You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind vs Aus: બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચને આ નામ કેવી રીતે મળ્યું?
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મૅલબર્નમાં બુધવારે બૉક્સિંગ ડે ટેસ્ટનો પ્રારંભ થયો હતો.
આ ટેસ્ટમાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે આ ટેસ્ટ મૅચમાં બંને ઓપરન મુરલી વિજય અને કે. એલ. રાહુલના સ્થાને હનુમા વિહારી અને મયંક અગ્રવાલને સ્થાન આપ્યું હતું.
બુધવારે દેશના ઇન્ટરનેટ પર બૉક્સિંગ ડે ટેસ્ટ અને મયંક અગ્રવાલની ખૂબજ ચર્ચાઓ થઈ હતી.
મયંક અગ્રવાલે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ 76 રન બનાવ્યા હતા. વિખ્યાત ગુજરાતી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ફોર્મ ચાલુ રાખી 200 બોલમાં 68 રન નોંધાવ્યા હતા. મયંક અગ્રવાલ અને પુજારાએ
ઉપયોગી ભાગીદારી કરતાં ભારતે દિવસની રમતને અંતે બે વિકેટે 215 રન નોંધાવ્યા છે. પુજારા 68 રને અને વિરાટ કોહલી 47 રને રમતમાં છે.
ટ્વિટર પર મયંક અગ્રવાલ અને પુજારાની ઇનિંગ પણ ચર્ચામાં રહી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મયંક અગ્રવાલ કોણ છે?
મયંક અગ્રવાલે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત બેંગલુરુની બિશપ કૉટન સ્કૂલથી અન્ડર 13 ટીમથી કરી હતી.
27 વર્ષના આ ખેલાડીનો જન્મ 16 જાન્યુઆરી 1991ના રોજ બેંગલુરુમાં થયો હતો.
મયંક આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ-11 પંજાબ, રાઇઝિંગ પુણે, રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતા હતા.
જ્યારે અગાઉ તેઓ ઇન્ડિયા-એ અને અન્ડર-19ની કર્ણાટક, ટીમ માટે રમી ચૂક્યા છે.
મયંક અગ્રવાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કૅરિયરમાં 46 મેચમાં 49.98ની એવરેજથી 3599 રન પણ ફટકાર્યા હતા.
સહેવાગથી પ્રેરિત સ્ટાઇલ
એનડીટીવી સ્પોર્ટ્સના અહેવાલ મુજબ મયંક અગ્રવાલની બૅટિંગ સ્ટાઇલ ભારતના સ્ટાર ઓપનર વિરેન્દ્ર સહેવાગથી પ્રેરિત હોવાનું કહેવાય છે.
તેમણે ફર્સ્ટ ક્લાસ કૅરિયરમાં અણનમ 305 રન સર્વાધિક સ્કૉર નોંધાવ્યો હતો.
વર્ષ 2008-09માં અન્ડર-19માં કૂચ બિહાર ટ્રોફીમાં મયંક અગ્રવાલે 54ની એવરેજથી 432 રન ફટકાર્યા હતા.
આ અહેવાલ મુજબ વર્ષ 2009માં મયંક અગ્રવાલે વર્ષ 2009માં ઑસ્ટ્રેલિયા સામેના પ્રવાસમાં મેચ વિનિંગ 160 રન નોંધાવ્યા હતા.
ટ્વીટર પર આવકાર
મયંક અગ્રવાલની પ્રથમ ઇનિંગ્સમાં નોંધાવેલા 76 રન બાદ ટ્વીટર પર ઇન્ટરનેટ યૂઝર્સે મયંક અગ્રવાલના ખૂબ જ વખાણ કર્યાં હતાં.
બૉક્સિંગ ડે ટેસ્ટ શું છે?
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી શરૂ થયેલી ટેસ્ટ બૉક્સિંગ ડે ટેસ્ટ તરીકે રમાઈ રહી છે.
બૉક્સિંગ ડે ટેસ્ટ ઑસ્ટ્રેલિયાના મૅલબર્ન ક્રિકેટ મેદાન પર દર વર્ષે 26 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી વચ્ચે રમાય છે.
આ મૅચની તારીખ અંગે ઘણી વાયકાઓ છે, ઑક્સફોર્ડની અંગ્રેજી ડિક્ષનરી મુજબ આ શબ્દના તાર વર્ષ 1830 અને બ્રિટન સાથે જોડાયેલા છે.
જૂના જમાનામાં જમીનદારો પોતાના ખેતરમાં કામ કરતા મજૂરોને બૉક્સમાં ભેટ આપતા હતા જેના પરથી આ નામ પડ્યું છે.
આ ટેસ્ટ મૅચ ઑસ્ટ્રેલિયા અને તેની વિરુદ્ધ રમતા કોઈ પણ દેશ સાથે રમાતી હોય છે.
આ વર્ષે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી અંતર્ગત બૉક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે.
બૉક્સિંગ ડે ટેસ્ટ ક્રિસમસ બાદ ભેટ આપવાની બૉક્સિંગ પ્રથા હેઠળ શરૂ થયેલી પરંપરા છે.
આ પરંપરા અંતર્ગત 26મી ડિસેમ્બરે ક્રિસમસ બાદ સર્વન્ટ્સને ક્રિસમની ભેટ બૉક્સમાં આપવામાં આવે છે.
આ પ્રથાની શરૂઆત બ્રિટનથી થઈ હતી અને અનેક દેશોમાં તે પ્રસરાઈ છે.
પહેલી મૅચ
મૅલબર્નમાં પ્રથમ બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચ વર્ષ 1950માં 22મી ડિસેમ્બરથી ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા સામે રમાઈ હતી.
વર્ષ 1950થી 1980ની વચ્ચે ચાર બૉક્સિંગ ડે ટેસ્ટ જ રમાઈ હતી જ્યારે વર્ષ 1990થી બૉક્સિંગ ડે ટેસ્ટ કાયમી રમાય છે.
ઑસ્ટ્રેલિયા સિવાય સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ બૉક્સિંગ ડે મેચ રમનારા દેશો તરીકે જાણીતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો