અમેરિકાની ચૂંટણીના મેદાનમાં છે ભારત-પાકિસ્તાન મૂળની આ મહિલાઓ

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, વોશિંગટનથી

અમેરિકામાં હંમેશા એવું કહેવામાં આવે છે કે જો ટેબલ પર બેસવાની સીટ ન મળી તો તમને મેનુમાં જગ્યા નહીં મળે.

ત્રણ નવેમ્બરે યોજાનારી અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીને અનેક લોકો અમેરિકાના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી કહી રહ્યા છે.

અહીં કોરોના વાઇરસની મહામારીથી હાલ સુધીમાં બે લાખ લોકોનાં મૃત્યુ થયાં છે અને લાખોની સંખ્યામાં લોકોની નોકરીઓ પણ ગઈ અને આ દરમિયાન અમેરિકા રાજકીય અને સામાજિક રીતે વહેંચાયેલું રહ્યું.

બ્લૅક લાઇવ મેટર્સનો વિરોધ ચાલી રહ્યો છે અને અનેક શહેરોમાં લોકો હિંસા અને પોલીસ દમનનો શિકાર બન્યાં છે.

ત્રણ નવેમ્બરે અનેક રાજ્યોની ચૂંટણીઓ પણ યોજાવાની છે. બીબીસીએ આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહેલી કેટલીક પાકિસ્તાની અને ભારતીય મહિલાઓ સાથે વાત કરી જેમનું રાજકીય ભાવિ આ દિવસે નક્કી થશે.

સબીના ઝફર- પાકિસ્તાની અમેરિકન - સૈન રૈનના મેયરપદ માટે મેદાનમાં

સૈન રૈમન પશ્ચિમ કેલિફોર્નિયા રાજ્યમાં સેન ફ્રાન્સિસ્કોથી અંદાજે 35 માઇલ પૂર્વમાં સ્થપાયેલું એક સુંદર શહેર છે.

સબીના ઝાફર હાલ વાઇસ મેયર છે અને હાલ તેઓ મેયર માટે ચૂંટણી લડી રહ્યાં છે.

તેમનાં પિતા રાજા શાહિદ ઝફર બેનઝીર ભુટ્ટોની સરકારમાં પાકિસ્તાનના કેન્દ્રિય મંત્રી હતા.

ઝૂમ પર વાતચીતમાં તેમણે મને કહ્યું, "હું મારા પિતાના કામોની પ્રશંસા થતી જોઈને મોટી થઈ છું."

લગ્ન પછી તે અમેરિકા આવ્યા અને તે સેન રૈમનમાં રહેવા લાગ્યા. વિવિધ વસતિવાળા આ શહેરની જનસંખ્યા 82 હજાર છે અને આમાં સતત વધારો થઈ રહ્યો છે.

સબીના કહે છે કે આ શહેરમાં 52 ટકા લોકો કાળા છે અને અહીં ગત 10થી 15 વર્ષોમાં ઘણું પરિવર્તન થયું છે.

સબીના અહીંની સિટી કાઉન્સિલમાં જગ્યા બનાવનારાં પહેલાં એશિયાઈ અમેરિકન છે.

તો, રાજકારણમાં કેવી રીતે પ્રવેશ થયો?

સબીના કહે છે સાત આઠ વર્ષ પહેલાં સંસદ એરિક સ્વાલવેલની સાથે કામ કરતી વખતે "મારી અંદર સૂઈ ગયેલું સમાજસેવાનું ઝનૂન બહાર આવ્યું"

એક પરિચિતે ઇમર્જ કેલિફોર્નિયા નામના એક પ્રોગ્રામ વિશે જણાવ્યું જેને ડેમોક્રેટિક મહિલાઓને ચૂંટણીમાં ઉતારવા માટે ટ્રેનિંગ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

આ ટ્રેનિંગમાં અલગ અલગ પૃષ્ઠભૂમિની લગભગ 40 મહિલાઓ સામેલ હતી.

તે કહે છે, "તમે એક મોટા ઇકોસિસ્ટમમાં સામેલ થઈ જાવ છો કે ચૂંટણી કેવી રીતે લડવાની છે, તે મહિલાઓની સાથે કેવા વ્યક્તિગત સંબંધ બનાવો છો જે ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં જોડાઈ છે."

"એ પ્રોગ્રામમાં ટ્રેનિંગ પછી સવાલ એ ન હતો કે ક્યારે પરંતુ સવાલ એ હતો કે કેવી રીતે?"

તેમણે આ પછી 2018માં સિટી કાઉન્સિલમાં જગ્યા બનાવી અને નવેમ્બર 2019માં એક વર્ષ માટે ડેપ્યુટી મેયર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી.

તેમનું કહેવુ છે કે કૉર્પોરેટ અને ટેકનૉલૉજીના અનુભવથી તેમને મદદ મળી.

તે કહે છે, "કોઈ પણ સવાલ ઉઠાવતા પહેલા મને શીખવું અને સાંભળવું પસંદ છે... જ્યારે કંઈક ઘણું મહત્ત્વપૂર્ણ હોય અને તમારા દિલની નજીક પણ તો તમને સવાલ ઊભો થાય તે એટલું જ જરૂરી છે."

સુરક્ષા, ટ્રાફિક, જળવાયુ પરિવર્તન એ કેટલાંક મહત્ત્વના સ્થાનિક મુદ્દા છે જેના પર તે કામ કરવા માગશે.

તે કહે છે, "અમે તમામ આ દેશમાં પ્રવાસી છીએ. જો તમે 11 પેઢી પહેલાં આવ્યા હોવ અથવા એક પેઢી પહેલાં. સામૂહિક રીતે આ ધરતી આપણા સૌની છે."

"આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, ખાસકરીને દક્ષિણ એશિયાના સમુદાયો માટે અમારા અવાજને સાંભળવામાં આવે."

રાધિકા કુન્નેલ - ભારતીય અમેરિકન - નવાડા રાજ્ય એસેમ્બલી ડિસ્ટ્રિક્ટ 2 માટે મેદાનમાં

રાધિકા એક વૈજ્ઞાનિક છે. રાજકારણમાં પોતાના પ્રવેશની વાત કરતાં તેઓ 11 સપ્ટેમ્બર, 2001(9/11)ના એ દિવસને યાદ કરે છે.

તે કહે છે, "હું કોઈને મેસેજ કરી રહી હતી. તે મંગળવારનો દિવસ હતો... હું એક પ્રયોગ પર કામ કરી રહી હતી. ત્યારે મેં લૅબમાં કામ કરી રહેલા સહયોગીઓને જોર જોરથી 'ઓહ માય ગૉડ, ઓહ માય ગૉડ...' કહેતા સાંભળ્યાં."

"દુનિયાભરના ટીવી નેટવર્ક ટ્વિન ટાવર્સથી નિકાળતા ભયાનક ધુમાડાની તસવીરો જોઈ રહ્યા હતા."

"આ પછી, મેં એવી વાતો સાંભળી કે પોતાના દેશમાં પાછા જાઓ. જે પડોશી પહેલાં ઘણાં ફ્રેન્ડલી હતા, હવે ફ્રેન્ડલી નહોતા રહ્યા, ત્યાં સુધી કે તેમણે અમારી સાથે વાતચીત પણ બંધ કરી દીધી હતી."

તે કહે છે, "આની મારી પર એટલી અસર થઈ કે પછીના સમયમાં હુ વધારે સંવેદનશીલ થઈ ગઈ અને સાથે જ એ વાતની પણ હિમાયતી રહી કે અમારું પણ પ્રતિનિધિત્વ રહેવું જોઈએ."

રાધિકા 1996માં માઇક્રોબાયોલૉજી વિભાગમાં પીએચડી કરવા અમેરિકા આવ્યાં અને તેમનો થીસિસ કેન્સર બાયોલૉજી પર હતો.

પછી, તેઓ એક પ્રવાસી ભારતીય તરીકે પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયાં.

રાજકારણમાં ઉતરવાનું બીજું કારણ તે ધારાસભામાં વૈજ્ઞાનિકોના ઓછા પ્રતિનિધિત્વને પણ બતાવે છે.

તે કહે છે, "જો નિર્ણય લેવાની ભૂમિકામાં વૈજ્ઞાનિક નહીં હોય તો જે વિજ્ઞાન પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવે છે તેને ટ્રાન્સલેટ કરવામાં આવશે કારણ કે તમારી પાસે નિર્ણય લેવા માટેના લોકો નથી જે આના મહત્ત્વને સમજી શકે."

રાધિકા આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવાની સાથે જ રાજ્યમાં વિવિધતાને વધારે સારી બનાવવા માગે છે.

ફરાહ ખાન - પાકિસ્તાની અમેરિકન - કેલિફોર્નિયાનાના અરવાઇન શહેરમાં મેયરની ચૂંટણીમાં

ફરાહ ત્રણ વર્ષની ઉંમરે અમેરિકામાં આવ્યાં હતાં. માતા લાહોર અને પિતા કરાચીના છે.

2004માં દક્ષિણ કેલિફોર્નિયામાં આવતા પહેલાં તેઓ શિકાગો અને સેન ફ્રાન્સિસ્કોમાં મોટાં થયાં.

સ્થાનિક બિનનફાકારી સંસ્થાઓની સાથે કામ કરતી વખતે તેમણે સિટી કાઉન્સિલનાં સભ્ય તરીકે ચૂંટણીમાં ઉતરવાનું નક્કી કર્યું.

2016માં તે મેદાનમાં ઉતર્યા અને હારી ગયાં. તેનાથી તેમને સારો અનુભવ મળ્યો.

ફરાહ કહે છે, "જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હોવ છો, લોકોને લાગે છે કે આ ખૂબ જ પ્રતિષ્ઠાની વાત છે પરંતુ આ એકદમ કઠોર બને છે. તમને અનેક પ્રકારની વાત સાંભળવા મળે છે, જેમ કે બની શકે છે આ શહેર આટલી વિવિધતા માટે તૈયાર ન હોય અને તમે પૂછો છો કે આનો અર્થ શું છે?"

"પછી તમે સાંભળો છો કે તમારા જેવા નામના લોકો કદાચ ન ચૂંટાય. "

"તો તમે સવાલ કરો છો, અમારી પાછળ આવી રહેલા છોકરાઓને કે તે શું વિચારી રહ્યા છે. જ્યારે રાજકારણમાં પોતાના પ્રતિનિધિને નથી જોતા તેમને કેવું લાગે છે. "

ફરાહ કહે છે, "આજ મારા માટે પ્રેરણા બની ગયું છે અને હું એકવાર ફરીથી 2018માં ચૂંટણીમેદાનમાં ઉતરી અને જીતી ગઈ."

ફરાહના કહેવા પ્રમાણે હાલના મેયર એ નથી સમજતા કે સમુદાય આજે કેટલો વિવિધ અને પ્રગતિશીલ બની ગયો છે.

"મારો ઇરાદો લોકોને એકબીજાની સાથે જોડવાનો અને એક સાથે લાવવાનો છે."

પદ્મા કુપ્પા - ભારતીય અમેરિકન - મિશિગન રાજ્યમાં ટ્રોય અને ક્લૉસનમાં ફરીથી પ્રતિનિધિત્વ

70ના દાયકામાં જ્યારે પદ્મા પોતાનાં માતાની સાથે અમેરિકા ગયાં તો તેમનાં પિતા પહેલાંથી જ ત્યાં રહેતા હતા.

પદ્મા પુસ્તકો વાચવાનાં શોખીન, લેખિકા અને ગણિત પસંદ કરનાર મહિલા છે. એટલા માટે જ્યારે 1981માં તેમનાં માતા-પિતા ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો તો તેમને લાગ્યું કે તેમના હાલના વિકલ્પ તેમની પાસેથી જતો રહ્યો ત્યારે તે 16 વર્ષનાં હતાં.

પરંતુ તે 1998માં માસ્ટર્સ કરવા માટે અમેરિકા પરત ફર્યા. તેમના પિતા અને બંને ભાઈઓ પીએચડી છે.

પદ્મા કહે છે, "જ્યારે હું મિશિગન આવી તો ત્યાંના લોકો અન્ય સંસ્કૃતિઓના લોકોથી પરિચિત ન હતા."

"અમે અન્ય છીએ કારણ કે અમે અપ્રવાસીના રૂપમાં અલગ રહીએ છીએ."

ઇજનેર અને એક અનુભવી પ્રોજેક્ટ મૅનેજર તરીકે તેમનું કરિયર ઑટોમોટિવ, ફાઇનાન્સ અને આઈટી ઇન્ડસ્ટ્રીમાં રહ્યું છે.

પદ્માએ મહાનગર ડેટ્રોયટનાં સ્થાનિક ભારતીય મંદિરમાં સ્વેચ્છાથી કામ કરતા વિભિન્ન ધર્મોથી જોડાયેલું કામ કર્યું.

પદ્મા કહે છે, "મેં મંદિરમાં સ્વેચ્છાએ કામ કર્યું કારણ કે હુ ઇચ્છતી હતી કે મારા બાળકો પોતાનાપણાનો અહેસાસ કરે. કારણ કે તમે એવી જગ્યા પર છો જ્યાં તમામ વસ્તુ બ્રાઉન છે, તમે તેમની વચ્ચે આરામથી ગુમ થઈ જાવ છો. અહીં તમને આરામ અને પોતાનાપણું મળે છે."

"હું ઇચ્છતી હતી કે તે હિંદુ ધર્મને પોતાના સંપૂર્ણ રીતે સમજે, ન કે જેમ કે આપણે આપણા ઘરોમાં કરીએ છીએ અને તે તેની પર વાતો પણ નથી કરતા."

સ્થાનિક રાજકારણના નેતાઓ માટે લોકોને મળતી વખતે તેમને ઘણો અનુભવ પ્રાપ્ત થયો.

2018માં તે ચૂંટણી જીત્યા હતાં અને ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો