કોરોના વાઇરસ : એ બાબતો જે સાજા થઈ ગયા પછી પણ છે મહત્ત્વની

ઇમેજ સ્રોત, triloks/Getty
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત સતત કોરોના સંક્રમણની ઘાતક બીજી લહેરનો સામનો કરી રહ્યું છે.
જોકે ભારતમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર સામાન્ય રીતે ઊંચો રહ્યો છે અને કોવિડ-19માંથી સાજા થયા પછી લોકો ફરી એક સામાન્ય જીવન જીવવા પણ લાગે છે.
પરંતુ કેટલાક કેસમાં કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા પછી દર્દીમાં કેટલીક આડઅસરો પણ જોવા મળે છે.
કેટલાક દર્દીઓમાં નાના કામમાં પણ થાક લાગી જવા જેવી તકલીફ દેખાય છે તો કેટલાકને નબળાઈ, શરીરમાં દુખાવો, કફ, ગળામાં ખારાશ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
કેટલાક દર્દીઓને હૃદયરોગની તકલીફ ઊભી થાય છે તોતો કોઈને ફેફસાની મુશ્કેલી પણ થઈ છે.
ડૉક્ટરોનું માનવું છે કે કોરોના સંક્રમણ થયા પછી પોસ્ટ કોવિડ કૅયર પણ એટલી જ મહત્ત્વની છે.
અમદાવાદના વરિષ્ઠ ફિઝિશિયન ડૉ પ્રવીણ ગર્ગ કહે છે કે કોરોના સંક્રમણના ગાળામાં તમે જેટલી કાળજી લીધી છે એટલી જ કાળજી સાજા થયાં પછી લેવાની જરૂર છે. કારણ કે કોરોના નવો રોગ છે અને એ થયા બાદ પણ લોકોમાં કેટલીક આડ અસરો દેખાવા લાગે છે.

શરીર પર કોરોના સંક્રમણની અસર

ઇમેજ સ્રોત, Mayur Kakade/Getty
કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓમાં અનેક પ્રકારની અસર જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા પ્રમાણમાં કોવિડ-19ને શરદી-ઉધરસ અને તાવ સાથે સાંકળીને જોવામાં આવે છે. પરંતુ એવું નથી કોરોના સંક્રમણમાં ફેફસાં સિવાય અન્ય ભાગો પર પણ આની ઘેરી અસરો દેખાતી હોય છે.
ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે ફેફસાં પર અસર અને બ્લડ ક્લૉટ્સની સમસ્યા વિશે તો ચર્ચા થઈ હતી પરંતુ હવે આની અસર હૃદય, નસો, આંખો અને લોહી પર પડી રહી છે.
કેટલાક દર્દીઓમાં હાર્ટ ઍટેક, ડિપ્રેશન, થાક, બ્લૅક ફંગસ જેવી ગંભીર સમસ્યાઓ પણ જોવા મળી રહી છે.
ડૉ પ્રવીણ ગર્ગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે કોરોનામાંથી સાજા થઈ ગયા હોય પણ દર્દીને કોઈ પણ અસામાન્ય લક્ષણ શરીરમાં જણાય તો ડૉક્ટરની સલાહ લેવી.
તેમનું કહેવું છે કે કોરોના સંક્રમણ દરમિયાન જે ડૉક્ટર પાસેથી તમે સારવાર લઈ રહ્યા હતા તેમની સાથે ઓછામાં ઓછા એક મહિના સુધી સંપર્કમાં રહેવું અને તેમની સલાહથી દવાઓ લેવી અને જરૂર પડે તો ટેસ્ટ કરાવવા.

કોરોનામાંથી ઘરે જ સાજા થયેલા દર્દીઓએ શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, greenaperture/Getty
80 ટકાથી વધારે દર્દીઓ ઘરે જ આ સંક્રમણમાંથી સાજા થતા હોય છે.
એ દર્દીઓ જે ઘરે જ રહીને કોરોના સંક્રમણમાંથી સાજા થયા હોય તેમને સંક્રમણના લક્ષણોમાંથી બહાર આવવામાં એટલો લાંબો સમય નથી લાગતો હોતો.
પરંતુ જે દર્દીઓમાં શ્વાસ સંબંધી કે ફેફસા સંબધી રોગ, ડાયાબિટીઝ કે હૃદયરોગની ગંભીર બીમારીઓ રહેલી હોય છે તેમને કોવિડ-19માંથી સાજા થયા બાદ પણ લાંબા સમય સુધી અસરો દેખાતી હોય છે.
પરંતુ જે સૂચનો ડૉક્ટર આપે છે તેમાં આ સાવચેતીઓ તો બધાં જ દર્દીઓએ રાખવાની હોય છે :
-ડૉક્ટરો બધા જ દર્દીઓને કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી કોવિડ-એપ્રોપ્રિએટ બિહેવિઅર એટલે કે માસ્ક પહરેરવું, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે.
-ડૉ પ્રવીણ ગર્ગ કહે છે કે દર્દીઓએ સાજા થયા પછી ડૉક્ટરની સલાહ મુજબ જ દવા બંધ કરવી અથવા લંબાવવી જોઈએ. કેટલાક દર્દીઓને લોહી પાતળું કરવા માટે બ્લડ કૉગ્યુલેન્ટ આપવામાં આવે છે તો કેટલાક દર્દીઓને સ્ટેરૉઇડ આપવામાં આવે છે. આ દવાઓ બંધ કરવી કે લંબાવવી, એ નિર્ણય જાતે ન કરવો જોઈએ. કોરોનાની ગંભીર આડઅસરોને જોતાં મેડિકલ સલાહ મુજબ સંક્રમણ પછીના તબક્કાની સારવાર નક્કી કરવામાં આવે છે.
-કેન્દ્રીય આરોગ અને પરિવારકલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇન્સ ( જે સપ્ટેમ્બર 2020માં જાહેર કરાઈ હતી) મુજબ આવા દર્દીઓએ વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક અને પાણી લેવું જોઈએ. અને રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવા માટેના ઉપાયો કરવા જોઈએ. નબળી પડે ગયેલી રોગપ્રતિકારક શક્તિને ફરી મજબૂત કરવા માટે સંતુલિત-પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ.
- દર્દીઓએ ફેફસાંની કસરત કરવી જોઈએ જેમકે રેસ્પિરેટોમિટર કે ફુગ્ગા ફૂલાવવાની કસરત અને ડૉક્ટર દ્વારા બતાવવામાં આવેલી અન્ય કસરત કરવી જોઈએ.
- દર્દીઓને આરામ કરવાની અને પૂરતી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે.
- શરીરને ચુસ્ત બનાવવા માટે હળવી શારીરિક કસરત કરવી જોઈએ.
- ડૉક્ટર પ્રવીણ ગર્ગ કહે છે કે દર્દીઓ ઘરનું કામકાજ તો કરવું જોઈએ પરંતુ નોકરી-ધંધાના રૂટિનમાં ધીમે-ધીમે કામ શરૂ કરવું જોઈએ.
-તબિયત સારી લાગતી હોય અને નૅગેટિવ રિપોર્ટની જરૂર ન હોય તો ફરી ટેસ્ટ કરાવવાની જરૂર નથી. 14 દિવસ પછી આઇસોલેશન ખતમ થાય છે. સરકારે પણ આ અંગે નિર્દેશ આપ્યા છે અને ડૉક્ટરો કહે છે કે 10 દિવસ પછી સંક્રમણ ખતમ થવા લાગે છે.
-જો સૂકો કફ, ગળામાં ખારાશ સંક્રમણમાંથી સાજા થયા પછી પણ ચાલુ રહે તો ગરમ પાણીથી કોગળા કરવા અને નાસ લેવાની સલાહ આપવામાં આવે છે. આ માટે ડૉક્ટરને પૂછીને દવા લઈ શકાય છે.

કોરોનામાંથી સાજા થયેલા ગંભીર દર્દીઓ એ શું સાવચેતીઓ રાખવી જોઈએ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ ગંભીર રીતે બીમાર કોરોનાના દર્દીઓ જેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય તેમના પર અલગઅલગ અસર જોવા મળે છે.
આ ગાઇડલાઇન્સ મુજબ જો દર્દીને ઘરે ગયા પછી શ્વાસ લેવામાં મુશ્કીલ થતી હોય કે શ્વાસ લેવા માટે મદદરૂપ થાય તેવા ઉપાયો પછી પણ તકલીફ ચાલુ રહે તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જો આ દર્દીઓને થોડી હલનચલન કે કામ કર્યા પછી શ્વાસ ચડવા લાગે અને આરામ કરવા પર પણ તકલીફ જણાય તો વિચારવાની શક્તિ અને યાદશક્તિ, થાક કે પછી રોજિંદા કામ કરવામાં મુશ્કેલી અનુભવાતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
દર્દીઓમાં રહેલી નબળાઈને દૂર કરવા માટે પ્રોટીનયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ જો દર્દીના મૂડમાં કેટલાય અઠવાડિયાંઓ સુધી કોઈ સુધાર ન આવતો હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓને સાજા થવામાં લાંબો સમય લાગી શકે છે પરંતુ તેમને પણ સંતુલિત ખોરાક, વધારે પ્રવાહી ખોરાક, પૂરતો આરામ અને ઊંઘ, હળવી કસરત, બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ.
ડૉ ગર્ગ કહે છે કે "આવા દર્દીઓએ ડૉક્ટરની સલાહ મુજબ પોતાની દવાઓ ચાલુ રાખવાની હોય અને સાજા થયા પછી જરૂરી ટેસ્ટ કરાવીને બધા પૅરામિટર્સ પર નજર રાખવી જોઈએ."
દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં પલ્મોનોલૉજિસ્ટ ડૉ. દેશદીપકે બીબીસી સંવાદદાતા સરોજ સિંહ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે" કોરોનામાંથી સાજા થયેલા ગંભીર દર્દીઓ જે ઘરે આવી ગયા હોય તેમના માટે કોઈ એક ગાઇડલાઇન ન હોઈ શકે. તેમના ઇમ્યૂન રિસપૉન્સ અને કેસ દર કેર દવાઓ અને આગળની સાર-સંભાળ નક્કી થાય છે."
તેમણે ગત વર્ષના અનુભવના આધારે કહ્યું કે ગંભીર લક્ષણોવાળા દર્દીઓને સાજા થવામાં ત્રણ મહિનાનો સમય લાગે છે. અને આવા સમયમાં તેમણે માત્ર પલંગ પર આરામ કરવાનો હોય છે એવું નથી, શરીરને ચુસ્ત બનાવવા માટે હળવી કસરત અને અન્ય પ્રવૃત્તિઓ કરવી જોઈએ.

દવાઓ અને ટેસ્ટ માટે સલાહ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોરોનાથી ગંભીર રીતે બીમાર પડેલા દર્દીઓને સ્ટેરૉઇડ્સ અને રેમડેસિવિર તથા અન્ય લાઇફ સેવિંગ ડ્રગ્સ આપવામાં આવે છે જેના કારણે શરીર પર આડઅસર દેખાઈ શકે છે.
જોકે ડૉ ગર્ગનું કહેવું છે કે ડાયાબિટીઝ, અને ઇમ્યુનો ડિસીઝ ધરાવતા દર્દીઓને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હોય તો તેમને શુગરને કંટ્રોલમાં રાખવી જોઈએ. દવાઓની આડઅસર રૂપે શુગર અને બ્લડ પ્રેશર વધી શકે છે જે અન્ય સમસ્યાઓને નોતરી શકે છે. દર્દીઓએ શુગર લેવલ, બ્લડ પ્રેશર પર નજર રાખવી જોઈએ.
તેઓ કહે છે કે જો સંક્રમણ દરમિયાન સીઆરપી, ડીડાઇમર કે પછી એલડીએચ ટેસ્ટમાં કંઈ તકલીફ જણાઈ હોય તો ડૉક્ટર ફરીથી આ ટેસ્ટ કરવવાની સલાહ આપી શકે છે.
દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ, બ્લડ ક્લૉટ્સ અને અન્ય ગંભીર આડઅસર જોવા મળી રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી જડબાંમાં દુખાવો, દાંત, નાક, માથામાં દુખાવો, નાકમાં ભીનાશ રહેવી અથવા કોઈ અસામાન્ય લક્ષણ જણાયો તો તરત ડૉક્ટરને બતાવવું જોઈએ.
મ્યુકરમાઇકૉસિસ એ કોરોનાની સારવાર-પદ્ધતિની 'આડપેદાશ' જેવી છે. જાણકારોના કહેવા પ્રમાણે, મ્યુકરમાઇકોસિસ દરદીનાં નાક, મોં, ગળા, આંખ અને મગજને અસર કરે છે અને જો તાત્કાલિક તેની સારવાર હાથ ધરવામાં ન આવે તો દરદીના જીવની પર જોખમ ઊભું થઈ શકે છે.
ડૉ પ્રવીણ ગર્ગ કહે છે કે 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને બ્લડ ક્લૉટ્સના ખતરામાંથી બચવા માટે બ્લડ કૉગ્યુલેન્ટ દવાઓ અપાય છે, આ દવા કેટલા સમય સુધી લેવી અને ક્યારે બંધ કરવી એ નિર્ણય માત્ર ડૉક્ટરની સલાહ લઈને કરવો જોઈએ.

માનસિક રૂપે મજબૂત બનવું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
કોરોના સંક્રમણથી લડવું અને બહારના માહોલમાં વ્યાપ્ત ચિંતાની અસર દર્દીના માનસિક આરોગ્ય પર પડતી હોય છે.
જ્યારે દર્દી સાજા થઈ જાય છે ત્યાર બાદ તેમનાંમાં ડિપ્રેશન, ચિંતા અને હતાશાની લાગણી વ્યાપ્ત થઈ શકે છે.
ડૉ. ગર્ગ પ્રમાણે "દર્દીઓ સાજા થયા પછી પણ પ્રાણાયામ, ધ્યાન કે કસરત કરીને પોતાને શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ બનાવી શકે છે."
ડૉ. દેશદીપક મુજબ "આવા દર્દીઓને સાઇકો-સોશિયલ સપોર્ટ વધારે મળવો જોઈએ. ખાસ કરીને વૃદ્ધજનો અને અન્ય રોગોથી પીડાતા લોકોને. ઘરે જઈને ઓક્સિજન ચેક કરવું, સમયસર દવાઓ લેવી અને અન્ય વાતોથી તાણનો અનુભવ થઈ શકે છે. એવામાં પરિવાર અને પાડોશી- મિત્રોનો સહયોગ મહત્ત્વપૂર્ણ હોય છે. "



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












