ધોનીનાં ગ્લવ્ઝને ICCએ નિયમ વિરુદ્ધ ગણાવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, નવી દિલ્હી
ભારતીય વિકેટકીપર બૅટ્સમૅન મહેન્દ્રસિહ ધોનીનાં 'રૅજિમેન્ટલ ડૅગર'વાળાં ગ્લવ્ઝને લઈને આઈસીસી તરફથી વાંધો ઉઠાવાયા બાદ અભિયાન શરૂ થઈ ગયું છે.
ભારતીય ખેલમંત્રી અને ક્રિકેટ પ્રશાસક સમિતિએ આગામી સમયમાં પણ ધોનીને ગ્લવ્ઝ પહેરવાં દેવાની વકીલાત કરી હતી, પણ આઈસીસીએ ધોનીનાં ગ્લવ્ઝને નિયમ વિરુદ્ધ ગણાવ્યાં છે અને પરવાનગી આપી નથી.
આઈસીસી પ્રમાણે વિકેટ કીપિંગ ગ્લવ્ઝ પર ચિહ્ન લગાવવાની પરવાનગી નથી.
આઈસીસીએ કહ્યું છે, "ટુર્નામેન્ટના નિયમો પ્રમાણે કપડાં કે અન્ય ચીજો પર કોઈ પણ પ્રકારના અંગત સંદેશાઓ અથવા ચિહ્ન લગાવી શકાતાં નથી. એ સિવાય વિકેટકીપરનાં ગ્લવ્ઝ પર શું હોવું જોઈએ એ અંગેના સ્ટાન્ડર્ડ્ઝનું પણ આ ઉલ્લંઘન છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતમાં ટ્વિટર પર #DhoniKeepTheGlove એટલે કે 'ધોની મોજાં પહેરી રાખો'નો ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે.
ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું છે કે ધોનીનાં ગ્લવ્ઝ રાષ્ટ્રવાદનું નહીં પણ દેશભક્તિનું પ્રતીક છે.
રૈનાએ ટ્વીટ કર્યું છે, "જ્યારે અમે મેદાન પર હોઈએ ત્યારે અમે પોતાને દેશ માટે સમર્પિત કરીએ છીએ અને ભારતને ગર્વ અનુભવાય એવો પ્રયાસ કરીએ છીએ."
"અમે બધા દેશને પ્રેમ કરીએ છીએ અને આ જ મહેન્દ્રસિંહ ધઓનીએ કર્યું છે. આને દેશપ્રેમ ગણવો જોઈએ, નહીં કે રાષ્ટ્રવાદ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સુપ્રીમ કોર્ટના આદેશ પર બનાવાયેલી ક્રિકેટ પ્રશાસક સમિતિ(સીઓએ)નાં સભ્ય ડાયના ઍડ્રલ્જીનું કહેવું છે કે આ મામલે સમિતિ ભારતીય ક્રિકેટ ટીમ સાથે ઊભી છે અને તેઓ ગમે તે ભોગે ધોનીની સાથે અડગ રહેશે.
પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે શું આ અંગે ધોની સાથે કોઈ વાત થઈ તો તેમણે કહ્યું, "ધોનીને આમાં લાવવાની જરૂર નથી. અમે આઈસીસીને આ અંગે પત્ર લખ્યો છે અને આગામી મૅચ પહેલાં મામલાનો ઉકેલ આવે એવી આશા છે."
સીઓએએ પરોક્ષ રીતે એવું પણ કહ્યું છે કે ધોનીનાં ગ્લવ્ઝ પર લગાવાયેલાં નિશાન સૈન્યનાં નથી.

ધોની સાથે છીએ : સીઓએ

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટના આદેશથી બનાવાયેલી ક્રિકેટ પ્રશાસક સમિતિ (સીઓએ)નાં સભ્ય ડાયના એડુલ્ઝીનું કહેવું છે કે આ મામલે સમિતિ ભારતીય ક્રિકેટ ટીમ સાથે છે અને તેઓ કોઈ પણ કિંમતે ધોની સાથે અડગ છે.
પત્રકારોએ જ્યારે એડુલ્ઝીને પૂછ્યું કે શું આ અંગે ધોની સાથે કોઈ વાત થઈ છે ત્યારે તેમણે કહ્યું, "ધોનીને એમાં લાવવાની જરૂર નથી. આ અંગે આઈસીસીને અમે પત્ર લખ્યો છે અને આગામી મૅચ પહેલાં ઉકેલ આવશે એવી આશા છે."
સીઓએએ પરોક્ષ રીતે એવું પણ કહ્યું છે કે ધોનીનાં ગ્લવ્ઝ પરનું આ નિશાન સેના સાથે જોડાયેલું નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સીઓએ પ્રમુખ વિનોદ રાયનું કહેવું છે કે આઈસીસીના નિયમો પ્રમાણે ખેલાડી ધાર્મિક, સૈન્ય અને કૉમર્શિયલ મહત્ત્વ ધરાવતાં પ્રતીક ધારણ કરી ન શકે.
તેમણે કહ્યું, "પણ ધોનીના કેસમાં આ પ્રતીક આવા કોઈ જ મુદ્દા સાથે જોડાયેલું નથી, એટલે અમે આઈસીસીને કહીશું કે ચિહ્નને હટાવવાની જરૂર નથી."
વિનોદ રાયે કહ્યું, "છતાં જો તેમને એવું લાગશે કે આ નિયમોનું ઉલ્લંઘન છે તો અમે પરવાનગી લઈ લઈશું, જેવું અમે કૅમોફ્લાઝ ટોપિયોના કેસમાં કર્યું હતું."

ભારત અને પાકિસ્તાનના મંત્રીઓનાં નિવેદન
ભારતના ખેલમંત્રી કિરેન રિજિજુએ આને દેશની ભાવનાઓ સાથે સંકળાયેલો મુદ્દો ગણાવ્યો છે અને બીસીસીઆઈને વિનંતી કરી છે કે તેઓ આ અંગે આઈસીસી સાથે વાત કરે.
બીજી તરફ પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ આ સંપૂર્ણ મામલા પર ભારતની પ્રતિક્રિયા ચોંકાવનારી ગણાવી છે.
તેમણે ટ્વીટ કર્યું, "ધોની ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ રમવા ગયા છે. મહાભારત માટે નહીં. ભારતીય મીડિયા આ અંગે કેટલી મૂર્ખતાપૂર્ણ ચર્ચા કરી રહ્યું છે. ભારતીય મીડિયાનો એક તબક્કો યુદ્ધને લઈને એટલો ઉત્સાહિત છે કે તેને સીરિયા, અફઘાનિસ્તાન કે રંવાડા મોકલી દેવો જોઈએ. મુર્ખ!"
ભારત સરકારના ખેલમંત્રી કિરેન રિજિજુએ પણ મોજાં પહેરવાં દેવાની વાત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
રિજિજુએ કહ્યું, "સરકાર રમત સંસ્થાઓના મામલે દખલ નથી દેતી કારણ તેઓ સ્વંતંત્ર છે. જોકે, આ મુદ્દો દેશની ભાવના સાથે જોડાયેલો હોય, તેમાં રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવું જોઈએ. હું બીસીસીઆઈને વિંનતી કરું છું કે તેઓ આ અંગે આઈસીસી સાથે વાત કરે."
તો આઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું છે કે ધોનીએ કોઈ પણ રીતે આઈસીસીના દિશાનિર્દેશોનું ઉલ્લંખન નથી કર્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં ધોનીની બૅટિંગે જેટલું ધ્યાન ન ખેચ્યું એનાથી વધારે ધ્યાન તેમનાં ગ્લવ્ઝે ખેંચ્યું હતું.
તેનું કારણ છે ધોનીનાં વિકેટકીપિંગ ગ્લવ્ઝ પર દોરવામાં આવેલું એક નિશાન.
જેવી જ મૅચ કૅમેરામાં કેદ થવા લાગી અને વીડિયો ગ્રૅબ વાઇરલ થયા, સૌથી વધારે ચર્ચા ધોનીનાં ગ્લવ્ઝની થઈ.
કારણ કે ચાહકોએ ધ્યાનથી જોયું કે ધોનીનાં ગ્લવ્ઝ પર એક વિશેષ ચિહ્ન દોરેલું છે.
ઝૂમ કરીને જોતાં ખ્યાલ આવ્યો કે ધોનીનાં ગ્લવ્ઝ પર ઇન્ડિયન પૅરા સ્પેશિયલ ફૉર્સનો રેજિમૅન્ટલ ડૅગર બનેલો છે. એને 'બલિદાન' તરીકે જોવામાં આવે છે.
આ સિમ્બૉલને ઓળખ્યા પછી ચાહકો ધોનીના દેશપ્રેમ અને સુરક્ષાદળો પ્રત્યેના પ્રેમ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવા લાગ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
વર્ષ 2011માં મહેન્દ્રસિંહ ધોનીને પૅરાશૂટ રેજિમૅન્ટમાં લેફ્ટનન્ટ કર્નલનો ઑનરરી રૅન્ક આપવામાં આવ્યો હતો. વર્ષ 2015માં તેમણે પૅરા બ્રિગેડ હેઠળ ટ્રેનિંગ પણ મેળવી હતી.
આ નિશાનની ચર્ચા શરૂ થઈ તો સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન વિશે લખાવવાનું શરૂ થઈ ગયું.

ઇમેજ સ્રોત, PARA SPECIAL FORCES
જગદીશ ડાંગીએ લખ્યું, "મહેન્દ્રસિંહ ધોનીને સલામ અને તેમનું સમ્માન. તેમણે પોતાનાં વિકેટકીપિંગ ગ્લવ્ઝ પર બલિદાનનું ઇનસિગ્નિયા છપાવ્યું છે.
આ રેજિમૅન્ટલ ડૅગર ઇનસિગ્નિયા પૅરા એસએફ, પૅરાશૂટ રેજિમૅન્ટ સાથે જોડાયેલી ભારતીય સૈન્યની સ્પેશિયલ ઑપરેશન યુનિટનું પ્રતિનિધિત્વ કરે છે."
વિવેકસિંહે લખ્યું છે, "જો તમે ધોનીનાં વિકેટકીપિંગ ગ્લવ્ઝને ધ્યાનથી જોયાં હશે તો તેનાં પર પૅરા લોગો બનેલો છે. આ સ્વૅગનું લિજેન્ડરી લેવલ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

X કન્ટેન્ટ પૂર્ણ, 8
રામે ટ્વીટ કર્યું છે, "આ કારણે દુનિયા મહેન્દ્રસિંહ ધોનીને પ્રેમ કરે છે. મિલિટરી પૅરા એસએફ પ્રતિ પ્રેમ અને સમર્થન દર્શાવવા બદલ આપનો આભાર. જે રેજિમૅન્ટલ ડૅગર ઇનસિગ્નિયા જોવા મળે છે, જે ભારતીય પૅરા સ્પેશિયલ ફોર્સનો છે."
ભારતીય સૈન્યની પૅરાશૂટ યુનિટ, દુનિયાની સૌથી જૂની ઍરબોર્ન યુનિટમાંની એક છે.
50મી ભારતીય પૅરાશૂટ બ્રિગેડની રચના 27 ઑક્ટોબર, 1941માં કરાઈ હતી.
આ બ્રિટિશ 151મી પૅરાશૂટ બટાલિયન, બ્રિટિશ ઇન્ડિયન આર્મી 152મી ભારતીય પૅરાશૂટ બટાલિયન અને 153મી ગોરખા પૅરાશૂટ લટાલિયનથી મળીને બની હતી.
વર્ષ 1952માં પૅરાશૂટ રેજિમૅન્ટની રચના આનાથી અને બીજા અનેક એકમોને ભેળવીને કરવામાં આવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
પૅરાશૂટ રેજિમૅન્ટમાં હાલ નવ સ્પેશિયલ ફોર્સિઝ, પાંચ ઍરબોર્ન, બે ટેરિટોરિયલ આર્મી અને એક કાઉન્ટર ઇમરજન્સી (રાષ્ટ્રીય રાઇફલ્સ) બટાલિયનનો સમાવેશ થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો