'Sulli Deals': મુસ્લિમ મહિલાઓને 'વેચવા' માટેની ઍપ પર વિવાદ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
- લેેખક, કીર્તિ દૂબે
- પદ, બીબીસી સંવાદદાતા
"મહિલાને ટ્રોલ કરવી સોશિયલ મીડિયા પર લોકો માટે સૌથી સહેલું કામ છે. આ ટ્રોલિંગ મોટાભાગે પર્સનલ હોય છે."
"પરંતુ મુસ્લિમ મહિલાઓને પરેશાન કરવા માટે નીચતાની બધી સીમાઓ ઓળંગી દેવામાં આવે છે. આ એટલું ખતરનાક હોય છે કે ક્યારેક-ક્યારેક હું વિચારું છું કે આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કેમ રહું, શું મારે બોલવું-લખવું છોડી દેવું જોઈએ?"
"અમને જે ગાળો આપવામાં આવે છે તે જાતીય હુમલો તો છે જ પરંતુ ઇસ્લામોફોબિક પણ હોય છે.''
નસરીન (બદલેલું નામ) જ્યારે આ વાત કરી રહ્યાં હતાં ત્યારે તેમના અવાજમાં ડર અને ગુસ્સો બંનેનો આભાસ થઈ રહ્યો હતો.
માની લો કે તમે એક દિવસ સૂઈને ઊઠો છો અને જુઓ છો કે ઇન્ટરનેટ પર તમારી તસવીર અને ખાનગી માહિતી હરાજી માટે મૂકવામાં આવી છે, કેટલાક લોકો તેના પર અભદ્ર કૉમેન્ટ કરીને ભાવતાલ કરી રહ્યા છે. તો તમારા પર શું વીતશે?
આવું જ કંઈક હાલમાં કેટલાંક મુસ્લિમ મહિલાઓ સાથે થયું, જેમાં કેટલાંક મુસ્લિમ મહિલાઓની સોશિયલ મીડિયા પરની તસવીરોની સાથે એક ઓપનસોર્સ ઍપ બનાવવામાં આવી જેનું નામ હતું- 'સુલ્લી ફૉર ડીલ્સ'.
'સુલ્લી' મુસ્લિમ મહિલાઓ માટે વપરાતો એક અપમાનજનક શબ્દ છે.
આ ઍપમાં મુસ્લિમ મહિલાઓની જે માહિતી વાપરવામાં આવી તે ટ્વિટર પરથી લેવામાં આવી હતી. તેમાં 80 કરતાં વધુ મહિલાઓની તસવીર, તેમનાં નામ અને તેમનાં ટ્વિટર હૅન્ડલની માહિતી આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઍપમાં સૌથી ઉપર લખેલું હતું - 'ફાઇન્ડ યૉર સુલ્લી ડીલ'.
તેના પર ક્લિક કરવાથી એક મુસ્લિમ મહિલાની તસવીર, નામ અને ટ્વિટર હૅન્ડલની માહિતી યૂઝરને મળી શકતી હતી.
એડિટર ગિલ્ડસ ઑફ ઇન્ડિયાએ પણ મુસ્લિમ મહિલાઓ, મહિલા પત્રકારો પર થયેલા આ હુમલાની ટીકા કરતાં કહ્યું કે સોશિયલ મડિયા અને ડિજિટલ પ્લૅટફૉર્મને આ રીતે વાપરીને મહિલા પત્રકારોને ડરાવવાના આ માર્ગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગિટહબનો જવાબ

ઇમેજ સ્રોત, EGI
આ ઓપનસોર્સ ઍપ ગિટહબ પર બનાવવામાં આવી હતી. જોકે આ વાત પર બુમરાણ થતાં ગત સોમવારે તેને હઠાવી દેવામાં આવી.
બીબીસીએ ગિટહબને ઇમેલ મારફતે અમુક પ્રશ્નો પૂછ્યા હતા. જવાબ આપતાં ગિટહબે કહ્યું, "અમે આ મામલામાં યૂઝરનું ઍકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.
"રિપોર્ટના આધારે આ મામલાની તપાસ ચાલુ કરી છે. ગિટહબની નીતિ એવું કન્ટેન્ટ, જે પ્રતાડના, ભેદભાવ અને હિંસાને પ્રોત્સાહન આપે છે, તેની વિરુદ્ધ છે. આ કન્ટેન્ટ અમારી નીતિઓનું ઉલ્લંઘન છે."
ગિટહબનાં સીઓઓ એરિકા બ્રેસિયાએ ટ્વીટ કરીને કહ્યું કે આ ઍકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જોકે તેમણે એ માહિતી ન આપી કે આ બધું થયું કેવી રીતે.

ડર અને ગુસ્સો

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
નસરીન (બદલેલું નામ) આ ઑનલાઇન પ્રતાડના પછી એટલાં ડરી ગયાં છે કે તેઓ કહે છે - "મારું નામ ન લખતાં. મને નથી ખબર કે આગળ બીજું શું થઈ જાય."
તેઓ એ મુસ્લિમ મહિલાઓમાંથી એક છે જેમની તસવીર અને ખાનગી માહિતીને આ ઍપ પર હરાજી માટે મૂકી દેવાઈ હતી.
નસરીને બીબીસીને કહ્યું, "મને આ વાતની માહિતી એક ટ્વીટમાંથી મળી. એક યુવતીના સ્ક્રીનશૉટની સાથે એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું - ''હું સારી ડીલની શોધમાં હતો અને એ મને મળી ગઈ, આમાં મારો કોઈ વાંક નથી. આ ટ્વીટમાં એ યૂઝરે આ ઍપ વિશે લખ્યું હતું."
"જ્યારે મેં આ ઍપ જોઈ ત્યારે તેમાં લખ્યું હતું 'ફાઇન્ડ એ સુલ્લી'."
''મેં જ્યારે તેના પર ટૅપ કર્યું તો- 'યૉર ડીલ ફૉર ટુડે'ની સાથે મારી તસવીર અને ટ્વિટર ઍકાઉન્ટની માહિતી સામે આવી."
"આ જોઈને હું ડરી ગઈ, મને ગુસ્સો પણ આવ્યો કારણ કે આ પ્રથમ વખત નથી થયું."
''આની પહેલાં મારાં કેટલાક મુસ્લિમ મહિલા મિત્રોની તસવીરો શૅર કરીને એક ટ્વિટર યૂઝરે - 'ફૉર સેલ' લખ્યું હતું. પરંતુ હું એ વાતથી ડરી ગઈ કે હવે આ પ્રતાડનાનું સ્તર માત્ર ટ્વિટર સુધી સીમિત નથી."
"અમારા શોષણ માટે એક પ્લૅટફૉર્મ રચવામાં આવ્યું છે. કોણ જાણે આગળ શું-શું થશે?"
"જો મુસ્લિમ મહિલાઓ કંઈ બોલે છે તો તેમને બળાત્કારની ધમકીઓ મળે છે, અને વેચવા માટે નામ મૂકવામાં આવે છે.''
"તમે ગમે તેટલા મજબૂત હો પરંતુ આ પ્રકારના હુમલા, તમારી તસવીર, તમારી માહિતી આ રીતે જાહેર કરવામાં આવે તો તમને ડર તો લાગે જ. આ વાતથી હેરાન-પરેશાન થવું સ્વાભિવક છે."
"કેટલીક મહિલાઓ જેમણે પ્રથમ વખત આવી પ્રતાડનાનો સામનો કર્યો છે તેમણે પોતાનું એકાઉન્ટ ડિઍક્ટિવેટ કર્યું છે. એ મહિલાઓને ડરાવવામાં આવ્યાં છે."
પરંતુ આટલા ગુસ્સા અને ડર છતાં નસરીન પોલીસમાં ફરિયાદ કરવા માટે તૈયાર નથી.
પોલીસમાં ફરિયાદ દાખલ કરવા અંગે તેઓ કહે છે,'' કેટલાંક મહિલાઓ આનો ભોગ બન્યાં છે. કાયદાકીય વિકલ્પ શું હોઈ શકે તેના પર અમે વિચાર કરી રહ્યાં છીએ."
"પરંતુ સાચું કહું તો પોલીસ પાસેથી આ બાબતે બહુ આશા નથી. આની પહેલાં મારાં મિત્રો સાથે ઈદના સમયે આવું જ થયું હતું તો એ લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ પગલાં નહોતાં લેવાયાં."
"મુસ્લિમ મહિલાઓ સામે બેફામ બોલીને નીકળી જવું એ અત્યંત સહેલું છે."

ઓપન સોર્સ પ્લૅટફૉર્મ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસીએ આર્કાઇવ મારફતે આ ઍપ અંગે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો.
અમને જાણવા મળ્યું કે 14 જૂને આ ઍપ શરૂ કરાઈ હતી. સૌથી વધારે ગતિવિધિ તારીખ 4-5 જુલાઈ વચ્ચે થઈ. આ એક ઓપનસોર્સ કમ્યુનિટી ઍપ હતી જેને સૉફ્ટવૅર કોડિંગ પ્રોવાઇડર પ્લૅટફૉર્મ ગિટહબ પર બનાવવામાં આવી હતી.
બીબીસીએ આને એક કોડર પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો કે આખરે ઓપનસોર્સ પ્લૅટફૉર્મ શું હોય છે અને કેવી રીતે કામ કરે છે?
ઓપનસોર્સમાં કોડને જાહેર કરાય છે અને તેમાં અલગ-અલગ કૉમ્યુનિટીના કોડર કોડની મારફતે નવા ફીચર ઍડ કરી શકે છે અથવા કોઈ બગ છે તો તેને હઠાવી શકાય છે.
જોકે આ કોડ મારફતે કરેલા ફેરફાર ઍપમાં દેખાશે કે નહીં તેનો કંટ્રોલ ઍપ ડિઝાઇન કરનાર પાસે હોય છે.
જો આ ઍપ તેને ડિઝાઇન કરનાર પાસેથી ડિલીટ થઈ જાય તો ડોમૅન નેમ સિસ્ટમ પ્રોવાઇડરની પાસે આ ઍપથી જોડાયેલી માહિતી મેળવી શકાય છે.
'સુલ્લી ફૉર સેલ' ઍર હવે ગિટહબ પર નથી. આ ઍપ કોણે ડિઝાઇન કરી હતી તેની માહિતી પણ નથી મળી.

'આ ભયાનક છે અને હિંદુઓએ પણ અમારા માટે અવાજ ઉઠાવવો જોઈએ'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ફરાહ ખાન (બદલેલું નામ) પોતાના કામથી બહાર ગયેલાં હતાં જ્યારે તેમના મિત્રોએ તેમને આ ઍપના સ્ક્રીનશૉટ મોકલ્યા હતા.
તેઓ કહે છે, "પાંચ જુલાઈની સવારે મને એ વખતે જાણ થઈ જ્યારે મારા મિત્રોએ મને જણાવ્યું કે મારી તસવીર એક વેબસાઇટ પર છે. જોકે આ તસવીર હઠાવી દેવામાં આવી હતી અને પ્લૅટફૉર્મ પણ બંધ છે પરંતુ આ રીતે પોતાની તસવીરને ફૉર સેલ જેવા ટૅગ સાથે જોઈને હું ખૂબ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. સાચું કહું સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે?"
"એ વિચારી-વિચારીને જ ડર લાગે છે. પરંતુ પછી મને લાગ્યું કે એ લોકો આવું જ ઇચ્છે છે. જે મુસ્લિમ મહિલાઓ પોતાના અધિકાર માટે લડે છે તેમને ડરાવવામાં આવે છે."
"અમારી લડત માટે એક વાત મહત્ત્વપૂર્ણ લાગે છે કે અમારી લડત માટે લિબરલ હિંદુઓએ પણ અવાજ ઉઠાવવાની જરૂર છે."

ઇમેજ સ્રોત, Getty Images
"સાચી વાત માટે ધર્મથી ઉપર ઊઠીને બધાએ ખોટા પક્ષની સામે આવીને તેની ટીકા કરવી જોઈએ. હું અને મારાં જેવાં અનેક મહિલાઓએ ટ્વીટ કર્યાં, મહિલાપંચને અને દિલ્હી પોલીસને ટૅગ કરીને ટ્વીટ કર્યાં પરંતુ કોઈએ પૂછ્યું પણ નહીં. જે લોકોએ આવું કર્યું છે તેમને પોલીસ અને કાયદાનો ડર નથી. તેમને ભરોસો છે કે કંઈ નહીં થાય."
નસરીનની જેમ ફરાહ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવાને લઈને આશંકિત છે.
તેઓ કહે છે કે અત્યારે હું પોતાના કામથી શહેરની બહાર છું અને સાચું કહું તો નક્કી નથી કર્યું કે પોલીસ પાસે જાઉં કે નહીં.
પરંતુ કેટલાંક મહિલાઓએ આ સતામણીની વિરુદ્ધ દિલ્હી મહિલાપંચમાં ફરિયાદ નોંધાવી છે.

મુંબઈ પોલીસે ગિટહબ પાસે માહિતી માગી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઍપમાં જે મુસ્લિમ મહિલાઓની માહિતી શૅર કરવામાં આવી હતી તેમાં દિલ્હી સહિત અન્ય શહેરોનાં મહિલાઓ પણ હતા.
આ વિશે અમે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો તો કોઈ જવાબ ન મળ્યો. દિલ્હી મહિલાપંચે દિલ્હી પોલીસને નોટિસ મોકલીને એફઆઈઆર દાખલ કરવાનું કહ્યું છે.
એક ફરિયાદ મુંબઈ પોલીસમાં પણ કરાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ ઍપ મારફતે પ્રતાડનાનો ભોગ બનેલ મહિલા મુંબઈનાં ફાતિમાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
જવાબમાં સાકીનાકા પોલીસ સ્ટેશન તરફથી ટ્વિટર ઇન્ડિયા અને ગિટહબને ચિટ્ઠી લખીને ઍપ બનાવનાર અને તેના વિશેની જાણકારી ટ્વિટર પર શૅર કરનારની માહિતી માગી છે.
ગિટહબ પાસેથી પોલીસે આઈપી ઍડ્રેસ, લોકેશન અને ઍપ ક્યારે બન્યું છે- આ માહિતી માગી છે. સાથે જ ઍપને બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા ઇમેલ આઈડી અને નંબર પણ માગ્યો છે.
એ સિવાય ટ્વિટર પર આપત્તિજનક ટિપ્પણીઓને ડિલીટ કરવા અને તે હૅન્ડલને ચલાવવામાં આવનાર લોકોનો ડેટા પણ માગ્યો છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












