ઓરલ સેક્સને લીધે મોઢામાં ચાંદા પડી જાય એ રોગ કોને થઈ શકે?

    • લેેખક, ડૉક્ટર શૈલજા ચંદુ
    • પદ, બીબીસી માટે

યુવાનીમાં ગુપ્તાંગોમાં થતો હર્પિસ એ સૌથી વધારે વ્યાપક જાતીય સંસર્ગથી (સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ - STD) થતો રોગ છે. જાતીય રીતે સક્રિય યુવાનોમાં આ રોગ વધારે જોવા મળે છે.

બે પ્રકારના હર્પિસ વાઇરસ છે, જે આનો ચેપ લગાડે છે.

હર્પિસ વાઇરસ

ઇમેજ સ્રોત, BSIP / GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, હર્પિસ વાઇરસ

1) હર્પિસ ટાઇપ 1 - તેનાથી મોઢાનું અલ્સર થાય છે

2) હર્પિસ ટાઇપ 2 - ગુપ્તાંગોમાં અલ્સર થાય છે

શરીરમાં હર્પિસ વાઇરસ પ્રવેશ્યો હોય તો પણ મોટા ભાગના લોકોમાં ચેપનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. પરંતુ ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિ સાથે જાતીય સંસર્ગને કારણે હર્પિસ થઈ શકે છે. પ્રથમ વાર ગુપ્તાંગમાં હર્પિસ થાય ત્યારે તેને પ્રાઇમરી હર્પિસ ઇન્ફેક્શન કહેવામાં આવે છે.

line

હર્પિસ ચેપનાં લક્ષણો શું છે?

શું છે હર્પિસનાં લક્ષણો?

ઇમેજ સ્રોત, BSIP / GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, શું છે હર્પિસનાં લક્ષણો?

ગુપ્તાંગો પર ચકામાં પડવા લાગે, ઉત્સર્જન બહુ ગંધ મારતું લાગે, પેશાબ કરતી વખતે સોજો ચડ્યો હોય તેવું લાગે તે સામાન્ય રીતે હર્પિસનાં લક્ષણો ગણાય છે. આમાંનાં કોઈ પણ લક્ષણો દેખાય તો ડૉક્ટરને મળવું જોઈએ. સ્ત્રીઓને તેનાથી દુખાવો થાય છે અને સોજો આવી જાય છે. પેશાબ કરવામાં બહુ તકલીફ અને બળતરા થાય છે.

પ્રથમ વાર ગુપ્તાંગમાં ચેપ લાગે તે પછી તે થોડો સમય માટે નર્વ્ઝમાં સુષુપ્તાવસ્થામાં પડ્યો રહે છે. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે વાઇરસ ફરી સક્રિય થાય છે અને ફરીથી ચેપ લાગે છે.

line

વાઇરસનો ચેપ લાગવાનાં કારણો શું છે?

શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે વાઇરસ ફરીથી સક્રિય થઈ જાય છે

ઇમેજ સ્રોત, BSIP / GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે વાઇરસ ફરીથી સક્રિય થઈ જાય છે

શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે વાઇરસ ફરીથી સક્રિય થઈ જાય છે. તાવ આવે, અલ્ટ્રા વાયોલેટ પ્રકાશ શરીર પર પડે, પિરિયડ હોય ત્યારે અને સ્ટ્રેસ હોય ત્યારે અથવા શરીરને ઈજા થાય ત્યારે શરીરમાં આ વાઇરસ પુનઃ સક્રિય થઈ જાય છે.

તેને કારણે સ્નાયુમાં દુખાવો અને ચામડીમાં બળતરા થાય છે. ટાઇપ-2 વાઇરસનો ચેપ બીજી વાર લાગે ત્યારે આવાં લક્ષણો દેખાય છે. તે પછી ચામડી પર ચકામાં પડી જાય છે.

પ્રાઇમરી ઇન્ફેક્શન કરતાં બીજી વાર થતા ચેપમાં આવાં લક્ષણો ઓછાં જોવા મળતાં હોય છે. ઉંમર વધતી જાય તે પછી ફરી ચેપ લાગવાની શક્યતા ઓછી થતી જાય છે.

line

માતામાંથી ગર્ભમાં હર્પિસનો ચેપ લાગી શકે છે?

યુવાનોમાં ઓરલ સેક્સનું ચલણ વધ્યું હોવાથી ચેપ ફેલાઇ રહ્યો હોવાનું માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુવાનોમાં ઓરલ સેક્સનું ચલણ વધ્યું હોવાથી ચેપ ફેલાઇ રહ્યો હોવાનું માનવામાં આવે છે

ગુપ્તાંગનો હર્પિસ જાતીય સંસર્ગથી ફેલાય છે. ઘણા લોકોના શરીરમાં હર્પિસ હોય ખરો, પણ તેનાં લક્ષણો દેખાતાં હોતાં નથી. આવા લોકો જોકે જાતીય સમાગમથી બીજાને ચેપ લગાવી શકે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાલના સમયમાં હર્પિસ ટાઇપ-1ના ચેપમાં વધારો જોવા મળ્યો છે. યુવાનોમાં આનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.

યુવાનોમાં ઓરલ સેક્સનું ચલણ વધ્યું હોવાથી ચેપ ફેલાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.

માતામાંથી ગર્ભના શિશુને પણ ચેપ લાગવાનું જોખમ હોય છે. તેના કારણે કેટલાક કિસ્સામાં ગર્ભપાત પણ થઈ જાય છે. ઘણી વાર ગર્ભ અંદર જ મૃત્યુ પામે છે અથવા અંગો વિકૃત થાય છે.

line

હર્પિસનું નિદાન અને સારવાર કેવી રીતે થાય?

શરીર પર ચકામાં પડ્યાં હોય તેનો નમૂનો લઈને તેનો ટેસ્ટ કરીને હર્પિસનું નિદાન થઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શરીર પર ચકામાં પડ્યાં હોય તેનો નમૂનો લઈને તેનો ટેસ્ટ કરીને હર્પિસનું નિદાન થઈ શકે છે

શરીર પર ચકામાં પડ્યાં હોય તેનો નમૂનો લઈને તેનો ટેસ્ટ કરીને હર્પિસનું નિદાન થઈ શકે છે. કેટલાક કિસ્સામાં હર્પિસ ઍન્ટિબૉડી પેદા થયા છે કે કેમ તે જાણવા બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે છે. વ્યક્તિને પ્રાઇમરી ઇન્ફેક્શન છે કે બીજી વાર ચેપ લાગ્યો છે તે જાણવા માટે ઍન્ટિબૉડી ટેસ્ટ ઉપયોગી થતો હોય છે.

હર્પિસ સામે એન્ટિવાઇરલ દવાઓ ઉપલબ્ધ છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે પ્રાઇમરી હર્પિસ માટે અને પુનઃ લાગેલા ચેપ માટેની દવાઓ લેવી જોઈએ.

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે વરસાદ કેમ? હજી બે દિવસની આગાહી
line

હર્પિસ હોય તે લોકો માટે સેક્સ સલાહયોગ્ય છે ખરું?

તમને હર્પિસ હોય તો તમારા પાર્ટનર સાથે વાત કરી લેવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તમને હર્પિસ હોય તો તમારા પાર્ટનર સાથે વાત કરી લેવી જોઈએ

તમને હર્પિસ હોય તો તમારા પાર્ટનર સાથે વાત કરી લેવી જોઈએ. તમારે જણાવવું જોઈએ કે હર્પિસ છે અને તેના કારણે શું જોખમ રહેલું છે. કૉન્ડોમના ઉપયોગથી જોખમ ઘટાડી શકાય છે, પણ તેનાથી જોખમ સાવ નાબૂદ થતું નથી. તમને કોઈ લક્ષણો ન દેખાતાં હોય તો પણ તમે પાર્ટનરને ચેપ લગાડી શકો છો.

સગર્ભાને હર્પિસનો ચેપ લાગ્યો હોય તો ગર્ભપાત થઈ જવાનું જોખમ હોય છે. બાળકનાં અંગો પણ વિકૃત થઈ શકે છે અને ચામડી તથા આંખ પર ચકામાં પડી શકે છે. સામાન્ય રીતે પ્રસૂતિ થઈ હોય તે સંજોગોમાં પણ નવજાત શિશુને ચેપ લાગવાનું જોખમ હોય છે.

નવજાત શિશુને ઘણી વાર ચામડી, આંખ અને મોઢા પર હર્પિસ જોવા મળે છે. આવા માઇલ્ડ લક્ષણો હોય ત્યારે બહુ ચિંતા કરવા જેવું હોતું નથી. પરંતુ શિશુના બીજા અંગોને પણ ચેપ લાગ્યો હોય ત્યારે તેને ડિસ્સેમિનેટેડ હર્પિસ કહે છે અને તે ઘાતક બની શકે છે. આવા સંજોગોમાં એન્ટિવાઇરલ દવાઓના ઉપયોગ પછીય શિશુના જીવનું 30 ટકા જેટલું જોખમ હોય છે.

અધૂરા માસે જન્મતા શિશુઓમાં આ ચેપ વધારે લાગે છે. પ્રાઇમરી હર્પિસ હોય અથવા પ્રસૂતિના છ અઠવાડિયા પહેલાં હર્પિસનું નિદાન થયું હોય ત્યારે કુદરતી પ્રસૂતિ ન થવી જોઈએ. આવા સંજોગોમાં શિશુ માટે જીવનું જોખમ વધી જાય છે. ગર્ભનાળના માર્ગમાં રહેલા ફ્લુઇડમાંથી શિશુને ચેપ લાગી શકે છે.

આવા સંજોગોમાં શિશુને ચેપથી બચાવવા માટે સિઝેરિયન કરાવવું જોઈએ. માતાને પ્રાઇમરી હર્પિસ ઇન્ફેક્શન હોય તો શિશુને પણ હર્પિસ થવાની શક્યતા રહે છે.

જોકે માતાને પુનઃ ચેપ લાગેલો હોય ત્યારે શિશુને ચેપ લાગવાનું જોખમ ઓછું હોય છે. માતાને પુનઃ હર્પિસ થયો હોય ત્યારે તેના ઍન્ટિબૉડી શિશુમાં પણ આવે છે. આ ઍન્ટિબૉડીના કારણે શિશુને પણ રક્ષણ મળે છે.

line

ગુપ્તાંગના હર્પિસનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય?

જીવનસાથીને ચેપ ના હોય અને તેની સાથે જ લાંબો સમય સમાગમને કારણે વાઇરસનો ચેપ લાગતો નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીવનસાથીને ચેપ ના હોય અને તેની સાથે જ લાંબો સમય સમાગમને કારણે વાઇરસનો ચેપ લાગતો નથી

જીવનસાથીને ચેપ ના હોય અને તેની સાથે જ લાંબો સમય સમાગમને કારણે વાઇરસનો ચેપ લાગતો નથી. પરંતુ અન્ય વ્યક્તિ સાથે સમાગમથી ચેપ લાગી શકે છે.

કૉન્ડોમના ઉપયોગથી થોડું રક્ષણ મળી શકે છે. રબ્બર કૉન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. જોકે રબ્બર કૉન્ડોમ ચકામાં થયાં હોય તે બધા જ હિસ્સાને ઢાંકતો નથી તેથી ચેપનું થોડું જોખમ રહે છે.

બીજું કે હર્પિસ ના હોય તેવા બીજી જગ્યાએ થયેલા ચકામાંમાંથી પણ ચેપ લાગી શકે છે. તેથી કૉન્ડોમથી સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. તેના કારણે જાતીય સંસર્ગને કારણે થતા ચેપી રોગોની ચિંતા કાયમ રહેવાની છે.

આથી જ યોગ્ય સમયે નિદાન કરાવી લેવું અને ડૉક્ટર સાથે બધી જ બાબતોની ચર્ચા કરી લેવી યોગ્ય છે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખિકાના અંગત છે)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો