ગાડી પર સો કરોડની નંબર પ્લેટ અને દુબઈના શેખોનો વૈભવ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇબ્રાહિમ શેહાબ
- પદ, બીબીસી કેપિટલ
દુબઈ એક ખાસ શહેર છે. અહીંની ઇમારતો ખાસ છે. અહીંના રસ્તા ખાસ છે. આ 'ભભકો' દેખાડવાનું શહેર છે.
અહીંના ઘનવાન શેખ મોંઘી વસ્તુઓનાં શોખીન છે. દુબઈના રસ્તાઓ મોંઘીદાટ ગાડીઓથી ભરેલા હોય છે. લિમિટેડ એડિશનની શાનદાર ગાડીઓના કાફલાઓ અહીં જોવા મળે છે.
દુબઈ એવું શહેર છે જ્યાં તમને ગાડીઓની કિંમત કરતાં તેની નંબર પ્લેટ મોંઘી મળી શકે છે.
પોતાની કારને અલગ ટચ આપવા અને પોતાની ઓળખ બનાવવા માટે સ્પેશિયલ લાઇસન્સ પ્લેટ દ્વારા દુબઈના ધનવાનો અકલ્પનીય કિંમત ચૂકવવા તૈયાર હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
દુબઈ અને શહેરી લકઝરી એક બીજાની સાથો-સાથ ચાલે છે. સંયુક્ત અરબ અમીરાતનું આ શહેર અમીર શેખો અને મોટો પગાર મેળવનારા વિદેશીઓની પ્રથમ પસંદ છે.
સોશિયલ મીડિયાના સેલિબ્રિટી કે જેમાં કેટલાક ટીનેજર સામેલ છે, તેઓ પોતાના શોખ દેખાડવાથી પાછળ હટતા નથી.
ઇન્સ્ટાગ્રામ પર મોંઘી કિંમતે ખરીદેલા પાળેલાં જાનવરો સાથે તેમની તસવીરો જોવા મળે છે.
સંયુક્ત અરબ અમીરાતના સૌથી વધુ વસતીવાળા આ શહેરમાં આલીશાન વસ્તુઓની ભરમાર છે. વીઆઈપી નંબર પ્લેટ તેમાંથી જ એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સૌથી મોંઘી નંબર પ્લેટ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2008માં દુબઈમાં '1' નંબરની લાઇસન્સ પ્લેટ 42 લાખ ડૉલરમાં નીલામ થઈ હતી. આજની કિંમતમાં તે ભારતીય મુદ્દામાં 100 કરોડથી પણ વધારે છે.
દુબઈમાં આજે પણ આ નંબર પ્લેટને સૌથી મોંઘી માનવામાં આવે છે.
દુબઈના સ્થાનિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે રસ્તા પર કોઈ સ્પેશિયલ નંબર પ્લેટવાળી ગાડી પસાર થાય છે તો તેનાથી ફરક તો પડે છે.
તેમજ વધુમાં એમ પણ કહ્યું ઘણાં દેશોમાં લોકોને કોઈ આનાથી ફરક પડતો નથી, પરંતુ દુબઈમાં ફરક પડે છે. અહીં આ એક ટ્રૅન્ડ છે.

નંબરથી મળે છે ઓળખાણ

અલ-મરઝૂકીએ પોતાની લૅમ્બર્ગિની માટે 8686 નંબર ખરીદ્યો હતો. તેમની અન્ય ફરારીનો નંબર 55608 છે.
તેઓ કહે છે, ''પહેલાં આ શોખ હતો, પરંતુ હવે તે એક વેપાર બની ગયો છે. મને મારા સોશિયલ મીડિયા પ્રૉફાઇલ પર ફૉલોઅર્સની સંખ્યા જોઈને નવાઈ લાગે છે.''
અલ-મરઝૂકીએ સૌ પ્રથમ જે સ્પેશિયલ લાઇસન્સ પ્લેટ ખરીદી હતી તેનો નંબર 888 હતો. ત્યારબાદથી જ તેઓ પોતાની દરેક ગાડીઓ માટે 8 સાથે જોડાયેલો નંબર પસંદ કરે છે.
તેઓ કહે છે, ''હું તેને ખરીદવામાં સંકોચ કરતો નથી. હું ઇચ્છુ છું કે દરેક ખાસ વસ્તુ મારી હોય.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












