You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : અર્થતંત્રમાં ડૂમ્સ ડેની સ્થિતિ ક્યારે સુધરશે?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોના વાઇરસની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. કોરોનાને કારણે વિશ્વને 2 ટ્રિલિયન ડૉલર જેટલું નુકસાન થશે તેવો યુએન ટ્રૅડ-એજન્સીનો અંદાજ છે.
યુએન તરફથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં UNCTADના ડાયરેક્ટર રિચર્ડ કોઝૂલ રાઈટે એક મહિના અગાઉ આવું કહ્યું હતું.
કોરોના વાઇરસની મહામારીમાં આર્થિક સ્થિતિને UNCTAD એ doomsday scenario તરીકે ઓળખાવી છે.
2007-08ના વૈશ્વિક નાણાકીય સંકટ કરતાં કોરોના વાઇરસને કારણે ઊભું થયેલું સંકટ બહુ ગંભીર છે.
ચીનની કોરોના વાઇરસ સામેની અત્યાર સુધી જે રણનીતિ રહી છે, તે કોરોના વાઇરસને કાબુમાં રાખવા અને તેનો પ્રભાવને ઘટાડવામાં અસરકારક નીવડી છે, પરંતુ બીજી બાજુ તેના અમલથી આર્થિક નુકસાન પણ થયું છે.
કોરોના વાઇરસને પ્રભાવિત થયેલા નાના વેપારીઓ અને ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે વિશ્વના નીતિશાસ્ત્રીઓ અને સરકારોએ રણનીતિ ઘડી તેમને તાત્કાલિક મદદ મળી રહે તેવાં પગલાં ભરવા જોઈએ.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
બ્લૂમબર્ગનો વરતારો
બ્લૂમબર્ગ ઇકૉનૉમિસ્ટ (6 માર્ચ 2020)ના અંદાજ મુજબ, જે ગતિથી ચીન, અમેરિકા, જાપાન, યુરોપના દેશો તેમજ આખા વિશ્વમાં કોરોના નો કેર વરતાયો છે તે જોતાં કોરોના સંકટના કારણે ગ્લોબલ ઇકૉનૉમી જે ત્રણથી ચાર ટકાના દરે ચાલી રહી હતી તેનો વિકાસદર 1.2 ટકા જેટલો ઘટશે મતલબ જીડીપી 2.4 જેટલો રહેશે.
યુરો-એરિયા અને જાપાનમાં મંદી ફેલાશે અને અમેરિકાનો આર્થિક વિકાસદર 0.5 ટકા ઘટશે તેમજ બેરોજગારીની સંખ્યા વધશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લૂમ્બર્ગના જણાવ્યા અનુસાર, આ મહામારીને લીધે જે આર્થિક મંદી સર્જાશે, તેમાં વિશ્વના અન્ય દેશોનો અને ખાસ ચીનનો વિકાસદર ચાલુ નાણાકીય વર્ષમાં ઘટશે.
આનાથી અંદાજે 2.7 ટ્રિલિયન ડૉલર જેટલું નુકસાન થશે.
વર્ષ 2019ના છેલ્લા ક્વાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસદર 5.8 ટકા જેટલો હતો અને 2020 ના પ્રથમ ક્વાર્ટરમાં જાણે કે ડૂબકી લગાવી હોય તેમ માઇનસમાં જતો રહ્યો છે.
અર્થવ્યવસ્થાની આવી જ સ્થિતિ અન્ય દેશોની હશે. આ મહામારીને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા જાણે કે ઠપ થઈ ગઈ છે.
આર્થિક રાહત માટે દુનિયામાં શું થઈ રહ્યું છે?
આર્થિક વિકાસ ઘટે એટલે સ્વાભાવિકપણ રોજગારી ઘટે છે અને તેથી જ લોકોને રાહત મળી રહે તે માટે ત્યારે વર્લ્ડ બૅન્કે અને વિશ્વના ઘણા દેશોએ આર્થિક પૅકેજો જાહેર કર્યા છે.
વર્લ્ડ બૅન્કે જરૂરિયાતમંદ દેશો માટે 12 અબજ ડૉલર (અંદાજે 875 અબજ રૂપિયા)નું આર્થિક પૅકેજ જાહેર કર્યું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક નાગરિકો માટે માસિક 1,000 ડૉલરની યોજનાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત બેરોજગારી વીમા માટે ઇમર્જન્સી ગ્રાન્ટ્સમાં 1 અબજ ડૉલરનું સહાય પૅકેજ જાહેર કર્યું છે.
સિંગાપોરે સ્થાનિક કામદારોને રોકડસહાયની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સ્થાનિક કામદારોની રોજગારી જળવાઈ રહે તે માટે તેમને માસિક 3,600 ડૉલર સુધીની સહાય કરાશે. આ વર્ષે સિંગાપોર જુલાઈમાં 1.3 અબજ ડૉલરનું પૅકેજ જાહેર કરશે, જેનો લાભ 19 લાખ લોકોને મળશે.
હૉંગકૉંગે તેના નાગરિકોને 1,200 ડૉલરની સહાય યોજના બનાવી છે, જેનો લાભ 70 લાખથી વધુ લોકોને મળશે. 18 વર્ષથી વધુ વયના કાયમીનિવાસીઓને આ સહાય મળવાપાત્ર હશે.
કોરોના વાઇરસની અસરો ઘટાડવા માટે હૉંગકૉંગે 120 અબજના રાહત પૅકેજની જાહેરાત કરી છે.
આ જ રીતે જર્મનીએ ઉદ્યોગો માટે 1.1 અબજ ડૉલરનું પૅકેજ જાહેર કર્યું છે. આ ઉપરાંત યુરોપના દેશોએ કોરોનાના કારણે આર્થિક સંકટનો સામનો કરતી કંપનીઓને રાહતો પણ આપી છે.
સ્પેન સરકારે કોરોનાને કારણે મંદીનો સામનો કરતી કંપનીઓના કામદારો અને નબળા વર્ગોના રક્ષણ માટે 219 અબજ ડૉલરના ભંડોળની જાહેરાત કરી છે.
આવી જ રીતે ફ્રાંસની સરકારે 50 અબજના સહાય પૅકેજની જાહેરાત કરી છે.
કોરોનાને કારણે યુ.કે.એ 330 બિલિયન પાઉન્ડના ભંડોળની જાહેરાત કરી છે, જેમાં લોકોને લન અને બૅન્ક ગૅરંટી ઉપરાંત નાના વેપારીઓને 25,000 પાઉન્ડની રોકડ મદદનો સમાવેશ થાય છે.
આ નાણાકીય પૅકેજથી ખાસ કરીને રિટેલ અને હૉસ્પિટાલિટી ક્ષેત્રે કામ કરી રહેલાં કામદારોને રાહત પૂરી પાડવામાં આવશે.
ભારતમાં પણ નરેન્દ્ર મોદી સરકારે આર્થિક પૅકેજ જાહેર કરેલું છે. લૉકડાઉનની જાહેરાતને બીજે દિવસે 1.7 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પૅકેજ જાહેર કર્યું.
આ રકમ જીડીપીના સુધારેલા અંદાજના 0.83 ટકા જેટલી થાય છે.
આ પૅકેજમાં મનરેગાના કામદારોના વેતનમાં 20 રૂપિયાનો વધારો કરી 5,600 કરોડની જોગવાઈ કરવામાં આવી, આ ઉપરાંત 80 કરોડ લોકોને 3 માસ માટે વધારાના મફત રૅશન માટે 40,00 કરોડની જોગવાઈ કરાઈ.
સરકારે સ્વસહાયતા સમૂહોની લૉનમર્યાદામાં પણ 10 લાખનો વધારો કર્યો. સરકારે મહિલાઓના ખાતામાં ત્રણ માસમાં 1500 રૂપિયા જમા કરવાની જોગવાઈ કરી તથા ગરીબ કલ્યાણ યોજના હેઠળ 8.7 કરોડ ખેડૂતોને એપ્રિલમાં રૂપિયા 2,000ની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરી.
વૃદ્ધો તથા વિધવાઓને સહાય તથા ઉજ્જ્વલા યોજના હેઠળ મફત સિલિન્ડરની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય પણ દુનિયાના અન્ય દેશોની સહાય માટેની વિવિધ જોગવાઈઓ સરકારે કરી છે.
દેશ અને દુનિયા ક્યારે બહાર નીકળશે?
કોરોના વાઇરસને કારણે વિશ્વના અન્ય દેશોની જેમ ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો લાગ્યો છે.
ઉદ્યોગ અને વ્યાપાર ઠપ છે અને સેવાકીય ક્ષેત્રે પણ ગતિ મંદ પડી છે, ત્યારે યુબીએસ ઇન્ડિયા નામની બ્રૉકરેજ કંપનીએ નાણાકીય વર્ષ 2020-21 માટેના ભારતના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડ્યું છે.
યુબીએસેના મત મુજબ ભારતનો વિકાસદર માત્ર 4 ટકા રહેશે. અગાઉ યુબીએસે 5.1 ટકા વિકાસદરનું અનુમાન કર્યું હતું.
આ અગાઉ એસ. ઍન્ડ પી., ફિચ અને મૂડીઝ જેવી એજન્સીઓ પણ ભારતના જીડીપીના ઘટાડો થવાનું અનુમાન કરી ચૂકી છે. અગાઉ 2020-21 માટે જીડીપી વૃદ્ધિને પહેલાંના 6.5 ટકાથી ઘટાડીને 5.2 ટકા કરી દેવાયો હતો.
કોરોનાના કારણે મૂડીઝ ઇન્વેસ્ટર્સ તેનું અનુમાન ઘટાડીને 5.3 ટકા કરી દીધું છે. ફિચ રેટિંગે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 2020-21 માટે ઘટાડીને 5.1 ટકા કર્યુ છે.
જો આવનાર બે મહિના સુધીમાં કોરોનાને કાબુમાં લેવામાં ભારત સફળ થાય તો બીજા ચાર મહિના તંત્રને બેઠું થતાં લાગશે, કેમ કે કોરોનાના ડરથી મોટા પાયે કામદારો ફરી સ્થળાંતર કરી વતન પરત ફર્યા છે.
આ ઉપરાંત વિશ્વના મુખ્ય સપ્લાયર એવા ચીનને બેઠું થતાં હજી સમય લાગશે તે જોતાં જ્યાં સુધી સપ્લાય ચેઇન પૂર્વવત ન બને, ત્યાં સુધી આવનાર છ મહિના સુધી આર્થિકચક્રો ગતિમાન થાય તેવું લાગતું નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો