You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND Vs ENG : ઇંગ્લૅન્ડ સામે ભારતનો 7 રને વિજય થયો, શૃંખલા પણ અંકે કરી
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી વન-ડે ક્રિકેટ મૅચમાં ભારત કુલ 50 ઑવર્સમાં 329 રન કરી ઑલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લન્ડ સામે હવે 330 રનનો ટાર્ગેટ હતો પણ ઇંગ્લૅન્ડ પૂરો ન કરી શક્યું અને ભારત 7 રનથી જીતી ગયું હતું.
શાર્દૂલે 4 વિકેટો જ્યારે ભુવનેશ્વર કુમારે 3 વિકેટો લીધી હતી. હાર્દિક પંડ્યાએ આખરી ઑવરોમાં માર્ક વૂડનો કરેલો રનઆઉટ ઘણો મહત્ત્વનો પુરવાર થયો હતો. વળી શિખર ધવર અને ઋષભ પંત તથા હાર્દિક પંડ્યાની અર્ધસદી ઘણી મદદરૂપ પુરવાર થઈ.
ઇંગ્લેન્ડ 322 રન જ કરી શક્યું હતું. તેણે 50 ઑવર રમી હતી.
દરમિયાન, ભારતની બેટિંગની વાત કરીએ તો રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર બેટિંગ કરી અને બેઉ વચ્ચે 100 રનની ભાગીદારી થઈ હતી. જોકે, એ પછી આદિલ રાશિદે બેઉને આઉટ કરી દીધા.
રોહિત શર્મા 37 રન કરી અને શિખર ધવન 67 રન કરીને આઉટ થયા હતા. દરમિયાન હાર્દિક પંડ્યાએ ધુઆંધાર બેટિંગમાં 4 સિક્સર, 5 ચોગ્ગા સાથે 44 બૉલમાં 64 રન ફટકાર્યાં હતા.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી વન-ડે ક્રિકેટ મૅચ રવિવારે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસૉસિયેશનના સ્ટેડિયમ પર રમાઈ રહી હતી. ત્રણ મૅચની ટુર્નામૅન્ટમાં બંને ટીમોએ એક-એક મૅચ જીતી હતી. પણ હવે શૃંખલા 2-1થી અંકે કરી લીધી છે.
આ પૂર્વે વિરાટ કોહલી ટૉસ હારી ગયા હતા અને ઇંગ્લૅન્ડે ફિલ્ડિંગ પસંદ કરી છે. કુલદીપ યાદવને સ્થાને ટી. નટરાજનને ટીમમાં લેવામાં આવ્યા હતા. તેમણે આખરી ઑવર ઘણી પ્રભાવક કરી હતી.
આ અગાઉ ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટી-20 ટુર્નામૅન્ટને 3-2થી જીતી હતી. ચેન્નાઈ અને અમદાવાદમાં રમાયેલી ચાર ટેસ્ટ મૅચની સીરિઝ પર 3-1થી કબજો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વન-ડે મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલી બેટિંગ કરતાં 336 રનનો સ્કોર છ વિકેટે બનાવ્યો હતો. જોકે બેન સ્ટોક્સની ધુઆંધાર ઇનિંગ્સની મદદથી ઇંગ્લૅન્ડે માત્ર 43.3 ઑવરમાં 337 રન બનાવી દીધા હતા.
ગત વન-ડેમાં પહેલી બેટિંગમાં ભારત તરફથી લોકેશ રાહુલે સદી નોંધાવી હતી. લોકેશ રાહુલે 114 બૉલમાં 108 રન બનાવ્યા હતા. કૅપ્ટન વિરાટ કોહલીએ 66 રન અને રિષભ પંતે 40 બૉલમાં 77 રનની સ્ફોટક ઇનિંગ રમી હતી.
ઇંગ્લૅન્ડની ટીમમાં જોની બેયરસ્ટોએ 112 બૉલમાં 124 રન બનાવ્યા હતા. જ્યારે બેન સ્ટોક્સે 52 બૉલમાં 99 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે 10 સિક્સ મારી હતી. જ્યારે બેયરસ્ટોએ 7 સિક્સ મારી હતી. ઑપનિંગમાં આવેલા જેસન રોયે પણ અડધી સદી નોંધાવી હતી.
બીજી મૅચમાં થયેલાં રોચક મુકાબલાને કારણે આખી ટુર્નામૅન્ટ રોચક બની ગઈ છે. આવી સ્ફોટક ઇનિંગ્સ ફરી જોવા મળશે કે નહીં તે એક ચર્ચા છે.
ટેસ્ટ અને ટી-20 ટુર્નામૅન્ટ હાર્યા પછી ઇંગ્લૅન્ડ વન-ડે ટુર્નામૅન્ટ જીતવા માગે છે ત્યારે આ ગેમ રોચક બનશે.
બંને ટીમના બૉલરો સામે છે પડકારો
પહેલી વન-ડે મૅચમાં ઇન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવીને 317 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 251 રનમાં જ ઑલઆઉટ થઈ હતી.
ભારતની ટીમે બીજી મૅચમાં 336 રન છ વિકેટે બનાવ્યા. ઇંગ્લૅન્ડની ટીમ ભલે 337 રન બનાવીને મૅચ જીતી ગઈ પરંતુ સવાલ હજુ બૉલરોના પ્રદર્શન પર થઈ રહ્યા છે.
પહેલી મૅચમાં ભારતના બોલરોએ સારી બોલિંગ કરીને ઇંગ્લૅન્ડને 251 રનમાં જ ઑલઆઉટ કર્યું હતું. જોકે બીજી મૅચમાં તો ભારતીય બૉલરો પણ ઇંગ્લૅન્ડના બેટિંગ ઍટેક સામે ટકી શક્યા ન હતા.
આ સ્થિતિમાં બંને ટીમોનું બૉલિંગ પ્રદર્શન સુધરે તે મોટી ચિંતા છે. ભારત માટે કુલદીપ યાદવનું પ્રદર્શન ચિંતાનો વિષય બનેલું છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના સ્થાને ચહલને કે વોશિંગટન સુંદરને જગ્યા આપવામાં આવે.
હાલ ઇંગ્લૅન્ડની ટીમમાં કોઈ મોટું પરિવર્તન જોવા મળે એવું દેખાઈ રહ્યું નથી. પરંતુ ટોમ કરનના સ્થાને માર્ક વૂડને જગ્યા મળી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.