You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા ચૂંટણી પરિણામ 2020 : ટ્રમ્પ અને બાઇડનની હાર-જીતનો દારોમદાર શેના પર છે?
- લેેખક, ઍન્થની ઝર્જર
- પદ, બીબીસી નૉર્થ અમેરિકા સંવાદદાતા
અમેરિકાની ચૂંટણીની રાત હાલમાં અઠવાડિયામાં બદલાતી દેખાઈ રહી છે. તમને જણાવીએ કે આ સમયે ઉમેદવાર શું આશા રાખીને બેઠા છે કે તેમની ઍન્ટ્રી ઝડપથી વ્હાઇટ હાઉસમાં થઈ જાય.
ઇલેક્શનના દિવસ પહેલાંનું વોટિંગ એટલે કે શરૂઆતના મતદાન (અર્લી પોલ્સ)થી મળતા વલણથી એવું લાગતું હતું કે જો બાઇડન સરળતાથી જીતી રહ્યા છે કે પછી એવું થઈ શકે કે ડોનાલ્ડ ટ્રમ્પને બહુ ઓછા અંતરથી જીત મળી શકે.
તો નેશનલ પૉપ્યુલર વોટના મામલામાં તેઓ હારી જાય પરંતુ તેઓ બેટલગ્રાઉન્ડ કે સ્વિંગ રાજ્યોમાં એટલા મત મેળવવા સફળ થઈ જાય કે તેઓને ઇલેક્ટોરલ કૉલેજમાં પૂરતા મત મળી જાય.
જોકે મતગણતરી સાંજથી શરૂ થઈને સવાર સુધી ચાલ્યા પછી એક વાત પાક્કી થઈ ગઈ કે બાઇડનને લૈન્ડસ્લાઇડ જીત તો મળી નથી રહી.
હાર-જીત બહુ ઓછા અંતરથી થશે. હવે માત્ર એ જાણવાનું છે કે કોની અને કેવી રીતે જીત થશે અને એ પણ આપણને ક્યાં સુધી ખબર પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પોતાની જીતની જાહેરાત કરી દીધી છે અને પોતાના હરીફ પર વોટિંગમાં ગોટાળા કરવાનો આરોપ પણ લગાવી દીધો.
જોકે હાલમાં એવો કોઈ મામલો સામે આવ્યો નથી. હજુ તો ઘણા સાચા મતની ગણતરી બાકી છે.
આખા દેશની લડાઈ હવે કેટલાંક રાજ્યમાં સીમિત થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રાજ્યો છે- એરિઝોના, જ્યોર્જિયા, વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્લિલ્વેનિયા.
બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં કોણ જીતશે?
એરિઝોનામાં વલણ બાઇનનના પક્ષમાં જોવા મળી રહ્યા છે, જેનો મતલબ છે કે બાઇડને પોતાની જીત નક્કી કરવા માટે ત્રણ (વિસ્કૉન્સિન, મિશિગન, પેન્સિલ્વેનિયા)માંથી બે રાજ્યોમાં જીત મેળવવી પડશે. જે પૈકી મિશિગનમાં એમની જીત પાકી થઈ રહી હોવાનું કહેવાય છે.
આ ત્રણ 2016વાળાં 'બ્લૂ વૉલ' રાજ્ય કહેવાય છે, કેમ કે આ એ રાજ્યો છે જે આમ તો ડેમૉક્રેટિક પાર્ટનો ગઢ રહ્યાં છે, પણ દશકો બાદ 2016ની ચૂંટણીમાં ટ્રમ્પે આ રાજ્યોમાં જીત મેળવી હતી.
બાઇડન આ ત્રણ રાજ્યોમાં હાલ પાછળ ચાલી રહ્યા છે, પરંતુ બાકીના મત તેમના પક્ષમાં આવી શકે છે અને કદાચ આ ત્રણ રાજ્યો તેમને જીત અપાવી શકે છે.
પેન્સિલ્વેનિયામાં પોસ્ટ મારફત આવેલા 14 લાખથી વધુ મતની ગણતરી હજુ બાકી છે. તેની ગણતરીમાં હજુ ઘણા દિવસો લાગી શકે છે.
મોટાં શહેર, જેમ કે મિશિગનના ડેટ્રૉયટ અને વિસ્કૉન્સિનના મિલવૌંકીમાં પણ બધાં પરિણામ આવ્યાં નથી અને ત્યાંનાં પરિણામો ડેમૉક્રેટિક પાર્ટીના પક્ષમાં હોઈ શકે છે.
જ્યોર્જિયા એક 'વાઇલ્ડ કાર્ડ' છે, જ્યાં પહેલાં ટ્રમ્પ માટે જીત સરળ દેખાતી હતી, હવે અહીં મુકાબલો રસપ્રદ થઈ ગયો છે. બાઇડનના વલણવાળા ઍટલાન્ટા રાજ્યમાં મતગણતરીના સ્થળે એક પાણીની પાઇપલાઇન તૂટી જવાથી ગણતરીમાં મોડું થયું છે.
જ્યોર્જિયામાં જો ડેમૉક્રેટિક જીતી જાય તો તેનો મતલબ છે કે બાઇડને મિડવેસ્ટ રાજ્યોમાંથી કોઈ એકને જીતવાની જરૂર પડશે.
- અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?
- અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત-પાકિસ્તાન એક મુદ્દો છે?
- ભારત-પાકિસ્તાન મૂળની એ મહિલાઓ જેમનો અમેરિકાની ચૂંટણીમાં ડંકો વાગશે
- ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકશે?
- કમલા હૅરિસ : ભારતીય મૂળનાં ફાયરબ્રાન્ડ નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર સુધી
કાયદાકીય ગૂંચમાં પડી છે ચૂંટણી
એક સમયે જે વાતની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી એ હવે હકીકતમાં થતું નજરે આવી રહ્યું છે. બાઇડન પોતાની જીતનો દાવો કરી રહ્યા છે અને ટ્રમ્પ ચૂંટણીમાં ગોટાળો અને મતચોરીના નિરાધાર આરોપ લગાવી રહ્યા છે.
તેનાથી બંને પક્ષમાં કડવાશ વધશે અને એક લાંબી કાયદાકીય લડાઈ થઈ શકે છે, જેમાં હારનારાના સમર્થકો ગુસ્સામાં હશે અને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અનુભવ કરશે.
જોકે હજુ અંતિમ પરિણામ આવ્યાં નથી, પણ આ ચૂંટણીરાતે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા એક વહેંચાયેલો દેશ છે.
અમેરિકાના મતદારોએ ન તો ટ્રમ્પને સંપૂર્ણ જાકારો આપ્યો છે અને ન તો મતદારોએ તેમને એટલું સમર્થન આપ્યું છે, જેટલી આશા ટ્રમ્પે રાખી હતી.
પણ મતદારોએ જંગની એક રેખા ખેંચી દીધી છે અને આ રાજકીય લડાઈ ચાલુ રહેશે, ભલે તમે તે આ ચૂંટણીમાં જીતે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો