You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો, અત્યાર સુધી શું-શું થયું?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, બીબીસી સંવાદદાતા, વારાણસી
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સરવે પૂરો થયા બાદ આજે એટલે કે મંગળવારના અહીંની સિવિલ અદાલતમાં રિપોર્ટ રજૂ કરી શકાય છે.
કોર્ટે 12મી મેના આદેશ અનુસાર મસ્જિદ પરિસરની વીડિયોગ્રાફી કરાવવાની હતી. શનિવારના પરિસરનો સરવે શરૂ થયો હતો જે સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો અને સોમવારના પૂરો થયો છે.
કોર્ટના આદેશ અનુસાર સરવેનો રિપોર્ટ આજે રજૂ કરાશે.
સોમવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સરવે પૂરો થયા બાદ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરમાં શિવલિંગ મળ્યું છે. ત્યાર બાદ સ્થાનિક કોર્ટે તે સ્થળને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.
વકીલ હરિશંકર જૈનના વકીલ વિષ્ણુ જૈન, આ મામલાના સરકારી વકીલ અને બનારસના ડીજીસી સિવિલ મહેન્દ્ર પાંડે અને અંજુમન ઇંતેજામિયાના વકીલ રઇસ અંસારીએ આ ઑર્ડરની પુષ્ટિ કરી હતી.
કોર્ટે આદેશમાં કહ્યું, "જિલ્લા મૅજિસ્ટ્રેટ વારાણસીને આદેશ આપવામાં આવે છે કે જે સ્થળે શિવલિંગ મળ્યું છે, તે સ્થળને તાત્કાલિક સીલ કરવામાં આવે અને સીલ કરવામાં આવેલા સ્થળ પર તમામ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવે છે."
બનારસના જિલ્લાધિકારી કૌશલ શર્માએ કોર્ટના આદેશની પુષ્ટિ કરતા બીબીસીને કહ્યું કે તેમની ટીમ ત્યાં પહોંચી રહી છે અને વજૂના તળાવવાળા વિસ્તારને સીલ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું, "આ વિસ્તાર 30 બાય 30 ફૂટનો છે અને તેને પહેલાંથી કવર કરવામાં આવ્યો છે. તેમાં ત્રણ દરવાજા છે. પ્રશાસન આ ત્રણ દરવાજાને બંધ કરીને સીલ કરી દેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સરવે પૂરો થયા બાદ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરમાં શિવલિંગ મળ્યું છે. ત્યાર બાદ સ્થાનિક કોર્ટે તે સ્થળને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે.
વકીલ હરિશંકર જૈનના વકીલ વિષ્ણુ જૈન, આ મામલાના સરકારી વકીલ અને બનારસના ડીજીસી સિવિલ મહેન્દ્ર પાંડે અને અંજુમન ઇંતેજામિયાના વકીલ રઇસ અંસારીએ આ ઑર્ડરની પુષ્ટિ કરી છે.
કોર્ટે આદેશમાં કહ્યું, "જિલ્લા મૅજિસ્ટ્રેટ વારાણસીને આદેશ આપવામાં આવે છે કે જે સ્થળે શિવલિંગ મળ્યું છે, તે સ્થળને તાત્કાલિક સીલ કરવામાં આવે અને સીલ કરવામાં આવેલા સ્થળ પર તમામ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવે છે."
બનારસના જિલ્લાધિકારી કૌશલ શર્માએ કોર્ટના આદેશની પુષ્ટિ કરતા બીબીસીને કહ્યું કે તેમની ટીમ ત્યાં પહોંચી રહી છે અને વજૂના તળાવવાળા વિસ્તારને સીલ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું, "આ વિસ્તાર 30 બાય 30 ફૂટનો છે અને તેને પહેલાંથી કવર કરવામાં આવ્યો છે. તેમાં ત્રણ દરવાજા છે. પ્રશાસન આ ત્રણ દરવાજાને બંધ કરીને સીલ કરી દેશે."
પાંચ મહિલાઓએ કોર્ટમાં અરજી કરીને જ્ઞાનવાપી મસ્જિદની પાછળના ભાગમાં મા ઋંગાર ગૌરીની પૂજા અને દર્શન કરવાની માગ કરી હતી. તેમણે પ્લૉટ નંબર 9130ના નિરીક્ષણ અને વીડિયોગ્રાફીની માગ પણ કરી હતી જેને મંજૂરી આપતા કોર્ટે નિરીક્ષણ અને તેની વીડિયોગ્રાફીના આદેશ આપ્યા હતા.
મુસ્લિમ પક્ષની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સરવેની વિરુદ્ધ મસ્જિદ પ્રબંધનની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારના સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી.વાઈ.ચંદ્રચૂડ અને પીએસ નરસિમ્હાની પીઠ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો જોનારી પ્રબંધન સમિતિ 'અંજુમન ઇંતેજામિયા મસાજિદ' ની અરજી પર સુનાવણી કરશે.
ગત સપ્તાહ મુસ્લિમ પક્ષની અરજી પર ધાર્મિક પરિસરના સર્વેક્ષણની વિરુદ્ધ યથાસ્થિતિના કોઈ પણ અંતરિમ આદેશને પસાર કરવાથી ઇન્કાર કરી દીધો હતો. પરંતુ પ્રધાન ન્યાયાધીશની આગેવાનીવાળી બૅન્ચ સુનાવણી માટે અરજીને લિસ્ટ કરવા માટે વિચાર કરવા પર સહમત થઈ ગઈ છે.
સોમવારના જ્ઞાનવાપી મસ્જિદનો સરવે પૂરો થઈ ગયો છે. ત્રણ અને આખરી દિવસે હિંદુ પક્ષનો દાવો છે કે સરવે દરમિયાન મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યું છે જોકે મુસ્લિમ પક્ષ આ દાવાને ફગાવે છે.
મસ્જિદ કમિટિએ કોર્ટ કમિશ્નરના સરવે અને નિમણૂકને પડકાર આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. જેની પર આજે સુનાવણી થશે.
શિવલિંગના દાવાને લઈને આરોપ
વજૂના તળાવમાં શિવલિંગના દાવા વિશે અંજુમન ઇંતેજામિયાના વકીલ રઇસ અહમદનું કહેવું છે, "જેને તેઓ શિવલિંગ કહે છે, તે એક વજૂખાનામાં વચ્ચે લગાવેલો એક ફુવારો છે."
"તે નીચેથી પહોળો હોય છે અને ઉપરથી સાંકડો હોય છે. તેનો આકાર શિવલિંગ જેવો હોય છે. એ લોકો ફુવારાને શિવલિંગ કહી રહ્યા છે અને તેના આધારે તેમણે મોટો વિવાદ ઊભો કરી દીધો છે."
તેઓ આગળ કહે છે, "આજે કોર્ટ બેસી નથી અને આજે આખો દિવસ કોર્ટનો બૉયકોટ છે, આજે કૉન્ડોલન્સ પણ છે. તેમ છતાં આ પત્ર આપવામાં આવ્યો. આ વિશે અમને કોઈ જાણ પણ ન કરાઈ અને અમને કૉપી પણ ન આપી. સામાન્ય રીતે સુનાવણી બે વાગ્યે શરૂ થતી હોય છે પણ આજે 12 વાગ્યે જ ઑર્ડર આપી દેવાયો."
શું મસ્જિદનો પ્રવેશદ્વાર બંધ થશે?
જ્યારે કૌશલ શર્માને પૂછવામાં આવ્યું કે મસ્જિદનો પ્રવેશદ્વાર બંધ કરવામાં આવશે કે કેમ? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું, "ના, એવું બિલકુલ નથી."
"આ મસ્જિદની અંદર ખુલ્લા વિસ્તારમાં બનાવેલું કૃત્રિમ તળાવ છે. જેમાં ત્રણ દરવાજા છે અને તેને બંધ કરવામાં આવશે. આ સમગ્ર પરિસરનો દસ ટકા ભાગ હશે. બાકીનું પરિસર મુસ્લિમ સમુદાય ઉપયોગમાં લઈ શકશે."
તેમણે વધુમાં કહ્યું, "આ જગ્યા સીલ થતા વજૂ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે. જેના માટે સ્થાનિક પ્રશાસન મદદ કરશે."
શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરતી અરજી
કોર્ટે આ આદેશ વકીલ હરિશંકર જૈનની અરજી પર આપ્યો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે કમિશનની કાર્યવાહી દરમિયાન શિવલિંગ મસ્જિદ કૉમ્પલેક્સની અંદર મળી આવ્યું છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે આ બહુ મહત્ત્વપૂર્ણ પુરાવો છે, જેથી સીઆરપીએફને આદેશ આપવામાં આવે કે તેઓ તેને સીલ કરી દે.
અરજીમાં એ પણ માગ કરવામાં આવી હતી કે ડીએમને આદેશ આપવામાં આવે કે ત્યાં મુસ્લિમો માટે પ્રવેશ વર્જિત કરી દેવામાં આવે. માત્ર 10 મુસ્લિમોને નમાજ માટે મંજૂરી આપવામાં આવે અને તેમને વજૂ કરવાથી પણ રોકવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે પ્રાપ્ત થયેલા શિવલિંગને સંરક્ષિત કરવું જરૂરી છે.
વિશ્વ હિન્દુ પરિષદની ખુશી, કેશવપ્રસાદ મૌર્યે કહ્યું, "પૌરાણિક સંદેશ".
ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યે ટ્વીટ કરીને જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર સનાતન હિંદુ ધર્મનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે ટ્વીટ કર્યું, "બુદ્ધ પૂર્ણિમાના અવસર પર જ્ઞાનવાપીમાં બાબા મહાદેવના પ્રાગટ્યે દેશની સનાતન હિંદુ પરંપરાને એક પૌરાણિક સંદેશ આપ્યો છે."
વિશ્વ હિંદુ પરિષદે પણ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર પોતાની ટિપ્પણીમાં ખુશી વ્યક્ત કરી છે.
વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું, "વારાણસીના જ્ઞાનવાપી મંદિરમાં સર્વે દરમિયાન એક રૂમમાં શિવલિંગ મળ્યું. ઘણા આનંદના સમાચાર છે. તેને બન્ને પક્ષો અને તેમના વકીલોની ઉપસ્થિતિમાં પ્રાપ્ત કરવામાં આવ્યું. તે મંદિર છે, અત્યારે પણ છે, 1947માં પણ હતું... એ સ્વયં સિદ્ધ થઈ ગયું છે. હું આશા રાખું છું કે તેને સમગ્ર દેશવાસીઓ સ્વીકાર કરશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો