સેક્સ : મહિલાની કામેચ્છાનો એ કોયડો જે વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા

દાયકાથી સંશોધકો એ માન્યતાને લઈને ચાલતા હતા કે પુરુષ વધારે કામી હોય છે, પરંતુ હાલના અભ્યાસોમાં એવા તારણો નીકળ્યા છે કે સ્ત્રી અને પુરુષની કામેચ્છા વચ્ચે બહુ પાતળો ભેદ હોય છે અથવા હોતો જ નથી

ઇમેજ સ્રોત, Olivia Howitt

ઇમેજ કૅપ્શન, દાયકાથી સંશોધકો એ માન્યતાને લઈને ચાલતા હતા કે પુરુષ વધારે કામી હોય છે, પરંતુ હાલના અભ્યાસોમાં એવા તારણો નીકળ્યા છે કે સ્ત્રી અને પુરુષની કામેચ્છા વચ્ચે બહુ પાતળો ભેદ હોય છે અથવા હોતો જ નથી
    • લેેખક, રાશેલ ન્યુવર
    • પદ, બીબીસી ફ્યૂચર

વિજ્ઞાનીઓ કેમ હજીય મહિલાઓની કામેચ્છાને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી.

નારી આખરે ઇચ્છે છે શું? આ સવાલ પ્રખ્યાત ન્યૂરોલૉજિસ્ટ સિગમંડ ફ્રોઇડથી લઈને મૅલ ગિબ્સન સુધી સૌને મૂંઝવતો રહ્યો છે. આ વિષયને લઈને અનેક પુસ્તકો, લેખો અને બ્લોગ લખાતાં રહ્યાં છે.

દાયકાઓથી આ કોયડો ઉકેલવાની કોશિશ થતી રહી છે, પણ સંશોધકો હજી સુધી સર્વસંમત રીતે નારીના મનને કળી શક્યા નથી, કે નથી સમજી શક્યા મહિલા સેક્સ વખતે ચમરસીમા કેવી રીતે પામે છે.

જોકે ભૂતકાળમાં સંતોષ પામે જ નહીં તેવી મહિલાથી લઈને સમાગમની સૂગ ધરાવતી મહિલાની છબી બનતી રહી છે. હજુ આ વિષયમાં ઘણી માન્યતાઓને લઈને આપણે સ્પષ્ટતા મેળવી શક્યા છીએ.

હવે વિજ્ઞાનીઓ એવું સમજવા લાગ્યા છે કે કોઈ એક જ અનુભવના આધારે મહિલાની કામેચ્છાને વર્ણવી શકાય નહીં. દરેક મહિલાની કામેચ્છા અલગ હોય છે અને સ્થિતિ પણ અલગઅલગ હોય છે.

રટગર્સ યુનિવર્સિટીના પ્રોફેસર બેવરલી વ્હિપલ કહે છે : "દરેક નારીની પોતીકી આગવી ઇચ્છા હોય છે."

આપણે ધારતા હતા તેટલી ભિન્ન નર અને નારીની કામેચ્છા ના પણ હોય એ માન્યતા તરફ આપણે જઈ રહ્યા છીએ. દાયકાથી સંશોધકો એ માન્યતાને લઈને ચાલતા હતા કે પુરુષ વધારે કામી હોય છે, કેમ કે મોટા ભાગના અભ્યાસોમાં તે વાત જણાતી પણ હતી.

પરંતુ હાલના અભ્યાસોમાં એવાં તારણો નીકળ્યાં છે કે મહિલા અને પુરુષની કામેચ્છા વચ્ચે બહુ પાતળો ભેદ હોય છે અથવા હોતો જ નથી. તમે કામેચ્છાને કેવી રીતે માપો છો તેને આધારે એ નક્કી થતું હોય છે.

કેટલાક અભ્યાસોમાં એવું પણ જોવા મળ્યું છે કે ઘણા દંપતીઓમાં મહિલા કરતાંય પુરુષમાં સમાગમની ઇચ્છા ઓછી હોય છે.

line

મહિલાઓમાં ઓછી કામેચ્છાની વાત ખોટી?

સંશોધનોમાં જોવા મળ્યું છે કે ઋતુ ચક્ર પ્રમાણે સ્ત્રીની કામેચ્છામાં ચઢાવઉતાર આવતો રહે છે

ઇમેજ સ્રોત, Olivia Howitt

ઇમેજ કૅપ્શન, સંશોધનોમાં જોવા મળ્યું છે કે ઋતુ ચક્ર પ્રમાણે સ્ત્રીની કામેચ્છામાં ચઢાવઉતાર આવતો રહે છે

ભૂતકાળમાં થયેલા અભ્યાસોમાં ટિપિકલ સવાલો પૂછાતા કે, "છેલ્લા મહિનામાં તમને કેટલીવાર કામેચ્છા જાગી હતી?" આવા સવાલના જવાબમાં મહિલાઓ કરતાં પુરુષો હંમેશાં વધારેવાર ઇચ્છા જાગી હોવાનું જણાવતા હોય છે.

સવાલ અન્ય રીતે પૂછવામાં આવે ત્યારે મહિલા અને પુરુષના જવાબમાં કોઈ ભેદ જોવા મળતો નથી. જેમ કે સમાગમ દરમિયાન કેટલી કામેચ્છા રહી હતી તેનો જવાબ સરખો આવે છે.

બ્રિટિશ કૉલંબિયા યુનિવર્સિટીના ગાયનેકોલૉજીના પ્રોફેસર લૉરી બ્રોટ્ટો કહે છે, "આનાથી મહિલા નિષ્ક્રિય હોય છે અને કામેચ્છા ધરાવતી હોતી નથી તેવી માન્યતા સામે પડકાર ફેંકાય છે. તેનાથી એ પણ ખ્યાલ આવે છે કે સમાગમ દરમિયાન ઉત્તેજના જાગી હોય તેનાં પરિબળો પણ મહિલા અને પુરુષો માટે સરખાં હશે."

અન્ય સંશોધનોમાં જોવા મળ્યું છે કે ઋતુ ચક્ર પ્રમાણે મહિલાની કામેચ્છામાં ચઢાવઉતાર આવતો રહે છે.

યુટા યુનિવર્સિટીના સાયકોલૉજીના પ્રોફેસર લીસા ડાયમંડ કહે છે, "ફળદ્રુપતાના સમયગાળા દરમિયાન મહિલાની ઉત્તેજના વધારે છે હોય છે અને તે પુરુષ જેટલી જ પ્રબળ હોય છે. પુરુષ કરતાં મહિલામાં કામેચ્છા ઓછી નથી હોતી. ફક્ત તેમાં વધારે પૅટર્ન જોવા મળતી હોય છે."

આ વાત સમજી શકાય તેમ છે, કેમ કે સેક્સ પાછળનો અસલ ઇરાદો તો સંતાનોત્પત્તિનો જ છે.

વર્જિનિયા યુનિવર્સિટીના સાયકિયાટ્રી અને ન્યૂરોબિહેવિયર સાયન્સિસ વિભાગનાં ચૅર અનિતા ક્લેટન કહે છે, "સંતાનો પેદાં કરવાં માટે પ્રેરણા આપતી બાયોલૉજી એ સેક્સનો જ એક હિસ્સો છે. આધુનિક જમાનામાં જ સેક્સ અને સંતાનોત્પત્તિને અલગ કરીને જોવામાં આવી રહ્યા છે."

line

ટેસ્ટોસ્ટેરોનની કોઈ ભૂમિકા નથી

ઘણા અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે કામેચ્છા ધરાવતી સ્ત્રી અને તેની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ વચ્ચે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ ફરક હોતો નથી

ઇમેજ સ્રોત, Olivia Howitt

ઇમેજ કૅપ્શન, ઘણા અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે કામેચ્છા ધરાવતી સ્ત્રી અને તેની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ વચ્ચે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ ફરક હોતો નથી

અગાઉ ડૉક્ટર્સ એવું પણ માનતા હતા કે પુરુષની જાતીય ઇચ્છા માટેના હોર્મોન ટેસ્ટોસ્ટેરોન સાથે મહિલાની કામેચ્છા જોડાયેલી છે.

હકીકતમાં આ હોર્મોનની કોઈ મહત્ત્વની ભૂમિકા જણાઈ નથી: ઘણા અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે કામેચ્છા ધરાવતી મહિલા અને તેની સમસ્યા ધરાવતી મહિલાઓ વચ્ચે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ ફરક હોતો નથી.

આ તારણ છતાં મહિલાઓ કામેચ્છા જગાવવા માટે ટેસ્ટોસ્ટેરોન વધે તેવી દવા લેતી રહી છે અને ડૉક્ટરો લખી આપતા રહ્યા છે.

અન્ય સંશોધનોમાં પણ કામેચ્છા અને ટેસ્ટોસ્ટેરોનનો સંબંધ આડકતરો હોવાનું જ જણાયું છે.

એટલે કે હોર્મોન હોય તેના કારણે વધારે કામેચ્છા જાગે એવું નહીં, પરંતુ વધારે સમાગમને કારણે આ હોર્મોન પેદા થતા હોય છે.

કામવાસનાના વિચારો અને સેક્સ્યુઅલ જેલસીને કારણે મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ જતું જોવા મળ્યું છે.

મિશિગન યુનિવર્સિટીના વિમેન્સ સ્ટડીઝ અને સાયકોલૉજીનાં ઍસોશિએટ પ્રોફેસર સેરી વાન ઍન્ડ્રિયાઝ કહે છે, "ટેસ્ટોસ્ટેરોનને કારણે કામેચ્છા જાગે તે વાત ખોટી છે. હોર્મોન્સની બહુ ઓછી અસર કામેચ્છા પર થતી હોય છે."

line

સમાગમ વખતે અલગ અનુભવની વાત પણ હંબગ?

કેટલીક સ્ત્રીને સંસર્ગ સિવાય માત્ર કલ્પનાથી જ ચરમસીમાનો અનુભવ થતો હોય છે

ઇમેજ સ્રોત, Olivia Howitt

ઇમેજ કૅપ્શન, કેટલીક સ્ત્રીને સંસર્ગ સિવાય માત્ર કલ્પનાથી જ ચરમસીમાનો અનુભવ થતો હોય છે

સમાગમ વખતે અલગઅલગ અનુભવ હોય છે તે વાતને પણ સ્વીકારવામાં આવી નથી: પુરુષની જેમ ઉત્તેજના, આનંદ, ચરમસીમા અને સંતોષ એવી તબક્કાવારની પ્રક્રિયામાંથી મહિલા પસાર થતી નથી.

મહિલાઓમાં આ અનુભવો આગળપાછળ થતા રહે છે. સમાગમ શરૂ થાય તે ઘણી વાર ઉત્તેજના માટેનું કારણ બને છે અને ચમરસુખ પ્રાપ્ત થાય તો તેના કારણે નવેસરથી સમાગમની ઇચ્છા થાય તેવું પણ બને.

ડાયમંડ કહે છે, "ઘણી વાર મહિલા માટે ગુપ્તાંગોના સ્પર્શ પછી માનસિક રીતે ઉત્તેજના જાગતી હોય છે, જ્યારે પુરુષમાં ઇચ્છા જાગે તે પછી ઉત્તેજના થતી હોય છે."

કામેચ્છા જાગે તેનો અર્થ એવો નથી કે કોઈની સાથે સમાગમનો પ્રયાસ થાય. પોતાની પસંદગીની બાબતમાં દરેક મહિલા (અને પુરુષ પણ) અલગ હોય છે અને સમયાંતરે પસંદગી બદલાતી પણ રહે છે.

ક્યારેક અથવા તો હંમેશા મહિલા તદ્દન એકાંતમાં હસ્તમૈથુન પસંદ કરશે. કેટલીક મહિલાને સંસર્ગ સિવાય માત્ર કલ્પનાથી જ ચરમસીમાનો અનુભવ થતો હોય છે.

કેટલીક મહિલાઓ પૅનેટ્રેશન સિવાય માત્ર ચુંબન, આલિંગન જેવી જ ક્રિયાઓ ઇચ્છે અને પરમસુખથી પહોંચવાની ગણતરી ના રાખે.

વાન ઍન્ડ્રિયાઝ કહે છે, "કોઈ માણસ સાથી માટે બહુ તડપે છે એવું કહે ત્યારે એનો અર્થ એવો થાય કે તે કોઈની નિકટ રહેવા માગે છે, અથવા કંટાળો દૂર કરવા માગે છે, અથવા કંઈક બીજો અનુભવ ઇચ્છે છે અથવા પરમસુખ પામવા માગે છે."

"સમયસંજોગો, વ્યક્તિ, ઉંમર, સંબંધોનો પ્રકાર અને કોઈનો સંગાથ મળી શકે છે તે બધી બાબતો પર આનો આધાર હોય છે."

line

કેવી બાબતોથી મહિલાઓ ઉત્તેજના અનુભવે છે?

કેવી બાબતોથી સ્ત્રીઓ ઉત્તેજના અનુભવે છે તેમાં પણ બહુ વૈવિધ્ય જોવા મળ્યું છે. કોઈને જી-સ્પોટનું મર્દન પસંદ હોય છે, જ્યારે કોઈને સ્તનમર્દન અને સ્તનચુંબન

ઇમેજ સ્રોત, Olivia Howitt

ઇમેજ કૅપ્શન, કેવી બાબતોથી સ્ત્રીઓ ઉત્તેજના અનુભવે છે તેમાં પણ બહુ વૈવિધ્ય જોવા મળ્યું છે. કોઈને જી-સ્પોટનું મર્દન પસંદ હોય છે, જ્યારે કોઈને સ્તનમર્દન અને સ્તનચુંબન

કેવી બાબતોથી મહિલાઓ ઉત્તેજના અનુભવે છે તેમાં પણ બહુ વૈવિધ્ય જોવા મળ્યું છે. કોઈને જી-સ્પોટનું મર્દન પસંદ હોય છે, જ્યારે કોઈને સ્તનમર્દન અને સ્તનચુંબન.

ક્યારેય મહિલા ડૉમિનેટ કરવાં માગતી હોય છે અને ક્યારેક માત્ર આલિંગન ઇચ્છતી હોય છે - આ યાદી બહુ લાંબી હોય છે.

વ્હિપલ કહે છે, "અમારી પ્રયોગશાળામાં અમે જોયું છે કે ઘણી બધી બાબતોથી મહિલા ઉત્તેજના અનુભવે છે. આપણે મહિલાઓને સમજાવવાની જરૂર છે અને તેમને પોતાની ઇચ્છા અનુસાર જેમાંથી આનંદ મળતો હોય તે કરવા દેવાની છૂટ આપવાની જરૂર છે."

"કામેચ્છા અને જાતીય સંતોષનો કોઈ એક જ પ્રકાર નથી એ વાત તેમને સમજાવવી જોઈએ."

આ પ્રકારનું વૈવિધ્ય હવે - આધુનિક યુગમાં હાથવગા બનેલા માધ્યમ પોર્નમાં જોવા મળે છે. પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓનું સ્થાન પ્રથમથી જ છે, પરંતુ 1980ના દાયકા સુધી પોર્ન માટે પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવાતું હતું.

હવે ઘરમાં બેસીને જ વીડિયો જોવાનું શક્ય બન્યું છે ત્યારે પુરુષની જેમ મહિલાઓ પણ પોર્ન જોતી થઈ છે. આનો ફાયદો ઉઠાવવા મહિલા ફિલ્મ ડિરેક્ટર્સે નારી માટેના પોર્ન બનાવવાનું શરૂ કરી દીધું, જેમાં હિંસા વગરની પ્રેમવાળી સ્ટોરી જ વધારે હોય.

આ દિશામાં ઇન્ડસ્ટ્રી આગળ વધતી રહી છે અને મહિલાઓ માટે વધુ પોર્ન ફિલ્મો બનતી રહી છે. વિક્ટોરિયા વેમ્પાયરની સિકવન્સ, માત્ર ગે પુરુષો માટેનું પોર્ન, મોન્સ્ટર પોર્ન વગેરે પ્રકારો પણ ઊભા થતા રહ્યા છે.

ટ્યુલન યુનવિર્સિટીના ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના ફેલો લૌરા હૅલેન માર્ક્સ કહે છે, "હવે બહુ વિવિધતા આમાં આવી ગઈ છે, કેમ કે લોકોને ખ્યાલ આવી ગયો કે મહિલાઓ પણ આવી હોય છે. મહિલાઓની કામેચ્છાની વિવિધતાને મહિલા સર્જકો કૅમેરામાં ઉતારી રહી છે."

line

ઈચ્છાનું સંવર્ધન

મગજના તંતુઓના સ્તરે કામેચ્છા કેવી રીતે જાગે છે અને કેવી રીતે કામ કરે છે તેને હજી આપણે સમજી શક્યા નથી

ઇમેજ સ્રોત, Olivia Howitt

ઇમેજ કૅપ્શન, મગજના તંતુઓના સ્તરે કામેચ્છા કેવી રીતે જાગે છે અને કેવી રીતે કામ કરે છે તેને હજી આપણે સમજી શક્યા નથી

મૂળભૂત રીતે, મગજના તંતુઓના સ્તરે કામેચ્છા કેવી રીતે જાગે છે અને કેવી રીતે કામ કરે છે તેને હજી આપણે સમજી શક્યા નથી.

રટગર્સ યુનિવર્સિટીના સાયકોલૉજીના પ્રોફેસર બેરી કોમિસારુક કહે છે, "મગજના કયા કયા હિસ્સા એકઠા થઈને કામેચ્છા જગાવે છે તેની વાત જવા દો, કામેચ્છા શું એ પણ સ્પષ્ટ નથી. રિવર્સ એન્જિનિયરિંગ કરીને આખી વાત હજી સુધી કોઈ સમજી શક્યું નથી."

કામેચ્છા ના હોવી કે ઘટી જવી તેનાં કારણો જોકે જાણી શકાતાં હોય છે. લાંબો સમય એકધારા સંબંધમાં રહ્યા હોય તેવા મહિલા અને પુરુષો કહેશે કે કામેચ્છા એક સમાન સ્તરે રહેતી નથી.

અભ્યાસોમાં જણાયું છે કે લાંબા ગાળાના સંબંધોમાં તે ઘટતી જાય છે. તેમાં મહિલાઓમાં વધારે ઘટાડો જોવા મળતો હોય છે, કેમ કે મૂડ, સ્ટ્રૅસ, થાક વગેરેની સામે ટેસ્ટોસ્ટેરોનને કારણે પુરુષોની ઇચ્છા પ્રગટ થતી રહેતી હોય છે.

બીજી બાજુ મહિલાઓને એવું લાગતું હોય છે કે સંબંધોમાં હવે કોઈ નવીનતા નથી, કોઈ રહસ્ય અને ઉત્તેજના નથી રહ્યા - સાથે જ ઘરની જવાબદારી, થાક, કંટાળો, ચિંતા વગેરેને કારણે કામેચ્છા ઘટતી જાય છે.

રટગર્સ યુનિવર્સિટી-નેવાર્કના સેક્સ થેરાપિસ્ટ નૅન વાઈઝ કહે છે, "મહિલાઓએ બહુ જહેમત કરવાની હોય છે. સ્વંય કામેચ્છા ના જાગે તે કોઈ બીમારી નથી - મહિલાઓ પર ભારણ વધી ગયું હોય છે તે આ બાબત દર્શાવે છે."

જોકે લાંબા ગાળાના સંબંધોમાં સાવ કામેચ્છા રહે જ નહીં તેવું પણ નથી, કે કાયમી શમી જશે એવું પણ નથી હોતું. તે ફરીથી જાગી શકે છે, ફરીથી તાજગી આવી શકે છે.

વાઈઝ કહે છે કે, "સંબંધોમાં, જીવનમાં થોડી નવીનતા, થોડી તાજગી લાવો તો કામેચ્છા ફરી જાગતી હોય છે. જેમ કે પર્યટન પર જવું, વિદેશ પ્રવાસ કરવો, સેક્સ પાર્ટીમાં ભાગ લેવો કે નવી સ્કિલ હાંસલ કરીને પણ ઉત્તેજના પાછી લાવી શકાય છે."

તેઓ કહે છે, "તમે અને તમારા સંગાથી જીવનમાં ડાયનેમિક હો તો એવું ના લાગે કે એકને એક સાથે સેક્સ કરવાનું થાય છે. તમારા સાથી કંઈક નવું કરે ત્યારે ઉત્તેજના જગાવી શકે છે."

આ સિવાય બીમારી, બ્રેકઅપ, નોકરી ગુમાવવી, બાળકનો જન્મ થયો હોય કે બીજી કોઈ તણાવ ઊભો કરનારી ઘટના બની હોય ત્યારે પણ કામેચ્છા મંદ પડી જતી હોય છે.

આ સામાન્ય બાબત છે અને થોડા સમય માટે જ હોય છે. અમેરિકા અને બ્રિટનમાં થયેલા વ્યાપક અભ્યાસોમાં જોવા મળ્યું છે કે લગભગ 50 ટકા જેટલી મહિલાઓ એકાદ વર્ષ સુધી મંદ કામેચ્છામાંથી પસાર થતી હોય છે.

પરંતુ જાતીય જીવન સિવાયની બીજી બાબતોમાં તણાવનું જે કારણ હોય તે દૂર થાય ત્યાર પછી ફરી કામેચ્છા જાગતી હોય છે.

જોકે 15 ટકા જેટલી મહિલાઓ કામેચ્છા સાવ મરી પરવારી હોય તેવું કહેતી હોય છે અને તેના કારણે તંગ સ્થિતિ ઊભી થતી હોય છે.

ફરજના ભાગરૂપે તે સમાગમ કરતી રહે છે અને તેને પણ એક કામ ગણીને ચાલે છે, પણ તેમાં બહુ તકલીફ પડતી હોય છે.

ખરેખર સમાગમ થાય ત્યારે આ મહિલાઓ કંઈક બીજા જ વિચારોના વમળમાં હોય છે - કામનું ભારણ, પોતાને ઇચ્છાઓ નથી જાગતી તેની ચિંતા, પોતાના દેખાવની ચિંતા અને પતિ પોતાને છોડી દેશે એનો ફફડાટ વગેરે.

આના ઘણા ઉપાયો છે, જોકે તેમાંથી કોઈ 100 ટકા ઉપયોગી નીવડતા નથી. ગ્રૂપ, વ્યક્તિગત અથવા દંપતીની થેરેપી કેટલાક કેસમાં ઉપયોગી થાય છે, જ્યારે બ્રોટ્ટો માને છે કે સજાગપણે ધ્યાન કરવાથી પણ ફાયદો થાય છે.

ડિપ્રેશન અને ચિંતાના ઉપાય માટેના કાર્યક્રમમાંથી પ્રેરણા લઈને બ્રોટ્ટો અને તેમના સાથીઓએ આઠ સેશન્સ તૈયાર કર્યા હતા, જેમાં કેટલીક માન્યતાઓને તોડવામાં આવી હતી.

ભાગ લેનારાને તેમની શારીરિક સ્થિતિ વિશે તથા અંગોમાં ઉત્તેજક હિસ્સા કયા છે વગેરેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આવી તાલીમ લીધેલી મહિલાઓ અને તાલીમ ના લીધી હોય તેવી મહિલાઓના જૂથમાં ઘણો ફરક તેમના અભ્યાસમાં જોવા મળ્યો હતો.

બ્રોટ્ટો અને તેમની ટીમ હવે અન્ય ઉપાયો પણ અપનાવી રહી છે જેથી એક પ્રકારની સજાગતા આવે. એ જાણવાની કોશિશ થઈ રહી છે કે નારી પોતાના દેહને વધારે સારી રીતે જાણતી હોય ત્યારે વધારે આનંદમાં અને હળવાશમાં હોય છે કે નહીં.

line
લાઇન

સંક્ષિપ્તમાં: નારીની કામેચ્છાની વિમાસણમાં મૂકી દેતી દૂનિયામાં ડોકિયું

લાઇન
  • સંશોધકો હજી સુધી સર્વસંમત રીતે નારીના મનને કળી શક્યા નથી, કે નથી સમજી શક્યા મહિલા સમાગતમાં ચમરસીમા કેવી રીતે પામે છે
  • દાયકાથી સંશોધકો એ માન્યતાને લઈને ચાલતા હતા કે પુરુષ વધારે કામી હોય છે, પરંતુ હાલના અભ્યાસોમાં એવાં તારણો નીકળ્યાં છે કે મહિલા અને પુરુષની કામેચ્છા વચ્ચે બહુ પાતળો ભેદ હોય છે અથવા હોતો જ નથી
  • સંશોધનોમાં જોવા મળ્યું છે કે ઋતુચક્ર પ્રમાણે મહિલાની કામેચ્છામાં ચઢાવઉતાર આવતો રહે છે
  • ઘણા અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે કામેચ્છા ધરાવતી મહિલા અને તેની સમસ્યા ધરાવતી મહિલાઓ વચ્ચે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં કોઈ ફરક હોતો નથી
  • 15 ટકા જેટલી મહિલાઓ કામેચ્છા સાવ મરી પરવારી હોય તેવું કહેતી હોય છે અને તેના કારણે તંગ સ્થિતિ ઊભી થતી હોય છે
  • લાંબા ગાળાના સંબંધોમાં સાવ કામેચ્છા રહે જ નહીં તેવું પણ નથી, કે કાયમી શમી જશે એવું પણ નથી હોતું. તે ફરીથી જાગી શકે છે, ફરીથી તાજગી આવી શકે છે
  • કેટલીક મહિલાઓને સંસર્ગ સિવાય માત્ર કલ્પનાથી જ ચરમસીમાનો અનુભવ થતો હોય છે
  • પુરુષની જેમ મહિલાઓ પણ પોર્ન જોતી થઈ છે. આનો ફાયદો ઉઠાવવા મહિલા ફિલ્મ ડિરેક્ટર્સે નારી માટેના પોર્ન બનાવવાનું શરૂ કરી દીધું, જેમાં હિંસા વગરની પ્રેમવાળી સ્ટોરી જ વધારે હોય
  • કેવી બાબતોથી મહિલાઓ ઉત્તેજના અનુભવે છે તેમાં પણ બહુ વૈવિધ્ય જોવા મળ્યું છે. કોઈને જી-સ્પૉટનું મર્દન પસંદ હોય છે, જ્યારે કોઈને સ્તનમર્દન અને સ્તનચુંબન
  • મગજના તંતુઓના સ્તરે કામેચ્છા કેવી રીતે જાગે છે અને કેવી રીતે કામ કરે છે તેને હજી આપણે સમજી શક્યા નથી
  • ફિમેલ વાયગ્રા'ને કારણે મહિને એકથી અડધા જેટલા સંસર્ગમાં જ જાતીય સુખ આપનારી નીવડે છે
લાઇન

મંદ કામેચ્છા પાછળના કારણો

ફિમેલ વાયગ્રા'ને કારણે મહિને એકથી અડધા જેટલા સંસર્ગમાં જ જાતીય સુખ આપનારી નીવડે છે

ઇમેજ સ્રોત, Olivia Howitt

ઇમેજ કૅપ્શન, ફિમેલ વાયગ્રા'ને કારણે મહિને એકથી અડધા જેટલા સંસર્ગમાં જ જાતીય સુખ આપનારી નીવડે છે

હાલમાં મોટા ભાગના નિષ્ણાતો દવાઓના બદલે આ પ્રકારની સારવારને વધારે પસંદ કરે છે. અમેરિકામાં ગત ઑગસ્ટમાં જ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને એડ્ડી (ફ્લિબાન્સેરિન) નામની મહિલાઓઓ માટેની વાયગ્રાને મંજૂરી આપી છે, છતાં તેના કરતાં આવા ઉપાયો વધારે પસંદ કરાય છે.

વાયગ્રા સાથે તેની સરખામણી કરવી પણ યોગ્ય નથી, કેમ કે વાયગ્રાની દવા ગુપ્તાંગ સુધી લોહીનું પરિભ્રમણ વધારવાનું જ માત્ર કામ કરે છે.

એડ્ડીમાં સેરોટોનિન અને ડોપામાઇન વચ્ચે અસંતુલન થાય તેને દૂર કરવાની કોશિશ થાય છે. પરંતુ આ બે હોર્મોનને કારણે જ મહિલાની કામેચ્છા જાગે છે તેવું આ દવાની ક્લિનિકલ ટ્રાયલમાં સાબિત થયું નથી: એડ્ડીને કારણે મહિને જાતીય સંસર્ગના એક કે અડધા કિસ્સામાં જ સંતોષકારક સાબિત થાય છે.

પ્લેસિબોની સામે માત્ર આટલો જ ફરક દેખાય છે. વાન એન્ડ્રીયાઝ કહે છે, "એલર્જી માટેની દવા જેવું આ થયું, જેમાં મહિને એક વાર તે શરદીને રોકતી હોય છે."

આ દવાની ઓછી અસર છે અને સાથે જ તેની આડઅસરો પણ જોવા મળી છે - ઘેન, થાક, મોળ આવવી, મોઢું સૂકાય જવું, અને લોહીનું દબાણ હળવું થઈ જવું વગેરે જોવા મળ્યું છે.

દર પાંચમાંથી એક મહિલામાં આવું જોવા મળ્યું હતું. એડ્ડી લીધી હોય ત્યારે સાથે શરાબનું સેવન કરી શકાતું નથી.

દવા કરતાંય મંદ કામેચ્છા પાછળનાં માનસિક કારણોને સમજવામાં આવે તે વધારે ઉપયોગી છે એમ ડાયમંડ માને છે.

જોકે મંદ કામેચ્છાને કારણે બધી જ મહિલાઓ તણાવમાં આવી જાય તેવું પણ નથી. સામાન્ય વસતિમાંથી એક ટકા લોકો એવા હોય છે, જેને વિજાતીય વ્યક્તિનું આકર્ષણ જાગતું હોતું નથી.

કેટલાકની સ્થિતિ જીવનભર આવી રહે છે, જ્યારે કેટલાક માટે જીવનના અમુક તબક્કે આવી સ્થિતિ આવતી હોય છે. વાન એન્ડ્રીયાઝ કહે છે, "એ માણસની પ્રકૃત્તિની બાબત છે, તે કોઈ બીમારી નથી."

ઘણા કિસ્સામાં બેમાંથી એક સંગાથીની કામેચ્છા તીવ્ર હોય ત્યારે તેની ટકટકને કારણે મંદ કામેચ્છાની બાબત તણાવનું કારણ બનતી હોય છે.

ક્લેટન કહે છે, "સામાન્ય રીતે મંદ કામેચ્છા હોય તેને મહિલાઓ કોઈ સમસ્યા તરીકે જોતી નથી, પરંતુ પતિમાં કામેચ્છા તીવ્ર હોય ત્યારે જ તે સમસ્યા બનતી હોય છે."

આવા કિસ્સામાં બૉયફ્રેન્ડ અથવા પતિ કામેચ્છા જગાવવા માટે સલાહ લેવાનું જણાવે ત્યારે એવું ધારીને ચાલવામાં આવતું હોય છે કે તેની પોતાની કામેચ્છાનું પ્રમાણ એ જ "યોગ્ય" પ્રમાણ છે.

ડાયમંડ કહે છે, "સમસ્યા મંદ કામેચ્છાની નથી હોતી, પણ બંનેની ઇચ્છા વચ્ચે ભેદ હોય છે તે હોય છે. માત્ર મહિલાઓને બ્લેમ કરવાના બદલે દંપતિએ સાથે મળીને સારવાર લેવી જોઈએ અને બંને માટે કેટલો સેક્સ સુખદાયી છે તે જાણવા કોશિશ કરવી જોઈએ."

"સંશોધકો અત્યારે કામેચ્છા વિશે એટલું જ જાણે છે કે તેમાં બહુ વૈવિધ્ય હોય છે. મહિલા હોય કે પુરુષ બંનેમાં બહુ અલગઅલગ રીતે કામેચ્છા વ્યક્ત થતી હોય છે અને તેનું પ્રમાણ બહુ ઊંચું, બહુ મંદથી લઈને તદ્દન ના હોવી ત્યાં સુધીના સ્તર હોય છે."

કોઈ વ્યક્તિ કે દંપતિમાં કેટલા પ્રમાણમાં કામેચ્છા હોવી જોઈએ તેનું કોઈ એક સારું કે ખરાબ માપ નથી.

ડાયમંડ કહે છે, "કામેચ્છાનું પ્રમાણ વધતું ઓછું હોય છે તે સ્વીકારી લઈએ તેમાં જ સાર છે. આ વિવિધતાને પણ આપણે સ્વીકારી લેવી જોઈએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન