Top News : નરેન્દ્ર મોદીએ માલદીવની સંસદમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, Twitter/narendra modi
બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા બાદની પ્રથમ વિદેશ યાત્રામાં માલદીવ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંની સંસદમાં સંબોધન કર્યું હતું.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ મોદીએ પરોક્ષ રીતે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે રાષ્ટ્ર પ્રયોજિત 'આતંકવાદી હુમલો' માનવતા માટે સૌથી મોટો ખતરો છે. તેમણે વૈશ્વિક નેતાઓને મળીને આતંકવાદ સામે લડવા માટે કહ્યું હતું.
વડા પ્રધાને કહ્યું કે ભારત અને માલદીવના સંબંધો ઇતિહાસથી પણ જૂના છે. તેમણે કહ્યું, "આજે હું એ વાત પર ભાર મૂકવા માગું છું કે માલદીવની લોકશાહીને મજબૂત કરવા માટે દરેક ભારતીય તમારી સાથે છે."
તેમણે કહ્યું, "વિશ્વ સમુદાયે જલવાયુ પરિવર્તન જેવા વિષય પર વૈશ્વિક પડકારો અંગે સંમેલનોનું આયોજન કર્યું છે, આજે હવે આતંકવાદ મુદ્દે પણ સાથે આવવું પડશે. હવે આતંકવાદ પર વૈશ્વિક સંમેલનનો સમય છે."

તમે આ વાંચ્યું કે નહીં?


ઇંગ્લૅન્ડે બંગ્લાદેશને 106 રને હરાવ્યું

ઇમેજ સ્રોત, Reuters
કાર્ડીકમાં બાંગ્લાદેશની ટીમ ઇંગ્લૅન્ડના પડાડ જેવા સ્કોર પર ચઢી શકી નહીં અને 106 રનથી મૅચ હારી ગઈ.
ઇંગ્લૅન્ડના જૅસન રૉયના 153 રન સાથે ટીમે પહેલા દાવમાં 386 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો.
જૉની બેયરસ્ટોએ 51 અને જોસ બટલરે 64 રન કરીને વિશાળ સ્કોર કરવામાં મદદ કરી. જોકે, બટલર હિપ ઇન્જરીના કારણે વિકેટ કીપિંગ કરી શક્યા નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાન સામે હાર્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ આ મૅચ બાબતે વધુ સજાગ હતી. તેથી તેઓ બંગ્લાદેશને કોઈ પણ પ્રકારની ઢીલ આપવાના મૂડમાં જણાયા નહીં.
બાંગ્લાદેશે પણ સામે લડત આપી અને શાકિબ અલ હસન 121 રન કરીને ટુર્નામેન્ટના સૌથી વધુ રન કરનારા ખેલાડી બની ગયા.
જોકે, આ કપરો પડકાર બાંગ્લાદેશ ઝીલી શક્યું નહીં અને 48.5 ઓવરમાં 280 રન કરી શક્યું. ઇંગ્લૅન્ડનના જોફ્રા ઑર્ટર અને બેન સ્ટોક્સે ત્રણ-ત્રણ વિકેટ લીધી.
ઇંગ્લૅન્ડે 6 વિકેટ પર 386 રન કરીને રેકર્ડ બનાવ્યો, વન ડે મૅચ ઇન્ટરનેશનલમાં સતત 300થી વધુ રનનો સ્કોર બનાવવાનો રેકર્ડ ઇંગ્લૅન્ડના નામે થઈ ગયો છે.
ઇંગ્લૅન્ડે આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ 300થી વધુ રન કર્યા છે.

