કોરોના બાદ પોતાનાં ફેફસાં અને હૃદયનું આવી રીતે રાખો ધ્યાન

ઇમેજ સ્રોત, Thinkstock
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
બની શકે કે તમે તમારી આસપાસ જોયું હશે કે કોરોના સામે લડાઈ જીતીને દર્દી ઘરે પાછા આવેલા હોય અને થોડાં અઠવાડિયાં પછી તમને સમાચાર મળ્યા હોય કે તેઓ નથી રહ્યા.
કેટલાક દર્દીઓમાં કોવિડ-19 દરમિયાન અથવા તેમાંથી સાજા થયા પછી હૃદય સંબંધિત અથવા અન્ય બીમારીઓ અને કૉમ્પ્લિકેશન જોવા મળ્યું છે.
પણ આવું કેમ થાય છે?

કોવિડ 19 ની બીમારીનું હૃદયનું શું કનેક્શન છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સમજવા માટે એ જાણી લેવું જોઈએ કે શું હૃદયનો કોવિડ સાથે કોઈ પણ સંબંધ છે.
અમેરિકાની રિસર્ચ સંસ્થા નેશનલ હાર્ટ લંગ ઍન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટે કોવિડ-19ની બીમારી અને હૃદયના કનેકશનને સમજાવવા માટે એક વીડિયો તૈયાર કર્યો છે.
ખરેખર હૃદયને કામ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે.
ઓક્સિજનયુક્ત લોહીને શરીરનાં અન્ય અંગોમાં પહોંચાડવામાં હૃદયની ભૂમિકા હોય છે. આ ઓક્સિજન હૃદયને ફેફસાંથી મળે છે.
કોરોના વાઇરસનું સંક્રમણ સીધું ફેફસાં પર અસર કરે છે. કેટલાક દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓક્સિજનની કમી દર્દીઓના હૃદય પર પણ અસર કરી શકે છે. જેનાથી હૃદયના સ્નાયુઓને ઓક્સિજનયુક્ત લોહી પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. આની સીધી અસર હૃદયના ટિશ્યૂ પર પડી શકે છે.
તેના જવાબમાં શરીરમાં ઇન્ફ્લેમેશન (સોજો) પેદા થઈ શકે છે. પરંતુ ક્યારેક વધારે ઇન્ફ્લેમેશનના કારણે હૃદય મસલ પર ખરાબ અસર પડી શકે છે. હાર્ટ બીટ વધી શકે છે, જેને કારણે હૃદયની લોહી પંપ કરવાની શક્તિ ઘટી શકે છે. જેમને પહેલાંથી આવી કોઈ બીમારી છે, તેમના માટે મુશ્કેલી વધી શકે છે.
પરંતુ કોવિડ-19ના દર્દીઓ કેવી રીતે સમજી શકે કે તેમને હૃદયની સમસ્યા છે?
શું બધા કોવિડ-19 દર્દીઓના હૃદય પર ખરાબ અસર થતી હોય છે? એ દર્દીઓ કયા છે જેમણે પોતાના હૃદયની વધારે ચિંતા કરવી જોઈએ?
આ તમામ સવાલોના જવાબ જાણવા અમે દેશના જાણીતા હૃદયરોગ નિષ્ણાત સાથે વાત કરી.

કયા દર્દીએ વધારે ધ્યાન રાખવું જોઈએ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નિષ્ણાતોની વાત માનીએ તો બ્લડપ્રેશરના દર્દીઓ, શુગરના દર્દીઓ અને વધારે મેદસ્વી લોકોમાં કોવિડ-19 પછી હૃદયની સમસ્યાઓનો ખતરો વધારે હોય છે.
ફોર્ટિસ એસ્કૉર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન ડૉક્ટર અશોક સેઠ ભારતના જાણીતા હૃદયરોગ નિષ્ણાત છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સીવિયર કોવિડ-19ના દર્દીઓમાં હાર્ટ પર અસર વધારે જોવા મળે છે. જેમ કે 20-15 ટકા દર્દીઓમાં.
પરંતુ આ વાંચીને તમારે ડરવાની જરૂર નથી.
કોવિડ-19ના 80-90 ટકા દર્દીઓ ઘરે જ સાજા થઈ જાય છે. જ્યારે બચેલા 10-20 ટકા દર્દીઓ હોય છે જેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
ડૉ. અશોક હૉસ્પિટલ જનારા 20 ટકા દર્દીઓમાંથી એક નાનકડા ભાગ એટલે કે 20 ટકાની વાત કરે છે.
આમાં કોઈ દર્દીને હૃદય સંબંધિત સમસ્યાઓ વિશે હૉસ્પિટલમાં રહેતાં જ ખબર પડી જાય છે. કેટલાકને હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી તરત અને કેટલાક દર્દીઓને એકથી ત્રણ મહિના કે ત્યારબાદ સમસ્યા જોવા મળે છે.
ડૉ. અશોક કહે છે કે જેટલા સીવિયર કોવિડ-19ના દર્દી હોય, હાર્ટ પર અસરની શક્યતા એટલી જ વધી જાય છે.
તેમણે બે શોધનો ઉલ્લેખ કરતા કહ્યું, "અમેરિકામાં કોવિડ-19ના ગંભીર દર્દીઓમાં એમઆરઆઈ સ્કૅન કરાયો. સ્ટડીમાં જાણવા મળ્યું કે 75 ટકા દર્દીઓના હાર્ટ મસલ્સ પર કોવિડની ખરાબ અસર પડી છે. ત્યારે બ્રિટનમાં આવા જ એક સ્ટડીમાં આ સંખ્યા 50 ટકા જેટલી હતી."
જોકે ઘર પર રહીના સાજા થનાર દર્દીઓને વધારે સાવચેત રહેવાની જરૂર છે એટલે જરૂરી છે કે કોવિડ-19ના દર્દીઓ એ લક્ષણો વિશે જાણે કે જેનાથી હૃદયના ખતરાની ઓળખ થઈ શકે.

હૃદય પર અસર થઈ કે નહીં કેવી રીતે ખબર પડશે?

ઇમેજ સ્રોત, Science Photo Library
ડૉક્ટરો મુજબ કોઈ પણ કોવિડના દર્દીને
- શ્વાસ લેવામાં તકલીફ (બ્રેથલેસનેસ)
- છાતીમાં દુખાવો ( ચેસ્ટ પેઇન)
- અચાનકથી હૃદયના ધબકારા રહી-રહીને વધી જવા (પૅલ્પિટેશન)- તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
આ ત્રણ લક્ષણોને કોવિડ-19ના દર્દીઓ- ભલે તે સાજા થઈ ગયા હોય કે આઇસોલેશનમાં હોય, તેમણે અવગણના ન કરવી જોઈએ.

કોરોનાના દર્દીઓમાં હાર્ટ ઍટેક અથવા કાર્ડિયક અરેસ્ટની ફરિયાદ કેમ?

ઇમેજ સ્રોત, Thinkstock
ડૉ અશોક કહે છે, "છાતીમાં દુખાવો, બ્લડ ક્લૉટિંગને કારણે આવું થઈ શકે છે. જેને કારણે હાર્ટ ઍટેકની ફરિયાદ સામે આવી રહી છે."
"કોવિડ-19નાં ગંભીર લક્ષણવાળા દર્દીઓમાં હાર્ટ ઍટેકની શક્યતા હૉસ્પિટલથી આવ્યાનાં 4-6 અઠવાડિયાં પછી ક્યારેય પણ થઈ શકે છે."
"પહેલો મહિનો સૌથી અગત્યનો હોય છે. એટલે જ દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ 4-6 અઠવાડિયાં સુધી બ્લડ થિનર આપવા પડે છે. બ્લડ થિનરના ડોઝ ડૉક્ટરને પૂછીને જ લેવા જોઈએ."
"આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે કાર્ડિયક અરેસ્ટની તકલીફ પડી શકે છે."
કેટલાક લોકોમાં કોવિડ-19ને કારણે હૃદયના ધબકારા વધવાની તકલીફ જોવા મળે છે. આને કારણે હૃદયની રિધમ સાથે જોડાયેલી બીમારી થઈ શકે છે. કોઈ પણ દર્દીમાં હાર્ટ રિધમ વધી શકે છે, કોઈનામાં ધીમી પણ પડી શકે છે.
એટલે ડૉક્ટરો હૃદયના ધબકારાને મૉનિટર કરવાની સલાહ આપે છે.

સ્ટેરૉઇડની અસર

ઇમેજ સ્રોત, iStock
આ અંગે અમે અન્ય નિષ્ણાત મૅક્સ હૉસ્પિટલના કાર્ડિયક સાયન્સના ચૅરમૅન ડૉ. બલબીર સિંહ સાથે વાત કરી.
ડૉ. બલબીર સિંહ અને ડૉ. અશોક બંનેનું કહેવું છે કે કોવિડ-19ની સારવારમાં સ્ટેરૉઇડની મહત્ત્વની ભૂમિકા છે. પરંતુ દર્દીને આ દવા ક્યારે આપવામાં આવે છે- એ ટાઇમિંગ મહત્ત્વનું છે.
ડૉ. બલબીર સિંહ કહે છે, "આ દવા કોવિડ-19ના દર્દીને ન આપવી જોઈએ. આની ઘણી આડઅસર હોય છે. ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓને."
"તેમને સ્ટેરૉઇડ બીજા બૅક્ટેરિયા અને ફંગસને પ્રમોટ કરે છે જેથી તે પોતાનું ઘર વસાવી શકે."
"બ્લૅક ફંગસ રોગ પણ તેમને વધારે થાય છે, જેમને સ્ટેરૉઇડ અપાયા હોય."
આને કારણે જે દર્દીને ઓક્સિજનની કમી છે, માત્ર તેમને સ્ટેરૉઇડ આપવાની જરૂર હોય છે. એવા જરૂરિયાતમંદ 10-15 ટકા દર્દીમાં સાત દિવસ પછી આ દવા શરૂ કરી શકાય.
આ ડૉક્ટરના લખ્યા પછી આપી શકાય અને હૉસ્પિટલમાં જ આપવી જોઈએ. સમય પહેલાં દેવાથી અથવા વધારે માત્રામાં દેવાથી આ ઘાતક સાબિત થઈ શકે છે.

કયા ટેસ્ટ ક્યારે કરાવવા જોઈએ?

ઇમેજ સ્રોત, iStock
ડૉક્ટર બલબીર સિંહ કહે છે, "કોવિડ-19 થયા પછી પ્રથમ અઠવાડિયામાં વાઇરસ શરીરની અંદર રેપ્લિકેટ કરે છે. આ દરમિયાન ઉધરસ, શરીરમાં દુખાવા જેવી ફરિયાદ જ રહેતી હતી."
"પરંતુ પ્રથમ અઠવાડિયામાં શ્વાસ ફૂલવા અને છાતીમાં દુખાવા જેવી સમસ્યા નથી થતી."
"સામાન્ય રીતે 8-10 દિવસ બાદ શરીર વાઇરસની વિરુદ્ધ રીએક્ટ કરવાનું શરૂ કરે છે. એ દરમિયાન શરીરમાં ઇન્ફ્લેમેશનની શરૂઆત થાય છે. આ સમયે બીજો ભાગ વાઇરસની ચપેટમાં આવે છે."
કોરોના વાઇરસ સીધી હૃદય પર અસર કરતો નથી પરંતુ સીઆરપી અને ડી-ડાઇમર વધવા લાગે છે. આને કારણે ડી-ડાઇમર, સીબીસી-સીઆરપી આઈએલ-6 જેવા ટેસ્ટ 7-8 દિવસ બાદ જ કરાવવાની સલાહ અપાય છે.
જો આમાંથી કોઈ પૅરામિટર વધી જાય છે, તો ખબર પડે છે કે શરીરના બીજા ભાગમાં ગરબડ શરૂ થઈ જાય છે. આ રિપોર્ટ એ દર્શાવે છે કે દર્દીએ હૉસ્પિટલમાં ક્યારે દાખલ થવાનું છે. આ એ માર્કર છે, જે જણાવે છે કે શરીરનો કયો ભાગ હવે વાઇરસની ચપેટમાં આવી ગયો છે અને કઈ દવા આપવાની છે."

હૃદયનું ધ્યાન કેવી રીતે રાખશો?

ઇમેજ સ્રોત, iStock
ડૉ અશોક સેઠ અને ડૉક્ટર બલબીર સિંહ બંને એક જેવી જ સલાહ આપે છે.
ડૉ. અશોક સેઠ અને ડૉક્ટર બલબીર સિંહ બંને એક જેવી જ સલાહ આપે છે.
ડૉક્ટરે બ્લડ થિનર અને બીજી દવાઓ જે પણ લખીને આપવામાં આવી હોય, જે સમયે લેવાની સલાહ આપવામાં આવી હોય, તે લેવી જોઈએ.
જો તમે ધૂમ્રપાન કરતા હો અથવા દારૂ પીવાની આદત હોય તો કોવિડ પછી તરત આ આદત છોડી દો.
ભોજનનું ધ્યાન રાખો, ફળો, લીલાં શાકભાજી અને ઘરનું બનાવેલું ભોજન ખાઓ.
પાણી ખૂબ પીવું. જો શરીરમાં પાણીની માત્રા ઓછી થશે તો બ્લડ ક્લૉટિંગ વધવાની શક્યતા પણ વધી જાય છે.
હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયાનાં બે અઠવાડિયાં પછી પોતાના ડૉક્ટર પાસે ફૉલો-અપ ચેક-અપ જરૂર કરાવો, જરૂર હોય તો ઈસીજી, ઇકો કાર્ડિયોગ્રામ ડૉક્ટરની સલાહ મુજબ કરાવો.
હૉસ્પિટલથી આવેલા દર્દી ધીમે-ધીમે મૉડરેટ એક્સરસાઇઝ શરૂ કરે.
આખો દિવસ પલંગ પર આરામ પણ ન કરવો જોઈએ. જ્યારે પણ ઠીક લાગે, પોતાના રૂમમાં ચાલો, યોગ કરો, હકારાત્મક વિચારો.

છ મિનિટનો વૉક ટેસ્ટ

ઇમેજ સ્રોત, iStock
આ સિવાય છ મિનિટ વૉક ટેસ્ટની સલાહ પણ આપવામાં આવી છે. આ હૃદય અને ફેફસાં બંનેનો આરોગ્ય તપાસવા માટે ઘરે બેઠા કરી શકાય એવો ઉપાય છે.
કોવિડ-19માંથી ઘરે રહીને જ સાજા થયા પછી ડૉક્ટર આ કરવાની સલાહ આપે છે.
ડૉક્ટર બલબીર સિંહ મુજબ આનાથી હાર્ટ સ્વસ્થ છે કે નહીં એ સહેલાઈથી જાણી શકાય છે.
તો મેદાંતા હૉસ્પિટલના લંગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અરવિંદ કુમારે પોતે ટેસ્ટ કરતા એક વીડિયો બનાવ્યો છે. તેઓ ફેફસાંને ચેક કરવા માટે આ ટેસ્ટની સલાહ આપે છે.
ડૉ. અરવિંદ કહે છે, આ વૉક ટેસ્ટને કરતાં પહેલાં દર્દીએ ઓક્સિજન લેવલ ચેક કરવું જોઈએ. પછી છ મિનિટ સુધી એક સામાન્ય ગતિથી ચાલવું જોઈએ. ત્યારપછી ફરીથી ઓક્સિજન ચેક કરવું જોઈએ.
જો શરીરમાં ઓક્સિજનનું લેવલ બહુ નીચે નહીં આવે તો તમારું હૃદય અને ફેફસાં બંને સ્વસ્થ છે.
અને જો તમે છ મિનિટ સુધી નથી ચાલી શકતા તો ડૉક્ટરની સલાહ લો. જરૂર પડે તો હૉસ્પિટલમાં દાખલ થાઓ.
ડૉક્ટર અરવિંદ મુજબ ચાલતી વખતે ઓક્સિજન લેવલ પહેલાં નીચે આવે છે, જેને કારણે ઓક્સિજન લેવલ ડ્રૉપ થતા પહેલાં આ ટેસ્ટથી અંદાજ આવી જાય છે કે શું સમસ્યા આગળ વધી શકે છે. આ છ મિનિટ વૉક ટેસ્ટનો ફાયદો છે.

ફેફસાંનું ધ્યાન કેવી રીતે રાખવું?

ઇમેજ સ્રોત, Science Photo Library
ડૉ. અરવિંદ ઓછાં લક્ષણવાળા દર્દીઓ માટે 'બ્રેથ હોલ્ડિંગ એક્સરસાઇઝ' (પહેલાં શ્વાસ મોઢામાં ભરી લો અને પછી રોકો) ઓછામાં ઓછા છ મહિના સુધી કરવાની સલાહ આપે છે. આ દરમિયાન જો તમે 25 સેકન્ડ સુધી શ્વાસ રોકવામાં સફળ રહ્યા તો, તમારાં ફેફસાં સ્વસ્થ છે.
ખરેખર ફેફસાં ફુગ્ગાની જેમ હોય છે. સામાન્ય રીતે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ફેફસાંની બહારની બાજુ સુધી શ્વાસ નથી પહોંચતો પરંતુ જ્યારે આપણે આ રીતે એક્સરસાઇઝ કરીએ છીએ તો તે ભાગમાં ઓક્સિજન પહોંચે છે. ફેફસાં ખૂલી જાય છે અને સંકોચાતાં નથી.
ડૉક્ટર અરવિંદ મુજબ ગંભીર કોવિડ-19 રોગમાંથી સાજા થયેલા દર્દીઓમાં તરત નહીં તો છ મહિના પછી તેમને લંગ ફાઇબ્રોસિસ એટલે ફેફસાં સંકોચાવાની સમસ્યા આવી શકે છે. એટલે બ્રેથ હોલ્ડિંગ એક્સરસાઇઝ જરૂરી છે.
બીએલકે મૅક્સ હૉસ્પિટલના વરિષ્ઠ નિદેશક ડૉ. સંદીપ નાયર કહે છે કે સિટી સ્કોરથી પણ આનો અંદાજ મેળવી શકાય છે, ફેફસાંમાં કેટલું ઇન્ફેક્શન છે. તે સિટી ટેસ્ટ સાત દિવસ પછી કરાવવાની સલાહ આપે છે.
સિટી સ્કોર 10/25થી વધારે હોય તો તમારાં ફેફસાંમાં મૉડરેટ ઇન્ફેક્શન હોય છે. 15/25થી વધારે હોય તો ડૉક્ટરની સલાહ પર હૉસ્પિટલ જવાની સલાહ આપે છે.
તેમના મુજબ, "ગંભીર લક્ષણવાળા દર્દીઓનાં ફેફસાંમાં ઇન્ફેક્શન કરવા માટે પલ્મનરી ફંકશન ટેસ્ટ કરાવવો પડે છે. હૉસ્પિટલથી રજા મળ્યાના બે મહિના પછી પાછો ટેસ્ટ કરાવવાની જરૂર હોય છે."
પરંતુ તેઓ નેચરલ સારવાર પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે રોજ યોગ કરવા, બ્રિધિંગ એક્સરસાઇઝ કરવી, નાસ લેવી, ગાર્ગલ કરવા અને માસ્ક પહેરી રાખવાથી ફેફસાંને ફાયદો થાય છે.
સાથે જ મસાલેદાર ભોજન ટાળવાની પણ સલાહ આપે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












