નરેન્દ્ર મોદી, પુતિન અને શેખ હસીના પ્રેસની આઝાદી પરના 'હુમલાખોર'ની સૂચિમાં

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Stephanie Keith/Getty

ઇમેજ કૅપ્શન, ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના નેતા અને મંત્રીઓ આ રીતના રિપોર્ટોને 'પક્ષપાતપૂર્ણ અને 'પૂર્વગ્રહયુક્તથી પ્રેરિત' ગણાવતા આવ્યા છે

રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સે પાંચ વર્ષ બાદ જાહેર કરેલી પોતાની 'ગૅલરી ઑફ ગ્રિમ પોટ્રેટ'માં પીએમ મોદી સમેત ઘણા નવા ચહેરાને સામેલ કર્યા છે.

દુનિયાભરમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોના અધિકારો માટે કામ કરતી સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સે એવા 37 રાષ્ટ્રાધ્યક્ષો અને શાસનાધ્યક્ષોનાં નામ પ્રકાશિત કર્યા છે, જે તેના મતે 'પ્રેસની આઝાદી પર સતત હુમલા કરી રહ્યા છે.'

આને સંસ્થાએ 'ગૅલરી ઑફ ગ્રિમ પોટ્રેટ' કહ્યું છે, એટલે કે નિરાશા વધારનાર ચહેરાઓની ગૅલરી. આ ગૅલરીના 37 ચહેરામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના નેતા અને મંત્રી આ રીતના રિપોર્ટોને 'પક્ષપાતપૂર્ણ અને 'પૂર્વગ્રહયુક્તથી પ્રેરિત' ગણાવે છે, તેમનું કહેવું છે કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, જ્યાં પ્રેસને આલોચના કરવાની પૂરી આઝાદી છે.

જોકે પત્રકારોનાં સંગઠનો અને વિપક્ષ સતત એવો આરોપ લગાવતા રહે છે કે મીડિયા પર મોદી સરકાર પોતાનો શિકંજો સતત કસી રહી છે.

આ રિપોર્ટ પર ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પ્રતિક્રિયા મળતા આ રિપોર્ટમાં સામેલ કરાશે.

line

રિપોર્ટ શું છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, PRAKASH SINGH

ઇમેજ કૅપ્શન, નિરાશા વધારનાર ચહેરાઓની ગૅલરીના 37 ચહેરામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે.

રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સને આરએસએફના નામથી પણ ઓળખવામાં આવે છે. ફ્રાન્સમાં તેનું નામ રિપોર્ટર્સ સાન્સ ફ્રાંતિએ છે.

આરએસએફના રિપોર્ટમાં કહેવાયું કે "પ્રેસની આઝાદીના આ હુમલાખોરો"માં કેટલાક તો બે દશકથી પોતાની પ્રણાલી પર ચાલી રહ્યા છે, પરંતુ કેટલાક નવા ચહેરા આ ગૅલરીમાં સામેલ થયા છે.

પહેલી વાર સામેલ થનારાઓમાં ભારતના વડા પ્રધાન મોદી સહિત બે મહિલા અને એક યુરોપીય ચહેરો પણ સામેલ છે.

છેલ્લે આ ગૅલરી સંસ્થાએ પાંચ વર્ષ પહેલાં વર્ષ 2016માં પ્રકાશિત કરી હતી.

આ વખતે ગૅલરીમાં અંદાજે પચાસ ટકા (17) ચહેરા પહેલી વાર સામેલ કરાયા છે.

સંસ્થાનું કહેવું છે કે આ ગૅલરીમાં એ શાસન પ્રમુખોને સામેલ કરાયા છે, જે સેન્સરશિપવાળી રીત અપનાવે છે, માનમાની રીતે પત્રકારોને જેલમાં નાખે છે, તેમની સામેના હુમલાના પ્રબલન આપે છે.

રિપોર્ટમાં કહેવાયું કે આ બધું પરોક્ષ રીતે થાય છે અને તેનો ઉદ્દેશ પ્રેસની સ્વતંત્રતાને કચડવાનો હોય છે.

આરએસએફે એક પ્રેસ ફ્રીડમ મૅપ જાહેર કર્યો છે, તેમાં રંગોના માધ્યમથી જણાવ્યું છે કે કયા દેશને કઈ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જે દેશોને લાલ રંગમાં દર્શાવાયા છે, ત્યાં પ્રેસની સ્વતંત્રતાની સ્થિતિ 'ખરાબ' છે, જે દેશોને કાળા રંગમાં દર્શાવાયા છે, તેની સ્થિતિ 'બહુ ખરાબ' છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ નકશામાં ભારતને લાલ રંગમાં દર્શાવાયું છે, જ્યારે ઈરાન અને સાઉદી અરેબિયા જેવા દેશોને કાળા રંગમાં, એટલે કે તેના પ્રમાણે ભારતની સ્થિતિ ખરાબ છે.

ઉલ્લેખનીય બાબત એ પણ છે કે 'પ્રેસની સ્વતંત્રતા પર હુમલો કરનારા' એક તૃતીયાંશ નેતા (13) એશિયા પ્રશાંત ક્ષેત્રના છે, તે બધાની સરેરાશ ઉંમર 65-66 વર્ષ છે.

આરએસએફના મહાસચિવ ક્રિસ્ટોફ ડેલૉરેનું કહેવું છે, "પ્રેસની આઝાદી પર હુમલા કરનારાના લિસ્ટમાં 37 નેતા સામેલ છે, પરંતુ કોઈ એ ન કહી શકે કે માત્ર આટલા નેતા જ આવું કરી રહ્યા છે."

તેઓ કહે છે, "તેમાંથી દરેક નેતાની પોતાની અલગ સ્ટાઇલ છે, કેટલાક પોતાના અતાર્કિક આદેશોથી આતંક ફેલાવે છે, કેટલાક દમનકારી કાયદાઓનો રણનીતિ રૂપે ઉપયોગ કરે છે."

line

સૂચિમાં સામેલ નવા ચહેરા

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, POOL

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાનું નામ પણ આ યાદીમાં સામેલ કરાયું, જેઓ વર્ષ 2009થી વડાં પ્રધાન છે, તેમના શાસનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 70થી વધુ પત્રકારો અને બ્લૉગરો સામે ગુનાહિત કેસ ચલાવવામાં આવ્યા.

આ સૂચિમાં સામેલ નવાં નામોમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિસ મોહમ્મદ બિન સલમાન મહત્ત્વના છે, જેમની પાસે દેશના બધા અધિકાર કેંદ્રિત છે અને તેઓ પ્રેસની આઝાદીને "બિલકુલ પણ ચલાવી લેતા નથી."

આરએસએફના રિપોર્ટમાં કહેવાયું કે સાઉદી સત્તા "જાસૂસી, ધમકી, જેલ અને હત્યા સુધીની દરેક રીત અપનાવે છે."

આ રિપોર્ટમાં સાઉદી પત્રકાર જમાલ ખશોગજ્જીની હત્યાને ઉદાહરણના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે.

આ સૂચિમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાએર બોલસેનારો પણ સામેલ છે, જેમણે મહામારી દરમિયાન "પત્રકારોની વિરુદ્ધ ઝેરીલાં ભાષણ આપ્યાં."

કિંગ સલમાન

ઇમેજ સ્રોત, FAYEZ NURELDINE

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિસ મોહમ્મદ બિન સલમાનનું નામ આ યાદીમાં પ્રથમ વખત સામેલ કરાયું છે.

લિસ્ટમાં એકમાત્ર યુરોપીય નેતા છે હંગેરીના વિક્ટર ઓર્બાન, જે ખુદને ઉદારવાદી લોકતંત્રના ચૅમ્પિયન ગણાવે છે, પરંતુ વર્ષ 2010માં સત્તામાં આવ્યા બાદ સતત "તેઓ મીડિયાની સ્વતંત્રતા અને વિવિધતાને ખતમ કરવામાં લાગ્યા છે."

આ સૂચિનાં બંને મહિલાઓ એશિયન દેશોનાં છે, એક છે કૅરી લૅમ, જેઓ હૉંગકૉંગ પર ચીનના આદેશો હેઠળ રાજ કરી રહ્યાં છે, સતત "મીડિયા પર દમન કરી રહ્યાં છે".

બીજું નામ છે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાનું, જેઓ વર્ષ 2009થી વડાં પ્રધાન છે, તેમના શાસનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 70થી વધુ પત્રકારો અને બ્લૉગરો સામે ગુનાહિત કેસ ચલાવવામાં આવ્યા.

line

'જૂના હુમલાખોરો'ની સૂચિ

પુતિન

ઇમેજ સ્રોત, SERGEI SAVOSTYANOV

ઇમેજ કૅપ્શન, સીરિયાના બશર અલ અસદ, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને બેલારુસના લુકાશેંકો 20 વર્ષથી આ યાદીમાં સતત સામેલ છે.

આરએસએફે આ સૂચિ 20 વર્ષ પહેલાં બનાવવાની શરૂ કરી હતી અને કેટલાક નેતા એવા છે, જે આ સૂચિમાં ત્યારથી લઈને આજ સુધી સામેલ રહ્યા છે. સીરિયાના બશર અલ અસદ, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને બેલારુસના લુકાશેંકો.

આફ્રિકન દેશોના ત્રણ નેતા પણ આ સૂચિમાં સામેલ છે, તેમાં ઘણા દેશો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં સૌથી નીચે છે.

આરએસએફે આ લિસ્ટમાં સામેલ નેતાઓની આખી ફાઇલ તૈયાર કરી છે, જેમાં તેમની પ્રેસ પર હુમલાની રીતને નોંધવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું કે તેઓ કેવી રીતે પત્રકારોને નિશાન બનાવે છે, કેવી રીતે તેમને સેન્સર કરે છે. આ ફાઇલોમાં તેમનો પક્ષ પણ રાખવામાં આવ્યો છે, જેમાં તેઓ આ પગલાંને યોગ્ય ઠરાવે છે.

line

પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આરએસએફ વાર્ષિક પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જાહેર કરે છે, જેને આંતરરાષ્ટ્રીયકક્ષાએ મીડિયાની આઝાદીને માપવાનો એક માપદંડ માનવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં ભારત 180 દેશમાં 142મા નંબરે છે.

ભારત આ ઇન્ડેક્સમાં છેલ્લાં ચાર વર્ષથી સતત નીચે ગબડતું રહ્યું છે, તે વર્ષ 2017માં 136મા, વર્ષ 2018મા 138મા, વર્ષ 2019માં 140મા અને ગત વર્ષે 142મા સ્થાને રહ્યું હતું.

પેરિસસ્થિત રિપોર્ટર્સ સાન્સ ફ્રાંતિએ (આરએસએફ) એટલે કે રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ એક નૉન-પ્રૉફિટ સંગઠન છે, જે દુનિયાભરના પત્રકારો અને પત્રકારત્વ પર થનારા હુમલાઓને ડૉક્યુમેન્ટ કરવાનું અને તેની સામે અવાજ ઉઠાવવાનું કામ કરે છે.

આ સૂચકાંકમાં નૉર્વે, ફિનલૅન્ડ, ડેનમાર્ગ અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશ સામાન્ય રીતે ઘણા ઉપર હોય છે, જ્યારે આફ્રિકાના ઘણા દેશો જ્યાં લોકતંત્ર નથી, એ સૌથી નીચે હોય છે, જેમ કે ગિની અને ઇરીટ્રિયા.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો