સદીઓથી ગુજરાત અને અન્ય રાજ્યોમાં રહેતા સીદી સમાજના લોકો કોણ છે?

સીદી યુવતિઓ
    • લેેખક, સુમિરન પ્રીત કૌર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં આફ્રિકી મૂળના સીદી સમુદાયના લોકો સદીઓથી રહી રહ્યા છે. આ સમુદાય વિશે ઘણા ઓછો લોકો જાણે છે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે આ સમુદાયની યુવતીઓ ખેલજગતમાં સફળતા માટે કોશિશ કરી રહી છે.

સીદી સમુદાય કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં રહે છે. તેઓ પૂર્વ આફ્રિકાના બંતૂ સમુદાયના વંશજ છે.

તેમને સાતમી સદીની આસપાસ અરબી લોકો પોતાની સાથે ભારત લાવ્યા હતા.

બાદમાં તેઓ અંગ્રેજો અને પોર્ટુગીઝની સાથે પણ ભારત આવ્યા હતા.

તેઓ ભારતમાં જ રહી ગયા અને જંગલોમાં જતા રહ્યા. તેમણે ત્યાં જ તેમનાં ઠેકાણાં બનાવી લીધાં.

આજે પણ તેઓ સમાજથી અલગ-થલગ રહે છે. જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમનામાં કેટલોક બદલાવ આવ્યો છે.

line

ખેલજગતમાં પ્રવેશ

યુવતીઓ

બિલ્કી ગામ કર્ણાટકના હુબલીથી ત્રણ કલાકના અંતરે આવેલું છે.

બિલ્કીમાં રહેતી 18 વર્ષીય શ્વેતા સીદી ઍથ્લેટિક્સમાં રાજ્યસ્તરની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. તેમનું સપનું નેશનલ ચૅમ્પિયન બનવાનું છે.

તેઓ કહે છે, "અમે વધુ પ્રૅક્ટિસ કરવાની તક મળે તો અમે પણ મેડલ જીતી શકીએ છીએ."

"અમે મેડલ જીતીશું તો અન્ય લોકો પણ અમારા કામની પ્રશંસા કરશે અને અમને પ્રોત્સાહન મળશે."

જિલ્લા સ્તરે મેડલ જીતી ચૂકેલા શ્વેતાના સંબંધી 13 વર્ષનાં ફ્લોરિન પણ હવે તેમની જેમ આગળ વધી રહ્યા છે.

ફ્લોરિન પણ રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.

ફ્લોરિન કહે છે, "હું રાષ્ટ્રીય સ્તરે પહોંચવા માંગુ છું અને ત્યાર બાદ ઑલિમ્પિક સુધી અને તેના માટે ખૂબ જ મહેનત કરું છું."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'સીદી સમુદાય વિશે જાણતા નથી અને અમને ઘુરીને જુએ છે'

શ્વેતા અને ફ્લોરિન
ઇમેજ કૅપ્શન, શ્વેતા અને ફ્લોરિન

આ લોકો કન્નડ અને કોંકણી ભાષા બોલે છે. તેમને પહેરવેશ પણ સામાન્ય લોકો જેવો હોય છે.

તેમનાં નામ ભારતીય, અરબી અને પોર્ટુગલ પરંપરાનું મિશ્ર સ્વરૂપ છે પરંતુ વધુ લોકો તેમના વિશે જાણતા નથી.

શ્વેતા જ્યારે સ્પર્ધામાં ભાગ લેવા બહાર જાય તો લોકો તેમને એક જિજ્ઞાસાથી જોતા હોય છે.

શ્વેતાએ કન્નડમાં કહ્યું, "કેટલાક લોકો સીદી સમુદાય વિશે જાણતા નથી અને તેઓ અમારા વાળને સ્પર્શે છે."

"તેમને એટલી પણ ખબર નથી કે અમે લોકો ભારતમાં જ રહીએ છીએ."

"તેઓ અંગ્રેજીમાં વાત કરવાની કોશિશ કરે છે અને અમને ઘુરીને જુએ છે."

"જો સ્પર્ધામાં અમારું પ્રદર્શન સારું ન રહે તો કહે છે કે જુઓ આફ્રિકાના હોવા છતાં સારું પ્રદર્શન કરી શક્યા નહીં."

"અમને ખરાબ અનુભવ થાય છે પણ શું કરવું?"

line

તાલીમ આપવાની યોજના

જંગલ

સીદી સમુદાય ભારતમાં સમાજના મુખ્ય પ્રવાહથી અલગ હોવાથી રોજગાર અને વિકાસ મામલે તેમની પાસે વધુ સાધનો નથી.

બંધારણીય અધિકારો આપવા સરકારે વર્ષ 2003માં તેમને અનુસૂચિત જનજાતિમાં સામેલ કર્યો હતો.

કેટલાક લોકોએ એવું લાગે છે કે તેમનામાં ખેલક્ષેત્રમાં સફળ થઈ શકવાની સારી ક્ષમતા છે.

ભારતના ખેલ વિભાગે પણ તેમને પ્રશિક્ષણ આપવાના કાર્યક્રમ શરૂ કર્યા હતા.

1980ના દાયકામાં એ સમયના ખેલ મંત્રી માર્ગરેટ અલ્વાએ સીદી સમુદાયને સ્પોર્ટ્સની તાલીમ આપવા માટે એક યોજના શરૂ કરી હતી.

તેમની પ્રતિભાને વધુ કઈ બહેતર કઈ રીતે બનાવી શકાય? સરકારી તેની કોશિશમાં કાર્યરત છે.

કર્ણાટકના યુવા સશક્તિકરણ અને ખેલ વિભાગના કમિશનર કે. શ્રીનિવાસે જણાવ્યું, "સરકારની કેટલીક સ્પોર્ટ્સ હૉસ્ટેલમાં સીદી સમુદાયના લોકો રહે છે."

"સીદી લોકો છેવાડાના વિસ્તારોમાં રહેતા હોવાથી અમારી કોશિશ હોય છે કે અમે તેમના સુધી પહોંચીએ અને તેમને જણાવીએ કે તેમને કઈ કઈ સુવિધાઓ મળી શકે છે."

"જેથી તેઓ ખેલકૂદ અને અભ્યાસમાં સારી તકો પ્રાપ્ત કરી શકે. સીદી સમુદાયની યુવતીઓનું ખેલકૂદમાં સારું પ્રદર્શન રહ્યું છે."

લાઇન
લાઇન

'યુસેન બોલ્ટ મારો આદર્શ છે'

યુવતીઓ

કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ પણ હવે તેમની મદદ માટે આગળ આવી રહી છે.

'બ્રિજીસ ઑફ સ્પોર્ટ્સ'ના નીતિશ ચિનિવરે કહ્યું, "ઘણા લોકોને એવું લાગે છે કે તેમના જૈવિક બંધારણના ઇતિહાસમાં જ એવું કંઈક છે જેનાથી તેઓ આંતરરાષ્ટ્રીય ખેલમાં ભારત માટે મેડલ જીતી શકે છે."

"અમારી સંસ્થા આ પ્રકારની પ્રતિભાને શોધીને તેને તાલીમ આપે છે. અમે સ્કૂલો સાથે મળીને તેને સારા કોચની નજર હેઠળ તેમને તાલીમ આપીએ છીએ."

શ્વેતા અને ફ્લોરિન સાથે મુંડગોડની લોયલા સ્કૂલમાં અભ્યાસ કરતા 17 વર્ષીય રવી કિરણ સીદી ક્લાસ પત્યા બાદ પ્રૅક્ટિસ કરતા હોય છે.

રવી કિરણ સીદીએ કહ્યું, "પહેલાં હુ ઇન્ટરનેટ પર વીડિયો જોઈ જોઈને અભ્યાસ કરતો હતો. પણ જ્યારથી 'બ્રિજીસ ઑફ સ્પોર્ટ્સ'ની સાથે તાલીમ લેવાની શરૂ કરી ત્યારથી સારું લાગે છે."

"મારા કોચ રિઝવાન અને મલનાગૂડર સર ઘણા સારા છે. તેમની પાસેથી ઘણું શીખવા મળે છે."

"મારા માતા મને પ્રોત્સાહિત કરે છે અને યુસેન બોલ્ટ મારા આદર્શ છે."

લાઇન
લાઇન

'દેશ માટે મેડલ જીતશે'

યુવતીઓ

વર્ષ 1980 બાદ ઘણા સીદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. શ્વેતાના સગા-સંબંધી અને ફ્લોરિનના પિતા ખુદ એક નેશનલ સ્તરના ખેલાડી રહી ચૂક્યા છે.

પેડરુ દીયોગ સીદીએ કહ્યું, "જે કામ હું નહીં કરી શક્યો, તે કામ મારી દીકરી ફ્લોરિન કરશે એવી મને આશા છે. તે દેશ માટે મેડલ જીતશે."

"શ્વેતા નામના મેળવશે તો બધા કહેશે કે તે અમારા ગામની દીકરી છે."

ભારતમાં લગભગ 50 હજારથી વધુની સંખ્યામાં સીદી લોકો રહે છે. તેમાંથી કેટલાક પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ પણ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો