તાલિબાન: અફઘાનિસ્તાનમાં ચીનના શી જિનપિંગની શું છે રણનીતિ?

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ ચીની વિદેશ મંત્રાલયે તાજેતરમાં આપેલી ચેતવણી પરથી મેળવી શકાય છે.
    • લેેખક, બીબીસી મૉનિટરિંગ
    • પદ, સમાચારોનું રિપોર્ટિંગ અને વિશ્લેષણ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી પછી સંભવિત અવકાશ સર્જાયો હોવા છતાં ચીન હજુ પણ એવું માને છે કે અફઘાન શાંતિપ્રક્રિયા માટે બહુપક્ષીય મંત્રણા જ એકદમ યોગ્ય વિકલ્પ છે.

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ ચીની વિદેશ મંત્રાલયે તાજેતરમાં આપેલી ચેતવણી પરથી મેળવી શકાય છે.

એ ચેતવણીમાં ચીને તેના નાગરિકોને અફઘાનિસ્તાન શક્ય તેટલું વહેલું છોડી દેવાની અપીલ કરી હતી.

પાકિસ્તાન સાથેના પોતાના રાજદ્વારી સંબંધનાં 70 વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે સાતમી જુલાઈએ યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પાકિસ્તાનને પ્રાદેશિક શાંતિ જાળવી રાખવા, વાતચીતના માધ્યમથી રાજકીય સમાધાન શોધવામાં અફઘાનિસ્તાનના પક્ષોનું સમર્થન કરવા, અફઘાનિસ્તાનથી સલામતી ખતરો પાડોશી દેશોમાં ફેલાવાની શક્યતાને અસરકારક રીતે નિયંત્રિત કરવા અને સમગ્ર પ્રદેશમાં સંપૂર્ણ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એકમેકનો હાથ પકડીને આગળ વધવાનો આગ્રહ કર્યો હતો.

આ અગાઉ 23 જૂને સંયુક્ત રાષ્ટ્રસંઘમાંના ચીનના રાજદૂત ઝાંગ જૂને અફઘાનિસ્તાનમાં શાંતિ તથા સમાધાનની પ્રક્રિયાને ટેકો આપવાનો આગ્રહ આંતરરાષ્ટ્રીય સમુદાયને કર્યો હતો.

ચીન અફઘાનિસ્તાનના મામલાઓમાં શક્યતઃ વધારે સક્રિય ભૂમિકા ભજવવાની યોગ્ય તક શોધી રહ્યું છે એવા અહેવાલ વિદેશી મીડિયામાં પ્રકાશિત થયા ત્યારે સ્થાનિક મીડિયામાં એ સમાચારોનું ખંડન કરતાં ચીને બહુપક્ષીય મંત્રણામાં પોતાની ભૂમિકા ભજવવા વાતને અગ્રતા આપી હતી.

અમેરિકન સૈન્યની વાપસીને કારણે સંભવિત ખાલીપો ભલે સર્જાઈ રહ્યો હોય, પણ ચીન માને છે કે અફઘાન શાંતિપ્રક્રિયા માટે બહુપક્ષીય મંત્રણા જ સૌથી સારો માર્ગ છે.

line

'હસ્તક્ષેપ'

ચીનના વિદેશમંત્રી વાંગ યી

ઇમેજ સ્રોત, EPA/RUSSIAN FOREIGN AFFAIRS MINISTRY

ઇમેજ કૅપ્શન, ચીનના વિદેશમંત્રી વાંગ યી

અફઘાનિસ્તાનમાં સત્તા ખોટા હાથમાં જશે તો તેનાથી માત્ર અફઘાનિસ્તાન અને તેની આસપાસના દેશોને નુકસાન થશે એટલું જ નહીં, પરંતુ આ ક્ષેત્રમાંના ચીનનાં હિતો પર પણ તેની માઠી અસર થઈ શકે છે એ ચીન સમજે છે. તેથી અમેરિકન સૈનિકોની વાપસીનો સમય નજીક આવતાંની સાથે જ ચીન અફઘાન મુદ્દે સક્રિયતાપૂર્વક મધ્યસ્થા કરતું જોવા મળી રહ્યું છે.

અલબત્ત, ચીન એવું ઇચ્છે છે કે તે અફઘાનિસ્તાનની બાબતોમાં ખુલ્લેઆમ સામેલ થતું ન જોવા મળે.

ભૂતપૂર્વ સોવિયેત સંઘ અને અમેરિકાની માફક પોતે પણ અફઘાનિસ્તાનના ફંદામાં ફસાય એવું ચીન ઇચ્છતું નથી.

બલકે ચીન આ ક્ષેત્રીય સમૂહમાં પોતાની કોઈ મજબૂત ભૂમિકા સંબંધે રચનાત્મક હસ્તક્ષેપ કરી રહ્યું છે.

તેમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) અને ચીન પ્લસ સેન્ટ્રલ એશિયા(સી પ્લસ સી ફાઇવ)ની સાથે-સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ત્રિપક્ષી મંત્રણાની વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે.

ચીનના મીડિયામાં જણાવવામાં આવ્યું છે તેમ આ સમૂહોના મહત્તમ સભ્ય દેશો અફઘાનિસ્તાનના પાડોશી દેશો છે.

ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન (સીઆઈસીઆર)માં સિનિયર રિસર્ચ ફેલો તરીકે કાર્યરત હૂ શીશેંગે આઠમી જૂને તેમનો એક અભિપ્રાય પ્રકાશિત કરાવ્યો હતો. તેમાં ચીનની રચનાત્મક હસ્તક્ષેપની વ્યાખ્યા કરતાં અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનમાં બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવમાં ચીનને રસ છે

ઇમેજ સ્રોત, SIMON URWIN

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવમાં ચીનને રસ છે

હૂએ જણાવ્યું હતું કે આ શાંતિપૂર્ણ છે, કેમ કે તેમાં વિવાદોના નિરાકરણ માટે મંત્રણા એટલે કે વાતચીતનું સૂચન કરવામાં આવ્યું છે.

તેમણે આ બાબતને કાયદેસરની અને રચનાત્મક ગણાવતાં તેની તરફેણમાં તર્ક આપ્યા હતા.

તેમના જણાવ્યા અનુસાર, આમ કરવું કાયદેસર છે, કારણ કે તેમાં બળપ્રયોગનો વિરોધ કરવામાં આવ્યો છે અને બીજાની બાબતમાં હસ્તક્ષેપ નહીં કરવાના સિદ્ધાંતનું પાલન કરવામાં આવ્યું છે. વળી તે ચોક્કસ મુદ્દે એક ઉદ્દેશપૂર્ણ અને નિષ્પક્ષ વલણ અપનાવે છે તેથી એ રચનાત્મક પણ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હૂએ જણાવ્યું હતું કે ચીન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ત્રિપક્ષીય વ્યવસ્થા અફઘાન મુદ્દા સંબંધે ચીનના રચનાત્મક હસ્તક્ષેપનું ઉદાહરણ છે.

તેમણે તેને, અમેરિકન સૈન્યના યુગ પછી અફઘાનિસ્તાનમાં પુનર્નિર્માણની દિશામાં સૌથી મહત્ત્વની વ્યવસ્થા ગણાવી હતી.

પીએલએ-ડેઈલીમાં 22 જૂને પ્રકાશિત પોતાના ઓપિનિયન પીસમાં રિસર્ચ સેન્ટર ઇન અફઘાનિસ્તાનના પ્રોફેસર ઝૂ યોંગબિયાઓએ જણાવ્યું હતું કે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રચાયેલો આ ત્રિપક્ષીય સમૂહ અન્ય કોઈ પણ વ્યવસ્થાથી ઉત્તમ છે અને તે સમગ્ર વિસ્તારમાં નિશ્ચિત રીતે સ્થિરતા લાવશે.

line

અફઘાનિસ્તાનમાં ચીનના રસનું કારણ તેની બેલ્ટ રોડ યોજના તો નથીને?

અમેરિકન સૈન્યની વાપસી પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી થઈ શકે એવી શક્યતા પણ ચીની મીડિયા જોઈ રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન સૈન્યની વાપસી પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી થઈ શકે એવી શક્યતા પણ ચીની મીડિયા જોઈ રહ્યું છે

અફઘાનિસ્તાનમાં બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ)માં ચીનના રસ બાબતે ચીની મીડિયામાં જણાવવામાં આવ્યું છે.

જોકે, હવે તે અફઘાનિસ્તાનમાંની સલામતીની સ્થિતિ પર નિર્ભર હશે.

ત્રીજી જૂને થયેલી ત્રિપક્ષીય મંત્રણામાં ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉરના વિસ્તારની શક્યતા વિશે ચર્ચા કરી હતી. એ પ્રદેશમાં એક ખાસ બીઆરઆઈ કાર્યક્રમ અફઘાનિસ્તાનમાં શાંતિ તથા વિકાસની યોજનાઓની પ્રગતિમાં મદદરૂપ થશે.

ચીનના ઑનલાઇન મીડિયા Guancha.cnમાં 20 એપ્રિલે પ્રકાશિત એક ઓપિનિયન લેખમાં ઉઝબેકિસ્તાનમાં રહેલા ચીનના ભૂતપૂર્વ રાજદૂત યૂ હોંગજુને જણાવ્યું હતું કે ચીન તેની બીઆરઆઈ યોજનામાં અફઘાનિસ્તાનને સામેલ કરવા ઇચ્છે છે, પરંતુ એ યોજના અત્યારે પણ તેની પ્રારંભિક અવસ્થામાં જ છે.

યૂના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાન ભવિષ્યમાં લાંબા સમય સુધી શાંતિ તથા સ્થિરતા જાળવી રાખવામાં સફળ થશે તો ત્યાં બીઆરઆઈ યોજનાનો અમલ શક્ય છે.

line

ભવિષ્યમાં તાલિબાનની સરકાર વિશે ચીન શું માને છે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અમેરિકન સૈન્યની વાપસી પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં વાપસી થઈ શકે એવી શક્યતા પણ ચીની મીડિયા જોઈ રહ્યું છે.

પરિસ્થિતિનો તાગ મેળવતાં ચીની સરકાર એવું માને છે કે શાંતિમંત્રણામાં તાલિબાનને સામેલ કરવાનું પગલું આ મંત્રણાની સફળતાના સંદર્ભમાં એક મહત્ત્વનું પગલું હશે.

હૉંગકૉંગસ્થિત સરકાર સમર્થક મીડિયા ચાઇના રિવ્યૂ ન્યૂઝ એજન્સીમાં સાતમી જૂને પ્રકાશિત એક ઓપિનિયન લેખમાં શાંઘાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના રિસર્ચર લિયુ જોંગઈએ જણાવ્યું હતું કે શાંતિપ્રક્રિયામાં તાલિબાનની રાજકીય સ્થિતિનો આદર કરવાની જરૂરિયાત ચીને દર્શાવી હતી, કારણ કે તાલિબાન પશ્તૂનોના એક મોટા હિસ્સાનાં હિતોનું પ્રતિનિધિત્વ કરે છે.

કિયૂએ લખ્યું હતું કે "તેમને અફઘાન રાજકારણના માળખામાંથી અલગ કરી શકાય નહીં. જો એવું કરવામાં આવશે તો અફઘાનિસ્તાનના મુદ્દાનું સમાધાન ક્યારેય નહીં થાય."

જોકે, સત્તા સંભાળ્યા પછી આ મુદ્દે તાલિબાનનું વલણ કેવું હશે એ બાબતે ચીનના કેટલાક નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

સરકારી ન્યૂઝ એજન્સી શિન્હૂઆએ અફઘાનિસ્તાનમાંની સ્થિતિ વિશેનું પોતાનું એક વિશ્લેષણ બીજી મેએ પ્રકાશિત કર્યું હતું. લાન્ઝોઉ યુનિવર્સિટીના ઝૂ યોંગબિયાઓનો હવાલો આપીને તેમાં જણાવવામાં આવ્યું હતું કે તાલિબાન શાંતિમંત્રણાને અંતિમ લક્ષ્યને બદલે વ્યૂહરચના તરીકે નિહાળે છે, કારણ કે અત્યારે તે પોતાના નેતૃત્વમાં એક રાજકીય શાસન સ્થાપિત કરવામાં વ્યસ્ત છે.

Guancha.cn પર 28 જૂને પ્રકાશિત એક ઈન્ટરવ્યૂમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પાન ગુઆંગે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં ચીન કદાચ અલગઅલગ ચેનલો મારફત તાલિબાનનો સંપર્ક કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે તાલિબાને ચીનને આશ્વાસન આપ્યું છે કે એ ચીન માટે જોખમી નહીં બને અને પૂર્વ તુર્કિસ્તાન ઇસ્લામિક આંદોલનને ટેકો નહીં આપે. જોકે, તાલિબાન તેણે ચીનને આપેલા આ વચનનું ખાતરીપૂર્વક પાલન કરી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.

ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ સર્જાશે એ અત્યારે સમજવું મુશ્કેલ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો