NEET પરીક્ષામાં ઓબીસી અનામત ન મળવાનું સત્ય શું છે - ફૅક્ટ ચેક

અનામતની માગ કરતી વિદ્યાર્થીની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે 12 સપ્ટેમ્બરે મેડિકલમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા યોજાશે

દેશમાં નેશનલ એલિજિબિલિટી ઍન્ટ્રન્સ ટેસ્ટ એટલે નીટ પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. આ વર્ષે 12 સપ્ટેમ્બરે મેડિકલમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા યોજાશે, પરંતુ તે પહેલાં આ પરીક્ષામાં ઓબીસી અનામત ન આપવા અંગેના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

બુધવારે RJDના નેતા તેજસ્વી યાદવે એક ડેટા શૅર કરતાં ટ્વીટ કર્યું, ''મોદી સરકાર કેમ નથી ઇચ્છતી કે પછાત વર્ગના વિદ્યાર્થીઓ ડૉક્ટર બને? આખરે ભાજપને દેશના 60 ટકાથી વધારે વસતીવાળા પછાત અને અતિપછાત વર્ગથી નફરત કેમ? નીતીશ કુમાર જેવા ભાજપના સહયોગીઓ NEET પરીક્ષામાં અનામત કેમ ખતમ કરવા માગે છે? મોદીજીને ઓબીસીથી આટલી ઘૃણા કેમ છે?''

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

દાવો કરાય છે કે 2017થી 2021 સુધીમાં 11 હજાર ઓબીસી વિદ્યાર્થીઓને અનામતનો લાભ નથી મળ્યો અને આ બેઠકો સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને મળી હતી.

રાજકીય પક્ષો કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો લાભ અપાઈ રહ્યો છે, તો ઓબીસી વર્ગને કેમ નથી મળી રહ્યો.

બીબીસીએ આ મામલાને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કર્યો. શું ખરેખર ઓબીસીને મળનારા 27 ટકા અનામતનો લાભ નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને નથી મળી રહ્યો? જો આવું થઈ રહ્યું છે, તો તેની પાછળ કારણ શું?

line

'ઑલ ઇન્ડિયા ક્વોટા' શું છે?

વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑલ ઇન્ડિયા ક્વોટા રાજ્યની હેઠળ આવનારી મેડિકલ કૉલેજોમાં બેઠકોનો એ ભાગ છે જે રાજ્યની કૉલેજો કેન્દ્ર સરકારને આપે છે.

આને સમજવા માટે થોડું પાછળ જવું પડશે. દેશનાં બધાં રાજ્યોની મેડિકલ સંસ્થાઓમાં વર્ષ 1984માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 'ઑલ ઇન્ડિયા ક્વોટા' (AIQ) લાગુ કરાયો હતો.

આ ઑલ ઇન્ડિયા ક્વોટા રાજ્યની હેઠળ આવનારી મેડિકલ કૉલેજોમાં બેઠકોનો એ ભાગ છે, જે રાજ્યની કૉલેજો કેન્દ્ર સરકારને આપે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે બધાં રાજ્યો પોતાની મેડિકલ કૉલેજોની 15 ટકા અંડર ગ્રૅજ્યુએટ બેઠકો અને 50 ટકા પોસ્ટ ગ્રૅજ્યુએટ બેઠકો કેન્દ્ર સરકારને આપશે.

કેન્દ્ર સરાકરના ભાગે આવેલી આ બેઠકોને 'ઑલ ઇન્ડિયા ક્વોટા'નું નામ આપવામાં આવ્યું હતું. આ બેઠકો પર દેશનાં કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે.

આવું એ માટે કરાયું કારણ કે મોટાભાગનાં રાજ્યોની કૉલેજોમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.

ઑલ ઇન્ડિયા ક્વોટાની બેઠકોના કાઉન્સિલિંગનું કામ કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય (ડીજીએચએસ) કરે છે.

આ સિવાયની બેઠકો રાજ્યના ફાળે હોય છે અને તેના પર રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ કાઉન્સિલિંગ કરે છે. આ બેઠકો મોટાભાગનાં રાજ્યોના વિદ્યાર્થીઓને જ ફાળવવામાં આવે છે. વર્ષ 1985થી 2007 સુધી ઑલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર અનામતની કોઈ જોગવાઈ નહોતી.

line

2007માં શરૂ થયેલા ઑલ ઇન્ડિયા ક્વોટામાં અનામતની લડત

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, NurPhoto

ઇમેજ કૅપ્શન, કેન્દ્ર સરાકરના ભાગે આવેલી આ બેઠકોને 'ઑલ ઇન્ડિયા ક્વોટા'નું નામ આપવામાં આવ્યું હતું. આ બેઠકો પર દેશનાં કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે.

વર્ષ 2007માં સુપ્રીમ કોર્ટે ઑલ ઇન્ડિયા ક્વોટામાં અનામત લાગુ કરવાનું કહ્યું અને રાજ્ય સરકારોની જેમ જ કેન્દ્ર સરકારના ભાગની બેઠકો પર પણ અનામત લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

આમાં 7.5 ટકા અનામત અનુસૂચિત જનજાતિઓ માટે અને 15 ટકા અનામત આનુસૂચિત જાતિઓ માટે આપવામાં આવી હતી. અહીં ઓબીસીને અનામત આપવાનો ઉલ્લેખ નહોતો કરાયો.

ત્યાર બાદ વર્ષ 2010માં મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા નીટ પરીક્ષાના રેગ્યુલેશનને લઈને આવી અને નીટ દેશભરમાં પૂર્ણરૂપે લાગુ વર્ષ 2017માં કરાઈ. હવે કોઈ પણ વિદ્યાર્થીઓને મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપવી પડે છે અને આના કટઑફથી ઑલ ઇન્ડિયા ક્વોટા હેઠળ પ્રવેશ મળી શકે છે.

પરંતુ જો કોઈ ઓબીસી વિદ્યાર્થી રાજ્ય સરકારની મેડિકલ કૉલેજમાં ઑલ ઇન્ડિયા ક્વોટા હેઠળ પ્રવેશ લે તો તેને 27 ટકા અનામતનો લાભ નથી મળતો.

line

'ચાર વર્ષમાં 11 હજારથી વધારે વિદ્યાર્થીઓનો હક માર્યો ગયો'

વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Pacific Press/Getty

ઇમેજ કૅપ્શન, આ પરીક્ષામાં ઓબીસી અનામત ન આપવા અંગેના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

દેશભરમાં કેન્દ્ર સરકાર અને પીએસયુમાં કામ કરી રહેલા લગભગ 40થી વધારે ઓબીસી વર્ગનાં સંગઠનોના સમૂહ 'ઑલ ઇન્ડિયા ઓબીસી ફેડરેશને' કેન્દ્ર સરકાર પર ઓબીસી વિદ્યાર્થીઓને તેમના અધિકારથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો છે.

આ ફેડરેશનનો દાવો છે કે 27 ટકા ઓબીસી અનામતનો લાભ વર્ષ 2017થી 2020 સુધી વિદ્યાર્થીઓને ન મળ્યો, જેનાથી 11 હજારથી વધારે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. આ નુકસાનનો લાભ સામાન્ય વર્ગના લોકોને થયો છે.

વર્ષ 2017થી લઈને 2020 દરમિયાન આ બેઠકો પર ઓબીસી આરક્ષણ ન મળવાથી પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ (મેડિકલ-એમડી, એમએસ)માં 7.307 અંડર ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ (મેડિકલ-એમડી,એમએસ)માં 3,207 પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ (ડેન્ટલ)માં 262 અને અંડર ગ્રૅજ્યુએટ પ્રોગ્રામમાં 251 વિદ્યાર્થીઓને નુકસાન થયું છે.

આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાના ટ્વીટમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે.

ફેડરેશનના જનરલ સેક્રેટરી જી. કરુણાનિધિએ બીબીસીને જણાવ્યું, "વર્ષ 2020માં મદ્રાસ હાઈકોર્ટે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલને આ અંગે પૂછ્યું કે જ્યારે કેન્દ્ર સરકારની મેડિકલ સંસ્થાઓમાં ઓબીસીને 27 ટકા અનામત મળી રહી છે, તો ઑલ ઇન્ડિયા ક્વોટામાં કેમ નથી મળી રહી?"

line

મદ્રાસ હાઈકોર્ટનો નિર્દેશ

વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, SOPA Images

ઇમેજ કૅપ્શન, આ ઑલ ઇન્ડિયા ક્વોટા રાજ્યની હેઠળ આવનારી મેડિકલ કૉલેજોમાં બેઠકોનો એ ભાગ છે, જે રાજ્યની કૉલેજો કેન્દ્ર સરકારને આપે છે.

મદ્રાસ હાઈકોર્ટના સવાલ પર મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ કહ્યું, "ઑલ ઇન્ડિયા ક્વોટામાં માત્ર અનુસૂચિત જાતિ અને જનજાતિને જ અનામત આપવાની જોગવાઈ છે, આમાં ઓબીસીને અનામત ન આપી શકાય. આ નિયમ સુપ્રીમ કોર્ટે વર્ષ 2007ના આદેશના આધારે બનાવવામાં આવ્યા હતા. જ્યાર સુધી સુપ્રીમ કોર્ટ આ વર્તમાન પ્રક્રિયામાં ફેરફાર નહીં કરે, આ પ્રક્રિયા આવી રીતે જ ચાલશે."

જોકે હાઈકોર્ટે મેડિકલ કાઉન્સિલની દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આ કોઈ બંધારણીય કે કાયદાકીય રુકાવટ નથી, જેને કારણે ઑલ ઇન્ડિયા ક્વોટામાં ઓબીસી અનામતને રોકી દેવામાં આવે.

તેની સાથે જ મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પાંચ સભ્યોની એક કમિટીનું ગઠન કરીને ઓબીસી અનામત ઑલ ઇન્ડિયા ક્વોટામાં કેવી રીતે લાગુ કરવી, એ નક્કી કરવાનું કહ્યું હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઑલ ઇન્ડિયા ઓબીસી ફેડરેશનના જનરલ સેક્રેટરી જી. કરુણાનિધિ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવે છે કે "મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ પછી આરોગ્ય મંત્રાલયે કમિટી તો બનાવી પરંતુ તેની ભલામણોનું શું થયું એ ખબર નથી. અમે આ વિશે વર્ષ 2020ના નવેમ્બર મહિનામાં તત્કાલીન આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનને ચિઠ્ઠી લખી હતી, પરંતુ એવું ન થયું."

"આ સરકાર ઇચ્છતી હતી કે વધારેથી વધારે લાભ સામાન્ય વર્ગના લોકોને મળે. આ જ કારણ છે કે સતત ઓબીસી લોકોના અધિકારની બેઠકો સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવી."

આ વર્ષે પણ ઑલ ઇન્ડિયા ક્વોટામાં ઓબીસી વિદ્યાર્થીઓ માટે આરક્ષણની જોગવાઈ નથી.

અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે કેન્દ્ર સરકારે મેડિકલ કૉલેજોમાં ઓબીસીને 27 ટકા, અનુસૂચિત જાતિને 15 ટકા અને અનુસૂચિત જનજાતિને 7.5 ટકા અનામત મળે છે.

line

સુપ્રીમ કોર્ટમાં અરજી અને 2021ની નીટ પરીક્ષા

વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, વર્ષ 2007માં સુપ્રીમ કોર્ટે ઑલ ઇન્ડિયા ક્વોટામાં અનામત લાગુ કરવાનું કહ્યું અને રાજ્ય સરકારોની જેમ જ કેન્દ્ર સરકારના ભાગની બેઠકો પર પણ અનામત લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

નીટ પરીક્ષાના વર્ષ 2021ના નૉટિફિકેશનમાં કેન્દ્ર સરકારે આખા મામલા પર પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં કહ્યું કે પાંચ સભ્યોની કમિટીનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો છે અને આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આમ તો સુપ્રીમ કોર્ટમાં 2015ના એક બીજા મામલામાં સુનાવણી ચાલી રહી છે. આ મામલો સલોની કુમારી વિરુદ્ધ કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય (ડીજીએચએસ)નો છે, જેમાં ઑલ ઇન્ડિયા ક્વોટામાં ઓબીસી અનામત ન મળવાને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે આ કારણોસર ઑલ ઇન્ડિયા ક્વોટામાં ઓબીસી અનામત પર કોઈ નિર્ણય ત્યાર સુધી નહીં લેવાય, જ્યાં સુધી સલોની કુમારી કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવી જાય.

ફૅક્ટ: એવું કહેવું કે નીટ પરીક્ષામાં ઓબીસીને મળનાર અનામત ખતમ કરવામાં આવી છે, એ પૂર્ણ રીતે સાચી વાત નથી.

આ આખો વિવાદ માત્ર ઑલ ઇન્ડિયા ક્વોટા સાથે સંકળાયેલો છે અને આ વિવાદ એટલે છે કારણ કે આનાથી સંબંધિત એક કેસ હજી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો