યોગી આદિત્યનાથ : ઉત્તર પ્રદેશમાં ભાજપ-સંઘ પાસે બીજો કોઈ વિકલ્પ નથી?

ઉત્તર પ્રદેશમાં નેતૃત્વપરીવર્તનની પ્રબળ શક્યતાઓ પર ભારે પડી યોગીની રાષ્ટ્રવાદી છબિ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં નેતૃત્વપરીવર્તનની પ્રબળ શક્યતાઓ પર ભારે પડી યોગીની રાષ્ટ્રવાદી છબિ?
    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી હિંદી માટે

ઉત્તર પ્રદેશમાં બે અઠવાડિયાં ગરમાગરમ રાજકીય હલચલ બાદ બાદ હાલ માહોલ થોડો શાંત દેખાઈ રહ્યો છે પરંતુ આ શાંતિની અવધિ કેટલી લાંબી હશે, તેને લઈને આશંકાઓ છે.

ઉત્તર પ્રદેશના નેતાઓ સાથે બેઠકો બાદ ભાજપના કેન્દ્રીય નેતાઓએ ભલે કોઈ ફેરફારને માત્ર અટકળબાજી ગણાવી હોય અને 'બધું ઠીક-ઠાક' હોવાનો સંદેશ આપવાની કોશિશ હોય પરંતુ આ સંદેશ આ જ સ્વરૂપે ના તો ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સુધી પહોંચ્યો છે ના સામાન્ય માણસો સુધી.

એટલે સરકાર અને સંગઠનના સ્તરે ફેરફારની ચર્ચા ચાલી રહી છે.

રાજકીય જગતમાં આ વાતની પણ ચર્ચા છે કે યોગી આદિત્યનાથને મુખ્ય મંત્રી બનાવવા એ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શીર્ષ નેતાઓને હવે એવો નિર્ણય લાગી રહ્યો છે, જેને બદલવો અને જાળવી રાખવો, બંને સ્થિતિમાં નુકસાનનો સોદો થતો હોય એવું લાગી રહ્યું છે.

પાછલાં ચાર વર્ષમાં મુખ્ય મંત્રી, યોગી આદિત્યનાથની જે પ્રકારની છબિ સામે આવી છે, તેની સામે ચાર વર્ષ પહેલાંના ઘણા પ્રતિસ્પર્ધી પાછળ છૂટી ચુક્યા છે.

line

"ધારાસભ્યોની કોઈ ઓકાત નથી રહી "

મુખ્ય મંત્રી બન્યા બાદ યોગીનું મોઢું મીઠું કરાવી રહેલા ધારાસભ્યો (18 માર્ચ, 2017ની તસવીર)

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી બન્યા બાદ યોગીનું મોઢું મીઠું કરાવી રહેલા ધારાસભ્યો (18 માર્ચ, 2017ની તસવીર)

ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યે નામ ન છાપવાની શરતે કહ્યું કે, "યોગી મુખ્ય મંત્રી તરીકે પોતાની જાતને એવી રીતે સ્થાપિત કરી લીધા છે જેવી રીતે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છે"

"ધાર્મિક કટ્ટરપણા જેવી બાબતોમાં તેઓ તેમના કરતાં ઘણા આગળ છે અને એવું દેખાય પણ છે. મંત્રીઓ અને ધારાસભ્યોનું ગજું અહીં પણ એવું જ છે જેવું કે કેન્દ્રના મંત્રીઓ અને સાંસદોનું છે. અમલદારશાહી દ્વારા અહીં પણ સરકાર ચાલી રહી છે અને કેન્દ્રમાં પણ."

તેઓ કહે છે કે, "ધારાસભ્ય તો હવે માત્ર વિધાનસભાની ગણતરી પૂરતા જ રહી ગયા છે, નહીંતર તેમની કોઈ ઓકાત નથી. વિકલ્પ તરીકે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપને યોગી સિવાય બીજો કોઈ એવો નથી દેખાઈ રહ્યો જેમ કેન્દ્રમાં મોદીનો કોઈ વિકલ્પ નથી દેખાઈ રહ્યો. પરંતુ એવું કાંઈ નથી. વિકલ્પ બંનેના છે અને તેમના કરતાં બહેતર પણ છે."

વર્ષ 2017માં ભાજપે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ નેતાને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવીને ચૂંટણી નહોતી લડવામાં આવી અને ના કોઈ એવા નેતા હતા જેને સામાન્યપણે ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી તરીકે જોવામાં આવી રહ્યા હતા.

ચર્ચામાં ઘણાં નામ હતાં, જેમાં તત્કાલીન પ્રદેશાધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય અને હાલના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હતા.

line

યોગીને મુખ્ય મંત્રી બનાવવામાં ભાજપે કઈ વાત નજર અંદાજ કરી?

યોગી આદિત્યનાથનો શપથગ્રહણ સમારોહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથનો શપથગ્રહણ સમારોહ

ઘણા દિવસોની કસરત અને ભારે હંગામા બાદ લખનૌમાં યોગી આદિત્યનાથને મુખ્ય મંત્રી સાથે કેશવ પ્રસાદ મૌર્ય અને ડૉક્ટર દિનેશ શર્માને ઉપમુખ્ય મંત્રી બનાવવાની જાહેરાત થઈ હતી.

જોકે, આ પહેલાં મનોજ સિંહાનું નામ પણ મુખ્ય મંત્રી તરીકે ખૂબ પ્રચારિત થઈ રહ્યું હતું પરંતુ તે એ જ ઝડપ સાથે ખોવાઈ પણ ગયું.

આ દરમિયા મુખ્ય મંત્રી તરીકે યોગી આદિત્યનાથની કાર્યશૈલી પર ઘણી વખત સવાલ ઉઠ્યા. કાયદા-વ્યવસ્થાના મામલામાં શરૂઆતથી માંડીને અત્યાર સુધી તેઓ વિપક્ષના નિશાન પર રહ્યા છે અને 'યોગી હોવા છતાં જાતિવાદી વિચાર'ના આરોપ વિપક્ષ સિવાય ભાજપના પણ ઘણા નેતા લગાવી ચુક્યા છે.

તેમ છતાં યોગી આદિત્યનાથની છબિ ભાજપના એક 'ફાયરબ્રાન્ડ પ્રચારક' અને હિંદુત્વના પ્રતીક નેતા તરીકે બનતી ગઈ. જે કારણે મુખ્ય મંત્રી તરીકેની તેમની તમામ ત્રુટીઓ પર પણ એટલું ધ્યાન ન અપાયું.

અહીં સુધી પાછલાં બે અઠવાડિયાંથી RSS અને ભાજપના તમામ નેતાઓની દિલ્હી અને લખનૌમાં થયેલી બેઠકો બાદ એવું મનાઈ રહ્યુંં હતું કે કદાચ હવે ઉત્તર પ્રદેશમાં નેતૃત્વપરિવર્તન થશે પરંતુ બેઠક બાદ તે તમામ નેતા પણ યોગી આદિત્યનાથની પ્રશંસા કરીને ગયા જેમણે મંત્રીઓ અને ધારાસભ્યો સાથે સામસામે બેઠક કરી અને સરકારના કામકાજ અંગે પ્રતિક્રિયા જાણી.

line

શું વિચારી રહ્યા છે મોદી-શાહ?

ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી બેઠકોની હારમાળાનો શું હેતુ હતો?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી બેઠકોની હારમાળાનો શું હેતુ હતો?

જોકે લખનૌમાં વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન જણાવે છે કે નેતૃત્વ સંકટ હજુ સુધી ટળ્યું નથી અને કંઈક ને કંઈક નિર્ણય તો જરૂર લેવાશે.

બીબીસી સાથેની વાતચીતમાં શરત પ્રધાન જણાવે છે કે, "મોદી-શાહ હજુ રાહ જોઈ રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે અમુક રીતે બહારથી જ વિવાદને જુએ કારણ કે આનાથી પાર્ટીને નુકસાન જ થશે. આ આટલો મોટો મુદ્દો યોગીના કારણ બન્યો છે અને હવે કેન્દ્રીય નેતૃત્વ કંઈક ને કંઈક નિર્ણય તો લેશે જ."

"જો યોગી આદિત્યનાથ મોદી-અમિત શાહની શરતો પર તૈયાર ન થયા તો તેમનું જળવાઈ રહેવું મુશ્કેલ છે. અને હા, મોદી-શાહ માટે વિકલ્પનો કોઈ અર્થ નથી. તમામ રાજ્યોમાં પોતાના હિસાબે જ તેમણે મુખ્ય મંત્રી બનાવ્યા છે."

"યોગી આદિત્યનાથને હઠાવવાના જ હશે તો તેમની વિરુદ્ધ 200-250 ધારાસભ્યો પાસેથી પત્ર લખાવી લેશે."

શરત પ્રધાન એ વાતથી સ્પષ્ટ ઇનકાર કરે છે કે સંઘ કે મોદી પાસે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનો કોઈ વિકલ્પ નથી.

તેમના અનુસાર યોગી આદિત્યનાથને વિકલ્પ બનાવાયા હતા, પહેલાંથી નહોતા.

તેઓ કહે છે કે, "ભાજપે યોગીના નેતૃત્વમાં તો ચૂંટણી નહોતી લડી. એ સમયે ભાજપ પાસે જે વિકલ્પ હતા તેઓ આજે પણ છે. કામ કરનારા મુખ્ય મંત્રીની જે છબિ તેઓ નથી બનાવી શક્યા. કટ્ટર હિંદુવાદીની તેમની જે છબિ છે, તે વધુ સ્પષ્ટ બની છે. એટલું જ નહીં RSSમાં પણ એક વર્ગ તેમનું સમર્થન કરે છે પરંતુ એક મોટો વર્ગ તેમના વિરોધમાં પણ છે."

"RSSમાં યોગીનું સમર્થન કરનારા લોકો તેમને મોદીના વિકલ્પ તરીકે પણ જુએ છે. જેથી જરૂર પડે ત્યારે તેમને ચહેરો બનાવી શકાય. ઉત્તર પ્રદેશમાં ભાજપ તેમના સ્થાને અન્ય કોઈ અનુભવી વ્યક્તિને વિકલ્પ તરીકે શોધશે"

line

ભાજપના નેતા કહી રહ્યા છે - "બધું ઠીક ચાલી રહ્યું છે"

મોદીના વિકલ્પ મનાતા યોગીનો ઉત્તર પ્રદેશમાં વિકલ્પ શોધવામાં ભાજપ નિષ્ફળ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદીના વિકલ્પ મનાતા યોગીનો ઉત્તર પ્રદેશમાં વિકલ્પ શોધવામાં ભાજપ નિષ્ફળ?

ભાજપમાં આ મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી. અહીં સુધી કે એ નેતા પણ નહીં, જેઓ યોગી સરકાર સામે આંગળી ચીંધતા રહ્યા છે અને સાર્વજનિક રીતે પત્ર પણ લખતા રહ્યા છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જેપીએસ રાઠોડ તો કહે છે કે બે અઠવાડિયાંથી થઈ રહેલી બેઠકોની હારમળા, પરિવર્તનો નહીં પરંતુ સરકાર અને સંગઠન વચ્ચે સમન્વયના હેતુસર થનારી સામાન્ય બેઠકો હતી.

બીબીસી સાથેની વાતચીતમાં રાઠોડ કહે છે કે, "નિર્ણય તો રાષ્ટ્રીય નેતૃત્વે કરવાનો છે, બાકી પરિવર્તનની કોઈ મોટી આવશ્યકતા નથી. બધું ઠીક છે. મીડિયાના લોકો જ આ તમામ અનુમાનો લગાવી રહ્યા છે. પરંતુ આવો કોઈ વિષય હાલ હાથ પર નથી. નેતૃત્વપરિવર્તન જેવી કોઈ વાત હાલ ચાલી રહી નથી."

line

"યોગીએ ઝગડો કરીને લીધી હતી મુખ્ય મંત્રીની ખુરશી"

મુખ્ય મંત્રી બનવા માટે યોગી કેન્દ્રીય નેતૃત્વની સામે પડ્યા હતા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી બનવા માટે યોગી કેન્દ્રીય નેતૃત્વની સામે પડ્યા હતા?

ભાજપના અમુક નેતા નામ ન છાપવાની શરતે કહે છે કે યોગી આદિત્યનાથ ના તો RSSમાં ક્યારેય રહ્યા છે ના તેઓ ભાજપના સંગઠનનો ભાગ હતા. તેમ છતાં તેમની પસંદગી મુખ્ય મંત્રી તરીકે કરાઈ, તેની પાછળ કોઈક તો કારણ હશે.

ઉત્તર પ્રદેશમાં ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે કે, "યોગીજી RSSમાં ક્યારેય નથી રહ્યા, સંબંધો ભલે રહ્યા હોય. આક્રમક હિંદુવાદી નેતા તરીકે. પરંતુ તેઓ RSS અને ભાજપ બંનેને ગમતા હતા. તેઓ ક્યારેય પોતાના રાજકારણ માટેય ભાજપના ભરોસા પર નથી રહ્યા બલકે હિંદુ યુવાવાહિની નામનું એક સમાંતર સંગઠન તેમની પાસે હતું."

તેઓ કહે છે કે, "વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. અહીં સુધી કે તેઓ વર્ષ 2017માં એક પ્રકારે તેમણે ઝગડીને મુખ્ય મંત્રીની ખુરશી મેળવી હતી. આ તમામ છતાં યોગી આદિત્યનાથને પાર્ટીએ એટલી મહત્ત્વપૂર્ણ જવાબદારી આપી છે કે હવે તે પાછી લેવામાં પક્ષને નુકસાન થવાની આશંકા છે. પરંતુ સત્ય એ પણ છે કે વર્ષ 2017માં મોદીનો ચહેરો જોઈને ઉત્તર પ્રદેશના લોકોએ વોટ આપ્યો હતો. યોગીનો નહીં."

ભાજપે વર્ષ 2017ની ચૂંટણી યોગીને મુખ્ય મંત્રી તરીકે રજૂ કરીને ભલે ન લડી હોય પરંતુ એ વાત પણ સાચી છે કે ત્યાર બાદ તેમણે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.

line

યોગીનો વિકલ્પ નહીં કે હજુ પડદો ઊઠશે?

યોગી આદિત્યનાથ મોદી-શાહની જોડી સામે સત્તા ટકાવી શકશે?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથ મોદી-શાહની જોડી સામે સત્તા ટકાવી શકશે?

સમાજશાસ્ત્રી પ્રોફેસર બદ્રી નારાયણ કહે છે કે, "કારણો અને પરિસ્થિતિઓ ભલે ગમે તે હોય, ઉત્તર પ્રદેશમાં તેમનો વિકલ્પ તો નથી દેખાઈ રહ્યો. જે પ્રકારની આક્રમક શૈલીવાળા નેતા તેઓ છે, તેવા જ કોઈકની પાર્ટીને દરકાર છે."

"એ સ્વરૂપમાં કદાચ હાલ પાર્ટી પાસે તેમનો વિકલ્પ નથી. પરંતુ હા, એવું કહેવું પણ અતિશયોક્તિ હશે કે ભાજપમાં વિકલ્પહિનતાની સ્થિતિ છે. એટલું જરૂર છે કે જે માપદંડો પર પાર્ટીને નેતૃત્વની જરૂરિયાત છે, યોગી આદિત્યનાથ તેના પર સૌથી વધારે ખરા સાબિત થાય છે."

પરિસ્થિતિ કોઈ પણ હોય પરંતુ એટલું તો સત્ય ચે કે ભાજપના ઘણા એવા નેતા હવે પરિદૃશ્યથી લગભગ બહાર છે જેમની પર મુખ્ય મંત્રી તરીકે દાવ રમી શકાયો હોત.

પછી ભલે તે મનોજ સિંહા હોય, કલરાજ મિશ્ર હોય, રાજનાથ સિંહ હોય, ઓમપ્રકાશ સિંહ હોય કે પછી અન્ય કોઈ.

અમુક રાજકીય પર્યવેક્ષકોનું કહેવું છે કે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ વિધાનસભાની ચૂંટણી પહેલા કદાચ એ પરિસ્થિતિઓનું પુનરાવર્તન નથી ઇચ્છતું જે પરિસ્થિતિઓમાં કલ્યાણ સિંહને મુખ્ય મંત્રી પદ પરથી હઠાવાયા હતા અને પછી કલ્યાણ સિંહ પાર્ટી સામે વિદ્રોહ કર્યો હતો.

પરંતુ શરત પ્રધાન કહે ચછે કે હાલના સમયમાં એ પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં થાય. તેઓ કહે છે, "કલ્યાણ સિંહ જે સ્તરના જમીન સાથે જોડાયેલા નેતા હતા, સંઘ અને પાર્ટીમાં તેમની જે પકડ હતી, તે યોગી આદિત્યનાથની નથી."

"બીજું વિદ્રોહ કરવા પર યોગી આદિત્યનાથ ધારાસભ્યો કે કાર્યકર્તાઓનું કેટલું સમર્થન મેળવી શકશે, તે વાતનો અહેસાસ ભલે તેમને ન હોય પરંતુ કેન્દ્રીય નેતૃત્વને જરૂર છે."

"ત્રીજું અને સૌથી મહત્ત્વનું એ છે કે કલ્યાણ સિંહ અટલ બિહારી વાજપેયી સાથે મુકાબલો કરી રહ્યા હતા અને યોગી જો આવું કરશે તો તેમણે મોદી-શાહ સામે ટકરાવું પડશે. બંનેમાં ઘણું અંતર છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો