12 જુલાઈ સુધી ગુજરાતમાં હજી પણ મૂશળધાર વરસાદ પડતો રહેશે.

line

શિન્ઝો એબેની હત્યા બાદ જાપાનની પોલીસે શું કહ્યું?

શિન્ઝો એબેની હત્યા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હત્યાની થોડીક ક્ષણ પહેલાં લેવાયેલી તસવીર, જેમાં એબેની પાછળ કાળી બૅગ અને ગ્રે ટી-શર્ટમાં આરોપી તેત્સુયા નજરે પડે છે

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની શુક્રવારે ગોળી મારીને હત્યા કરાયા બાદ પોલીસે પત્રકારપરિષદ યોજીને આ અંગે માહિતી આપી હતી.

પોલીસનું કહેવું છે કે 41 વર્ષીય તેત્સુયા યામાગામીને ઘટનાસ્થળેથી જ પકડી લેવામાં આવ્યો છે. શિન્ઝો એબેનું સ્થાનિક સમયાનુસાર સાંજે 5:03 વાગ્યે મૃત્યુ થયું હતું.

પોલીસ કહે છે કે તેમના મૃત્યુ બાદથી આ મામલો હત્યાની તપાસનો બની ગયો છે. તપાસ માટે 90 સદસ્યોની એક ટાસ્કફોર્સ પણ બનાવવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તેત્સુયાએ સ્વીકારી લીધું હતું કે તેણે જ પૂર્વ વડા પ્રધાન પર ગોળી ચલાવી હતી. આરોપીએ આ માટે ઘરે બનાવેલી બંદૂકનો ઉપયોગ કર્યો હતો.

શિન્ઝો એબેની હત્યા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગોળી ચલાવ્યા બાદ તેત્સુયાને સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ પકડી લીધો હતો

પોલીસ પ્રમાણે, આરોપીએ જણાવ્યું કે તેને એક વિશેષ સંગઠનથી તકલીફ હતી અને તે માનતો હતો કે શિન્ઝો એબે તે સંગઠનનો ભાગ હતા. જેના લીધે તેણે એબેને ગોળી મારી હતી.

પોલીસ જ્યારે તેત્સુયાના ઘરે તપાસ કરવા પહોંચી હતી તો તેમને હુમલો કરવા વપરાયેલા હથિયાર જેવાં અનેક હથિયારો મળી આવ્યાં હતાં.

આ તમામ હથિયારો ઘરે જ બનાવવામાં આવ્યાં હતાં. પોલીસ કહે છે કે આ હથિયારોમાં વિસ્ફોટકોનો પણ સમાવેશ થાય છે. ઘરમાંથી વિસ્ફોટકો મળતાં પોલીસે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો.

પોલીસે અત્યાર સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તેત્સુયાએ ઘરે બનાવેલી બંદૂક થ્રીડી પ્રિન્ટરની મદદથી બનાવી હતી કે કેમ અને તેણે એકલા હત્યાનો પ્લાન બનાવ્યો હતો કે તેના અન્ય કોઈ સાગરિતો છે.

line

EDએ ઍમ્નેસ્ટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને તેના પૂર્વ સીઈઓને ફટકાર્યો કરોડોનો દંડ

આકાર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍમનેસ્ટી ઇન્ડિયા ઇન્ટરનેશનલના પૂર્વ સીઈઓ આકાર પટેલ

ઍન્ફોર્સમેન્ટ ડાયરૅક્ટરેટ (ઈડી)એ ઍમ્નેસ્ટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને તેના પૂર્વ સીઈઓ આકાર પટેલ પર 'ફૉરેન ઍક્સ્ચેન્જ મૅનેજમઍન્ટ ઍક્ટ'ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

ધ હિંદુના અહેવાલ પ્રમાણે, ઈડીએ ઍમ્નેસ્ટી ઇન્ડિયા ઇન્ટરનેશનલને 51.72 કરોડ અને આકાર પટેલને 10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

તેમના પર આરોપ છે કે ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ યુકે, એફસીઆરએથી બચવા માટે એફડીઆઈ દ્વારા પોતાના ભારતીય સંસ્થાઓમાં મોટાપાયે પૈસા મોકલતી રહી હતી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ઈડીએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ફંડ કથિત રીતે ભારતમાં એનજીઓની ગતિવિધિઓ વધારવા માટે લેવામાં આવ્યા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એફસીઆરએ અંતર્ગત ઍમ્નેસ્ટી ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય ટ્રસ્ટોને માન્યતા આપવામાં આવી નથી.

ઈડીએ પાઠવેલી શોકૉઝ નોટિસ અનુસાર, નવેમ્બર 2013 અને જૂન 2018 વચ્ચે નાણાકીય વ્યવહારો નોંધાયા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન