શિન્ઝો એબેનું નિધન : જાપાનના રાજકારણમાં પ્રિન્સ તરીકે કેમ ઓળખાતા એબે?
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે પર થયેલ જીવલેણ હુમલા બાદ તેમનું નિધન થઈ ગયું છે.
આ પહેલાં એબે પર થયેલા હુમલાને વડા પ્રધાન ફુમિયો કિશિદાએ એક 'ઘૃણાસ્પદ કાર્ય' ગણાવેલો.

ઇમેજ સ્રોત, Reuters
તેમણે કહ્યું હતું કે હુમલાખોરના હેતુ વિશે હજુ સુધી ખબર નથી પડી શકી પરંતુ હાલના ચૂંટણીપ્રચાર સાથે સંબંધ હોવાની વાત નકારી ન શકાય.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જાપાનના પબ્લિક બ્રૉડકાસ્ટર એનએચકેના અહેવાલ અનુસાર, તેઓ જાપાનના નારા શહેરમાં એક ભાષણ આપી રહ્યા હતા તે સમયે તેમના પર હુમલો થયો હતો.
સ્થળ પર હાજર એનએચકેના પત્રકારનું કહેવું છે કે તેમણે પહેલાં ગોળીનો અવાજ સાંભળ્યો અને બાદમાં શિન્ઝો એબેને લોહીથી લથપથ હાલતમાં જોયા.
જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે શુક્રવારે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા શહેર નારામાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શિન્ઝો એબેની લિબરલ ડેમૉક્રેટિક પાર્ટીએ કહ્યું છે કે શિન્ઝો એબેને પાછળથી ગોળી મારવામાં આવી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી હતી અને તેમના નિધન પર દુખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું કે "પૂર્વ વડા પ્રધાન એબે શિન્ઝોને માન આપતા નવ જુલાઈ 2022ના એક દિવસનો રાષ્ટ્રીય શોક રાખવામાં આવશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

હુમલાખોર કોણ છે?

ઇમેજ સ્રોત, NHK
એનએચકે અનુસાર, હુમલાખોરની ઓળખ 41 વર્ષીય તેત્સુયા યામાગામી તરીકે કરવામાં આવી છે. હુમલાખોર ગ્રે ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર રૉયટર્સ અનુસાર, તેણે કહ્યું કે તેને એબેથી અસંતોષ હતો અને તેમની હત્યા કરવા માગતો હતો.
રક્ષા મંત્રાલયનાં સૂત્રોના હવાલાથી એનએચકેએ જણાવ્યું કે "તે સંદિગ્ધ સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય અને તેણે હૅન્ડમેડ ગનથી ગોળી મારી હતી. 2005 સુધી તેણે ત્રણ વર્ષ સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં કામ કર્યું હતું."

ઇમેજ સ્રોત, YOMIURI
હુમલો થયો તે સમયે ત્યાં હાજર એક મહિલાએ એનએચકેને જણાવ્યું, "પૂર્વ વડા પ્રધાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમની પાછળ ગઈ. પહેલી ગોળીનો અવાજ જોરથી આવ્યો. ત્યારે શિન્ઝો એબે પડ્યા ન હતા. જ્યારે બીજી ગોળી વાગી તો તેઓ ઢળી પડ્યા."
- "લોકોએ તેમને ચારેબાજુથી ઘેરી લીધા હતા. હુમલાખોરે ટી-શર્ટ પહેરી હતી. તે ત્યાંથી ભાગ્યો ન હતો. તે નજીકમાં જ ઊભો રહ્યો હતો અને બંદૂક પણ ત્યાં જ પડી હતી. પોલીસે શકમંદને ઘટનાસ્થળેથી જ પકડ્યો છે."

કોણ હતા શિન્ઝો એબે જેઓ જાપાનની રાજનીતિના પ્રિન્સકહેવાતા?

ઇમેજ સ્રોત, NHK
જાપાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી શિન્તારો આબેના પુત્ર શિન્ઝો એબેને ત્યાંની રાજનીતિના પ્રિન્સ કહેવામાં આવતા હતા. તેઓ જાપાનની રાજનીતિ પર પકડ ધરાવતા પરિવારમાંથી આવતા હતા. તેમના દાદા નોબુસુકે કિશી જાપાનના વડા પ્રધાન રહ્યા હતા.
2006માં, તેઓ બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાનના સૌથી યુવા વડા પ્રધાન બન્યા હતા. અને તે જ વર્ષે સપ્ટેમ્બરમાં, તેમણે બીમારીના કારણે તેમનું પદ છોડી દીધું. 2012માં, એબે ફરી વડા પ્રધાન બન્યા.
વર્ષ 2014 અને 2017માં, તેઓ ફરીથી વડા પ્રધાન પદે ચૂંટાયા. જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહેવાનો રેકૉર્ડ તેમના નામે હતો.
પાર્ટીએ તેના બંધારણમાં સુધારો કરીને તેમને પાર્ટીના વડા તરીકે ત્રીજી ટર્મની તક આપી હતી.

આબેની જીવન ઝરમર
- શિન્ઝો આબે જાપાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શિન્તારો આબેના પુત્ર અને જાપાનના પૂર્વ વડા પ્રધાન નોબુસુકે કિશીના પૌત્ર હતા.
- આબે પહેલીવાર 1993માં સાંસદ બન્યા હતા.
- 2006માં, તેઓ બીજા વિશ્વ યુદ્ધ પછી જાપાનના સૌથી યુવા વડા પ્રધાન બન્યા.
- જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહેવાનો રેકૉર્ડ તેમના નામે હતો.
- એબેના જીવનનું સૌથી મોટું ધ્યેય જાપાનની લશ્કરી શક્તિને પુનઃસ્થાપિત કરવાનું હતું.
- શિન્ઝો એબેની અર્થનીતિને દુનિયાએ 'એબેનૉમિક્સ' નામ આપ્યું હતું.
- એબેએ 28 ઑગસ્ટ 2020ના રોજ સ્વાસ્થ્યના કારણોસર પદત્યાગની જાહેરાત કરી હતી.

વિવાદાસ્પદ રાષ્ટ્રવાદી

ઇમેજ સ્રોત, Tomohiro Ohsumi
શિન્ઝો એબે સંરક્ષણ અને વિદેશી બાબતો પર તેમના આક્રમક વલણ માટે જાણીતા હતા.
એબે બીજા વિશ્વયુદ્ધ પછી અમલમાં આવેલા જાપાનના શાંતિવાદી બંધારણમાં સુધારો કરવા માગતા હતા.
તેમના રાષ્ટ્રવાદી મંતવ્યોને કારણે ઘણીવાર ચીન અને દક્ષિણ કોરિયા સાથેના સંબંધોમાં તણાવ સર્જાતો હતો.
2015માં, એબેએ જાપાની સૈન્યને તેમના સાથીઓની રક્ષા માટે તહેનાત કરવાની હિમાયત કરી. જાપાન અને પડોશી દેશોના લોકોએ આ લશ્કરીકરણનો સખત વિરોધ કર્યો. પરંતુ વિરોધને બાયપાસ કરીને જાપાનની સંસદે આ વિવાદાસ્પદ ફેરફારને મંજૂરી આપી હતી.
એબેના જીવનનું સૌથી મોટું ધ્યેય જાપાનની લશ્કરી શક્તિને પુનઃસ્થાપિત કરવાનું હતું. તેમનું સપનું હજુ અધૂરું છે અને આ વિષય જાપાનના રાજકારણમાં ખૂબ જ વિભાજનકારી મુદ્દો રહ્યો છે.

અર્થતંત્રના પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
એબે માત્ર જાપાનની સૈન્ય શક્તિને પુનર્જીવિત કરવાના તેમના પ્રયત્નો ઉપરાંત અર્થતંત્ર પરની તેમની વિશિષ્ટ ફિલસૂફી માટે પણ જાણીતા હતા.
શિન્ઝો એબેની અર્થવ્યવસ્થા પરની નીતિને દુનિયાએ 'એબેનૉમિક્સ' નામ આપ્યું હતું.
આ પગલાંઓ થકી પ્રથમ કાર્યકાળમાં જાપાનનો વિકાસ દર વધ્યો, પરંતુ તે પછી અર્થવ્યવસ્થા ધીમી પડી. ઘણા નિષ્ણાતો એબેનૉમિક્સની અસરકારકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
અર્થવ્યવસ્થાને સંભાળવાનો તેમનો પ્રયાસ 2020માં નિષ્ફળ જતો જણાયો. જાપાન 2015 પછી પ્રથમ વખત આર્થિક મંદીમાં પ્રવેશ્યું. એ પછી આખું વિશ્વ કોવિડની પકડમાં આવી ગયું.
કોવિડ સામે રક્ષણ આપવા માટે, જાપાન સરકારે સમગ્ર દેશમાં ફેસ માસ્કનું વિતરણ કર્યું, જેને એબેનૉમાસ્ક કહેવામાં આવતું હતું.
માસ્કની નાની સાઇઝ અને લોકો સુધી પહોંચવામાં તેમના વિલંબને કારણે તેમની ઘણી ટીકા થઈ હતી.

અફવાઓ અને રાજીનામા

ઇમેજ સ્રોત, Reuters
ઑગસ્ટ 2020થી, શિન્ઝો એબેના સ્વાસ્થ્ય વિશે અનેક અફવાઓ ઉડવાનું શરૂ થયું. એક મૅગેઝીને દાવો કર્યો હતો કે એબેને તેમની ઑફિસમાં લોહીની ઉલટી થઈ હતી.
જાપાનના મુખ્ય કૅબિનેટ સચિવ યોશિહિદે સુગાએ શરૂઆતમાં આ અહેવાલોને નકારી કાઢ્યા હતા, પરંતુ શિન્ઝો એબેને 17 ઑગસ્ટના રોજ ટોક્યોની કેયો યુનિવર્સિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ અટકળો વધુ તીવ્ર બની હતી.
અંતે, 28 ઑગસ્ટના રોજ એબેએ તેમના રાજીનામાની જાહેરાત કરી. પરંતુ તેમણે તેમની પાર્ટી એડીપીમાં કોઈ ઉત્તરાધિકારીની જાહેરાત કરી ન હતી.
જેના કારણે પાર્ટીમાં નેતૃત્વ માટે આંતરિક સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં યોશીહિદે સુગા વિજયી થયા.

'જાપાનમાં અપવાદરૂપ કિસ્સામાં થાય છે હિંસા'

ઇમેજ સ્રોત, TORU HANAI/REUTERS
જાપાનમાં વૉશિંગ્ટન પોસ્ટના બ્યૂરો ચીફ મિશેલ યે હી લીએ ટ્વીટ કરીને કહ્યું, "જાપાનમાં શિન્ઝો એબે હાલમાં પણ ઘણા લોકપ્રિય છે. જાપાનમાં અપવાદરૂપ કિસ્સામાં હિંસા થાય છે."
જાપાનમાં હાઇપ્રોફાઇલ હત્યા કે પછી હત્યાનો પ્રયાસનો ઇતિહાસ રહ્યો છે. તેમાં વર્ષ 1932માં એક નેવી અધિકારીએ જાપાનના વડા પ્રધાન ઇનુકાઈ સુયોશીની હત્યા કરી નાખી હતી. આ હત્યા સત્તાપલટો કરવાનો નિષ્ફળ પ્રયાસ હતો.
જાપાનનો સમાવેશ એવા દેશોમાં થાય છે, જ્યાં હથિયારો રાખવાને લઈને કડક કાયદા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














