કોરોના વાઇરસ : ડબલ વૅરિયન્ટ ઇન્ફેક્શનનો એ દુલર્ભ કેસ જેણે ચિંતા વધારી

ઇમેજ સ્રોત, KATERYNA KON/SCIENCE PHOTO LIBRARY
- લેેખક, મિશેલ રૉબર્ટ્સ
- પદ, હૅલ્થ એડિટર, બીબીસી ન્યૂઝ
શું કોઈ વ્યક્તિ એક જ સમયમાં કોરોના વાઇરસના બે અલગ-અલગ વૅરિયન્ટથી સંક્રમિત થઈ શકે?
આ પ્રશ્નનો જવાબ છે- હા. એક જ સમયમાં કોરોના વાઇરસના બે અલગ-અલગ વૅરિયન્ટથી સંક્રમિત થવું એ શક્ય છે. 90 વર્ષનાં એક મહિલામાં આ રીતે બે વૅરિયન્ટ દેખાતાં ડૉક્ટરોએ ચેતવણી આપી છે.
90 વર્ષનાં એક મહિલાનું માર્ચ 2021માં બેલ્જિયમમાં મૃત્યુ થઈ ગયું. જોકે તેમણે કોરોનાની રસી લીધેલી ન હતી.
આ વૃદ્ધ મહિલા પહેલા અલ્ફા વૅરિયન્ટને કારણે બીમાર પડી ગયાં અને પછી તેમનાંમાં બીટા વૅરિયન્ટની પણ પુષ્ટિ થઈ હતી.
બીટા વૅરિયન્ટ સૌથી પહેલા બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો.
આ વૃદ્ધ મહિલાની સારવાર કરનાર ડૉક્ટરો માને છે કે આ મહિલા બે અલગ-અલગ વૅરિયન્ટથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવી ગયાં હશે.
તેમનું માનવું છે કે આ પ્રકારનો પ્રથમ કેસ છે જેમાં એક જ વ્યક્તિમાં બે અલગ-અલગ વૅરિયન્ટ મળી આવ્યા છે.

દુર્લભ કેસ પણ તબીબો ચેતવણી આપી રહ્યા છે

ઇમેજ સ્રોત, TUMEGGY/SCIENCE PHOTO LIBRARY
ડૉક્ટરો મુજબ આ એક દુર્લભ કેસ છે પરંતુ આની સાથે એ પણ સમજી લેવું જોઈએ કે આ રીતે પણ લોકોને સંક્રમણ થઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્લિનિકલ માઇક્રોબાયોલૉજી અને સંક્રામક રોગો પર આ વર્ષે યોજાનાર યૂરોપિયન કૉંગ્રેસમાં પણ આ અંગે ચર્ચા થશે.
આ વર્ષે જાન્યુઆરીમાં બ્રાઝિલમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે બે એવા લોકો છે જો એક જ સમયે બે અલગ-અલગ પ્રકારના વાઇરસથી સંક્રમિત થયા હતા. જેમાંથી એકમાં ગામા વૅરિયન્ટ મળ્યું હતું જેને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન પૉર્ટુગલના શોધકર્તાઓએ એક એવા 17 વર્ષનાં દર્દીની સારવાર કરી જેમને સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે તેમને એક પ્રકારના વૅરિયન્ટનો ચેપ લાગ્યો હતો, તેમાંથી તે સાજા થવા લાગ્યા તે સમયે તેમનામાં એક અન્ય વૅરિયન્ટ જોવા મળ્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પરંતુ નિષ્ણાતો 90 વર્ષનાં આ વૃદ્ધ મહિલાના કેસને ચિંતાજનક માની રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ મહિલામાં એ વૅરિયન્ટ મળ્યો જેને ડૉક્ટર સૌથી ઘાતક માની રહ્યા છે અને શોધકર્તાઓ તેને હજી પણ ટ્રૅક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ મહિલાનું આરોગ્ય બગડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાર બાદ તેમને શ્વાસ સંબંધી ગંભીર મુશ્કેલીઓ ઊભી થવા લાગી.
જ્યારે તેમણે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં ત્યારે તેમનું સૅમ્પલ પણ લેવામાં આવ્યું હતું. એ સૅમ્પલની તપાસમાં જાણવા મળ્યું કે તેમને કોવિડ-19 હતો. તેમાં કોરોના વાઇરસના બે મ્યૂટેટેડ વર્ઝન મળ્યા. આલ્ફા અને તેની સાથે બીટા વૅરિયન્ટ.

એક જ વ્યક્તિમાં બે વૅરિયન્ટ કેવી રીતે પહોંચ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
બેલ્જિયમના આલ્સ્ટમાં ઓએલવી હૉસ્પિટલનાં પ્રમુખ શોધકર્તા ડૉ એની વેંકેરબર્ગેને કહ્યું, આ બંને વૅરિયન્ટની હાજરી બેલ્જિયમમાં નોંધાઈ હતી. તો એવું બની શકે કે આ મહિલા એવા બે અલગ-અલગ લોકોના સંપર્કમાં આવ્યાં હોય જે બે અલગ-અલગ વૅરિયન્ટને કારણે સંક્રમિત હોય. જોકે દુર્ભાગ્યની વાત છે કે અમને એ નથી ખબર કે તેમને ચેપ કેવી રીતે લાગ્યો."
"તેઓ એકલાં રહેતાં હતાં પરંતુ તેમની સાર-સંભાળ લેવા અનેક લોકો આવતા હતા."
ડૉ વેંકેરબર્ગેન કહે છે કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે જો કોઈ વ્યક્તિ એક સમયે બે પ્રકારના વૅરિયન્ટથી સંક્રમિત થયેલી હોય તો શું એ સ્થિતિ તેના માટે કેટલી વધારે ખતરનાક છે.
કોરોના વાઇરસને લઈને શરૂઆતથી કહેવાઈ રહ્યું છે કે વાઇરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને સતત મ્યૂટેટ થઈ રહ્યો છે. દર થોડા દિવસોમાં નવો વૅરિયન્ટ સામે આવી રહ્યો છે.
કોરોના વાઇરસમાં આવતા પરિવર્તનને કારણે વાઇરસની સ્થિતિ વધારે મજબૂત બને છે. દાખલા તરીકે વાઇરસ પોતાની શક્તિ દેખાડી રહ્યો છે અને એવું કરતી વખતે વર્તમાનમાં છે માનવ રોગપ્રતિકારક શક્તિ અને એક હદ સુધી કોવિડ-19 વૅક્સિનને પણ ચકમો આપી રહ્યો છે.

વૅક્સિનના પ્રભાવને લઈને અધ્યયનની જરૂર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હાલ બ્રિટનમાં ડેલ્ટા વૅરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.
જોકે વિશ્લેષકોનું માનવું છે કે જે વૅક્સિન વર્તમાનમાં ઉપલબ્ધ છે એ આ વૅરિયન્ટની વિરુદ્ધ પૂર્ણ રક્ષણ પ્રદાન કરે છે.
વૈજ્ઞાનિક નવી કોવિડ વૅક્સિન ડિઝાઇન કરી રહ્યા છે જે નવા વૅરિયન્ટની વિરુદ્ધ વધારે અસરકારક હશે. જેમને બૂસ્ટર ડોઝના રૂપમાં વાપરી શકાશે.
યુનિવર્સિટી ઑફ વૉરવિકમાં વાયરોલૉજીના નિષ્ણાત પ્રોફેસર લૉરેન્સ યંગ મુજબ, "કોઈ એક વ્યક્તિમાં કોરોના વાઇરસના બે વૅરિયન્ટ મળવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. અલગ-અલગ સમયે અલગ-અલગ વૅરિયન્ટથી સંક્રમિત લોકોનાં સંપર્કમાં આવવાથી આવું થઈ શકે છે."
જોકે તેઓ કહે છે કે આ વિષયે વધારે અધ્યયનની જરૂર છે કે શું બે અલગ-અલગ વૅરિયન્ટના ચેપને કારણે કોરોનાની રસીના પ્રભાવ પર કોઈ અસર થશે કે કેમ.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












