અમિતાભ બચ્ચન: KBCમાં બિગબીના દમદાર અવાજ પાછળના અસલ જાદુગરની કહાણી

અમિતાભ બચ્ચન અને તૈલંગ

ઇમેજ સ્રોત, Getty/BBC

ઇમેજ કૅપ્શન, અમિતાભ બચ્ચન અને તૈલંગ
    • લેેખક, મધુ પાલ,
    • પદ, મુંબઈથી, બીબીસી હિંદી માટે

'નમસ્કાર, આદાબ, સતશ્રી અકાલ, દેવીઓ ઔર સજ્જનો, કૌન બનેગા કરોડપતિમેં આપકા સ્વાગત હૈ!'

આ શબ્દ આપે 'કૌન બનેગા કરોડપતિ (કે. બી. સી.) શો દરમિયાન અમિતાભ બચ્ચનના અવાજમાં સાંભળ્યા હશે.'

આ શબ્દો માટે અમિતાભ બચ્ચનને ઘણી પ્રશંસા મળે છે. પરંતુ શું આપ જાણો છો કે આ શોની સફળતા પાછળ અમિતાભ બચ્ચનની તનતોડ મહેનત સિવાય અન્ય એક વ્યક્તિની જાદુગરી છે જે શોના દરેક ડાયલૉગમાં પ્રાણ ફૂંકી દે છે.

આ શોમાં બોલાતા હિંદી અને ઉર્દૂના આ શ્રેષ્ઠ શબ્દોનો શ્રેય જાય છે લેખક આર. ડી. તૈલંગને.

તૈલંગ જે એ શખ્સ છે જે વર્ષ 2000થી લઈને વર્ષ 2020 સુધી 'કૌન બનેગા કરોડપતિ' શોની સ્ક્રિપ્ટ લખે છે.

આટલાં વર્ષોમાં તેમણે માત્ર અમિતાભ બચ્ચન માટે જ નહીં પરંતુ ત્રીજી સિઝનના હોસ્ટ શાહરુખ ખાન માટે પણ સ્ક્રિપ્ટ લખી હતી.

line

કૌન બનેગા કરોડપતિ સાથે કેવી રીતે જોડાયા તૈલંગ?

આર. ડી. તૈલંગ

ઇમેજ સ્રોત, MADHU PAL/ BBC

ઇમેજ કૅપ્શન, આર. ડી. તૈલંગ

મધ્ય પ્રદેશમાં રહેનાર આર. ડી. તૈલંગે ક્યારેય નહોતું વિચાર્યું કે મુંબઈ તેમની કર્મભૂમિ બની જશે.

બીબીસી હિંદીને તેમણે જણાવ્યું કે પોતાના એક સંબંધીને મૂકવા તેઓ મુંબઈ આવ્યા હતા.

તેમણે કહ્યું, "હું જ્યારે આવ્યો ત્યારે મને શહેર ગમ્યું. ત્યારે મેં મારી જાતને અને આ શહેરને એક સવાલ કર્યો કે આટલી ભીડમાં શું મારું કંઈ નહીં થઈ શકે? આ શહેર મુંબઈના લોકોનો અવાજ સાંભળે છે અને તેણે મારો અવાજ પણ સાંભળ્યો."

"મુંબઈએ મને અપનાવી લીધો. મેં એક નાના અખબાર સાથે પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 1995માં જ્યારે ઇલેકટ્રૉનિક મીડિયાની શરૂઆત માત્ર જ થઈ હતી ત્યારે અમે પણ શીખતાંશીખતાં આ નવા મીડિયા સાથે આગળ વધ્યા."

"પહેલાં મેં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ શરૂ કર્યું. પછી મને લાગ્યું કે હું લેખનમાં મારો હાથ અજમાવી શકું છું. એ દરમિયાન મારી આસપાસ મેં એ પણ જોયું કે લોકો લેખકોની ઘણી ઇજ્જત કરતા હતા. તેથી મેં નિર્ણય કર્યો કે હું લેખક જ બનીશ."

"મેં ધીમે ધીમે થોડું-ઘણું લખવાનું શરૂ કર્યું અને પછી મને મોટી તક મળી 'મૂવર્સ ઔર શૅકર્સ'થી."

"ત્યાર બાદ વર્ષ 2000માં મને 'કૌન બનેગા કરોડપતિ' શો સાથે જોડાવાની તક મળી. હવે મને અમિતાભ બચ્ચન અને કે. બી. સી. સાથે કામ કરતાં કરતાં 20 વર્ષ થઈ ગયાં છે."

તૈલંગ જણાવે છે કે એક સફળ લેખક બનવા પાછળ પત્રકારત્વનું ઘણું મોટું યોગદાન છે.

line

શબ્દ અને અવાજનો અનોખો તાલમેલ

અમિતાભ બચ્ચન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમિતાભ બચ્ચન

'કૌન બનેગા કરોડપતિ' શોને આજે દેશનાં હજારો ઘરોમાં જોવામાં આવે છે. સાથે જ આ શો સાથે જોડાવું સન્માનની વાત ગણાય છે.

શોની કામયાબી પાછળ તેના ડાયલૉગ્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. શોમાં બોલાતાં ડાયલૉગ્સ અને કવિતા શોમાં ભાગ લેનારા ખેલાડીઓનું મનોબળ વધારવામાં અને દર્શકોને જકડી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તૈલંગના શબ્દ અને અમિતાભ બચ્ચનનો અવાજ- આ એક શ્રેષ્ઠ તાલમેલ છે જે આ શોને હિટ બનાવે છે.

આ તાલમેલ વિશે તૈલંગ કહે છે, "અમારા માટે એ અત્યંત પડકારરૂપ હોય છે કે અમે જે કંઈ પણ લખીએ, તે શોમાં વાંચતી વખતે એવું ન લાગે કે હોસ્ટ સામે રાખેલી સ્ક્રિપ્ટ વાંચીને બોલી રહ્યો છે. પરંતુ એવું હોવું જોઈએ કે લેખક પોતાનું લેખન બતાવવાના સ્થાને સામેવાળાની શબ્દાવલીને સંપૂર્ણપણે અપનાવી લે."

"તમે આ વાતને પોતાના લેખનના મૂળમાં રાખશો તો એવું લાગશે કે હોસ્ટ જે બોલી રહ્યો છે તે તેના પોતાના વિચારો છે. જો આવું થઈ શકે તો તે લેખકની સફળતા ગણાય. મેં આવી જ કોશિશ કરી છે અને આ કારણે જ શોમાં અમિતાભ બચ્ચન જે કાંઈ પણ બોલે છે તે એવું જ લાગે છે કે તે તેમના પોતાના વિચારો છે."

line

'અમિતાભ સામે મારો પરસેવો છૂટે છે'

અમિતાભ બચ્ચન અને તૈલંગ

ઇમેજ સ્રોત, Alamy

અમિતાભ બચ્ચન સાથે પોતાની સફળ જોડી વિશે તૈલંગ કહે છે કે, "બચ્ચનજી સાથે કામ કરવાનું આ મારું વીસમું વર્ષ છે. જો લોકોને એવું લાગતું હોય કે આટલાં વર્ષોમાં તેમની સાથે મારું કમ્ફર્ટ લેવલ બની ગયું હશે તો તેવું બિલકુલ નથી."

"આજે પણ તેમની પાસે કવિતા કે ડાયલૉગ લઈને જાઉં છું ત્યારે તેઓ તેને વાંચે છે. તેમને લાઇનો સાંભળવી નથી ગમતી. તેમને જાતે વાંચવું વધુ ગમે છે."

"હું આજે પણ લોકોને જણાવું છું કે મારા માટે સૌથી અઘરો સમયે એ હોય છે જ્યારે તેઓ મારી લખેલી લાઇનો વાંચી રહ્યા હોય છે. તે દરમિયાન તેઓ અત્યંત ગંભીર હોય છે પરંતુ બીજી બાજું મારા ધબકારા વધી જતા હોય છે. મને સમજ નથી પડતી કે રિઍક્શન કેવું હશે?"

"પ્રથમ દિવસે પણ એવું જ બન્યું હતું અને આજે પણ એવું જ બને છે. મારા ધબકારા આજે પણ વધી જાય છે. એ જ ગભરામણ, એ જ બેચેની અને પહેલાંની જેમ જ પરસેવો છૂટી જાય છે. કે. બી. સી. સિવાય હું બચ્ચનસાહેબના ઇવેન્ટ માટે પણ કવિતાઓ લખું છું. હાલમાં 26/11 પર ગેટ વે ઑફ ઇંડિયામાં એક પ્રોગ્રામ માટે મે એક કવિતા લખી હતી, જે અમિતાભજીએ પણ વાંચી હતી. તે અંગે ખૂબ સારી પ્રતિક્રિયા પણ મળી હતી."

"એક રીતે અમારી સરસ જોડી બની ગઈ છે કારણ કે મને ખબર છે કે તેમને શું જોઈએ, તેમનો મૂડ કેવો છે, તેઓ શું કહેવા માગે છે. તેઓ પણ મને સમજવા લાગ્યા છે. કોઈ સારી સ્ક્રિપ્ટ મગજમાં આવશે તો હું તેમના માટે ફિલ્મ પણ લખવા ઇચ્છીશ."

line

'હિંદીએ સફળ બનાવ્યો'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં ઘણા અજીબ પરંતુ રસપ્રદ શબ્દોનો ઉપયોગ થતો જોવા મળે છે.

ઘણી તકનીકી વસ્તુઓને રોચક શબ્દો નામ આપવામાં આવે છે. જેમ કે - કૉમ્પ્યૂટર જી, કૉમ્પ્યૂટર મહાશય, કૉમ્પ્યૂટર મહોદય, ઘડિયાલ બાબુ, શ્રીમતી ટિકટિકી, ચોટી કી કોટી, તાલા લગા દેં, પંચકોટી મહામની, સુઈમુઈ, મિસ ચલપડી.

સાથે જ તૈલંગે કાર્યક્રમ માટે રસપ્રદ ટૅગલાઇન પણ બનાવી છે. જેમ કે - કોઈ ભી ઇંસાન છોટા નહીં હોતા, જ્ઞાન હી આપકો આપકા હક દિલાતા હૈ, વિશ્વાસ હૈ તો ઉસ પર ખડે રહો, અડે રહો ઔર ઇસ સાલ ચીજ કો બ્રેક લગ સકતા હૈ, સપનોં કો નહીં.

પોતાની કલમથી તૈલંગ આ કમાલ કઈ રીતે કરે છે? આ પ્રશ્ન વિશે તૈલંગ કહે છે:

"શબ્દોની વાત કરું તો મારા શરૂઆતના દિવસોની નિરાશા અને દર્દ જ હવે મારી કલમમાંથી નીકળી રહ્યાં છે. કારણ કે મેં એમ. ટી. વી., મ્યૂઝિક ચૅનલ જેવી પ્રાઇવેટ ચૅનલો માટે લખવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ હું હિંદી લેખક હતો તેથી શરૂઆતના તબક્કે મને અસ્વીકૃતિ મળી."

"મને કહેવામાં આવ્યું કે તમે હિંદી અને અંગ્રેજી ભેળવીને મિશ્રિત ભાષામાં લખો."

"પરંતુ મારા અંદરથી એ મિશ્રિત ભાષા નીકળતી જ નહોતી. એટલી અસ્વીકૃતિ મળી કે મેં નક્કી કરી લીધું કે જ્યારે પણ હું કોઈ શો માટે લખી ત્યારે હું આ સિનેરિયો જરૂર બદલવાનો પ્રયત્ન કરીશ. હું એ વાતની કોઈ ક્રૅડિટ નહીં લઉં પરંતુ હા એ વાત તો ખરી કે આજકાલ ઘણા શો આદાબ અને નમસ્કારની સાથે શરૂ થાય છે. મને લાગે છે કે કે. બી. સી.ના માધ્યમથી ભાષા સુધારવાની તક મળી છે."

line

'તકનીકી વસ્તુઓનું માનવીયકરણ'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તકનીકી વસ્તુઓનાં અનોખાં નામો પર વાત કરતાં તૈલંગ જણાવે છે કે, "કે. બી. સી. એક સવાલ-જવાબવાળો શો છે. હોસ્ટ સવાલ પૂછે છે અને ગેસ્ટ જવાબ આપે છે. તેમાં રાઇટિંગને કોઈ અવકાશ નથી કારણ કે ત્યાં કોઈ પણ કહાણી નથી જે છે એ અસલ છે."

"તેથી એવું વિચારાયું કે તેમાં લેખકનું શું યોગદાન રહેશે? અમે શોને વધુ રસપ્રદ બનાવવા વિશે વિચાર્યુ અને વસ્તુઓના માનવીયકરણ વિશે વિચાર્યું. જેમક કૉમ્પ્યૂટરને જો તમે કૉમ્પ્યૂટરજી કહી દીધા તો દર્શકની સામે તેની છબિ બની જશે અને તમને લાગશે કે તે જીવિત છે."

"જેમ કે ઘડિયાલ બાબુ કે મિસ ચલપડી કહેવા પર તમને લાગશે કે તે કોઈ જીવિત વસ્તુ છે. પરંતુ આ કોઈ નવી વાત નહોતી. આપણા વડીલો પણ આવું કરતા. તેઓ જ્યારે આપણને ચાંદા મામા અને સૂરજ કાકાની કહાણી સંભળાવતાં ત્યારે એવું જ લાગતું કે તેઓ કોઈ વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે."

"આ જ વિચાર સાથે મેં તકનીકી વસ્તુઓને નવાં નામ આપ્યાં. હું ઇચ્છતો હતો કો દર્શકોનો પણ આ વસ્તુઓ સાથે સંબંધ જોડાય કારણ કે જ્યારે હોસ્ટ આ વસ્તુઓ સાથે વાત કરશે તો એવું લાગશે કે હોસ્ટનો આ વસ્તુ સાથે કોઈ સંબંધ છે. આ જોઈને તમારો પણ સંબંધ બંધાઈ જશે. આ અમારા જેવા લેખકોનું કામ છે. આ જ વિચાર સાથે મેં ખુરશી, કૉમ્પ્યૂટર, સોય સહિત ઘણી વસ્તુઓનું નામકરણ કર્યું."

line

'લેખકનું સૌથી મોટું દુ:ખ'

તૈલંગ જણાવે છે કે અભિનેતા લેખકના શબ્દો બોલે છે, પરંતુ દર્શકોને લાગે છે કે એ શબ્દો પણ અભિનેતાના જ છે પરંતુ અસલમાં આવું નથી હોતું.

તેઓ કહે છે કે આ વાત જ લેખક માટે સૌથી મોટું દુ:ખ હોય છે.

તેઓ કહે છે : "અમને અવારનવાર આ બધું વેઠવું પડે છે. લોકોને લાગે છે કે હોસ્ટ જે વિચારી રહ્યો છે એ જ બોલી રહ્યો છે, પછી ભલે તે ડાયલૉગ હોય કે કવિતા. લોકો અમને પ્રશ્ન પૂછે છે કે આપ શું લખો છો?"

"ફિલ્મોમાં પણ આર્ટિસ્ટ જે બોલી રહ્યો છે તેમાં લેખકનો કોઈ હાથ નથી હોતો. અમે લેખકોએ આ વાતને પોતાનું તકદીર માની લીધી છે કે આપણે જાતે જ કહેવું પડશે કે અમે શું કામ કરીએ છીએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો