You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'એલન મસ્ક જેટલું પૈસાદાર થવું છે' - ટ્વિટર નવા માલિકને લોકોએ શું કહ્યું? - સોશિયલ
આખરે ટ્વિટરને એલન મસ્કે ખરીદી લીધું છે અને તેના માટે તેમણે 44 બિલિયન ડૉલર જેવી મોટી કિંમત ચૂકવી છે.
આ પહેલાં એલન મસ્કે ટ્વિટરમાં આશરે 9% જેટલી ભાગીદારી ખરીદી હતી. પરંતુ ત્યારબાદ તેમણે ટ્વિટરને ખરીદવાની ઑફર આપી હતી, જેને કંપનીએ સ્વીકારી લીધી છે.
જ્યારથી એ જાહેરાત થઈ છે કે 44 બિલિયન ડૉલરમાં દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર કંપની ખરીદી લીધી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે.
લોકો અવનવી રીતે મજાકિયા અંદાજમાં આ ડીલ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે.
લોકોએ શું કહ્યું?
કેટલાક લોકો એલન મસ્કનું વર્ષ 2017નું એક ટ્વીટ શોધી લાવ્યા છે જેમાં તેમણે ટ્વિટરને ખરીદવાની વાત કહી હતી.
કોલ્ડ પ્લેયર નામના ટ્વિટર અકાઉન્ટ પરથી મજાકિયા અંદાજમાં લખાયું છે કે હવે આગામી કંપની એમેઝોન હશે જેને એલન મસ્ક ખરીદશે.
રિયા સૈની નામનાં ટ્વિટર યૂઝર પણ ફની મીમ શૅર કરી આ ચર્ચાનો ભાગ બન્યાં
રોબોટ એલિયન નામના ટ્વિટર હેન્ડલ પરથી લખાયું, “બસ, લાઇફમાં આટલું પૈસાદાર બનવું છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનુરાગ લાઇવે કંઈક આ રીતે ટ્વીટ કર્યું.
મંજુલ ખટ્ટરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એલન મસ્કને લઈને ટ્વીટ શૅર કર્યું.
કેટલાક લોકોને પોતાની નોકરીની પણ ચિંતા છે. નેડ માઇલ્સ ટ્વીટ કરતાં લખે છે, “કોઈ મને કહી શકે છે કે હું હવે છું કે મને કાઢી મૂકાયો છે?”
એલન મસ્કે ટ્વિટર ખરીદતા હવે ભારતીય CEO પરાગ અગ્રવાલ મુદ્દે પણ લોકો ખૂબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ઇન્ડિયન મીમ્સ એન્ડ ટ્વીટ્સ નામના ટ્વિટર અકાઉન્ટ પરથી પરાગ અગ્રવાલ મુદ્દે આ ટ્વીટ કરવામાં આવ્યું છે.
બૂહિરગોતો નામના ટ્વિટર હેન્ડલ પરથી લખાયું, આ છે પરાગ અગ્રવાલની નવી પરિયોજના
ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કે શું કહ્યું?
ગત રાત્રે મસ્કે એક નિવેદન બહાર પાડીને ટ્વીટ કર્યું, "અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય એ કાર્યશીલ લોકશાહીનો આધાર છે, અને ટ્વિટર ડિજિટલની દુનિયાનો એક ટાઉન સ્ક્વૅર છે જ્યાં માનવતાના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ મામલા પર ચર્ચા થાય છે. હું નવી સુવિધાઓ સાથે ટ્વિટરને પહેલાં કરતાં બહેતર બનવવા માગું છું. લોકોમાં પ્લૅટફૉર્મને લઈને વિશ્વાસને વધારવા માટે અલ્ગોરિધમને ઓપન-સોર્સ બનાવવું, સ્પૅમ બૉટ્સ હઠાવવું અને તમામ લોકોની ઓળખ પ્રમાણિત કરવું તેમાં સામેલ હશે."
"ટ્વિટરમાં જોરદાર ક્ષમતા છે, હું તેને અનલૉક કરવા માટે કંપની અને યુઝરોની કૉમ્યુનિટી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું."
કોણ છે એલન મસ્ક?
ફૉર્બ્સ પ્રમાણે એલન મસ્ક હાલ દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ છે જેમની પાસે 268.2 બિલિયન ડૉલરની સંપત્તિ છે.
તેઓ ટેસ્લામાં 21%ની માલિકી ધરાવે છે. તેમની કંપની સ્પેસ એક્સની કિંમત 74 બિલિયન ડૉલર છે.
તેમનું પાલન પોષણ દક્ષિણ આફ્રિકામાં થયું હતું અને તેઓ 17 વર્ષની વયે કૅનેડા જતા રહ્યા હતા.
એલન મસ્ક યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાં ટ્રાન્સફર સ્ટુડન્ટ તરીકે અમેરિકા પહોંચ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો