ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના મતે કઈ બે વસ્તુઓ ભવિષ્યમાં ક્રાંતિ લાવશે?

સુંદર પીચાઈ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, અમોલ રાજન
    • પદ, મીડિયા એડિટર

દુનિયાભરમાં મુક્ત અને ખુલ્લા ઇન્ટરનેટની સ્થિતિની સામે આક્રમણ વધી રહ્યું છે એવી ચેતવણી ગૂગલના વડા સુંદર પિચાઈએ આપી છે.

તેઓ કહે છે કે ઘણા દેશોમાં માહિતીના પ્રવાહને અટકાવાયો છે અને આ મૉડલને મોટા ભાગે સહજ રીતે સ્વીકારી પણ લેવાયું છે.

બીબીસી સાથેના વિગતપૂર્ણ ઇન્ટરવ્યૂમાં પિચાઈએ ટૅક્સ, પ્રાઇવસી અને ડેટાના વિવાદાસ્પદ મુદ્દે પણ વાત કરી હતી. પિચાઈ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગ, વીજળી અથવા ઇન્ટરનેટ કરતાંય વધારે શક્તિશાળી છે.

પિચાઈ ઇતિહાસની સૌથી વધુ સંકુલ, મહત્ત્વની અને ધનિક કંપનીઓમાંની એકના સીઈઓ છે.

line

નવીન ક્રાંતિઓ

સુંદર પીચાઈ

ઇમેજ સ્રોત, Reuters

સિલિકોન વૅલીમાં આવેલા ગૂગલ હેડક્વાર્ટર ખાતે મેં તેમની સાથે વાતચીત કરી. વિશ્વના અગ્રણીઓ સાથેના ઇન્ટરવ્યૂની સિરીઝ હું કરવાનો છું તેની આ પહેલી કડી છે.

ગૂગલ અને તેની માતૃ કંપની 'આલ્ફાબેટ'ના વડા તરીકે તેમની પાસે અનેક કંપનીઓ અને વ્યાપક પ્રૉડક્ટ્સ છે, જેમ કે Waze, FitBit અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પાયોનિયર કંપની DeepMind.

ગૂગલમાં તેઓ તેઓ જીમેઈલ, ગૂગલ ક્રૉમ, ગૂગલ મેપ, ગૂગલ અર્થ, ગૂગલ ડૉક્સ, ગૂગલ ફોટો અને ઍન્ડ્રોઇટ ઑપરેટિંગ સિસ્ટમ સહિત ઘણી પ્રોડક્ટ સંભાળી રહ્યા છે.

જોકે સૌથી અગત્યનું છે ગૂગલ સર્ચ, જેના પરથી ક્રિયાપદ પણ બન્યું છે - ગૂગલ કરવું.

છેલ્લાં 23 વર્ષો દરમિયાન બીજી કોઈ પણ કંપની કરતાં ગૂગલ મુક્ત અને ખુલ્લા ઇન્ટરનેટ માટે મથી રહી છે, જેનું સ્વરૂપ અત્યારે આપણે માણી રહ્યા છીએ.

પિચાઈના જણાવ્યા અનુસાર આગામી 25 વર્ષ દરમિયાન બે મહત્ત્વની બાબતો આપણી દુનિયામાં ક્રાંતિ લાવશે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ.

ગૂગલના વિશાળ પણ ખાલીખમ ભાસતા હેડક્વાર્ટરમાં અમારી સાથે વાતચીત કરતાં પિચાઈએ ખાસ તો AI કેટલું અગત્યની બનવાની છે તેની વાતો કરી.

"મનુષ્યે વિકસાવેલી સૌથી પ્રગાઢ ટેકનૉલૉજી તરીકે હું તેને જોઉં છું," એમ તેમણે કહ્યું. "તમે અગ્નિ અથવા વીજળી અથવા ઇન્ટરનેટ વિચારો તો તેટલું ઊંડાણ તેમાં લાગે. પણ મને આમાં વધારે ઊંડાણ દેખાય છે."

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે મનુષ્યની બુદ્ધિશક્તિને મશીનમાં લાવવાની વાત છે.

કેટલીક AI સિસ્ટમ્સ અત્યારે પણ મનુષ્ય કરતાં વધારે સારી રીતે કેટલીક સમસ્યાને ઉકેલી રહી છે. પરંતુ શક્તિશાળી AIને કારણે શું ખતરો ઊભો થઈ શકે છે તે માટે હૅન્રી કિસિન્જરનું આ લખાણ વાંચવું જોઈએ.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એ તદ્દન જુદી બાબત છે. સામાન્ય કમ્પ્યુટિંગ બાઇનરી આધારિત ચાલે છેઃ એટલે કે 0 અથવા 1. તેની વચ્ચે કશું નહીં. આ સ્થિતિને બીટ કહે છે.

પરંતુ ક્વૉન્ટમ અથવા સબ-ઍટોમિક લેવલમાં જુદી રીતે કામ ચાલે છે: તે એકીસમયે 0 અથવા 1 કંઈ પણ હોઈ શકે છે - અથવા તે બંનેની વચ્ચેના સ્પેક્ટ્રમમાં હોઈ શકે છે.

ક્વૉન્ટમ કમ્પ્યુટર ક્યુબિટ્સ પર બનેલાં હોય છે, જેમાં કોઈ પણ મૅટર એકથી વધુ સ્ટેટ્સમાં હોઈ તેવી ધારણા હોય છે. આ મગજને ચકરાવે ચડાવે તેવું છે, પણ તેનાથી દુનિયા બદલાઈ જાય તેવું છે. આ વિશે Wired મૅગેઝિનમાં વિગતવાર લખાયું છે.

પિચાઈ અને બીજા અગ્રણી ટેકનૉલૉજિસ્ટ આ શક્યતાને અહોભાવથી જોઈ રહ્યા છે. "[ક્વૉન્ટમ] બધા માટે કામ કરશે એવું નથી.

કેટલીક બાબતો આપણે અત્યારે જે કમ્પ્યુટિંગથી કરી રહ્યા છે તેનાથી જ સારી રીતે થશે. પરંતુ કેટલીક એવી બાબતો છે જેની બાબતમાં તદ્દન નવાં પરિણામો ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ ખોલી આપશે."

ગૂગલ કંપનીના ઇતિહાસમાં સૌથી વધુ અસરકાર, લોકપ્રિય અને સન્માનનીય પ્રૉડક્ટ મૅનેજર તરીકે પિચાઈ આગળ વધતા રહ્યા અને ટોચ પર પહોંચ્યા છે.

ક્રૉમ અથવા મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ ઍન્ડ્રોઇડ (જેને થોડો સમય ઍન્ડી રૂબિને તે સંભાળી હતી) માટેનો આઇડિયા ભલે પિચાઈએ ના આપ્યો હોય, પરંતુ ગૂગલના સ્થાપકોની નજર નીચે કામ કરીને પિચાઈએ પ્રોડ્કટ મૅનેજર તરીકે આ પ્રોડક્ટને વિશ્વવ્યાપી બનાવી.

એ રીતે જોઈએ તો અત્યારે પિચાઈ AI અને ક્વૉન્ટમ કમ્પ્યુટિંગના મસમોટા પડકારોને ધ્યાનમાં રાખીને તેના પ્રૉડક્ટ મૅનેજર તરીકે કામ કરી રહ્યા છે.

અત્યારે ગૂગલ સામે રોજેરોજ જુદીજુદી બાબતોને કારણે સવાલો અને ટીકા થઈ રહી છે ત્યારે તેમનું કામ અઘરું બન્યું છે. કંપની સામે ત્રણ બાબતોમાં ટીકાઓ થઈ રહી છે: ટૅક્સ, ખાનગીપણાનો મુદ્દો અને મોનૉપલી સ્ટેટસ.

line

ટૅક્સની બાબતમાં વિવાદ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ટૅક્સની બાબતમાં ગૂગલનું વલણ વધુમાં વધુ ટૅક્સ બચાવવાનું રહ્યું છે.

વર્ષોથી ગૂગલે એકાઉન્ટન્ટ અને વકીલો પાછળ જંગી રકમ ખર્ચી છે, જેથી કાયદેસર રીતે ટૅક્સની જવાબદારી ઓછામાં ઓછી આવે.

દાખલા તરીકે, 2017માં ગૂગલે એક ડચ શૅલ કંપનીના માધ્યમથી 20 અબજ અમેરિકન ડૉલર બર્મુડા મોકલ્યા હતા, જેને "ડબલ આઇરિશ, ડચ સેન્ડવીચ" એવી સ્ટ્રેટેજી તરીકે ઓળખવામાં આવે છે.

મેં આ વિશે સવાલ પૂછ્યો ત્યારે પિચાઈએ કહ્યું કે ગૂગલ હવે એ સ્કીમનો ઉપયોગ નથી કરી રહી નથી. કંપની અત્યારે વિશ્વની સૌથી મોટી ટૅક્સપેયર કંપની છે અને જે દેશમાં કામ કરે છે ત્યાંના ટૅક્સના કાયદાનું પાલન કરે છે.

મેં કહ્યું કે તમારા જવાબમાં જ સમસ્યા શું છે તે આવી જાય છે: આ કોઈ કાયદાકીય બાબત નથી, પરંતુ એક નૈતિક મુદ્દો છે. સામાન્ય માણસો કંઈ એકાઉન્ટન્ટ નીમીને ટૅક્સ બચાવી શકે નહીં, પરંતુ જગતના ધનિક લોકો મોટા પાયે ટૅક્સ ભરવાનું આ રીતે ટાળી દે છે.

ગૂગલ ટૅક્સ હેવન ગણાતા દેશોમાંથી બહાર આવી જશે ખરું એવું મેં પૂછ્યું, પણ પિચાઈ તે માટે તૈયાર નહોતા.

જોકે તેમણે એટલું સ્પષ્ટ કર્યું કે "વૈશ્વિક કક્ષાએ મિનિમમ કૉર્પોરેટ ટૅક્સ લેવામાં આવે તેવી ચર્ચાથી ઉત્સાહિત છે".

એ સ્પષ્ટ છે કે ગૂગલ કંપની સરકારી તંત્ર સાથે મળીને ટૅક્સને વધારે સરળ અને વધારે અસરકારક બનાવવા માટે ચર્ચા વિચારણા કરી રહી છે. એ વાત પણ સાચી છે કે કંપનીનું મોટા ભાગનું રિસર્ચનું કામકાજ અમેરિકામાં થાય છે અને અહીંથી જ તેને સૌથી વધુ આવક મળે છે. સાથે જ અમેરિકામાં તે સૌથી વધુ ટૅક્સ ભરે છે.

છેલ્લા દાયકા દરમિયાન ગૂગલે 20% જેટલો ટૅક્સ ભર્યો છે, જે બીજી કોઈ પણ કંપની કરતા વધારે છે. જોકે કંપની ટૅક્સ હેવન દેશોમાંથી કામકાજ કરે તે કંપનીની આબરૂ સાથે જોડાયેલી બાબત છે. અત્યારે કોરોના મહામારીને કારણે આર્થિક સંકટ પણ આવ્યું છે ત્યારે આ મુદ્દો મહત્ત્વનો બની જાય છે.

આ ઉપરાંત ગૂગલ પર બીજી બાબતોને કારણે પણ સતત નજર છે, તેમાં છે ડૅટા, પ્રાઇવસી અને સર્ચની બાબતમાં કંપનીની મૉનોપૉલી છે કે કેમ તે બાબતનો સમાવેશ થાય છે. સર્ચમાં સંપૂર્ણપણે ગૂગલનો જ દમામ છે.

સર્ચની બાબતમાં પિચાઈ કહે છે કે ગૂગલ ફ્રી પ્રોડક્ટ છે અને ગ્રાહકો પોતાની રીતે બીજે ક્યાંય પણ સર્ચ કરી શકે છે.

આવી જ દલીલ ફેસબૂકે પણ કરી હતી. માર્ક ઝકરબર્ગની કંપની સામે પણ ઍન્ટી-ટ્રસ્ટ અરજીઓ થઈ હતી અને તેનો ચુકાદો આપતા ન્યાયાધીશે જણાવ્યું હતું કે હાલની મૉનોપૉલીની જે વ્યાખ્યા છે તે કંપનીને લાગુ પડતી નથી.

પ્રાઇવસી, ડૅટા, ટૅક્સ અને સર્ચમાં તેના પ્રભુત્વના મુદ્દે પિચાઈ સાથેની મારી વાતચીત જોરદાર રહી હતી, જેને પોડકાસ્ટ વર્ઝનમાં સાંભળી શકો છો.

line

ઉદ્યોગમાં માનસન્માન

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ઇન્ટરવ્યૂની તૈયારીના ભાગરૂપે મેં ગૂગલના હાલના અને જૂના એક ડઝન જેટલા ઍક્ઝિક્યુટિવો સાથે વાતચીત કરી હતી. અન્ય ટૅક કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટિવ, નિયંત્રક અધિકારીઓ અને ટૅક સેક્ટરના જાણકારો સાથે પણ વાતચીત કરી હતી. આ દરેક જૂથના પોતાના આગવા અને મજબૂત અભિપ્રાયો હતો.

ટૅક સેક્ટરમાં કામ કરનારાઓનું કહેવું હતું કે પિચાઈની આગેવાનીમાં ગૂગલના શૅરના ભાવમાં વધારો થયો છે તેનો નકાર થઈ શકે તેમ નથી. ભાવ ત્રણ ગણા થઈ ગયા છે, જે જોરદાર વધારો કહેવાય.

ગ્રાહકોમાં સાનુકૂળ માહોલ જોવા મળે છે તે પણ ગ્રોથનું કારણ છે અને બીજી જંગી ટૅક કંપનીઓનો પણ એવો જ ગ્રોથ થયો છે તે મુદ્દા જણાવાયો પણ તેને ધ્યાને લેવાયો નહોતો.

ગૂગલ અદભુત એન્જિનિયરિંગ અને વિશ્વ કક્ષાની પ્રૉડક્ટ તૈયાર કરીને ગ્રાહકોમાં આવો સાનુકૂળ માહોલ સર્જે છે.

નિયંત્રક અધિકારીઓએ મોટા ભાગે ઑફ ધ રેકૉર્ડ વાત કરી અને તેઓએ જણાવ્યું કે નવા કાયદા, તેની ભાષાને એવી રીતે તૈયાર કરવાની જરૂર છે, જેથી નવા પ્રકારના ઊભા થયેલા જાયન્ટ કૉર્પોરેટ પર વધારે સારી રીતે નજર રાખી શકાય.

ફેસબુકના કિસ્સામાં જજ બૉસેનબર્ગે ચુકાદો આપ્યો તેના પરથી આનું ઉદાહરણ મળે છે. મજાની વાત એ છે કે ફેડરલ ટ્રેડ કમિશનના 32 વર્ષનાં વડાં લીના ખાને અગાઉ એવી દલીલો કરી હતી કે નવી દુનિયા ઊભી થઈ છે તે પ્રમાણે મૉનોપૉલીની વ્યાખ્યાને વિસ્તારવી જરૂરી છે.

અન્ય મોટી ટૅક કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટિવ્સ જાહેરમાં પિચાઈના દેખાવથી બહુ પ્રભાવિત થયેલા હતા. સંસદ સામે હાજર થઈને પિચાઈએ જવાબો આપવા પડ્યા હોય ત્યારે ક્યારેય તેની કંપનીના શૅરના ભાવ ગગડ્યા નથી. નાનામાં નાની વિગતો તેમને મોઢે હોય છે તે જોઈને મુશ્કેલ સ્થિતિમાંથી પણ તેઓ બહાર આવી જાય છે.

લૉ-પ્રોફાઇલ સ્વભાવ ધરાવતા પિચાઈ એકાકી રહીને કામ કરતા રહે છે - કદાચ તેના કારણે જ ગૂગલના સ્ટાફના લોકો પણ આ ઇન્ટરવ્યૂ જોશે ત્યારે તેમને પણ કેટલીક નવી બાબતો જાણવા મળશે (ઇન્ટરવ્યૂ વખતે હાજર લોકોએ કહ્યું કે તેમને નવું જાણવા મળ્યું).

ફટાફટ સવાલજવાબ થયા તેમાં કેટલીક નવી જ વાતો જાણવા મળી - તેઓ માંસાહાર કરતા નથી, ટેસ્લા ચલાવે છે, ઍલેન ટુરિંગથી પ્રભાવિત છે, સ્ટિફન હૉકિંગને મળવાની ઇચ્છા અધૂરી રહી ગઈ અને જૉફ બેઝોસસના સ્પેસ મિશનની ઈર્ષા અનુભવે છે.

આવી પ્રભાવશાળી વ્યક્તિ પાસેથી આવી માહિતી કઢાવવી અઘરી હોય છે, ખાસ કરીને એટલા માટે કે તેઓ જાહેરમાં ભાગ્યે જ કોઈ વાત કરતા હોય છે. દાખલા તરીકે અમેરિકાના સ્વાતંત્ર્યદિને અમેરિકાના ઝંડા સાથે સર્ફિંગ કરતી તેમની તસવીરો તમને ઇન્સ્ટાગ્રામ પર જોવા નહીં મળે.

line

ચીફ ઍથિક્સ ઓફિસર

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તેમની સાથે કે તેમની નીચે કામ કરનારા લોકો પાસેથી જ જોકે મને તેમના અભિગમ વિશે વધુ જાણવા મળ્યું.

પિચાઈ બહુ માયાળુ અને સૌની દરકાર કરનારા લીડર તરીકે જાણીતા છે. તેમને નજીકથી જાણનારા સાથે મેં વાતચીત કરી તેમના જણાવ્યા અનુસાર તેઓ નાના સ્ટાફનું બહુ ધ્યાન રાખે છે. તેમની સામે એક પ્રામાણિક ઉદાહરણ બની રહેવા માગે છે.

તેઓ આદર્શવાદી છે અને ટેકનૉલૉજીથી માનવ જીવનના ધોરણો કેવી રીતે સુધારી શકાય તે માટે ચિંતા કરતા રહે છે. તેનું કારણ સામાન્ય પરિવારમાં તેમનો ઉછેર થયો હતો તેમાં રહેલું છે, જેની લાંબી ચર્ચા અમે કરી હતી.

તામિલનાડુના મધ્યમવર્ગીય પરિવારમાં સુંદર પિચાઈનો જન્મ થયો હતો. ઘણા બધી ટેકનૉલૉજીએ તેમના જીવન પર પ્રભાવ પાડેલો. તેમાં જૂનો રૉટરી ફોન ગણો કે જેનું કનેક્શન મેળવવા રાહ જોવી પડી હતી. અથવા સ્કૂટર જેના પર આખું કુટુંબ સવારી કરીને જમવા જતું હતું.

ગૂગલમાં એન્જિનિયર્સ અને સોફ્ટવૅર ડેલવપર્સથી તે આગળ નીકળી ગયા. મેટલર્જિકલ એન્જિનિયર હતા તેનો કદાચ ફાયદો થયેલો, પણ વાત એટલી સહેલી નહોતી. સિલિકોન વૅલીમાં અનેક ભેજાં પડેલાં હતાં અને અનેકના ઈગો વચ્ચે આગળ વધવાનું હતું. તે બધાનું માનસન્માન પિચાઈને મળ્યું.

લીડરશિપ સોંપવાની વાત આવે ત્યારે કાઉન્ટર-સાયક્લિકલ ઍપ્રોચની વાત પિચાઈ માટે બંધબેસતી આવે છે.

નવી પહેલ કરનાર, ઝનૂની, રિસ્ક લેનારા લૅરી પેજ અને સર્ગે બીનની લીડરશીપ પછી તેમના અનુગામી તરીકે કોઈ લૉ-પ્રોફાઇલ, મજબૂત, સાવધ લીડરની જરૂર હતી, જે લોકોની ચિંતાને દૂર કરી શકે અને સરકારી અમલદારોને રાજી રાખી શકે.

લોકો અને સરકારી તંત્ર સાથે કામ પાર પાડવાની બાબતમાં પિચાઈ અવલ રહ્યા છે અને કંપનીના શૅરનો દેખાવ જોરદાર રહ્યો છે. ઇતિહાસમાં બહુ ઓછા લોકો એવો દાવો કરી શકે કે કંપનીના સીઈઓ તરીકે મેં ટ્રિલિયન ડૉલર વેલ્યૂનું સર્જન કર્યું છે.

કાઉન્ટર-સાયક્લિકલ તરીકે તેમની પસંદગી ઉત્તમ ગણાઈ હતી, પણ તેના કારણે જ કેટલીક મર્યાદાઓ પણ આવી ગઈ હતી એમ ગૂગલમાં કામ કરી ચૂકેલા તથા અન્ય જાણકારો કહે છે. જોકે એ કહેવું જોઈએ કે આ લોકોનો અભિગમ સામાન્ય પન્ટર કરતાં અલગ હોય છે.

જોકે આ લોકો કેટલાક મુદ્દે એકમત છે.

એક, અગાઉ ક્યારેય નહોતી એટલી સાવધ થઈને કામ કરનારી કંપની ગૂગલ બની ગઈ છે (ગૂગલ આ વાત સ્વીકારશે નહીં, અને બીજા લોકો કહેશે કે સાવચેતી કંઈ ખોટી પણ નથી).

બીજું, ગૂગલ પાસે ઑરિજિનલ આઇડિયાના બદલે હવે "ચીલાચાલુ" અમુક પ્રૉડક્ટ્સ છે. બીજી રીતે જુઓ તો કેટલાક લોકો નવું શોધી કાઢે ત્યારે કંપની પોતાના ઍન્જિનિયર્સને કામે લગાડીને તેને સુધારી કાઢે.

ત્રીજું, પિચાઈના ઘણા પ્રયાસો નિષ્ફળ ગયા છેઃ ગૂગલ ગ્લાસ, ગૂગલ પ્લસ, ગૂગલ વૅવ, પ્રોજેક્ટ લૂન. ગૂગલ તેની સામે જવાબ આપી શકે છે કે પ્રયોગો કરવા અને નિષ્ફળ જવું તેનું પણ મૂલ્ય હોય છે. બીજું કે આ વાત તો ઉપરના મુદ્દાની વિપરિતમાં જાય છે.

ચોથું, માનવજાત સામેની મોટી સમસ્યાઓના ઉકેલ લાવવાની ગૂગલની મહત્ત્વાકાંક્ષા હવે મંદ પડી રહી છે.

સાન ફ્રાન્સિસ્કોમાં નાનકડી જગ્યામાં સૌથી મોટી સંખ્યામાં કમ્પ્યુટર સાયન્સ કરનારા, પીએચડીને ભેગા કર્યા છે તો શું ગૂગલ ક્લાઇમેટ ચૅન્જ માટે કે કૅન્સરની નાબૂદી માટે કામ ના કરવું જોઈએ? આવી ટીકાઓ મને પણ જરા આકરી લાગી, પણ લગભગ ઘણાએ આવી ટીકાઓ કરી છે.

અને છેલ્લે, પિચાઈ માટે સહાનુભૂતિ પણ થાય તેવું છે, કેમ કે બહુ વિશાળ સ્ટાફ, માથાફરેલા સંશોધકો અને ગૂગલના આદર્શવાદી યુગથી કામ કરનારાં ભેજાંને સાચવવાનું કામ અઘરું છે.

હાલના સમયમાં ડાઇવર્સીના મુદ્દે કે પગારના કારણે સ્ટાફના લોકો છોડીને જતા રહ્યા હોય તેના કારણે ગૂગલ સમાચારમાં ચમકતી રહે છે. કંપનીની મૂળ ઓળખના વિવાદાસ્પદ મુદ્દાઓને કારણે પણ કેટલાક મહત્ત્વના માણસો છોડીને જતા રહ્યા છે.

એક લાખથી વધારેનો સ્ટાફ છે અને તેમાં ઘણા લોકો કંપનીના ઇન્ટરનલ મેસેજ બોર્ડમાં બેફામ રીતે અભિપ્રાયો વ્યક્ત કરનારા છે અને કાર્યકરો જેવા સ્વભાવના છે.

તેવા સંજોગોમાં કંપનીનું સંચાલન મુશ્કેલ છે. પોતાના ગ્લૉબલ સ્ટાફમાં બધા પ્રકારના લોકોને લઈને કંપની ડાઇવર્સી માટે પ્રયાસો કરી રહી છે, અને સાથે જ અમુક મુદ્દે કંપની પોતાની ઓળખને પણ વળગી રહી છે.

line

ગતિમાન ગૂગલ

ગૂગલ

ઇમેજ સ્રોત, Getty Images

ટેક-જગતમાં ગૂગલ ઝડપથી આગળ વધે તેમ ઇચ્છનારા લોકો માટે ઉપરની બધી ચિંતાઓ છે. તેની સામે મુક્ત અને વિભાજિત લોકતંત્રમાં એવા મતદારો પણ છે જે ઇચ્છે છે કે 'બીગ ટેક કંપનીઓ' ધીમી પડે.

સિલિકોન વૅલીમાં મેં સમય વિતાવ્યો તેમાંથી મને એક બોધપાઠ એ મળ્યો કે આવું કંઈ થવાના અણસાર નથી. અહીં ધીમી પડવાની વાત નથી, ગતિમાન થવું એ જ સ્વભાવ છે.

ચીન વધારે આપખુદ, વધારે સર્વેલન્સ સાથેનું ઇન્ટરનેટનું મૉડલ અપનાવીને બેઠું છે ત્યારે શું તેનું ચલણ વધશે એ વિશે મેં સવાલ પૂછ્યો ત્યારે પfચાઈએ કહ્યું કે મુક્ત અને ખુલ્લાપણા સાથેના ઇન્ટરનેટ પર "આક્રમણ થઈ રહ્યું છે".

મહત્ત્વની વાત એ છે કે તેમણે ચીનનો સીધો ઉલ્લેખ ના કર્યો, પણ એવું કહ્યું કે: "અમારી કોઈ પણ મહત્ત્વની પ્રૉડક્ટ કે સર્વિસ ચીનમાં ઉપલબ્ધ નથી."

સાંસદો અને નિયંત્રકોની ગતિ ધીમી, બિનઅસરકાર પદ્ધતિ, લૉબિઇંગ સહેલું બન્યું છે અને કોરોના રોગચાળાએ મુશ્કેલી વધારી છે ત્યારે લોકતાંત્રિક પશ્ચિમમાં મામલો સુંદર પિચાઈ જેવા લોકો પર છોડી દેવાયો છે કે જેના પર સ્થિતિમાં બદલાવ માટે આપણે આધાર રાખી શકીએ.

પરંતુ પિચાઈ એવું નથી માનતા કે બધી જવાબદારી તેમના પર જ આવે. તમે એવું માનો છો ખરા?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

-