તાલિબાને અફઘાનિસ્તાનના કયા-કયા વિસ્તારોમાં કબજો જમાવી લીધો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
- પદ, સમાચારોનું રિપોર્ટિંગ અને વિશ્લેષણ
ગત સપ્તાહોમાં તાલિબાને અફઘાનિસ્તાનની દક્ષિણ તરફે આવેલા પૂર્વીય પ્રાંતોમાં પોતાના હુમલા વધારી દીધા છે.
પહેલા દેશના ઉત્તરી વિસ્તારો પર તેનું ફોક્સ હતું. તેનાથી હવે દેશની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી ઓછામાં ઓછી 20 પર જોખમ મંડરાઈ રહ્યું છે.
આ તાજેતરના હુમલાઓમાં કાબુલના ઉત્તરે આવેલી એક મહત્ત્વની ઘાટીને પોતાના કબજામાં લેવાનું પણ સામેલ છે, જેનાથી દેશની રાજધાની પર જોખમ વધી ગયું છે.
સામરિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આમાંથી ઘણાં શહેરો મહત્ત્વનાં છે, કારણ કે તેઓ રાષ્ટ્રીય રાજધાની કાબુલને દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ સાથે જોડનારા રાષ્ટ્રીય રાજમાર્ગો પર સ્થિત છે.
આંતરરાષ્ટ્રીય સેના પરત જઈ રહી છે અને શાંતિવાર્તા ઠપ છે, એવામાં ગત પહેલી મેથી તાલિબાને ઘણા જિલ્લાઓ પર કબજો કરી લીધો છે.

પ્રમુખ પ્રાંતીય રાજધાનીની ઘેરાબંધી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રમુખ પ્રાંતની ઘણી રાજધાનીઓની તાલિબાને ઘેરાબંધી કરી લીધી છે. જે શહેરોને તાલિબાને ઘેરી રાખ્યા છે, તે ઉત્તરના એ પ્રાંતોમાં સામેલ છે જેમની સરહદો અફઘાનિસ્તાનને મધ્ય એશિયાના પડોશી દેશો સાથે જોડે છે.
પરંતુ તાલિબાને ગત સપ્તાહે પોતાનું વલણ દક્ષિણ અને પૂર્વનાં શહેરો તરફ વાળી દીધું છે, જેનાથી અફઘાનિસ્તાનની રાજધાનીના આસપાસના વિસ્ત્તારોમાં જોખમ વધી ગયું છે.

ચરિકાર(પરવાન પ્રાંત)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાને પરવાન પ્રાંતસ્થિત ઘોરબંધ ઘાટી પર કબજો કરી લીધો છે, જે રણનીતિક દૃષ્ટિકોણથી મહત્ત્વનો છે.
તેનાથી આ પ્રાંતની રાજધાની ચરિકાર પર જોખમ વધી ગયું છે, જે કાબુલ, ઘોરબંધ અને હાલમાં જ અમેરિકન સેના દ્વારા ખાલી કરવામાં આવેલા બગરામ હવાઈમથકથી ફકત 60 કિલોમીટર દૂર છે.
પરવાનને સુરક્ષિત બમિયાન પ્રાંતથી જોડનારો મુખ્ય માર્ગ પણ આ જ ઘાટીથી થઈને પસાર થાય છે.
11 જુલાઈએ તાલિબાને કથિત રીતે બમિયાનના કોહમાર્દ જિલ્લા પર કબજો કરી લીધો હતો, જે આ સમૂહના નિયંત્રણમાં આવનાર પ્રાંતનો પહેલો જિલ્લો હતો.

કંદહાર શહેર(કંદહાર પ્રાંત)
કંદહારમાં શોરબક, અર્ગેસ્નતાન, માઈવાંડ, ખાકરેજ, પંજવાઈ, મરુફ, શાહ વાલી કોટ અને ઘોરક જિલ્લા પર કબજા બાદ હવે પ્રાંતની રાજધાની કંદહાર શહેરની આસપાસ અથડામણની માહિતી મળી છે.
જો તાલિબાનનો આ પ્રાંત પર હુમલો ચાલુ રહેશે તો પાકિસ્તાનમાં કંદહારને બલૂચિસ્તાન સાથે જોડનારી સ્પિન બોલ્ડકે-ચમન બૉર્ડર ક્રૉસિંગ જોખમમાં મુકાઈ શકે છે.

ગઝની શહેર(ગઝની પ્રાંત)

ઇમેજ સ્રોત, Getty Images
એક વધુ પ્રાંતની રાજધાનીને તાલિબાનનાં વધતાં પગલાંથી જોખમ છે, જે મધ્ય અફઘાનિસ્તાનનું ગઝની શહેર છે. તાલિબાન ઘણાં વર્ષોથી બહુજાતીય પ્રાંતમાં સક્રિય રહ્યું છે.
વર્ષ 2018માં કેટલાક સમય માટે રાજધાનીના એક મોટા હિસ્સા પર તેનું નિયંત્રણ રહ્યું છે.
ગઝની શહેર પાસે તાલિબાન અને અફઘાન સેના વચ્ચેનો સંઘર્ષ ઝડપથી વધી રહ્યો છે.
ખાનગી સમાચાર સંસ્થા ટોલો ન્યૂઝ ટીવીના 12 જુલાઈના અહેવાલ મુજબ પ્રાંતીય પરિષદના પ્રમુખ નાસિર અહમદ ફકીરીનું કહેવું છે કે પ્રાંતીય રાજધાનીના 50 ટકા ભાગ સુધી તાલિબાનનું નિયંત્રણ હોઈ શકે છે.
ગઝનીની સરહદ આઠ પ્રાંત સાથે જોડાયેલી છે. રાજધાનીને દક્ષિણ અફઘાનિસ્તાન સાથે જોડનારો કાબુલ-કંદહાર હાઈવે આ પ્રાંતથી થઈને પસાર થાય છે.

જરંજ (નિમરોજ પ્રાંત)
દક્ષિણી પ્રાંત નિમરોજના જિલ્લા ચખનપુર અને ડેલારામના પતન બાદ પ્રાંતીય રાજધાની જરંજ અને ઈરાન સાથે જોડાયેલી મિલક-જરંજ બૉર્ડર ક્રૉસિંગ પર જોખમ વધી રહ્યું છે.
મિલક-જરંજ ક્રૉસિંગ અફઘાનિસ્તાનને ઈરાનના ચાબહાર બંદર સાથે જોડે છે, જેને ઓમાનની ખાડીમાં ભારતે વિકસિત કર્યું છે.

કાલા-એ નવા(બદગીસ પ્રાંત)
તાલિબાને પશ્ચિમોત્તર સરહદ પ્રાંતના અન્ય બધા જિલ્લાઓ પર કબજો કર્યા બાદ રાજધાની પર સતત હુમલા શરૂ કરી દીધા છે.
તાલિબાન સમર્થક ઘણા ટીકાકારોએ બદગીસ પર હુમલાનો એવો દાવો કરી ઉજવણી કરી છે કે આ સમૂહના લડાકુનું શહેરમાં ત્યારે સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે તેમણે કલા-એ-નૌ જેલથી કેદીઓને મુક્ત કરાવ્યા.
પરંતુ કલા-એ-નૌમાં સરકારી સેનાએ પલટવાર શરૂ કર્યો અને બદગીસના ગવર્નર હસમુદ્દિન શમ્સે સાત જુલાઈએ ટોલો ટીવીને જણાવ્યું કે "તાલિબાનને પાછળ ધકેલી દેવાયું છે."

મજાર-એ-શરીફ(બલ્ખ પ્રાંત)

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનના ઉત્તર અને પૂર્વોત્તર પ્રાંતના કેટલાક અન્ય વિસ્તારો પર નિયંત્રણ બાદ જૂનના અંતમાં તાલિબાને મજાર-એ-શરીફ અને ઉઝબેકિસ્તાન સાથે જોડાયેલા બલ્ખ પ્રાંતના ઘણા જિલ્લાઓ પર કબજો કર્યો.
અફઘાન મીડિયાએ જણાવ્યું હતું કે સાંસદોની સાથે પ્રખ્યાત પૂર્વ જેહાદી અને ઍન્ટિ-તાલિબાન રેસિસ્ટેન્સ કમાન્ડર્સે સ્થાનિક લોકોને સરકારી સેનાની મદદ કરવા માટે ભેગા કર્યા છે.
ઉઝબેકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું શહેર હેરાતન, મજાર-એ-શરીફથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે.
ખાનગી ટોલો ન્યૂઝ ટીવીએ કહ્યું હતું કે 2 જુલાઈએ અફઘાની સેનાએ તાલિબાનના હુમલાઓનો સામનો કરવા માટે ક્રૉસિંગ પાસે ઘણા ચેક પૉઇન્ટ બનાવ્યા છે.

કુંદુજ શહેર(કુંદુજ પ્રાંત)
તાલિબાન કુંદુજ શહેરની છેક બહાર સુધી પહોંચી ચૂક્યું છે. કેટલાક અહેવાલમાં જણાવાયું છે કે આ પ્રાંતના બધા જિલ્લાઓ પર તેમનું નિયંત્રણ થઈ ગયું છે. તેમાં તઝાકિસ્તાન સાથે જોડાયેલી શેરખાન બૉર્ડર ક્રૉસિંગ પણ સામેલ છે.
હાલનાં વર્ષોમાં તાલિબાનનો કુંદુજમાં ઘણો પ્રભાવ રહ્યો છે, વર્ષ 2015માં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં તેનું થોડા સમય માટે નિયંત્રણ પણ રહ્યું હતું.
આ પ્રાંત તાઝિક સરહદસ્થિત તખર અને બદખ્શાંના પૂર્વોત્તર પ્રાંતોને બલ્ખ અને અન્ય ઉત્તરી વિસ્તારો સાથે જોડે છે. સાથેસાથે તાઝિક બૉર્ડરથી બલ્ખ અને અન્ય ઉત્તરી વિસ્તારોને જોડે છે.

પુલ-એ ખમોરી (બાઘલાન પ્રાંત)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કુંદુજના દક્ષિણમાં એક તરફ મહત્ત્વનું શહેર પુલ-એ ખમોરી છે, જે બાઘલાન પ્રાંતની રાજધાની પણ છે.
અહીં શહેરના બહારના વિસ્તારો અને અન્ય કેટલાક જિલ્લાઓમાં તાલિબાન સાથે સંઘર્ષ ચાલુ જ છે. મઝાર-એ-શરીફ અને કુંદુજને જોડતો મુખ્ય રાજમાર્ગ (જે કાબુલ સુધી જાય છે) આ જ વિસ્તારમાંથી પસાર થાય છે.

તાલોકાન (તખર પ્રાંત)
તખર પ્રાંતના 16માંથી 14 જિલ્લા તાલિબાનના નિયંત્રણમાં છે. હવે તેની રાજધાની તાલોકાનને પણ જોખમ છે.
એરિયાના ન્યૂઝ ટીવી અનુસાર શહેરમાં અસુરક્ષા છે. તઝાકિસ્તાન સાથે એ-ખાનોમ સરહદ બૉર્ડર ક્રૉસિંગ આ જ પ્રાંતમાં આવેલી છે. તે તાલિબાનના નિયંત્રણમાં છે. તખર કુંદુજને બદખ્શાં સાથે જોડે છે.

માયમાના (ફરયાબ પ્રાંત)
તુર્કમેનિસ્તાનની સાથે આવેલી સરહદ ફરયાબ લાંબા સમયથી સુરક્ષાદળો અને તાલિબાન વચ્ચેના સંઘર્ષનું સ્થળ રહી છે.
જૂનમાં પ્રાંતના મોટા ભાગના જિલ્લાઓ પર કબજા કર્યા બાદ તાલિબાન હવે રાજધાની માયમાનની બહાર તહેનાત છે.
અંધકોય જિલ્લામાં આવેલી અકીના સરહદ ક્રૉસિંગને પણ જોખમ છે. ઉત્તરી અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતને જોડતો રાજમાર્ગ ફરયાબથી પસાર થાય છે.

અન્ય પ્રાંતીય રાજધાની જેના પર પણ જોખમ છે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તાલિબાનની સેના કેટલાક અન્ય પ્રાંતિ રાજધાનીના બહારના વિસ્તારોમાં પણ તહેનાત છે.
દેશના ઉત્તરમાં આવેલા સર-એ-પુલ પ્રાંતમાં રાજધાની સર-એ-પુલ શહેર અને બલખાબ જિલ્લાને છોડીને તમામ પર તાલિબાને કબજો કરી લીધો છે.
પૂર્વોત્તરમાં તાલિબાન 10 જૂને અરગંઝખ્વા જિલ્લા પર કબજો કર્યા બાદ બદખ્શાંની રાજધાની ફૈઝાબાદના બહારના વિસ્તારમાં પહોંચી ગયું છે.
જૂનમાં પ્રાંતના કેટલાક જિલ્લાઓ પર નિયંત્રણ બાદ પશ્ચિમમાં તાલિબાનની સેના ફરાહ શહેરની બહારના વિસ્તારમાં છે.
ફરાહ પ્રાંત ઈરાન અને અફીણ ઉત્પાદક હેલમંડ સાથે પોતાની સરહદ જોડે છે. દક્ષિણી અને પશ્ચિમી અફઘાનિસ્તાનને જોડતો કંધાર-હેરાત રાજમાર્ગ આ પ્રાંતમાંથી જ પસાર થાય છે.
તાલિબાને હેરાત શહેરના માત્ર 40 કિલોમિટર દૂર આવેલા જેંડાઝન સહિતના કેટલાક જિલ્લાઓ પર નિયંત્રણનો દાવો કરેલો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
પરંતુ અફઘાન સરકારનું કહેવું છે કે જિલ્લા મુખ્યાલયોને સ્થાનાંતરિત કરી દેવાયા છે, જેથી ઓછામાં ઓછી નાગરિક જાનહાનિ થાય. તાલિબાને તુર્કમેનિસ્તાન સાથેની તોરઘુંડી સરહદ પર પણ કબજો જમાવી લીધો છે.
આ સાથે જ અફઘાન-ઈરાન સરહદ પાસે કોહસાન જિલ્લામાં ઇસ્લામ કલાંમાં કેટલીક અથડામણોની માહિતી મળી છે.
અહીં હાલના દિવસોમાં દૂરસંચારને તબાહ કરી દેવાયું હતું, જેને પગલે હેરાતમાં ઇન્ટરનેટ સેવાને અસર પહોંચી છે.
દક્ષિણમાં હેલમંડની રાજધાની લશ્કર ગાહ અને તેની આસપાસ સંઘર્ષ થઈ રહ્યો છે. આ એક અવો પ્રાંત છે જ્યાં પાછલા એક દાયકાથી અફઘાન સુરક્ષાદળો, અમેરિકન નેતૃત્વવાળા ગઠબંધનના સૈનિકો અને તાલિબાન વચ્ચે તીવ્ર જંગ જોવા મળી છે.
અહીં મોટા ભાગના જિલ્લાઓ તાલિબાનના નિયંત્રણમાં છે. કંધાર-હેરાત હાઈવે પરથી આ પ્રાંત પસાર થાય છે.
કાબુલ-કંધાર હાઈવે પર આવેલા જાબુલમાં પ્રાંતીય રાજધાની કલત પણ અસુરક્ષિત છે.
તાલિબાન કાબુલની સીમા સાથેના મયદાન વરદાગના પ્રાંતના ચાર જિલ્લાઓ પર કબજો કર્યા બાદ ત્રણ દિશામાંથી રાજધાની મયદાન શરની ઘેરાબંધી કરી રહ્યું છે.
સરકારી સેનાને પાછળ હઠવા માટે મજબૂર કર્યા બાદ ઉરુજગનની રાજધાની તારિન કોટના બહારના વિસ્તારોમાં તાલાબનની સેના તહેનાત છે.
દૌલત શાહ જિલ્લા અને અલીશેંગ અને અલીગર જિલ્લામાં ત્રણ સૈન્યઠેકાણાં પર કબજો કર્યાં બાદ તાલિબાન પૂર્વમાં લઘમન પ્રાંતની રાજધાની મેહતરલામ બહાર પહોંચી ગયું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













