'તે મને જેટલી વખત સ્પર્શ કરે છે તેટલી વાર ફરી આઘાત અનુભવાય છે' : બળાત્કાર પીડિત મહિલાની કહાણી

દુર્વ્યવહાર કરનાર સાથે લગ્ન કરવું મહિલા માટે બહુ મુશ્કેલ કામ છે.
ઇમેજ કૅપ્શન, દુર્વ્યવહાર કરનાર સાથે લગ્ન કરવું મહિલા માટે બહુ મુશ્કેલ કામ છે.
    • લેેખક, ચિંકી સિંહા
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

મહિલા કહે છે કે તેમણે ના પાડી હતી. પુરુષ કહે છે કે 'તેમાં કોઈ મોટી વાત નથી. તે મહિલાની સાથે લગ્ન કરવાનો જ હતો, તેથી તેને બળાત્કાર ન કહી શકાય. હા, તેને કદાચ નાનકડો ગુનો કહી શકાય.' પરંતુ પછી તેણે મહિલાની સાથે લગ્ન કરી લીધા તેથી બધું બરાબર થઈ ગયું ગણાય.

પરંતુ તેના માટે વાત આટલેથી પૂરી થઈ જાય છે. અહીં મહિલા સાથે દુર્વ્યવહાર કરનાર સાથે લગ્નની વાત છે. મહિલા માટે આ બહુ મુશ્કેલ કામ છે.

મહિલા જણાવે છે, "તે સામાન્ય લગ્ન રહેવાના ન હતા. હું તેની અપેક્ષા રાખતી ન હતી."

આ રીતે તેઓ ઘટનાને યાદ કરે છે. તેઓ નવ વર્ષથી એક પુરુષ સાથે રિલેશનમાં હતાં જે દરમિયાન તેમની સાથે બળાત્કાર થયો હતો.

2012માં જે થયું તેના વિશે વાત કરવાનું નિધિ અને સુનીલે ત્રણ વર્ષ સુધી ટાળ્યું હતું (બંનેનાં નામ બદલ્યાં છે).

તે ઉનાળાનો દિવસ હતો. નિધિને યાદ છે કે તેમણે બ્લૅક અને વ્હાઇટ ચેક શર્ટ પહેર્યું હતું. તેઓ સુનીલના ભાડાના મકાનમાં ગયાં હતાં.

તેમણે પોતાની એફઆઈઆરમાં લખાવ્યું હતું કે સુનીલે તેમને કેફી પદાર્થ પીવડાવીને તેમના પર બળાત્કાર કર્યો હતો.

તેમણે સુનીલને આ ઘટનાનો એક વીડિયો પણ બનાવ્યો હોવાની વાત કરતા સાંભળ્યો હતો.

line

બળાત્કાર, ધમકી અને પછી લગ્ન

સુનીલે કેફી પદાર્થ પીવડાવ્યા બાદ નિધિ પર રેપ કર્યો હતો
ઇમેજ કૅપ્શન, સુનીલે કેફી પદાર્થ પીવડાવ્યા બાદ નિધિ પર રેપ કર્યો હતો

ત્યારબાદ સુનીલ તેમને ધમકાવતા કેટલીય વખત કહ્યું હતું કે 'તું મારી સાથે લગ્ન નહીં કરે તો આ વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કરી દઈશ.'

નિધિનું જે કહેવું છે તેની સામે સુનીલની માત્ર એક જ દલીલ છે.

સુનીલ કહે છે કે તે નિધિની સાથે લગ્ન કરવાનો હતો. તેણે નિધિની સાથે દગો નથી કર્યો.

નિધિ વિશે સુનીલે કહે છે, "નિધિએ હા પણ નહોતી પાડી અને ના પણ નહોતી કહી. તે ક્યારેય રેપનો આરોપ સાબિત કરી શકી ન હોત. એક મહિલા માટે રેપના કલંક સાથે જીવવું આસાન નથી."

નિધિ ભારપૂર્વક કહે છે કે તેમની ઇચ્છા ન હોવા છતાં તેમની સાથે જાતીય સંબંધ બાંધવામાં આવ્યો હતો.

સુનીલ કહે છે, "તેણે મારી વિરુદ્ધ આ બધા કેસ દાખલ કર્યા. પરંતુ મેં તેની સાથે લગ્ન કરી લીધાં. હવે અમે ખુશ છીએ."

નિધિની વાત કરીએ તો સુનીલે બળાત્કાર કર્યા પછી નિધિનો પીછો કરવાનું ચાલુ રાખ્યું ન હોત અને તેમને લગ્ન કરવાની ફરજ પાડી ન હોત તો નિધિનું જીવન કદાચ અલગ હોત.

line

2017માં નિધિએ સુનીલ સાથે લગ્ન કર્યાં

તેઓ પોતાના વકીલની સલાહથી વિપરીત જઈને પોતાના કથિત બળાત્કારીને મળી, કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું અને આરોપી સાથે લગ્ન કરી લીધા.
ઇમેજ કૅપ્શન, તેઓ પોતાના વકીલની સલાહથી વિપરીત જઈને પોતાના કથિત બળાત્કારીને મળી, કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું અને આરોપી સાથે લગ્ન કરી લીધા.

2017માં તેમણે લગ્ન કર્યું અને 2018માં સુનીલને દિલ્હીની એક અદાલતે બળાત્કાર કેસમાંથી મુક્ત કર્યા. સુનીલ માને છે કે તેમણે નિધિને શરમમાંથી બચાવી લીધી હતી. નિધિનું કહેવું છે કે તેમણે બધી આશા ગુમાવી દીધી છે.

તેઓ કહે છે, "તે બહુ મુશ્કેલ સમય હતો. મને આત્મહત્યાના વિચારો આવતા હતા."

તે સમયે જ નિધિને સમજાયું કે તેમના માટે બધું ખતમ થઈ ગયું છે. તેઓ પોતાના વકીલની સલાહથી વિપરીત જઈને પોતાના કથિત બળાત્કારીને મળી, કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું અને આરોપી સાથે લગ્ન કરી લીધું.

તેમણે ફોન પર વાત કરતી વખતે 2018નો સમય યાદ કર્યો હતો જ્યારે તે કોર્ટમાં ગયાં હતાં.

તેઓ કહે છે, "2018માં હું ગર્ભવતી હતી ત્યારે કોર્ટમાં છેલ્લું નિવેદન આપવા હાજર થઈ હતી. મને જે કહેવામાં આવ્યું હતું તે બોલી ગઈ."

"મારા વકીલ ત્યાં હાજર ન હતા. તેમણે મને મારા આરોપો પાછા ખેંચી લેવા કહ્યું. હું ખસી ગઈ, કારણ કે મને કોઈનો ટેકો ન હતો."

"મેં લગ્ન કર્યું ત્યારે પણ હું ખુશ ન હતી. તેણે મને મારી નાખવાની ધમકી આપી હતી. કોર્ટ કેસ દરમિયાન તે મને ધમકાવતો હતો."

"મારા પતિ કહેતા કે મારું કોઈ કંઈ નહીં બગાડી શકે. મેં બધી આશા ગુમાવી દીધી હતી."

નિધિ કહે છે કે તેમને સુનીલની સાથે લગ્ન કરવા છે કે નહીં તેવું પૂછવામાં આવ્યું ન હતું.

તેઓ પૂછે છે, "આ બધા માટે મને જ શા માટે પસંદ કરવામાં આવી?" તેઓ ઘણી વખત પોતાને આ સવાલ પૂછે છે.

2019માં તેણે બાળકને જન્મ આપ્યો હતો.

line

'બળાત્કાને હું ક્યારેય નહીં ભૂલી શકું'

સુનીલના વકીલ દીપક જાખર
ઇમેજ કૅપ્શન, સુનીલના વકીલ દીપક જાખર

નિધિ 29 વર્ષનાં છે. તેમણે પોતાની જાતને એ વાત સ્વીકારવા સમજાવી લીધાં છે કે તે સુનીલ સાથે પરણીને ખુશ છે.

તેઓ કહે છે, "તેનો કોઈ અર્થ નથી. હવે હું ઇમોશનલ નથી. કેટલીક વખત મને લાગે છે કે મારું જીવન કેવું હોઈ શકતું હતું."

"મેં સન્માન ગુમાવ્યું છે. આમાં કોઈ આત્મસન્માન જેવું નથી. પરંતુ મેં એડજસ્ટ કરી લીધું છે."

રેપની ઘટનાને તે કદી નહીં ભૂલી શકે.

"તે જેટલી વખત મને સ્પર્શ કરે છે એટલી વખત આઘાતની લાગણી તાજી થઈ જાય છે. હું રેપના કલંક સાથે જીવી શકું તેમ ન હતી."

દીપક જાખર એ સુનીલના વકીલ છે.

તેએ કહે છે, "ફરિયાદીએ કેસમાં સેટલમેન્ટ કર્યું હતું. બળજબરીથી લગ્ન અને રેપના આરોપ હતા. મહિલાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારપછી તેણે એક નિવેદન આપ્યું હતું. તેણે પોતાના આરોપોને ટેકો નહોતો આપ્યો. તેથી મારા ક્લાયન્ટ છૂટી ગયા."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

ઘણી અદાલતોએ આવી વાત કહી છે

એવા અસંખ્ય કિસ્સા છે જેમાં પીડિત મહિલાએ તેના રેપિસ્ટ સાથે લગ્ન કરવા પડ્યાં છે
ઇમેજ કૅપ્શન, એવા અસંખ્ય કિસ્સા છે જેમાં પીડિત મહિલાએ તેના રેપિસ્ટ સાથે લગ્ન કરવા પડ્યાં છે

તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેનું એક નિવેદન વિવાદાસ્પદ બન્યું હતું.

ત્યારપછી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની વાતને ખોટા સંદર્ભમાં ટાંકવામાં આવી હતી.

તેના કારણે એવી ચર્ચા શરૂ થઈ કે 'દુષ્કર્મ પીડિતાએ તેમની સાથે દુર્વ્યવહાર કરનાર સાથે શા માટે લગ્ન કરવાં પડે છે?' બોબડેએ એક સગીર યુવતી પર બળાત્કારનો આરોપ ધરાવતા પુરુષને પૂછ્યું હતું કે 'તે યુવતી લગ્ન કરવા માટે તૈયાર છે કે કેમ?'

આટલાં વર્ષો દરમિયાન ઘણી અદાલતોએ આવી વાત કહી છે.

અપરાધિક મામલાઓના નિષ્ણાત વિવેક ચૌધરી જણાવે છે કે આ બધા લેખિત નિરીક્ષણ નથી, પરંતુ તે ટ્રાયલ કોર્ટ માટે એક પ્રથા પાડે છે અને તેના કારણે મહિલાઓને નુકસાન થાય છે. તેઓ ઉત્તર પ્રદેશમાં બાગપત ખાતે વકીલ છે.

એવા અસંખ્ય કિસ્સા છે જેમાં પીડિત મહિલાએ તેમની સાથે દુષ્કર્મ કરનાર સાથે લગ્ન કરવાં પડ્યાં છે.

તેના માટે સામાજિક કલંક, તપાસ એજન્સીઓની ખામી અને મહિલાના જીવ સામેના જોખમ સહિત અનેક કારણો જવાબદાર હોય છે.

2005માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના ચર્થવાલ ગામે સ્થાનિક પંચાયતે નૂર ઇલાહી નામની વ્યક્તિની પત્ની ઇમરાનાને સાત મહિના માટે પોતાની જાતને 'શુદ્ધ' કરવા અને પોતાના સસરા અલી મોહમ્મદ સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો હતો, જેમણે ઇમરાના પર બળાત્કાર કર્યો હતો.

ઇમરાનાનાં વર્તમાન લગ્નને રદબાતલ જાહેર કરાયાં હતાં. ઇમરાનાએ એફઆઈઆર દાખલ કરાવી અને મીડિયાને જણાવ્યું કે તેઓ સ્થાનિક પંચાયતના ચુકાદા વિરુદ્ધ જવા અને પોતાના પતિ સાથે રહેવાં માટે તૈયાર છે.

line

લગ્નના નામે ફસામણી અને બળાત્કારીઓની ચાલ

જજનું કામ માત્ર એટલું જ જોવાનું છે કે જાતીય હુમલો થયો હતો કે નહીં. આરોપીને સજા કરવા માટે પૂરતા પુરાવા છે કે નહીં.
ઇમેજ કૅપ્શન, જજનું કામ માત્ર એટલું જ જોવાનું છે કે જાતીય હુમલો થયો હતો કે નહીં. આરોપીને સજા કરવા માટે પૂરતા પુરાવા છે કે નહીં.

બળાત્કારીઓ સજાથી બચવા માટે ઘણી વખત આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે.

દિલ્હીમાં શાંતિ મુકુંદ હૉસ્પિટલનાં 23 વર્ષના નર્સના કિસ્સામાં આવું જ બન્યું હતું.

આ નર્સ પર એક વૉર્ડબૉય દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની જમણી આંખ બહાર આવી ગઈ હતી અને ડાબી આંખને ઈજા થઈ હતી.

આ ઘટના સપ્ટેમ્બર 2003માં બની હતી. આ કેસમાં દુષ્કર્મ કરનાર ભુરાએ નર્સ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેણે દલીલ કરી કે સામાજિક કલંકના કારણે તેમની સાથે બીજું કોઈ લગ્ન નહીં કરે તેથી તે લગ્ન કરવા માટે તૈયાર છે.

પરંતુ નર્સે લગ્નનો ઇનકાર કર્યો અને કહ્યું, "કોર્ટે આવી અરજી ગ્રાહ્ય રાખી તે બાબત સૌથી વધુ ભયંકર છે." ત્યારબાદ ભુરાને આજીવનકેદની સજા કરવામાં આવી હતી.

2020માં મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક ઑર્ડરમાં જાતીય સતામણીના એક આરોપીને એવી શરતે જામીન આપ્યા હતા કે તેણે પીડિત મહિલાને રાખડી બાંધવી પડશે.

ગયા વર્ષે જુલાઈમાં ઓડિશા હાઈકોર્ટે એક સગીર યુવતી પર બળાત્કારના આરોપીને જામીન આપ્યા હતા, જેથી તે યુવતી સાથે લગ્ન કરી શકે, કારણ કે તે તારીખ સુધીમાં યુવતી પુખ્તવયની થઈ ગઈ હતી.

line

"દુર્વ્યવહાર કરનાર સાથેનાં લગ્ન કેવાં હોય?"

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

દિલ્હીસ્થિત મહિલાઓના અધિકારી માટેની સંસ્થા જાગોરીના ડિરેક્ટર જયશ્રી વેલંકર જણાવે છે કે આવી દરખાસ્ત કરવા માટેની જે હિંમત દર્શાવાય છે તે ભયંકર છે.

"તમારી સાથે દુર્વ્યવહાર કરનાર સાથેનાં લગ્ન કેવાં હોય? આપણે આ શોધવાનું છે અને શું કોઈ મહિલાઓને તેમની મરજી પૂછે છે?"

"શું તેના પર દબાણ કરવામાં આવે છે? લોકો આ પ્રકારના લગ્નને સમજદારીપૂર્વકનો ઉકેલ ગણાવે છે."

"આવી એક ઊંડી બેસી ગયેલી ધારણા છે. આપણે તેની તપાસ કરવી જોઈએ. દરેક પુરુષને વર્જિન પત્ની જોઈએ છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેઓ માને છે કે આ પ્રકારનાં સૂચનોનો કોઈ કાનૂની આધાર નથી. જજનું કામ માત્ર એટલું જ જોવાનું છે કે જાતીય હુમલો થયો હતો કે નહીં. આરોપીને સજા કરવા માટે પૂરતા પુરાવા છે કે નહીં.

તેઓ કહે છે, "લગ્નનો પ્રશ્ન જ ક્યાં પેદા થાય છે? તેની પાછળ કયો કાનૂની આધાર છે? મોટા ભાગના કિસ્સામાં મહિલા દુષ્કર્મ કરનારને ઓળખતાં હોય છે."

"શું તમે પુરુષને પહેલા દુષ્કર્મ કરવા અને પછી મહિલા સાથે લગ્ન કરવાનું લાઇસન્સ આપવા માગો છો? અમે નથી ઇચ્છતા કે અદાલતો મેરેજ બ્યૂરોનું કામ કરે."

"તમે મહિલાને એક શિશુ સમાન ગણો છો અને તે પિતૃપ્રધાન વ્યવસ્થાની એક લાક્ષણિકતા છે."

line

ગુનો સાબિત થવાનું પ્રમાણ માત્ર 27 ટકા

ભારતમાં મોટા ભાગના રેપ કેસ "લગ્નના વચન"ને લગતા હોય છે.
ઇમેજ કૅપ્શન, ભારતમાં મોટા ભાગના રેપ કેસ "લગ્નના વચન"ને લગતા હોય છે.

ભારતમાં રેપ બદલ આકરી સજાની જોગવાઈ છે. તેમાં પોસ્કો જેવો કડક કાયદો સામેલ છે જેના હેઠળ બળાત્કારીને મૃત્યુદંડ પણ થઈ શકે છે.

પરંતુ ગુનો સાબિત થવાનું પ્રમાણ માત્ર 27 ટકા છે. તેનું કારણ આ પ્રકારના સમાધાન અને સેટલમેન્ટ છે.

દિલ્હીસ્થિત ક્રિમિનલ લૉયર શ્રેય શરાવત જણાવે છે કે, તેમણે લગભગ 60 જેટલા રેપ કેસમાં આરોપી તથા પીડિત બંનેનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તેઓ કહે છે, "એવા ઘણા કેસ છે જેમાં પીડિતે આરોપી સાથે લગ્ન કર્યું હોય અને પછી તેને તરછોડી દેવામાં આવી હોય. ભારતમાં મોટા ભાગના રેપ કેસ "લગ્નનાં વચન"ને લગતા હોય છે."

"તે બહુ વિવાદાસ્પદ હોય છે અને મહિલા બળાત્કારનો આરોપ દાખલ કરે તો પણ તેને કોર્ટમાં પુરવાર કરવું બહુ મુશ્કેલ હોય છે.

તેઓ કહે છે, "આવાં લગ્ન ટકતાં નથી હોતાં, કારણ કે આરોપીને લગ્ન કરવા હોત તો સૌથી પહેલાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો જ ન હોત."

"તેઓ તેને એક છટકબારી તરીકે જુએ છે, તેઓ યુવતી સાથે લગ્ન કરે છે અને પછી તરછોડી મૂકે છે."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

2015માં તેઓ એક મહિલાનો કેસ લડ્યા હતા, જેમણે કહ્યું કે તેઓ 2014માં એક મેટ્રિમોનિયલ વેબસાઇટ મારફત એક પુરુષના સંપર્કમાં આવ્યાં હતાં અને તે પુરુષે તેમના પર બળાત્કાર કર્યો હતો. પુરુષે કોર્ટમાં કહ્યું કે તેઓ લગ્ન કરવા માટે તૈયાર છે.

તેથી મહિલાએ કેસ પાછો ખેંચી લીધો. પરંતુ તે પુરુષ પહેલેથી પરિણીત હતો આથી આ મહિલા સાથેનાં તેનાં લગ્ન ગેરકાયદે ગણાયાં.

ગીતા (નામ બદલ્યું છે) કહે છે, "હું ફરીથી કોર્ટમાં ન ગઈ. તે બહુ અપમાનજનક હતું."

ડિસેમ્બર 2014માં તે જ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર તેઓ બીજા એક પુરુષના સંપર્કમાં આવ્યાં.

આ પુરુષે પણ તેમને લગ્ન કરવાનું વચન આપ્યું અને બળાત્કાર કર્યો. તે સમયે તેઓ 30 વર્ષનાં હતાં. તેઓ કોર્ટમાં ગયાં અને કેસ શરૂ થયો.

આરોપીએ તેમની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું તેથી મહિલાએ કેસ પાછો ખેંચી લીધો. આ વખતે પણ પુરુષ પહેલેથી પરિણીત હતો.

તેઓ કહે છે, "થોડા મહિના પછી તે છોડીને જતો રહ્યો. મારાં લગ્ન માન્ય ન ગણાયાં. હવે હું બીજી કોઈ વ્યક્તિને પરણેલી છું અને ખુશ છું. પરંતુ મહિલાઓને મારી સલાહ છે કે બળાત્કારનો મુકાબલો કરો અને ચૂપ ન રહો."

line

બે પ્રકારના બળાત્કારના કેસ

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પીડિતો મહિલાઓને દુષ્કર્મ કરનાર સાથે લગ્ન કરવા માટે પોલીસ અથવા અદાલતો દ્વારા અપાતી "સલાહ"નું કોઈ ડોક્યુમેન્ટેશન થયું નથી

ભારતમાં બે પ્રકારના રેપ કેસ હોય છે. બળજબરીથી જાતીય સમાગમ કરવામાં આવ્યો હોય તેવા કેસ અને 'લગ્નનું વચન' આપીને જાતીય સમાગમ કર્યો હોય તેવા કેસ.

શરાવતે જણાવ્યા પ્રમાણે મહિલા માટે કોર્ટમાં જવાનું મુશ્કેલ હોય છે.

તેઓ કહે છે, "કાનૂની રીતે તે બહુ પડકારજનક હોય છે, કારણ કે જ્યારે જાતીય હુમલો થાય છે ત્યારે મહિલા ત્યાં પુરાવા એકત્ર નથી કરતી હોતી. તપાસકર્તા એજન્સીઓ યોગ્ય રીતે કામ નથી કરતી."

આ કારણથી જ બળાત્કારના કેસમાં સજા થવાનું પ્રમાણ બહુ ઓછું હોય છે.

બળાત્કારના ઘણા કેસ ખોટા હોય છે અને પરસ્પર સહમતીથી જાતીય સંબંધ બંધાયા હોય ત્યારે સગીર પુત્રીઓનાં માતાપિતા બળાત્કારનો કેસ દાખલ કરાવતા હોય છે.

કેટલાક કેસ એવા હોય છે જેમાં બળજબરીથી બળાત્કાર થયો હોય છે અથવા લગ્ન કરવાની લાલચ આપીને જાતીય સંબંધ બાંધવામાં આવતા હોય છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બળાત્કાર પીડિતોને તેમની સાથે દુષ્કર્મ આચરનાર સાથે લગ્ન કરવા માટે પોલીસ અથવા અદાલતો દ્વારા અપાતી "સલાહ"નું કોઈ ડૉક્યુમેન્ટેશન થયું નથી.

આવા દંપતીઓ વચ્ચે લગ્ન થયાં હોય તેવા કેસમાં પણ કોર્ટ કેસને મૉનિટર કરતી હોતી નથી. કેસનો નિકાલ કરવામાં આવે છે અને મહિલાએ બળાત્કારી સાથે સંબંધમાં રહેવું પડે છે. નિધિની સાથે આવું જ થયું હતું.

તેણે મને એક સાંજે ફોન કર્યો. તેણે કહ્યું કે તેનું બાળક તેને ખુશી આપે છે.

"હું તે અંગે પ્રૅક્ટિકલ બનતા શીખી ગઈ. હું જાણું છું કે તે આ બધું બરાબર છે તેવું દેખાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ એવું નથી."

"હું હજુ પણ મારી જાતને સવાલ પૂછું છું કે તેણે આવું શા માટે કર્યું? થોડા સમય માટે કદાચ સંબંધ હતા."

"હું નથી જાણતી, પરંતુ હું અત્યારે જે સ્થિતિમાં છું તેમાં નહોતી રહેવા માગતી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો