બ્લૅક ફંગસ : એ ગુજરાતી મહિલા જેમણે ચાર સર્જરી કરાવી, એક આંખ ગુમાવી પણ હિંમત ન છોડી

ઇમેજ સ્રોત, DEEPIKA BEN FAMILY
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત જ્યારે કોરોના વાઇરસ સામેની લડાઈ લડી રહ્યું છે ત્યારે દેશમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકૉસિસના 12 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
સંશોધનો કહે છે કે આ બીમારીથી સંક્રમિત અંદાજે 50 ટકા લોકોના મૃત્યુ થઈ જાય છે અને જે બચી જાય છે, તેમને બચાવવા માટે સર્જરી કરીને તેમની આંખ કાઢી લેવી પડે છે.
આંખોના સર્જન ડૉક્ટર સપન શાહના કહેવા પ્રમાણે અમદાવાદમાં રહેતા દીપિકાબહેન મુકેશ શાહનો કેસ ગુજરાતમાં નોંધાયેલા બ્લૅક ફંગસના શરૂઆતના કેસમાંનો એક હતો.
તેઓ કહે છે, “મેં સપ્ટેમ્બર મહિનામાં મ્યુકરમાઇકૉસિસના દર્દી જોયેલા હતા, પરંતુ તેઓ સર્જરી માટે તૈયાર ન હતા.”

ઇમેજ સ્રોત, dr.sapan shah
ગત વર્ષે ઑક્ટોબરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા દીપિકાબહેનની હાલ સુધીમાં ચાર સર્જરી થઈ ગઈ છે. નાક, આંખ, મોઢાં અને એક અન્ય સર્જરી.
તેમનો જીવ બચાવવા માટે તેમની ડાબી આંખને કાઢવી પડી, મોઢાંના તમામ દાંત કાઢી નાખવા પડ્યા, તેમનાં નાકમાંથી ફંગસને કાઢવું પડ્યું અને છેલ્લી સર્જરી મગજની નીચે રહેલાં હાડકાંને હઠાવવાની કરી કારણ કે ફંગસ ત્યાં સુધી પહોંચી ગયું હતું.

આંખની 60થી વધારે સર્જરી

ઇમેજ સ્રોત, DIpikabahen family
ઑક્ટોબરથી હાલ સુધી ડૉક્ટર શાહ આંખ કાઢવાની 60થી વધારે સર્જરી કરી ચૂક્યા છે.
14 નવેમ્બરે જ્યારે દિપીકાબહેન ડૉક્ટર સપન શાહ પાસે પહોંચ્યા, તો તેમની ફરિયાદ હતી કે તેમને ડાબી આંખમાં ચોખ્ખું દેખાતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટર શાહના કહેવા પ્રમાણે તેમની કોરોના વાઇરસની સારવાર ચાલી રહી હતી અને તેમને સ્ટૅરોયડ આપવામાં આવી રહ્યો હતો.
ડૉક્ટર શાહે કહ્યું, “જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી."
"મેં તેમને આંખ કાઢી નાખવાની સલાહ આપી પરંતુ તે સમયે એં કરવું યોગ્ય માનવામાં આવતું ન હતું. તે લોકો પણ વિચારણામાં હતા. બે દિવસ પછી તેમણે આંખ કઢાવવાનો નિર્ણય કર્યો.”

બ્લૅક ફંગ સામે લડાઈની દીપિકાબહેનની કહાણી તેમનાંજ શબ્દોમાં –

ઇમેજ સ્રોત, DeepikaBen Family
મારું નામ દીપિકાબહેન છે. મારી ઉંમર 42 વર્ષ છે. મારા પરિવારમાં મારા પતિ સિવાય એક પુત્ર અને પુત્રી છે. અમે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહીએ છીએ.
મને ગત વર્ષે દિવાળી પહેલાં ઑક્ટોબરમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.
મને 20 દિવસ સુધી કોરોના રહ્યો. આ દરમિયાન મારું શરીર તૂટવા લાગ્યું, તાવ જેવું લાગ્યું. મારું વજન 82 કિલો હતું તે 50 કિલો સુધી પહોંચી ગયું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તે પછી મને બ્લૅક ફંગસ થઈ. ખરેખર મારી આંખોમાં સમસ્યા આવવાની શરૂ થઈ હતી અને તે બંધ થવા લાગી હતી.
મને લાગ્યું કે ઇન્ફેક્શન જેવું કંઈક છે. મને આંખમાં ઘણો દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે મેં ડૉક્ટરનો સંપર્ક કર્યો, તો ખ્યાલ આવ્યો કે આ બ્લૅક ફંગસ છે. ત્યારે મને બ્લૅક ફંગસ વિશે કોઈ વાતની ખબર ન હતી.

જીવ બચાવવા માટે કાઢવી પડી આંખ

ઇમેજ સ્રોત, DeepikaBen's Family
મને પહેલાં ડાયાબિટીસ ન હતો, પરંતુ કોરોના પછી મારું શુગર લેવલ વધીને 550 સુધી પહોંચી ગયું હતું. મને કોરોનાના સમયે દવાઓ આપવામાં આવી હતી, પરંતુ ઇન્જેક્શન લાગ્યું ન હતું.
જ્યારે ડૉક્ટરે સર્જરી કરીને આંખ કાઢી લેવા માટે કહ્યું, ત્યારે મને બહુ ચિંતા થવા લાગી, પરંતુ ડૉક્ટરે કહ્યું હતું કે જો આંખ નહીં કાઢીએ તો મારો જીવ જતો રહેશે અને છેવટે મારે આ નિર્ણય લેવો જ પડ્યો.
આંખ કાઢવાના ઑપરેશન પછી મારા તમામ દાંત એક એક કરીને પડવા લાગ્યા અને ફંગસ નાક સુધી પહોંચી ગયું હતું, જેના કારણે નાક પર પણ સર્જરી કરવી પડી તેમાંથી ફંગસ સાફ કરવું પડ્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
દાંતમાં દુખાવાના કારણે રાતે મને ઊંઘ પણ નહોતી આવતી. આંખ અને દાંત કાઢવાનાં ઑપરેશન પાંચથી છ કલાક ચાલતાં હતા. તે મહિના એવા હતા કે હું ડિપ્રેશનમાં જતી રહી હતી અને રાત્રે પણ ઊંઘ નહોતી આવતી.
તે દિવસોમાં હું ખાવાનું ચાવીને ખાઈ શકતી પણ ન હતી અને માત્ર પ્રવાહી પદાર્થ જેમકે જ્યૂસ, નારિયેળ પાણી લઈ રહી હતી. મને ત્રણ મહિના સુધી ઇંજેક્શન આપવામાં આવ્યા.
આઠ-નવ મહિના પછી મારા માથામાં ફંગસ પરત આવ્યું અને એપ્રિલ મહિનામાં મારું ફરીથી ઑપરેશન થયું. મને વ્હાઇટ અને બ્લેક બંને ફંગસ થયા હતા.
આ તમામ વસ્તુઓ સહન કરવા માટે મને ભગવાને શક્તિ આપી. મને મારાં બાળકોને જોઈને શક્તિ આવી હતી. મારા પતિએ મને બહુ સપોર્ટ કર્યો. મને સારા ડૉક્ટર મળ્યા. ડૉક્ટરોએ પણ હિંમત આપી.

50 લાખ રૂપિયાનો ખર્ચ થયો

ઇમેજ સ્રોત, DEEPIKA BEN FAMILY
મને ઠીક કરવા માટે ડૉક્ટરોની એક ટીમ હતી.
શરૂઆતથી હાલ સુધી મારી સારવારમાં અંદાજે 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. હજુ બીજો ખર્ચ બાકી છે. નકલી દાંત લગાવવાના છે. નકલી આંખ લગાવવાની છે એ બધું.
બ્લૅક ફંગસ ઠીક કરવા માટે મને ત્રણ મહિના સુધી જે ઇન્જેક્શન આપવામાં આવ્યાં તે ઘણા મોંઘાં હતાં. દરેક ઇન્જેક્શનની કિંમત આઠ હજાર રૂપિયા હતી. એક દિવસમાં છ ઇન્જેક્શન અપાતાં હતાં.
એટલે ત્રણ મહિના સુધી દરેક દિવસમાં છ ઇન્જેક્શન. આનો અર્થ એક દિવસમાં 48 હજાર રૂપિયાનાં ઇન્જેક્શન.
મારા પતિને પીવીસી પાઇપનો બિઝનેસ છે. ડૉક્ટરે કહ્યું કે હાલ કોઈ સમસ્યા તો નથી પરંતુ મને રોજ ચેકઅપ કરાવવું પડે છે.
મને ખાવા-પીવા પર ધ્યાન આપવાનું કહેવાયું છે. મને તડકામાં નીકળવાની ના પાડી છે. મારા નાક અને આંખની વચ્ચેની નસ કાપી નાખવામાં આવી છે.
હાલ મને ખાવા અને શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે. હું અંદરથી ઘણી મજબૂત છું, એટલા માટે મારા માટે આ વસ્તુઓ મહત્વની નથી કારણ કે હું સ્વસ્થ થઈ રહી છું.
ડૉક્ટરે કહ્યું કે ધીમે ધીમે આ તકલીફ પણ જતી રહેશે. જે નસો કાપી છે, તે કુદરતી રીતે જ જોડાઈ જશે, પરંતુ તેને સમય લાગશે.
જ્યારે ડૉક્ટરે મને પહેલીવખત જોઈ હતી, તો કહ્યું કે તમારો કેસ બસ ખતમ છે પરંતુ ભગવાન પર મને ઘણો વધારે વિશ્વાસ છે. બાળકોએ અને તમામ લોકોએ મને ઘણી હિંમત આપી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













