કોરોના વૅક્સિન મુકાવવી સરકાર ફરજિયાત કરી શકે? કાયદો આ બાબતે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સરકારે કોરોનાની રસી ફરજિયાત મુકાવવા અંગેના આદેશ આપ્યા હતા.
ગુજરાતનાં 18 શહેરોમાં વેપારી સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ 30 જૂન સુધી પોતાના કર્મચારીઓનું રસીકરણ કરાવી લે.
અન્ય શહેરો અને જિલ્લાઓમાં 10 જુલાઈ સુધીની મર્યાદા રાખવામાં આવી છે. સરકારી આદેશમાં કહેવાયું છે કે જો આ સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો આવું કરનાર સંસ્થાને બંધ કરાવી દેવામાં આવશે.
આવા આદેશ આપનારા રાજ્યોમાં મેઘાલયનો પણ સમાવેશ થાય છે.
હામાં જ પૂર્વોત્તર રાજ્ય મેઘાલયની સરકારે ઘણા જિલ્લામાં દુકાનદારો, ટૅક્સી અને રિક્ષાચાલકોની સાથોસાથ લારી-ગલ્લા પર સામાન વેચનારા લોકો માટે એવી શરત મૂકી છે કોરોના વૅક્સિન લીધા વગર તેઓ પોતાનું કામ ફરી વાર શરૂ નહીં કરી શકે.
ઘણા જિલ્લામાં આ આદેશ ત્યાંના ડેપ્યુટી કમિશનરોએ જારી કર્યા છે.
પરંતુ મેઘાલય હાઇકોર્ટે આ આદેશ રદબાતલ કરતાં કહ્યું કે રસી મુકાવવાનું ફરજિયાત ન કરી શકાય. કોર્ટે આ આદેશને મૂળભૂત અધિકારો અને રાઇટ ટુ પ્રાઇવસીનું હનન ગણાવતાં તેને રદ કરી દીધો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આવી પરિસ્થિતિમાં અહીં પ્રશ્ન એ ઊઠે છે કે શું ભારતમાં રસી મુકાવવાનું ફરજિયાત બનાવાઈ રહ્યું છે? ખાસ કરીને ત્યારે જ્યારે કેન્દ્રીય પરિવાર કલ્યાણ અને સ્વાસ્થ્યમંત્રાલયે રસી મુકાવવી કે નહીં તે અંગેનો નિર્ણય લોકોની ઇચ્છા પર છોડી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, મેઘાલય ઉચ્ચ ન્યાયાલયે પોતાના આદેશમાં એવું જરૂર કહ્યું છે કે બીજાની જાણકારી માટે વ્યવસાયિક સંસ્થાઓએ, ત્યાં કામ કરનારા લોકો, બસો, ટૅક્સી અને રિક્ષાચાલકોના રસીકરણની સ્થિતિ સ્પષ્ટપણે લખીને દર્શાવવાની રહેશે.
મેઘાલય ઉચ્ચ ન્યાયાલયના આદેશે ન્યાયિક વર્તુળોમાં ચર્ચાની શરૂ કરાવી દીધી છે.

શું ક્યારેય રસીકરણ ફરજિયાત હતું?

ઇમેજ સ્રોત, Getty Images
રોહિન દુબે વ્યવસાયે પ્રૉસિક્યૂટર છે અને ગુરુગ્રામની એક લૉ કંપનીમાં કામ કરે છે. તેમણે અનિવાર્ય રસીકરણ વિશે અભ્યાસ કર્યો છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે સૌથી પહેલાં રસીકરણ વર્ષ 1880માં તમામ માટે અનિવાર્ય બનાવાયું હતું.
એ સમયે બ્રિટિશ શાસને 'વૅક્સિનેશન ઍક્ટ' લાગુ કર્યો હતો. પછી શીતળા પર કાબૂ મેળવવા માટે વર્ષ 1892માં અનિવાર્ય રસીકરણ કાયદો લાગુ કર્યો. આ કાયદાના ઉલ્લંઘન પર સજાની જોગવાઈ પણ રાખવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
દુબે કહે છે કે, "વર્ષ 2001 સુધી તમામ જૂના કાયદા ખતમ કરી દેવાયા. પરંતુ 1897નો એપિડેમિક ડિસીઝ ઍક્ટ એટલે કે મહામારી રોગ કાયદાના સૅક્શન બેમાં રાજ્ય સરકારોને કોઈ પણ નિયમને લાગુ કરાવવા માટે અપાર શક્તિઓ આપવાની જોગવાઈ કરાઈ છે."
"આ જોગવાઈ અંતર્ગત કોઈ પણ મહામારીને ફેલાતી અટકાવવા માટે કોઈ પણ રાજ્ય સરકાર, કોઈ પણ પ્રકારનો કડક કાયદો, નિર્દેશ કે નિયમ બનાવવા માટે સશક્ત છે."
આવી જ રીતે વર્ષ 2005થી લાગુ કરાયેલ રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન કાયદો પણ આપત્તિ કે મહામારી દરમિયાન કેન્દ્ર સરકારને તેને રોકવા માટેની અપાર શક્તિ પ્રદાન કરે છે.

શું કહે છે કાયદાના જાણકાર?

ઇમેજ સ્રોત, Getty Images
કાયદાના જાણકાર કહે છે કે આને લઈને કાનૂની સ્વરૂપે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. અનિવાર્ય રસીકરણના મામલે વિભિન્ન અદાલતોના આદેશોનું જ અધ્યયન કરીને તેની વ્યાખ્યા કરાઈ રહી છે.
સૌપ્રથમ તમામ ચિકિત્સાકર્મીઓ માટે કોરોનાની રસી અનિવાર્ય કરાઈ.
ત્યાર બાદ તમામ ફ્રન્ટલાઇન વર્કરો જેમ કે પોલીસકર્મી અને સુરક્ષાદળો માટે રસીને અનિવાર્ય બનાવવામાં આવી. ત્યારે બાદ પણ કેન્દ્ર સરકાર કોરોના રસીકરણ અભિયાનને સ્વૈચ્છિક જ કહી રહી છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બી. બદરીનાથ કહે છે કે મૂળભૂત અધિકારો, રાઇટ ટુ પ્રાઇવસી અને સ્વાસ્થ્યના અધિકારો વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે.
તેઓ કહે છે કે એ વાત બરોબર છે કે કોઈનેય રસી મુકાવવા માટે ફરજ ન પાડી શકાય, પરંતુ તેમ છતાં એ વાત પર વિવાદ થાય છે કે શું રસી ન મુકાવવાથી આવી વ્યક્તિ થકી અન્ય વ્યક્તિના સંક્રમિત થવાની સંભાવના વધે છે કે કેમ? કારણ કે બીજી વ્યક્તિને પણ સ્વસ્થ રહેવાનો એટલો જ અધિકાર છે.
બદરીનાથ કહે છે કે, "આને આવી રીતે સમજો કે કાયદાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અન્ય વ્યક્તિને બળજબરીપૂર્વક ઘરની અંદર રહેવા માટે કે સમાજથી અલગ રહેવા માટે મજબૂર ન કરી શકે."
"પરંતુ મહામારી રોગ કાયદો એટલે કે 'એપિડેમિક ડિસીઝ ઍક્ટ' અંતર્ગત સરકારે 'ક્વોરૅન્ટાઇન'ની જોગવાઈ કરી છે."
"આ જોગવાઈ અનુસાર સંક્રમિત લોકોનું અન્યને મળવું કે ઘરમાંથી બહાર નીકળવું ગુનાની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેના ઉલ્લંઘનને કારણે કાયદાકીય કાર્યવાહી પણ થઈ રહી છે."

રસીકરણ ફરજિયાત કરવા પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
સામાજિક અંતરનું પાલન પણ સરકારના આ જ કાયદા અંતર્ગત કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં બદરીનાથ કહે છે કે, "રસીકરણ માટે કોઈનેય મજબૂર ન કરી શકાય અને કોર્ટ આને લઈને સમયાંતરે પોતાના આદેશોમાં ટિપ્પણીઓ પણ કરી રહી છે."
હાલમાં જ મેઘાલયના ઉચ્ચ ન્યાયાલયે એક મામલાની સુનાવણી દરમિયાન પોતાના આદેશમાં કહ્યું હતું કે, "કલ્યાણકારી યોજનાઓ હોય કે વૅક્સિન મૂકવાની યોજના, તે આજીવિકા અને અંગત સ્વતંત્રતાના અધિકારોમાં અતિક્રમણ ન કરી શકે."
"તેથી રસી મુકાવવા અને તે ન મુકાવવાથી આજીવિકાના માધ્યમ પર પ્રતિબંધ મૂકવાની વાત વચ્ચે કોઈ સંબંધ જ નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
બંધારણના જાણકાર અને વરિષ્ઠ વકીલ સંગ્રામ સિંહ કહે છે કે રાજ્ય સરકારોને મહામારી કાયદા હેઠળ નિયમ બનાવવાનો અધિકાર જરૂર છે પરંતુ રસીને અનિવાર્ય કરવાનું કૃત્યુ ત્યાં સુધી ખોટું જ મનાશે જ્યાં સુધી એવું નક્કરપણે પ્રમાણિત નથી થઈ જતું કે વૅક્સિન મુકાવ્યા બાદ ક્યારેય ફરીથી લોકો કોરોનાથી સંક્રમિત નહીં થાય.
સંગ્રામ સિંહે બીબીસીને કહ્યું કે અત્યાર સુધી એ વાતની ખબર નથી પડી શકી કે જે રસી કોવિડને રોકવા માટે અપાઈ રહી છે તેની અસર કેટલા દિવસ સુધી રહેશે.
તેઓ કહે છે કે, "હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે એક વર્ષમાં રસીના બે ડોઝ લીધા બાદ શું દર વર્ષે રસી મુકાવવી પડશે કે કેમ? જો આ વાતની જ ખબર નથી તો પછી રસીકરણને ફરજિયાત કઈ રીતે કરી શકાય."

શું છે લોકોના અધિકાર?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ રોહન દુબે કહે છે કે હજુ પણ ઘણા દેશોમાં રસીકરણ ફરજિયાત છે.
ઉદાહરણ તરીકે તેઓ જણાવે છે કે પાસપોર્ટ ઍક્ટ અંતર્ગત ઘણા એવા દેશો છે જ્યાં કમળા કે અન્ય રોગોની રસી મુકાઈ ગઈ હોય તેવા જ લોકોને જવાની પરવાનગી અપાય છે.
તેમના અનુસાર આફ્રિકાના પણ ઘણા દેશોમાં રસી મુકાવ્યા વગર જઈ શકાતું નથી.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે જૅકોબસન વિરુદ્ધ મૅસેચ્યુસેટ્સ મામલામાં એ સ્પષ્ટ કરી દીધું હતું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને તમામને માટે શીતળાની રસી મુકાવવી અનિવાર્ય છે.
પરંતુ સંગ્રામ સિંહ જેવા કાયદાના ઘણા જાણકાર આ તર્ક સાથે સંમત નથી.
તેઓ કહે છે કે બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત લોકોને અધિકાર અપાયો છે કે તેમને કોરોના વાઇરસની રસી સાથે સંબંધિત ફાયદા અને નુકસાન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવે. પરંતુ આ અંગે કોઈ આંકડો હજુ સુધી મોજૂદ ન હોવાના કારણે લોકોને નિર્ણય લેવામાં પરેશાની થઈ રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