યોગી આદિત્યનાથ અંગે ટ્વીટ કરનાર પત્રકારની ધરપકડ

ઇમેજ સ્રોત, Prashant kanojiya facebook
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અંગે સોશિયલ મીડિયા પર વાંધાજનક નિવેદન કરવાને કારણે ઉત્તર પ્રદેશ પોલીસે પત્રકાર પ્રશાંત કનૌજિયા ધરપકડ કરી છે. શનિવારે તેમને તેમના નિવાસ્થાનેથી પકડવામાં આવ્યા છે.
પ્રશાંતનાં પત્ની જગીશા અરોડાએ બીબીસીને જણાવ્યું, "તેમણે ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક મહિલા પોતાને યોગી આદિત્યનાથની પ્રેમિકા તીકે ઓળખાવી રહી હતી."
આ વીડિયો સાથે તેમણે યોગીનો ઉલ્લેખ કરતું એક નિવેદન પણ કર્યું હતું.
આ સંદર્ભમાં લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સમાજવાદી પાર્ટીએ પ્રશાંતની ધરપકડની ટીકા કરતાં પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી લખ્યું હતું,"કાયદો અને વ્યવસ્થા મામલે નિષ્ફળ સરકારની હતાશાનો ભોગ પત્રકારો બની રહ્યા છે."
ફરિયાદી વિકાસ કુમાર હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં જ ઇન્સ્પેક્ટર છે. તેમણે ફરિયાદ નોંધાવાનું કારણ આપતા કહ્યું,"તેમણે અમારા મુખ્ય મંત્રીજી અંગે ટીકાપાત્ર નિવેદન આપ્યું હતું, તેથી મેં ફરિયાદ કરી, બાકીની જાણકારી આપ અમારા એસએચઓ પાસેથી લઈ શકો છો."
પ્રશાંત સમાચાર વેબસાઇટ 'ધ વાયર'માં કામ કરી ચૂક્યા છે અને તેઓ સ્વતંત્ર પત્રકાર છે.



સેનાએ ધોનીનાં ગ્લવ્ઝના નિર્ણયને વ્યક્તિગત ગણાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લવ્ઝ અંગે આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે વિવાદ ઊભો થયો, જે અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ થઈ.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ સેનાએ આને વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે.
ધોનીએ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં પહેરેલાં ગ્લવ્ઝમાં બલિદાન ચિહ્ન હતું. આ વિવાદથી ભારતીય સેનાએ પોતાને અલગ કરતાં તેને ધોનીનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે.
જીઓસી ઇન સી સાઉથ વેસ્ટર્ન કમાન લેફ્ટનન્ટ જનરલ ચેરિશ મૅથસને કહ્યું, "પોતાનાં ગ્લવ્ઝ પર બલિદાન ચિહ્નનો ઉપયોગ કરવો એ ધોનીનો અંગત નિર્ણય છે. તેની સાથે સેનાને કોઈ જ લેવા-દેવા નથી."
તેમણે કહ્યું કે, આઈસીસી આ અંગે નિર્ણય લેવા સ્વતંત્ર છે. આ બલિદાન ચિહ્ન સેનાની પૅરોશૂટ રેજિમૅન્ટની સ્પેશિયલ ફોર્સનું પ્રતીક છે.
ધોની પણ 2011થી આ રેજિમૅન્ટના માનદ લેફ્ટનન્ટ કર્નલ છે અને તેમનાં ગ્લવ્ઝ પર આ ચિહ્ન અંકિત થયેલું છે.

યૂએસ દ્વારા રશિયન મિસાઇલ્સ મુદ્દે ટર્કીને અલ્ટિમેટમ

ઇમેજ સ્રોત, Getty Images
યૂએસ પાસેથી ફાઇટર જેટ ખરીદવા કે રશિયન ઍન્ટિ-ઍરક્રાફ્ટ મિસાઇલ ખરીદવી તે અંગે નિર્ણય કરવા માટે ટર્કીને યૂએસ દ્વારા જુલાઈના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે.
યૂએસ ડિફેન્સ સેક્રેટરી પેટ્રીક શેનહેને ટર્કીશ અધિકારી હુલુસી અકારને આપેલા પત્રમાં આ સમયમર્યાદા આપી છે.
તેમના કહેવા મુજબ ટર્કી અમેરિકાના એફ-35 ઍડ્વાન્સ્ડ ફાઇટર જેટ અને રશિયાના એસ-400 સિસ્ટમ બંને ન રાખી શકે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નાટોના બંને સહયોગી દેશો રશિયા અને ટર્કી વચ્ચે મહિનાઓથી એસ-400 અંગેનો નિર્ણય લેવાઈ ગયો છે, ત્યારે અમેરિકાની એવી દલીલ છે કે રશિયાની આ સિસ્ટમ નાટોની ડિફેન્સ સિસ્ટમની દૃષ્ટિએ અસમર્થ છે.
સુરક્ષાને ખતરો છે, તેથી રશિયન મિસાઇલને બદલે ટર્કી અમેરિકાના પેટ્રિઓટ ઍન્ટિ-ઍરક્રાફ્ટ સિસટ્મ ખરીદે તેવું ઇચ્છે છે.
જ્યારે સુરક્ષા મુદ્દે સ્વતંત્ર નીતિઓ તરફ આગળ વધી રહેલું ટર્કી 100 એફ-35 ખરીદવા માટે પહેલાં જ મોટું રોકાણ કરી ચૂક્યું છે.
શેનહેને કહ્યું કે જો ટર્કી એસ-400 લેશે તો તેમને એફ-35 નહીં મળે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












