અમરનાથ ગુફા પાસે ફાટ્યું વાદળ, PM મોદીએ ફોન કરીને સ્થિતિનો તાગ મેળવ્યો

જમ્મુ-કાશમીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાની ઘટનામાં દસ લોકોનાં મૃત્યું થયાં છે.

અમરનાથ ગુફા નીચે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે વાદળ ફાટ્યું

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, અમરનાથ ગુફા નીચે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે વાદળ ફાટ્યું

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, અમરનાથ ગુફા નીચે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે વાદળ ફાટ્યું. ઘટનાસ્થળે એનડીઆરએફ, એસડીઆરએફ અને સંબંધિત તમામ એજન્સીઓ રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં એનડીઆરએફના ડીજી અતુલ કરવાલે જણાવ્યું, "આશા છે કે પાણીનું વહેણ ઘટશે. પરંતુ અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. રિપોર્ટ અનુસાર, દસ લોકોનાં મૃત્યુ થયાંની પુષ્ટિ થઈ છે અને ત્રણ લોકોને બચાવી લેવાયા છે."

જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રમાણે વાદળ ફાટવાથી અમુક લંગર અને તંબુ અચાનક પૂરમાં ઝડપાઈ ગયાં હતાં.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નીચે વાદળ ફાટવાની ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, "અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાથી પરેશાન છું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. મનોજ સિંહા (જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ) સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો. બચાવ અને રાહતકાર્ય ચાલુ છે. પ્રભાવિત લોકોને દરેક સંભવિત મદદ કરાઈ રહી છે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે વાત કરીને સ્થિતિની જાણકારી લીધી છે.

અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે સ્થાનિક પ્રશાસન બચાવકાર્યમાં લાગેલું છે અને લોકોના જીવ બચાવવા અમારી પ્રાથમિકતા છે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

મોહમ્મદ ઝુબૈરને સુપ્રીમ કોર્ટે યુપીના કેસ મુદ્દે વચગાળાના જામીન આપ્યા

મોહમ્મદ ઝુબૈર

ઇમેજ સ્રોત, MOhammad Zubair

ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈરને ઉત્તર પ્રદેશમાં દાખલ કેસ સંદર્ભે શુક્રવારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ સીતાપુરના મૅજિસ્ટ્રેટ કોર્ટના ક્ષેત્રની બહાર જઈ શકશે નહીં અને આગામી સુનાવણી સુધી તેઓ આ વિષય પર કોઈ નવું ટ્વીટ કરી શકશે નહીં.

અલાહાબાદ કોર્ટે મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ સીતાપુરમાં દાખલ કરાયેલી ફરિયાદ રદ ન કરવાનો નિર્ણય લીધો હતો. જેને ઝુબૈરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં મોહમ્મદ ઝુબૈરના એક ટ્વીટના કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે હિંદુ સાધુઓને કથિત રીતે નફરત ફેલાવનારા કહ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

ગુરુવારે જ સીતાપુર કોર્ટમાં તેમની જામીન અરજી પર બે કલાક સુનાવણી ચાલી હતી. ત્યાર બાદ તેમની જામીન અરજી ફગાવવામાં આવી હતી. કોર્ટે મોહમ્મદ ઝુબૈરના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પહેલાં 27 જૂને દિલ્હી પોલીસે તેમની ધરપક કરી હતી. ત્યાર બાદથી તેઓ સતત જેલમાં જ હતા.

line

જિજ્ઞેશ મેવાણી સહિત ગુજરાત કૉંગ્રેસે એકસાથે સાત કાર્યકારી પ્રમુખોની કરી જાહેરાત

જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસના સંગઠનમાં એક મોટો ફેરફાર કરાયો છે. ગુરુવારે કૉંગ્રેસ દ્વારા નવા સાત કાર્યકારી પ્રમુખોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.

અહેવાલો પ્રમાણે ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા પહેલી વખત એકસાથે સાત કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરાઈ છે.

બદલો X કન્ટેન્ટ, 6
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 6

નવા કાર્યકારી પ્રમુખોમાં લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.

જોકે, આ નામો જાહેર થયાં બાદ એક બાબત સ્પષ્ટપણે જાણી શકાય છે કે તેમાં જાતીય સમીકરણોને ધ્યાને રાખવામાં આવ્યાં છે, કારણ કે આ તમામ સાત કાર્યકારી પ્રમુખો અલગ-અલગ સમાજના છે. જેમાં પાટીદાર, અનુસૂચિત જાતિ, કોળી સમાજ, આહીર સમાજ, લઘુમતી સમાજ અને ક્ષત્રિય સમાજનો સમાવેશ થાય છે.

આ પહેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુજરાત કૉંગ્રેસમાં કાર્યકારી પ્રમુખપદ ધરાવતા હતા. તેમણે અસંતોષ વ્યક્ત કરીને રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી હતું.

line

ગુજરાતમાં પ્રથમ વાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સવારે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે આ વર્ષે નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાશે.

બદલો X કન્ટેન્ટ, 7
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 7

મુખ્ય મંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર દરમિયાન ગુજરાતનાં વિવિધ શહેરોમાં આ ગેમ્સનું આયોજન કરાશે.

નેશનલ ગેમ્સનો ઉદ્ધાટન સમારોહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદ સહિત ગુજરાતનાં છ શહેરોમાં રમતો યોજાઈ શકે છે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.

ધ હિંદુના અહેવાલ પ્રમાણે, છેલ્લાં ઘણાં વર્ષોથી નેશનલ ગેમ્સ પાછી ઠેલવવામાં આવી રહી હતી. 2015માં કેરળ અને 2016માં ગોવા નેશનલ ગેમ્સની યજમાની કરવાનું હતું.

જોકે, માળખાગત સુવિધાઓને અભાવે ગેમ્સ 2020 સુધી મુલતવી રાખવામાં આવી હતી અને ત્યાર બાદ કોરોના મહામારીએ આયોજન પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

line

કોર્ટ કાર્યવાહીના વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહીની માગ

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ગુજરાત હાઈકોર્ટ ઍડવોકેટ્સ ઍસોસિયેશન દ્વારા ચીફ જસ્ટિસને પત્ર લખીને મનોરંજન માટે સોશિયલ મીડિયા પર કોર્ટ કાર્યવાહીના વીડિયો પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ 'કોર્ટની અવમાનના'નો કેસ નોંધીને કાર્યવાહી કરવાની માગ કરી છે.

ડૅક્કન હૅરાલ્ડના અહેવાલ પ્રમાણે, ઍસોસિયેશનના પ્રમુખ અસીમ પંડ્યાએ ચીફ જસ્ટીસને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટની સમગ્ર કાર્યવાહીનું લાઇવ પ્રસારણ થાય છે. ત્યારે આ લાઇવ પ્રસારણમાંથી વીડિયો ક્લિપ્સ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવે છે.

આ સિવાય તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં અયોગ્ય કૅપ્શનો અને ટેગલાઇન આપવામાં આવી હોય છે. જે કોર્ટ અને કોર્ટ કાર્યવાહીની અવમાનના કહેવાય. આ ઉપરાંત કોર્ટ કાર્યવાહીના લાઇવ પ્રસારણ માટેના જે નિયમો બનાવવામાં આવ્યા છે, તેનું પણ ઉલ્લંઘન હોવાથી આ વીડિયો પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

તેમણે પત્રમાં આવા અનેક વીડિયો અને તેની કૅપ્શનનો પણ ઉલ્લેખ કર્યો છે અને ચીફ જસ્ટિસને આ અંગે સુઓ મોટો લઈને આ પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ 'કોર્ટની અવમાનના'નો કેસ નોંધવા જણાવ્યું છે.

જુલાઈ 2021માં ગુજરાત હાઈકોર્ટે કોર્ટ કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કર્યું હતું. તે સમયે ગુજરાત હાઈકોર્ટ દેશની પ્રથમ કોર્ટ હતી, જેણે કોર્ટની કાર્યવાહીને વર્ચ્યુઅલી જોવાની મંજૂરી આપી હોય.

આ માટે કોર્ટે નિયમો ઘડ્યા હતા, જેમાં વીડિયોને કૉપીરાઇટ રાખવા, લાઇવ ફીડ કે વીડિયોની કોઈ પણ રીતે અનધિકૃત નકલ કરવા કે તેનો વ્યાવસાયિક કે ખાનગી ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા જેવા નિયમોનો સમાવેશ થાય છે.

line

ભારત અને ચીનના વિદેશમંત્રીઓની મુલાકાત

ભારત ચીન

ઇમેજ સ્રોત, ANI

ઇન્ડોનેશિયામાં ચાલી રહેલી જી-20 દેશોના વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે પૂર્વ લદ્દાખ અને એલએસી મુદ્દે વાત થઈ અને સ્થિતિ સુધારવાના મુદ્દા પર જોર આપવામાં આવ્યું.

તેમણે લખ્યું, "બાલીમાં મારા દિવસની શરૂઆત ચીનના વિદેશમંત્રી વાંગ યીની મુલાકાત સાથે શરૂ થઈ. બંને વચ્ચે એક કલાક ચર્ચા ચાલી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ચાલી રહેલા સીમા સાથે જોડાયેલા મુદ્દા, વિદ્યાર્થીઓ અને હવાઈયાત્રાઓ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા થઈ."

બદલો X કન્ટેન્ટ, 8
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 8

આ વર્ષે જ ભારત જી-20 દેશોના ટોચના નેતાઓની યજમાની કરવા જઈ રહ્યું છે. અહેવાલો પ્રમાણે આ સંમેલન જમ્મુ-કાશ્મીર કે પછી લદ્દાખમાં યોજાઈ શકે છે.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સમજૂતીઓ અને પ્રોટોકૉલના પાલનને લઈને ચર્ચા થઈ હતી.

બંને નેતાઓએ એ વાત પર સહમતિ દર્શાવી કે બંને પક્ષોના સૈન્ય અધિકારીઓ નિયમિતપણે સંપર્કમાં રહેશે અને જલદી જ કમાન્ડર સ્તરે બેઠક યોજવામાં આવશે.

બદલો X કન્ટેન્ટ, 9
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 9

વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને જ બંને દેશો વચ્ચે સારા સંબંધો સ્થાપિત થઈ શકે છે.

આ મહિને માર્ચ મહિનામાં જ વાંગ યી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં બંને વચ્ચે જે મુદ્દાઓને લઈને સમજૂતી થઈ હતી, તેની સમીક્ષા કરવામાં આવી હતી.

વિદેશમંત્રી વાંગ યીએ આ વર્ષે ચીનના બ્રિક્સના અધ્યક્ષ રહેવા પર ભારત તરફથી મળેલા સહયોગની પ્રશંષા કરી અને આવનારા સમયમાં જી-20 સંમેલનમાં ભારતને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન