નાસાના પર્સિવિયરન્સ રોવરે લીધેલી એ તસવીરો જે જોઈ તમે કહેશો મંગળ પર તો મહાલવા જેવું છે
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH/ASU
ઇમેજ કૅપ્શન, 27 માર્ચ 2021ના રોજ નાસાના પર્સિવિયરન્સ રોવરે પોતાની ડાબી તરફના માસ્ચરકૅમ-જેડ કૅમેરાનો ઉપયોગ કરી મંગળ ગ્રહની આ તસવીર લીધી છે.
નાસાના પર્સિવિયરન્સ રોવરે મંગળ ગ્રહ પર ઊતર્યાના 100 દિવસ પૂર્ણ કરી લીધા છે. આ રોવર હાલ મંગળ પર જીવનના અંશો શોધી રહ્યું છે. રોવર લાલ ગ્રહની જમીન કેવી છે અને ત્યાંનું વાતાવરણ કેવા પ્રકારનું છે તેની તપાસ કરી રહ્યું છે.
મંગળ પર 18 ફેબ્રુઆરીએ ઉતર્યા પછી તેણે મંગળ ગ્રહની અનેક શાનદાર તસવીર લીધી છે. તે જ્યાં ઊતર્યું છે તે જજેરો ક્રેટર છે. જેજેરો ક્રેટર લાલ ગ્રહના વિષુવવૃતની ઉત્તરે 49 કિલોમીટરના વ્યાપક વિસ્તારમાં ફેલાયેલો ખાડો છે.
નાસાના રોવરની સાથે એક હેલિકૉપ્ટર પણ મોકલવામાં આવ્યું છે. ઇન્જેન્યુનિટી નામના હેલિકૉપ્ટરે બીજા ગ્રહ પર પાવર્ડ કંટ્રોલ ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત તેણે લીધેલી તસવીરો પણ મોકલી છે.
મંગળ પરથી મોકલવામાં આવેલી તસવીરોને અહીં મૂકવામાં આવી છે.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH/MSSS
ઇમેજ કૅપ્શન, 6 એપ્રિલના રોજ પર્સિવિયરન્સે વૉટસન (Wide Angle Topographic Sensor for Operations and eNgineering) કૅમેરાની મદદથી તેની અને હેલિકૉપ્ટર ઇન્જેન્યુનિટીની સેલ્ફી મોકલી હતી. આ તસવીર પૃથ્વી પર પરત મોકલેલી 62 તસવીરોને ભેગી કરીને બનાવવામાં આવી છે.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH/MSSS
ઇમેજ કૅપ્શન, અનેક દિવસો સુધી ઇન્જેન્યુનિટી રોવરની નીચે લાગેલું હતું. 30 માર્ચ, 2021ની આ તવીરમાં ચાર સ્ટેન્ડ વાળા આ હેલિકૉપ્ટરને રોવરની નીચે જોઈ શકાય છે.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH/ASU
ઇમેજ કૅપ્શન, 1.8 કિલોગ્રામ વજનના હેલિકૉપ્ટરને મંગળના પાતળાં વાતાવરણમાં ઉડી શકવાની ટેક્નૉલૉજીની તાકતનું પ્રદર્શન કરશે. 5 એપ્રિલ 2021એ Mastcam-Z દ્વારા લેવામાં આવેલી તસવીરમાં નાસાનું ઇન્જેન્યુટી માર્સ હેલિકૉપ્ટર
ઇમેજ કૅપ્શન, 19 એપ્રિલે ઇન્જેન્યુનિટી હેલિકૉપ્ટરે બીજા ગ્રહ પર જઈને પાવર્ડ અને કંટ્રોલ ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો. હેલિકૉપ્ટર આ તસવીરની મધ્યમાં જોઈ શકાય છે. તે જમીનની સપાટીથી 3 મીટર ઉપર ગયું હતું અને થોડીક સેકંડ માટે હવામાં રહ્યું હતું.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH
ઇમેજ કૅપ્શન, 22 એપ્રિલ, 2021ના રોજ ઇન્જેન્યુનિટી હેલિકૉપ્ટરે બીજી ઉડાનમાં પહેલી વખત રંગીન તસવીર ખેંચી હતી. આ ડ્રોન જેવું હેલિકૉપ્ટર આકાશમાં પાંચ મીટર ઊંચાઈએ ગયું હતું, અને બે મીટર જેટલું અંતર કાપ્યું હતું. ત્યારબાદ જ્યાંથી ઊડ્યું હતું ત્યાં પરત ફર્યું હતું. મંગળની સપાટી પર પર્સિવિયરન્સનો ટ્રેક અને ઇન્જેન્યુનિટીનો પડછાયો આ તસવીરમાં જોઈ શકાય છે.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH
ઇમેજ કૅપ્શન, ઇન્જેન્યુનિટીએ પોતાની ત્રીજી ઉડાનમાં પર્સિવિયરન્સની તસવીર ખેંચી હતી. તે સમયે આ નાનકડું હેલિકૉપ્ટર રોવરથી 5 મીટરની ઊંચાઈએ ગયું હતું અને તેણે 85 મીટર સુધી તેણે ઉડાન ભરી હતી.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH
ઇમેજ કૅપ્શન, 7 મેના રોજ ઇન્જેન્યુનિટીએ તેના લૅન્ડિંગના સ્થળેથી રોવરથી 432 ફૂટ દૂર નવા લૅન્ડિંગ સ્પોટ પર ઊતરતા અગાઉ 10 મીટરની ઊંચાઈએ ઊડ્યું હતું.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH
ઇમેજ કૅપ્શન, બે મહિના પહેલાં, પર્સિવિયરન્સે લૅન્ડ થયા પછી પહેલી વખત જેજેરા ક્રેટરમાં આંટો માર્યો હતો. એક ટનના આ રોવરમાં મંગળના ભૂસ્તર, વાતાવરણ અને પર્યાવરણીય પરિસ્થિતિઓ વિશેની માહિતી એકત્રિત કરવા માટેના વિવિધ ઉપકરણો છે.
ઇમેજ કૅપ્શન, પર્સિવિયરન્સમાં એક લેઝર પણ મૂકવામાં આવેલું છે. જેને મંગળના ભૂસ્તરની વિગતોને એકઠી કરવા માટે બનાવવામાં આવ્યું છે. 15 સેન્ટિમીટરના પત્થરની તપાસ દરમિયાન પત્થર પર કાણાનાં નિશાન છોડ્યા છે. 28 માર્ચ, 2021એ નાસાના મંગળ પર્સિવિયરન્સે ડાબી બાજુના Mastcam-Z કૅમેરામાંથી આ પત્થરની તસવીર લીધી હતી.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH/ASU
ઇમેજ કૅપ્શન, રોવરમાં અનેક પ્રકારના કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ તસવીર પર્સિવિયરન્સની 'જમણી આંખ' દ્વારા લેવામાં આવી છે. આ તસવીરે પર્સિવિયરન્સના Mastcam-Z કૅમેરાની જોડી માણસ જેવું જોઈ શકે તેવી તસવીર ખેંચે છે.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH/ASU
ઇમેજ કૅપ્શન, આ તસવીર ડાબા Mastcam-Z કૅમેરામાંથી લેવામાં આવી છે અને પબ્લિક વોટ દ્વારા તેની પસંદગી રોવર મિશનના છઠ્ઠા અઠવાડિયાની "ઇમેજ ઑફ ધ વીક"તરીકે કરવામાં આવી છે.
ઇમેજ સ્રોત, NASA/JPL-CALTECH/ASU/MSSS
ઇમેજ કૅપ્શન, આ તસવીરમાં સાન્ટાક્રુઝ હિલ જોવા મળે છે. જે રોવરથી 2.5 કિલોમીટરના અંતરે છે. આ આખો સીન મંગળના જેજેરો ક્રેટરનો છે. ક્રેટરનો કિનારો આગળની ક્ષિતિજ લાઇન પર જોઈ શકાય છે. 29 એપ્રિલ 2021એ Mastcam-Zએ આ તસવીર લીધી હતી.
પર્સિવિયરન્સ રોવરને હાલ મંગળ ગ્રહ પર એક વર્ષના સંશોધન માટે તૈયાર કરાયું છે. મંગળનું એક વર્ષ પૃથ્વીના 687 દિવસ બરાબર છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.