ટેટ વિદ્યાસહાયક ભરતી : કોઈની 'ઉંમર વીતી ગઈ' તો કોઈએ 'લગ્ન પાછળ ઠેલ્યાં' પણ નોકરી ન મળી - ભરતીની રાહ જોતા ઉમેદવારની વ્યથા

ઇમેજ સ્રોત, Sangeeta sathvara
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે ભરતી થવા માટે ટેટ (ટીચર ઍલિજિબિલિટી ટેસ્ટ)-1 અને ટેટ-2ના ઉમેદવાર લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈને બેઠા છે. અગાઉ તેમણે ગાંધીનગરમાં જઈને પ્રદર્શન કર્યાં હતાં.
કોરોના મહામારીને કારણે હાલ પ્રદર્શનની ગુંજાશ ન હોવાને લીધે તેમણે થોડા દિવસ અગાઉ "#વિદ્યાસહાયકની_જાહેરાત_આપો" એવા હૅશટેગ સાથે ટ્વિટર પર ઝુંબેશ ચલાવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે ટ્વિટર પર ભરતી માટેની ઝુંબેશ અગાઉ પણ ચલાવી હતી. ટેટ પરીક્ષાઓ પાસ કર્યા પછી લાંબા સમયથી ભરતી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો કઈ મનઃસ્થિતિ અને પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
મૂળે ઊંઝાનાં સંગીતાબહેન સથવારા બીબીસીને કહે છે કે, "સરકારે 2019માં ટેટ-2ની ભરતીનું કહ્યું હતું અને હજી સુધી ભરતી બહાર પાડી નથી. સરકારને એટલું જ કહેવું છે કે જલદીથી ભરતી લાવે. હજી અમારી ધીરજની કેટલી કસોટી સરકાર કરવા માગે છે એ સમજાતું નથી. અમે બધા ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા છીએ. ધીરજ ખૂટી ગઈ છે. ખબર નહીં સરકાર કેમ હલતી નથી?"

ભરતી માટે લગ્ન પાછાં ઠેલ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
સંગીતાબહેને ટેટ-1 અન ટેટ-2 બંને પરીક્ષા બબ્બે વખત આપી હતી. તેઓ કહે છે કે, "મેં બબ્બે વખત પરીક્ષા એટલા માટે પાસ કરી કે જેથી વધુ માર્ક્સ લાવું તો મને વિદ્યાસહાયક તરીકેની નોકરી મળવામાં સરળતા રહે. હવે ભરતી જ બહાર પડતી નથી."
શિક્ષણ અને પરીક્ષાઓ લોકોના જીવનમાં લાંબા ગાળાના ફેરફાર લાવતા હોય છે. ટેટ પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાસહાયક તરીકે શાળામાં નોકરી મળી જશે તેવી રાહે સંગીતાબહેને લગ્ન એક-બે વર્ષ પાછળ ઠેલ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
તેઓ કહે છે કે, "હું જ્યારે ટેટ પરીક્ષાની તૈયારી કરતી ત્યારે અડોશપડોશમાં મારી ઉંમરની છોકરીઓનાં લગ્ન કે સગાઈ થતી હતી. એ વખતે મારાં માતાપિતા એમ સમજીને થોભી ગયા હતા કે કંઈ વાંધો નહીં, મારી દીકરી માટે આ પરીક્ષા ખૂબ જરૂરી છે. મારા પપ્પા પાંચ ચોપડી ભણેલા છે અને કડિયાકામ કરીને ઘર ચલાવ્યું છે. છતાં તેમણે મારા જેવી દીકરીને મહેનત કરીને ભણાવી. એ ભણતર પછીય વિદ્યાસહાયકની ભરતીનાં વ્હાણાં વીતતાં જાય તો શું કરવું?" આટલું બોલતી વખતે તેમનો અવાજ ભરાઈ જાય છે.
સ્વસ્થ થઈને સંગીતાબહેન કહે છે કે, "મારાં લગ્ન તો હવે થઈ ગયાં છે અને પતિની નોકરી સારી છે. મને ચિંતા મારા એ મિત્રોની થાય છે કે જેમની આર્થિક સ્થિતિ થોડી નબળી છે અને નોકરીની ખૂબ જરૂર છે. તેઓ ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એ લોકો ટ્યુશનો કરી કરીને માંડમાંડ ઘર ચલાવી રહ્યા છે. સરકાર કમસે કમ તેમની સામે જુએ તો મહેરબાની."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભરતી થતી નથી અને વયમર્યાદા પૂરી થઈ રહી છે

ઇમેજ સ્રોત, Girishbhai Vankar
ટેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી વિદ્યાસહાયક તરીકે શિક્ષકની નોકરી માટે વયમર્યાદા હોય છે. કેટલાય ઉમેદવાર એવા છે કે જેઓ ભરતીની રાહ જોતા રહ્યા અને તેમની વયમર્યાદા સમાપ્ત થવાને આરે પહોંચી ગઈ હોય.
અમદાવાદમાં રહેતા ગિરીશ વણકર આવા જ એક ઉમેદવાર છે. તેમણે બીબીસીને જણાવ્યું કે, "મેં તો ટેટ-1 પાસ કર્યા એને ત્રણ વર્ષ વીતી ગયાં. ભરતી માટેનું ફૉર્મ ભરવાનો મને એક પણ મોકો નથી મળ્યો અને મારી વયમર્યાદા પૂરી થઈ રહી છે. ટેટ-1ની છેલ્લી ભરતી 2017 સપ્ટેમ્બરમાં બહાર પડી હતી. એ પછી ભરતી જ બહાર નથી પડી. ટેટ-1માં ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા બિનઅનામત (ઓપન)માં 33 વર્ષ અને અનામત (કેટેગરી) માટે 38 વર્ષની છે. આ ચાર જૂને હું 38 વર્ષનો થયો એટલે કે મારી ઉમેદવારી માટેની વયમર્યાદા પૂરી થઈ ગઈ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જે ઉમેદવારો ભરતી માટેની રાહ જોતા રહે છે અને વયમર્યાદા પૂરી થઈ રહી હોય તેઓ જીવનમાં ત્રિભેટે આવી ગયા હોય એવું મહેસૂસ કરે છે.
ગિરીશભાઈને પૂછવામાં આવ્યું કે ગયા વર્ષે તો કોરોના મહામારીને લીધે આખું વર્ષ દરેક માટે લગભગ સ્થગિત રહ્યું હતું. એવા સંજોગોમાં સરકાર પણ ભરતી માટે શું કરી શકે?
તેઓ કહે છે, "મહામારી વ્યાપક મુદ્દો છે એની ના નહીં પરંતુ બેરોજગારી પણ નાનો મુદ્દો તો છે નહીં. મારી ઉંમર 38 વર્ષ છે. મને એ જણાવો કે આટલું ભણ્યા પછી પણ નોકરી ન મળે તો 38 વર્ષે હવે હું નોકરી-રોજગારીનો ક્યો વિકલ્પ અજમાવું? કોરોના તો 2020માં આવ્યો. અગાઉનાં વર્ષોમાં સરકારે 2017 પછી ટેટ-1ની ભરતી કેમ બહાર ન પાડી?"
આ વાતમાં સૂર પૂરાવતાં સંગીતાબહેન સથવારા કહે છે કે, "ઉત્તરોત્તર વર્ષે જેમ વિદ્યાસહાયક માટેના ઉમેદવારો ઉત્તીર્ણ થઈને બહાર પડતા હોય તો ઉત્તરોત્તર વર્ષે ભરતી કેમ બહાર નથી પડતી?"

સંગીતના કાર્યક્રમો કરીને પરીક્ષાના ખર્ચા કાઢ્યા

ઇમેજ સ્રોત, Hardev wala
બીજી તરફ એવા પણ યુવાઓ છે જેમણે પાઈપાઈ જોડીને ખૂબ સંઘર્ષ કરીને ટેટ પરીક્ષાઓ પાસ કરી હોય અને ભરતીની રાહ જોતા હોય. ભાવનગરના તળાજા તાલુકાના હરદેવ વાળા એવા જ એક ટેટ ઉમેદવાર છે. તેઓ સારા લોકગાયક પણ છે.
તેમણે બી.એડ. અને ટેટ પરીક્ષાઓના ખર્ચને પહોંચી વળવા માટે લગ્નોમાં અને લોકડાયરાઓમાં ગીતો ગાયાં હતાં.
હરદેવ વાળા બીબીસીને કહે છે કે, "મારા પિતાજી હયાત નથી. કૉલેજ સુધી મને મોટા ભાઈએ ભણાવ્યો હતો. મોટા ભાઈ માલવાહક વાહન ચલાવતા હતા અને એમાંથી પૈસા જોડીને મને ભણાવ્યો. મને શિક્ષણના ક્ષેત્રમાં જવાની ઇચ્છા હતી તેથી બી.એડ. કરીને પછી મેં ટેટ પરીક્ષા પાસ કરી હતી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"મેં સંગીતના કાર્યક્રમો કરીને અભ્યાસનો ખર્ચ કાઢ્યો હતો. મેં 2017માં ટેટ-2ની પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 2018માં દશમા મહિનામાં ટેટ-2ની વિદ્યાસહાયકની ભરતી બહાર પડી હતી. એ વખતે હું કાંઠે પહોંચીને રહી ગયો હતો. મારી આગળ બે જ ઉમેદવાર હતા અને હું ભરતીથી વંચિત રહી ગયો હતો."
તેઓ કહે છે, "હું 2018થી રહી ગયો છું તે આજ (2021) સુધી રહી જ ગયો છું, કારણ કે સરકારે 2018 પછી ભરતી જ બહાર પાડી નથી. મેરિટ મુજબ હું ભરતીમાં સામેલ ન થઈ શકું તે વાજબી વાત છે, પણ સરકાર ભરતી જ બહાર ન પાડે અને હું વંચિત રહી જાઉં તે તો બિલકુલ ગેરવાજબી કહેવાય."
હરદેવ વાળા જણાવે છે કે છેલ્લે 2019માં 3000 શિક્ષક ભરતીની જાહેરાત બહાર પડી હતી, પણ એ પછી કોરોનાને લીધે ભરતી શક્ય બની ન હતી.
"ત્યારપછી માર્ચ 2021માં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં કહ્યું હતું કે, ભરતી કરવામાં આવશે. છતાં હજી સુધી ભરતી બહાર પડી નથી. અમે ત્રણત્રણ વર્ષથી શિક્ષણ નિયામકને મળવા જઈએ છીએ કે ભરતી ક્યારે બહાર પડશે? તો કહે છે કે પડશે...પડશે. તેઓ સ્પષ્ટ જવાબ નથી આપતા કે ક્યારે બહાર પડશે. જો એક વખત કહી દે કે બે વર્ષ પછી બહાર પડશે તો અમે આગળનું કંઈક વિચારી લઈએ."

શિક્ષકોની કેટલી જગ્યા ખાલી છે?

ઇમેજ સ્રોત, Hardev wala
હરદેવ વાળાએ માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી કરીને વિગતો માગી હતી. જેમાં જણાવાયું છે કે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ ધોરણ છથી આઠમાં 5985 શિક્ષકોની જગ્યા ખાલી છે.
ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી તેમને આ વિગત મળી હતી. દૈનિક ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો 25 માર્ચનો એક અહેવાલ છે, જેમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર 10,000 શિક્ષકોની ભરતી કરવાની છે. જેમાં ધોરણ એકથી પાંચ માટે 1300 શિક્ષકો અને ધોરણ છથી આઠ માટે 2000 શિક્ષકોની ભરતી કરશે.
હાલમાં જ રાજ્ય સરકારે ઉચ્ચતર માધ્યમિકની ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં 2938 શિક્ષકોની ભરતી કરી છે.
મુખ્ય મંત્રીએ પોતાના ફેસબુક પર 1 જૂને જણાવ્યું છે કે, "રાજ્ય સરકારે એક દાયકામાં 14 હજાર શિક્ષકોની ભરતી કરી છે. આ વર્ષે કોરોનાકાળમાં પણ ભરતી પ્રક્રિયા ફેઇસ લેસ-પેપર લેસ ઢબે કરીને શિક્ષણ વિભાગે પારદર્શિતા-ટ્રાન્સપરન્સી દર્શાવી છે."
ગુજરાતમાં ટેટની પરીક્ષા આપનારા ઉમેદવારની પ્રમાણપત્રની અવધિ પાંચ વર્ષની હોય છે.
કોઈ ઉમેદવાર ટેટ પાસ કર્યા પછી પાંચ વર્ષ સુધી ભરતી પડે ત્યારે વિદ્યાસહાયક થવાનાં ફૉર્મ ભરી શકે છે. કેટલાંક રાજ્યોમાં આ અવધિ સાત વર્ષની હોય છે.
હાલમાં જ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ એવી જાહેરાત કરી છે કે ટેટ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ હવે સાત વર્ષથી હઠાવીને આજીવન કરી દેવામાં આવી છે, જે 2011ના પૂર્વવર્તી વર્ષથી લાગુ થશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ગુજરાતના શિક્ષણ નિયામક (ઇન્ચાર્જ) ડૉ. આઈ.એમ. જોષીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "ટેટ પ્રમાણપત્રની અવધિ વધારવાની જે જાહેરાત છે તે વિશેનું નોટિફિકેશન હજી સુધી અમારી પાસે આવ્યું નથી."
તેમને પૂછવામાં આવ્યું કે હવે વિદ્યાસહાયકની ભરતી ક્યારે થશે? તો તેમણે જણાવ્યું કે, "નોટિફિકેશન આવે એ પછી નક્કી થાય. એક વખત નોટિફિકેશન આવે એ પછી અમલ કરીશું."

ટેટની પરીક્ષાઓ શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ધોરણ એકથી પાંચમાં વિદ્યાસહાયક - શિક્ષક થવા માટે ટેટ-1ની પરીક્ષા પાસ કરવી પડે છે.
ધોરણ છથી આઠમાં વિદ્યાસહાયક - શિક્ષક થવા માટે ટેટ-2 પરીક્ષા પાસ કરવી પડે છે. એમાં પછી મેરિટને આધારે વિદ્યાસહાયકોની ભરતી થાય છે.
હરદેવ વાળા ટેટ પાસ ઉમેદવારોના મંડળના પ્રતિનિધિ છે. તેઓ જણાવે છે કે, "પીટીસી કરેલા ઉમેદવારો ટેટ-1 પરીક્ષા આપવા લાયક ગણવામાં આવે છે. ગ્રેજ્યુએશન પછી બી.એડ. તથા અન્ય સમકક્ષ કોર્સ કરેલા ઉમેદવાર ટેટ-2 પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે."
19 એપ્રિલ 2021 મુજબ ટેટ-1 અંતર્ગત ધોરણ એકથી પાંચમાં ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા બિનઅનામત (ઓપન)માં પુરુષ માટે 18થી 33 વર્ષ, મહિલા તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી-એસટી), સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (એસઈબીસી) અને આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) પુરુષ માટે 18થી 38 વર્ષ છે. એસસી, એસટી, એસઈબીસી અને ઈડબલ્યુએસ મહિલા માટે 18થી 43 વર્ષ છે.
ટેટ-2 અંતર્ગત ધોરણ છથી આઠમાં ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા બિનઅનામત (ઓપન)માં પુરુષ માટે 18થી 35 વર્ષ, મહિલા તેમજ એસસી, એસટી, એસઈબીસી અને ઈડબલ્યુએસ પુરુષ માટે 18થી 40 વર્ષ છે. એસસી, એસટી, એસઈબીસી અને ઈડબલ્યુએસ મહિલા માટે 18થી 45 વર્ષ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો