'મારાં માતાપિતા ખાનગીમાં પૉર્ન-ઉદ્યોગ ચલાવતાં હતાં'

દુકાન

ઇમેજ સ્રોત, RACHEL MASON

    • લેેખક, જજા મુહમ્મદ
    • પદ, બીબીસી સ્ટોરીઝ

કેરન અને બેરી મેસનને તેમનો વ્યવસાય પસંદ નહોતો અને એવો પણ નહોતો કે લોકો સાથે ખુલ્લીને તેની વાત કરી શકે. વર્ષો સુધી આ દંપતી લૉસ ઍન્જલસની સૌથી જાણીતી ગે પૉર્નશોપ ચલાવી રહ્યું હતું અને અમેરિકાભરમાં ઍડલ્ટ માલસામાન મોકલતા હતા.

બાહ્ય રીતે તેઓ સંસ્કારી કુટુંબની જેમ જ જીવતાં રહ્યાં હતાં. કેરન શિકાગો અને સિનસિનાટીંના જાણીતાં અખબારોમાં પત્રકાર તરીકે કામ કરી ચૂક્યા હતા. બેરી ફિલ્મઉદ્યોગમાં 'સ્ટાર ટ્રેક' અને '2001 સ્પેસ ઓડિસી' સહિતની ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.

તેઓ યહૂદી અપરણીત લોકોના એક કાર્યક્રમમાં મળ્યાં હતાં અને પરણ્યાં હતાં. તેમને ત્રણ સંતાનો થયાં તે યહૂદી ધાર્મિક શબ્બાત માટે જતાં, પ્રાર્થનામાં ભાગ લેતાં અને શાળામાં મહેનતુ વિદ્યાર્થીઓની જેમ ભણતાં હતાં.

1970ના દાયકાના મધ્યમાં બેરીએ સંશોધક તરીકે કામ કરીને એવું સેફ્ટી ડિવાઇસ બનાવ્યું હતું જે કિડની ડાયાલિસિસ મશીનમાં ઉપયોગી હતું.

તેમણે આ ડિવાઇસ જે કંપનીને વેચવાનો પ્રયાસ કર્યો તેણે વીમા પૉલિસી લેવા માટેની માગણી કરી હતી, જે એટલી મોંઘી હતી કે બેરી લઈ શકે તેમ નહોતા. તેના કારણે સમગ્ર પ્રોજેક્ટ પડી ભાંગ્યો અને તેમનું કુટુંબ આર્થિક ભીંસમાં આવી ગયું હતું.

બૅરી સ્ટાર ટ્રેક પર કામ કરતા

ઇમેજ સ્રોત, RACHEL MASON

ઇમેજ કૅપ્શન, બૅરી સ્ટાર ટ્રેક પર કામ કરતા

તે જ વખતે કેરને લૉસ ઍન્જલસ ટાઇમ્સમાં નોકરી માટેની એક ટચૂકડી જાહેરખબર જોઈ. લેરી ફ્લિન્ટના હસ્લર મૅગેઝીન ડિસ્ટ્રિબ્યૂટ કરવા માટે માણસની જરૂર હતી.

સાથે જ પૉર્ન-ઉદ્યોગના બાદશાહ ગણાતા ફ્લિન્ટની કંપનીની બીજી વસ્તુઓ પણ વેચવાની હતી. એ રીતે મેસન દંપતી પૉર્ન વસ્તુઓ વેચવાના કામમાં પડ્યું હતું.

તેઓ સારા વેપારી સાબિત થયા હતા. થોડાં જ અઠવાડિયાંમાં જ કેરન અને બેરીએ 5000 ઑર્ડર મેળવી લીધા હતા અને કાર લઈને લૉસ ઍન્જલસમાં ડિલિવરી કરતા થયાં હતાં.

હસ્લર સ્ટ્રેઇટ (વિજાતીય) પ્રકારનું પૉર્ન મૅગેઝીન હતું, પણ ફ્લિન્ટ દંપતીએ થોડા જ વખતમાં ખાડે જવા લાગેલા કેટલાક ગે પૉર્ન સામયિકોને પણ હાથમાં લીધાં અને વેચવાનું શરૂ કર્યું હતું.

થોડાં વર્ષો પછી લૉસ ઍન્જલસની સૌથી જાણીતી પૉર્ન બુકશોપ 'બુક સર્કસ' આર્થિક ભીંસને કારણે વેચવા કાઢવામાં આવી ત્યારે મેસન દંપતીએ તે ખરીદી લીધી.

1982માં તેમણે આ દુકાન ખરીદી લીધી અને તેને નવું નામ આપ્યું સર્કસ ઑફ બુક્સ. નવા નામ સાથેની શૉપ માત્ર હાર્ડકોર્ડ પૉર્ન માટેનો સ્ટોર જ નહોતો રહ્યો, પણ લૉસ ઍન્જલસના ગે લોકો માટે હળવામળવાનું સ્થળ પણ બની ગયું હતું.

પરિવાર

ઇમેજ સ્રોત, RACHEL MASON

તેમનાં ત્રણેય બાળકો મિકા, રાશેલ અને જોશજ્યારે દુકાને આવતાં ત્યારે તેમને કડક સૂચના હતી કે તેમણે દુકાનની એક પણ વસ્તુને હાથ ના લગાવવો કે તેની સામે જોવું પણ નહીં. તેમને કાન ફૂંકી ફૂંકીને સમજાવવું પડ્યું હતું કે ક્યારેય પોતાના મિત્રોને આ દુકાનનું નામ આપવાનું નથી.

"અમે નહોતા ઇચ્છતા કે અમે જે વેપાર કરી રહ્યાં હતાં તેના વિશે તેઓ જાણે. અમે કુટુંબના બિઝનેસ વિશે વાતો કરતા નહીં. અમે લોકોને એટલું જ કહેતા કે અમારો બુકસ્ટોર છે બસ," એમ કેરન કહે છે.

જોકે આવી કાળજી લેવામાં તેમને પૂરી સફળતા મળી નહોતી.

વીડિયો કૅપ્શન, એક વીડિયો જેનાથી મહિલાની જિંદગી બદલાઈ ગઈ

સૌથી મોટા દીકરા મિકાના હાથમાં એક વાર કેરનની કારની ડિકીમાં રહેલો પૉર્ન વીડિયો આવી ગયો હતો. (જોકે તેને નિરાશ થવું પડ્યું કેમ કે તે કેસેટ ઘરના વીએચએસ મશીનમાં ચાલતી નહોતી).

રાશેલ 14 વર્ષની હતી અને તેને પૉર્ન વિશે હજી ખાસ કંઈ ખબર પડતી નહોતી, ત્યારે કુટુંબના ખાનગી વેપારની વાત તેને પોતાની એક સખી પાસેથી જાણવા મળી હતી. તે જાણીને રાશેલને આઘાત લાગ્યો હતો.

તેમના પિતા બહુ મળતાવડા હતા અને માતા બહુ ધાર્મિક અને નૈતિક મૂલ્યોમાં માનનારી હતી. રાશેલ તેમને સામાન્ય વેપારી જેવા જ ગણતી હતી.

પરિવાર

ઇમેજ સ્રોત, RACHEL MASON

"મારાં માતાપિતા જે કંઈ હતાં તેના કરતાં આ પ્રકારનું જુદું જ કામ કરનારાં તેઓ હશે તે સાવ વિપરિત હતું," એમ રાશેલ કહે છે.

"અમારું કુટુંબ બહુ પરંપરાગત પ્રકારનું હતું. અમે મજાનો પરિવાર દેખાવા માટે જ મથતા રહેતાં હતાં." એમ જોશ ઉમેરે છે.

કેરન અને બેરીના મૅનેજમેન્ટ સાથે સર્કસ ઑફ બુકસ્ટોર નફો કરતો થઈ ગયો હતો. થોડા જ વખતમાં તેમણે શહેરના બીજા વિસ્તાર સિલ્વરલેકમાં તેની બ્રાન્ચ પણ ખોલી હતી.

દંપતિએ ગે પૉર્ન વીડિયોનું નિર્માણ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તે વીડિયો માટે જેફ સ્ટ્રાઇકરે કામ કર્યું હતું, (બાદમાં તે પૉર્નના કેરી ગ્રાન્ટ તરીકે જાણીતો થયો હતો.) તેની સાથે પૉર્ન સાહિત્યના ડિસ્ટ્રીબ્યુશનનું કામ પણ કરતાં રહ્યાં, પણ તે તેમના માટે નુકસાનીરૂપ બન્યું.

પ્રમુખ રોનાલ્ડ રેગને સ્પષ્ટપણે પૉર્નોગ્રાફીનો વિરોધ કર્યો હતો અને તેને એક પ્રકારની ગંદકી ગણાવી હતી. તેમણે પોતાના એટર્ની જનરલ એડવિન મેસ્સીને આ ઉદ્યોગ સામે તપાસ બેસાડવાનું જણાવ્યું હતું. 1986માં 2000 પાનાંનો મેસ્સી રિપોર્ટ તૈયાર થયો હતો. તે સાથે જ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી અને તેના કારણે મેસનના ધંધા સામે મુશ્કેલી ઊભી થવા લાગી હતી.

થોડા સમય પછી એવી સ્થિતિ આવી કે માત્ર પોતાના ઓળખીતા હોય તેવા લોકોને જ પૉર્ન વસ્તુઓ વેચવામાં સલામતી હતી. પરંતુ એક દિવસ સ્ટાફના એક માણસે ભૂલ કરી.

પોલીસવાળો

ઇમેજ સ્રોત, RACHEL MASON

એક ગ્રાહકે ત્રણ ફિલ્મો માટે ઑર્ડર આપ્યો હતો અને તેને 'જોઝ વીડિયો સ્ટોર'માં મોકલવાની હતી. સ્ટાફના માણસે શોપના ડેટાબૅઝમાં ઑર્ડર નોંધી લીધો અને સામાન મોકલી પણ આપ્યો.

હકીકતમાં તે કસ્ટમર બીજું કોઈ નહીં એફબીઆઈનો ઍજન્ટ હતા.

અસલ હોલીવૂડ સ્ટાઇલમાં શોપ પર દરોડો પાડવામાં આવ્યો. એફબીઆઈના ઍજન્ટ ગનનો ઘોડો ચડાવીને ફિલ્મી સ્ટાઇલમાં સ્ટોરમાં દાખલ થયા હતા. મેસન દંપતી સામે અશ્લીલ સામાન ગેરકાયદેસર રાજ્યની બહાર મોકલવાનો આરોપ મુકાયો.

બાળકોને ખ્યાલ નહોતો પણ બેરી સામે થયેલા કેસમાં તેમને પાંચ વર્ષની કેદ અને મોટો દંડ થાય તેમ હતો. એવું લાગતું હતું કે તેમણે દુકાનને સંકેલી લેવી પડશે.

જોકે મેસન દંપતીના વકીલે કાનૂની લડત આપી. વકીલની દલીલ હતી કે તેઓ ફર્સ્ટ ઍમેન્ડમૅન્ટથી રક્ષિત છે. ફર્સ્ટ ઍમેન્ડમૅન્ટ હેઠળ નાગરિકને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે અને ભારે દંડ કરવામાં આવશે તો કુટુંબનું ભવિષ્ય ખરાબ થશે એવી રજૂઆત વકીલે કહી.

આખરે બેરીએ ગુનો કબૂલી લેવાનું સ્વીકાર્યું અને તે રીતે તેઓ કેદની સજામાંથી બચી શક્યા. સાથે જ પોતાની દુકાન પણ ચાલુ રાખી શક્યા.

વેસ્ટ હોલીવૂડ દુકાનની બહાર બૅરી અને કૅરન

ઇમેજ સ્રોત, RACHEL MASON

ઇમેજ કૅપ્શન, વેસ્ટ હોલીવૂડ દુકાનની બહાર બેરી અને કેરન

એઇડ્સનો રોગચાળો ફેલાયો ત્યારે કેરન અને બેરી આદર્શ નોકરીદાતા સાબિત થયાં હતાં.

પોતાના કોઈ કર્મચારી બીમાર પડે અને એચઆઈવીનો ચેપ છે, તેનો ખ્યાલ આવે તો પણ બેરી તેમને મળતા હતા અને હૉસ્પિટલે તેમની ખબર કાઢવા પણ જતા હતા. તે વખતે એચઆઈવીનો ચેપ બહુ ખતરનાક મનાતો હતો.

એઇડ્સ થયું હોય તે કર્મચારી કામ પર આવી શકે નહીં અને કામે આવે તો તેનો આરોગ્યવીમો રદ થઈ જાય. પરંતુ કેરન કામ કરી શકે તેવી તબિયત હોય ત્યાં સુધી તેમને કામે આવવા દેતા હતા અને તેના વિશે કોઈને જણાવતા નહોતા.

"હું તેમન કામે આવવા દેતી હતી અને રોકડામાં ચૂકવણી કરી દેતી હતી. તે ગેરકાયદેસર હતું, પણ તે લોકોને નુકસાન થાય તેવું કશું કરવાનો અર્થ નહોતો. હું હંમેશાં માનતી આવી હતી કે કામ કરતા રહેવું જરૂરી છે," એમ કેરન કહે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

ઘણા બધા કર્મચારીઓ અપરિણિત હતા, પણ તેઓ મૃત્યુ પામે ત્યારે તેમના કુટુંબીજનો કેરન અને બેરીને મળવા આવતા અને શું થયું તે જાણવા કોશિશ કરતા.

લૉસ ઍન્જલસના ગે સમુદાય સાથે લાંબો સમય તેઓ કામ કરતા રહ્યા, આમ છતાં મેસન પરિવારમાં ક્યારેય જાતીય બાબતો વિશે ચર્ચા થતી નહોતી.

જોકે છુપી રીતે રાશેલ પોતે એ દુનિયામાં ફરવા લાગી હતી. તે માતાપિતાની જાણ બહાર ઘર બહાર જતી રહેતી હતી.

"હું ગે ક્લબમાં જતી હતી. મારી પાસે અંડરએજ આઈડી કાર્ડ હતું, તેથી હું ડ્રેગ શોમાં જઈ શકતી હતી. મને તેમાં બહુ મજા પડતી હતી," એમ રાશેલ કહે છે.

પરિવાર

ઇમેજ સ્રોત, RACHEL MASON

રાશેલે ક્યારેય પોતાની જાતીયતા જાહેરમાં કબૂલી નહોતી, પણ તે શરૂથી જ રચનાત્મક અને બળવાખોર હતી તેથી હાઈસ્કૂલમાં તેની સાથીદાર તરીકે બીજી છોકરી જ હતી ત્યારે કોઈને બહુ આશ્ચર્ય થયું નહોતું.

જોકે સૌથી નાનો અને તેની માતાની અપેક્ષા પ્રમાણે ખૂબ હોંશિયાર એવા જોશ પોતાની વૃત્તિને ખાનગી રાખવાની મથામણ અનુભવી રહ્યો હતો.

"સંપૂર્ણતાના મારી માતાને અપેક્ષાને મેં મોટા ભાગે સ્વીકારી લીધી હતી અને હું સર્વાંગ સંપૂર્ણ બનવા માગતો હતો," એમ જોશ કહે છે.

જોકે એક વાર વેકેશન પૂરું કરીને કૉલેજ ફરી જવાની આગલી રાત્રે તેની ધીરજ ખૂટી પડી હતી. "મેં પોસ્ટ-ઇટ નોટ પર હું ગે છું એવું લખવાનું શરૂ કરી દીધું અને ટેબલ પર કાગળ અને પેન પછાડ્યા હતા."

આવી નોંધ લખતા પહેલાં તેણે ઘર છોડીને જતા રહેવાની પણ તૈયારી કરી લીધી હતી. તેને ડર હતો કે તેને ઘરેથી કાઢી જ મૂકવામાં આવશે. "મેં ફ્લાઇટ બૂક પણ કરાવી લીધી હતી," એમ તે કહે છે.

જોકે કેરને જે પ્રતિસાદ આપ્યો તે બંને માટે જીવનભર યાદ રહી જવાનો હતો.

કેરન યાદ કરતાં કહે છે, "મેં પૂછ્યું કે સાચું બોલી રહ્યો છે? આવું કેમ કરી રહ્યો છે? ઈશ્વર મને સજા આપશે! કોઈ વ્યક્તિ ગે હોય તે હું સ્વીકારી શકું તેમ હતી, પણ મારું સંતાન ગે હોય તે માટે હું તૈયાર નહોતી."

કેરનને બાદમાં ખ્યાલ આવ્યો કે તેના આવા પ્રતિસાદથી જોશને બહુ લાગી આવ્યું હતું. પરંતુ કેરન માટે તેની જાતીયતા વિશે વાત કરવી મુશ્કેલ હતી અને તેને લાગ્યું કે પોતાની લાગણી સંભાળવા માટે તેમણે મદદ લેવી પડશે.

"ગે હોય તેની માતા હોઉં એટલે શું તે મારે સમજવાની જરૂર પડે તેમ હતું," એમ તેઓ કહે છે.

પરિવાર

ઇમેજ સ્રોત, RACHEL MASON

"હું PFLAG (પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ ઑફ લેસ્બિયન્સ એન્ડ ગેઝ) નામની સંસ્થામાં જોડાઈ. મારે આ સ્થિતિ સમજવી પડે તેમ હતી. મારે સ્વીકારવાનું હતું કે વાલીઓની જે અપેક્ષા સંતાનો પર હોય છે, તેનાથી તેઓ પોતે શું છે તે વધારે સ્પષ્ટ થતું હોય છે.

"મારા પોતાના દીકરાની વાત આવી ત્યારે મને સમજાયું કે હું ગે લોકો વિશે જે માનતી હતી તે માન્યતા બદલવાની જરૂર હતી."

બાદમાં બેરી અને કેરન બંને PFLAG સંસ્થા માટે ઍમ્બૅસૅડર બન્યાં હતાં. પોતાના જેવા બીજા વાલીઓને તેઓ માર્ગદર્શન આપતા થયા હતા.

સદીના અંત સુધીમાં ઇન્ટરનેટ વ્યાપક બનવા લાગ્યું અને સર્કસ ઑફ બુક્સ જેવા સમુદાય આધારિત બુકસ્ટોર બંધ થવા લાગ્યા. 2016માં સિલ્વરલેક બ્રાંચ બંધ કરવામાં આવી અને વેસ્ટ હોલીવૂડની મુખ્ય દુકાન પણ ફેબ્રુઆરી 2019માં બંધ થઈ ગઈ.

પરિવાર

ઇમેજ સ્રોત, RACHEL MASON

"તે સ્ટોર બંધ થયો ત્યારે જે પ્રતિસાદ મળ્યો તે માન્યામાં આવે તેવો નહોતો. લોકો આવ્યા અને રડી પડ્યા હતા," એમ રાશેલ કહે છે.

ઘણા જૂના ગ્રાહકો અને સ્ટાફના માણસોને પણ બહુ દુઃખ થયું હતું. તેમના માટે આ સ્ટોર જીવનનો એક હિસ્સો હતો અને લૉસ ઍન્જલસના ગે સમુદાયના ઇતિહાસનો એક તબક્કો.

કેરન કહે છે કે છેલ્લે તેઓ એવા નોકરીદાતા ના બની શક્યાં, જેવા બનવા માટે તેઓ ઇચ્છતાં હતાં. બિઝનેસ નબળો પડવા લાગ્યો તેના કારણે છૂટા થતા કર્મચારીઓને તેઓ એટલું સારું વળતર આપી શક્યા નહોતા.

પરિવાર

ઇમેજ સ્રોત, RACHEL MASON

"મેં શક્ય હોય તેટલો સમય તેમને મદદ કરવા કોશિશ કરી હતી. તેમને તાલીમ વર્ગોમાં જોડવા કોશિશ કરી હતી. કમસે કમ તેમને પાર્ટટાઇમ જોબ મળી જાય તે માટે પ્રયાસો કર્યા હતા," એમ તેઓ કહે છે.

'સર્કસ ઑફ બુક્સ' વિશેની ડૉક્યુમૅન્ટરી તૈયાર થઈ છે, જેનું દિગ્દર્શન રાશેલ મેસને કર્યું છે અને નિર્માતા છે રાયન મર્ફી, જે આ વર્ષે નેટફ્લિક્સ પર રજૂ થશે.'

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન