You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૉટ્સઍપનું નવું 'ડિસઅપીયરીંગ મૅસેજ' ફીચર, સાત દિવસ પછી મૅસેજ જાતે ડિલીટ થઈ જશે
વૉટ્સઍપ જલદી જ તેમના યૂઝર્સને 'ડિસઅપીયરીંગ મૅસેજ'નો વિકલ્પ આપશે, જે મૅસેજ મોકલનાર અને મૅસેજ મએળવનાર વચ્ચેની ચૅટને સાત દિવસમાં આપમેળે ડિલીટ કરી દેશે.
એનો અર્થ એવો છે કે જો તમે આ વિકલ્પ ઇનેબલ કરશો તો સાત દિવસ જૂના મૅસેજ આપોઆપ ડિલીટ થશે.
ફેસબુકની માલિકી ધરાવતી આ ઍપના દુનિયામાં બે અબજ યુઝર્સ છે. વૉટ્સઍપનું કહેવું છે કે આ નવા સેટિંગ્સથી ચૅટને પ્રાઇવેટ રાખવામાં મદદ મળશે
જોકે વૉટ્સઍપે કહ્યું કે જો મૅસેજ મેળવનાર વ્યક્તિ કોઈ મૅસેજ, ફોટો કે વીડિયો સાત દિવસ પછી પણ પોતાની પાસે રાખવા માગતી હોય તો તે સ્ક્રીનશૉટ પાડીને કે ફૉરવર્ડ કરીને રાખી શકશે.
એટલે કે તમે ડિસઅપીયરિંગ મૅસેજનો વિકલ્પ પસંદ કર્યો પણ સામેની વ્યક્તિ એ મૅસેજ અન્ય રીતે સેવ રાખી શકે છે.
આ ફીચર નવેમ્બરના અંત સુધીમાં જોવા મળશે.
એક બ્લૉગમાં કંપનીએ લખ્યું છે કે સાત દિવસમાં મૅસેજ ઍક્સપાયર હોવાના વિકલ્પથી મગજને શાંતિ મળશે કે તમારી કોઈ વાતચીત પરમેનન્ટ નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર